લોકડાઉનનો અનોખો પ્રેમ (ભાગ-3) Rajeshwari Deladia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લોકડાઉનનો અનોખો પ્રેમ (ભાગ-3)

આગળના ભાગમાં જોયું કે આરવ અને આરણાનાં લગ્ન થઈ જાય છે પણ બંને લગ્ન કરતા વધુ મહત્વ પોતાના કેરિયરને આપે છે.ખાસ કરીને આરણા વધુ મહત્વ આપે છે એને કારણે બંને વચ્ચેનું અંતર વધી રહ્યુ હોય છે. જોઈએ હવે બંનેનાં જીવનમાં આગળ શુ થાય એ.

આરવ આને લીધે આરણા પર શક કરવા લાગે છે.આરવ પોતાની જાતને બહુ સમજાવે છે કે મારે આવુ ન કરવું જોઈએ પણ આરણાનું વર્તન જ એવું હોય છે કે આરવને આવુ કરવા માટે મજબૂર થઈ જાય છે.

આમ બંને વચ્ચેનું અંતર વધી રહ્યુ હતુ.રોજ કોઈને કોઈ બહાને બંને વચ્ચે સંઘર્ષ થતો જોવા મળતો હતો.આને કારણે બંને એ જુદા થવાનો વિચાર કર્યો હતો.

હા બંનેએ એકબીજાને ડિવોર્સ આપવાનો વિચાર કર્યો. આરવની ઈચ્છા ન હતી પણ આરણા કઈ સમજવા જ તૈયાર ન હતી એટલે આરવે આવુ પગલું લેવાનું વિચાર્યું હતુ.

આરણા મારી તબિયત સારી નથી એટલે કાલે હુ ઓફ લેવાનું વિચારું છું.શુ તુ પણ ઓફ લઈશ.જો ઓફ લેશે તો આપણે મારી ઓળખાણમાં એક વકિલ છે એમને જઈને મળી આવીશું.

આરવ મને રજા તો મળે એમ નથી.પણ હા એક કામ કર તુ સાંજની એપોયમેન્ટ લઈ લે હુ સાંજે ત્યાં આવી જઈશ.

સારુ એવું કર.

આરવે ઉભા થઈને આરણાને કહ્યુ.

આરણા ઓફિસ ગઈ અને આરવ ટીવી જોવા બેઠો.હેડલાઈન્સ વાંચીને આરવ ચિંતામાં મુકાઈ ગયો.

નમસ્કાર,દેશમાં ફેલાઈ રહેલી મહામારીને કારણે અનેક લોકોનો જીવ જઈ રહ્યો છે.આ ભયંકર રોગ એકબીજા નાં સંપર્કને કારણે ફેલાઈ રહ્યો છે.તો જેમ બને એમ એકબીજાનાં સંપર્કમાં આવવાનું ટાળો.શકય હોય ત્યાં સુધી ઘરની બહાર જવાનુ ટાળો.ધીરે ધીરે આ મહામારીનો કહેર આપણા દેશમાં પણ ફેલાઈ રહ્યો છે. તો સોશિયલ ડિસ્ટનસ જાળવો.

થોડી વાર ટીવી બંધ કરીને આરવ વિચારતો હતો ત્યાં જ એક ફ્રેન્ડનો ફોન આવે છે અને કહે છે.

આરવ જલ્દીથી ન્યૂઝ સાંભળ.કોરોનાને કારણે સરકારે લોકડાઉન જાહેર કર્યું છે. કાલથી બધા એ ઘરમાં રહીને જ કામ કરવું પડશે. કોઇપણ ઘરની બહાર જઈ ન શકે.

ઓહ રાહુલ એવું છે.એવું કહેતાં આરવ ટીવી ચાલુ કરે છે.

રાહુલ જો આ રોગ એકબીજાનાં સંપર્કમાં આવવાથી જ થતો હોય તો સરકારે જે નિર્ણય લીધો એ સાચો જ છે અને દરેકે સરકારનાં નિયમનું પાલન ચુસ્તપણે કરવું જ જોઈએ.બરાબર ને રાહુલ.

હા હા આરવ તારી વાત સાચી છે.આપણે બધા એ સરકારને પૂરેપૂરો સાથ આપવો જ જોઈએ.

આરવ ન્યૂઝ જોતો હોય છે ત્યાં જ આરણાનો ફોન આવે છે.

હલો આરવ હુ ઓફિસેથી વકીલ પાસે જવા માટે નીકળું છુ. તુ પણ ફટાફટ ત્યાંથી નીકળ.પછી કાલથી લોકડાઉનને કારણે બધુ જ બંધ હશે.

આરણા સાંભળ એ બધુ રહેવા દે. એ વિશે આપણે હવે લોકડાઉન પછી જ જઈશુ.તુ અત્યારે ફટાફટ ઘરે આવી જા અને કઈ કઈ ચીજ વસ્તુ ઘરમાં નથી એ બોલ.એટલે જરૂરતની બધી વસ્તુઓ લઈ આવુ.

આરવ આમ તો ઘરે બધુ જ છે.તો પણ તને જે ઠીક લાગે એ લઈ આવ.એમ પણ કાલથી મારે પણ ઘરેથી જ બધુ કામ કરવું પડશે.

આમ હવે બંને એ એક જ ઘરમાં 24 કલાક જોડે કાઢવાના હતાં અને એ પણ એકલા.કોઈપણ પ્રકારની બાહ્ય પ્રવૃતિ વિના.

લોકડાઉનનો પહેલો દિવસ

આરવ આજે ઘરમાં કોઈને આવવા નથી દેવાનું.કામવાળા માસી ને પણ નહીં અને રસોઈવાળા બેનને પણ નહીં.

ઓહ આરણા તો આ બધુ કામ કરશે કોણ.

તુ બીજુ કોણ.મને તો આવુ બધુ આવડતું નથી.મે ક્યારેય જાતે આવુ કઈ કર્યું નથી.

ઓહ હો જાણે હુ તો આ બધા કામમાં એક્સપર્ટ છું એવું?

એક કામ કરીએ. એ તો તને ખબર છે કે તુ અને હુ બંને એ આ ઘરનાં કામ ક્યારેય નથી કર્યા.તો હવે આપણે બંને મળીને બધા કામ કરીશું.

હા છૂટકો ક્યાં છે કર્યા વિના. કરવું તો પડશે જ.

બંને ઘરમાં એકલા રહેવા લાગ્યા.એટલે બંને વચ્ચે જે દુરી હતી એ દુર થવા લાગી. બંને એકબીજાને સાંભળવા લાગ્યા.બંને એકબીજાને સમજવા લાગ્યા.
લોકડાઉનનાં સમય દરમિયાન જ આરણાની બર્થ ડે આવી.એટલે આરવને થયુ દર વર્ષે આરણા બર્થડેની ઉજવણી ખૂબ જ સારી રીતે કરે છે.તો આ વખત મારે પણ એની માટે કઈક નવું કરવું જોઈએ.

આરવ ફટાફટ મોબાઈલમાં યુ ટ્યુબ ખોલી ને બેસે છે અને ઘરે કેક કેવી રીતે બનાવાય એ જોવા લાગે છે.

યુ ટ્યુબ પરથી જોઈને આરવ મસ્ત કેક બનાવે છે અને સવાર માટે બ્રેકફાસ્ટ પણ તૈયાર કરે છે અને મસ્ત રીતે ડાઇનિંગ ટેબલ પર સજાવીને પાછો સુઈ જાય છે.

સવારે આરણા ઉઠીને કિચનમાં જઈને જોય છે તો વાને એવું લાગે છે કે કિચનમાં રાતે યુદ્ધ થયુ છે.કિચન જાણે કિચન ઓછું અને રણ મેદાન વધુ લાગી રહ્યુ હતુ.જોઈને આરણા એ જોરથી બુમ પાડી.

આરવ આ કિચનની હાલત રણ મેદાન જેવી કોણે કરી.
કોણ આવ્યુ રાતે મારા કિચનમાં જેને મારા કિચનને યુદ્ધ ની ભૂમિ બનાવી.

ઓય આરણા આમ રણચંડીનું રૂપ ધારણ નાં કર હુ ડરી જાઉ છું તારાથી.

અરે આરવ ડરવાની વાત પછી કર પહેલા તો આ કિચન સાફ કરવું પડશે. ચાલ આવ મારી મદદ કર.

એ આરવ સાચું બોલ આ બધુ કોણે કર્યું.તે જ કર્યું છે ને.

માથુ ખંજવાળતો આરવ બોલ્યો, હા આ બધુ મે જ કર્યું છે.

આરણા એક કામ કર તુ પહેલા ફ્રેશ થઈ જા.હુ બધુ ઠીક કરી દઈશ.

આરવ કિચન સાફ કરવા બેસે છે અને આરણા ફ્રેશ થવા જાય છે.

આરવ ડાઇનિંગ ટેબલ પર બધુ સજાવીને મુકી દે છે.
કેકને પણ સરસ રીતે સજાવીને ટેબલ પર મુકી દે છે.જોડે એને સેન્ડવિચ બનાવી હોય છે એ પણ મુકી દે છે અને ગરમા ગરમ કોફી પણ રેડી કરી દે છે.

આરણા ફ્રેશ થઈ ને આવે છે અને જોઈને અવાક જ રહી જાય છે.

ઓહ આરવ આ બધુ તે કર્યું છે.

હા આરણા મે જ કર્યું છે.હવે હમણાં તો ઘરે કોઈ આવી શકે એમ નથી તો આ બધુ મારા સિવાય બીજુ કોણ કરશે.

ઓહ આરવ એક કામ કર મને એક ચુટલો ભર તો. હુ સપનું તો નથી જોઈ રહી ને.

ઓહ આરવ તને બધુ યાદ છે.તુ કઈ પણ ભુલ્યો નથી. આવુ કહી આરવને ગળે વળગી જાય છે.

થેકયૂ સો મચ આરવ. આજે તે મારી બર્થડે યાદ રાખીને મને ખુશ કરી દીધી.

સારુ સારુ ચાલ હવે મને બહુ ભુખ લાગી છે આ કેક કાપ ફટાફટ એટલે પેટ પૂજા કરીએ.

ના આરવ પહેલા તુ ફ્રેશ થઈ જા.પછી આપણે કેક કટિંગ કરી શકીએ.

સારુ આરણા.

શુ આરવ અને આરણા પહેલાની જેમ જ એકબીજાને સમજી શકશે? શુ બંને એકબીજાને સમય આપી શકશે?એ માટે વાંચો લોકડાઉનનો અનોખો પ્રેમ(ભાગ-4)

રાજેશ્વરી