લવ બ્લડ - પ્રકરણ-28 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ બ્લડ - પ્રકરણ-28

લવ બ્લડ
પ્રકરણ-28

દેબાન્શુ અને નુપુર બંન્ને આજે એકમેકને સમર્પિત થઇને સપૂર્ણ તનમન જીવનો પ્રેમ કરી લીધો. પરાકાષ્ઠા આંબી ગયાં. બંન્ને જણાં એ પછી બાઇક પર બેસી મીઠી વાતો કરતાં હતાં અને ત્યાં સામેથી કાચા રસ્તેથી બાઇકો આવી રહી હોય એવો અવાજ આવ્યો અને બંન્ને જણાં સાવધ થઇ ગયાં. દેબુએ બાઇક થોડી ઝાડીમાં લઇ લીધી જેથી કોઇને નજરે ના પડાય. બંન્ને ચુપકીદીથી એ લોકોને પસાર થવાની રહા જોવા લાગ્યાં.
ધૂળ ઉડતી ઉડતી નજીક આવી રહી હતી અને 5 થી 6 બાઇક પર 10 જેવાં લફંગા જેવાં જંગલમાં રહેતાં છોકરાઓ પસાર થયાં. ત્યાં એક જણાએ કહ્યું "ચલો આ વ્યૂ પોઇન્ટ પર બેસીએ થોડો દારૂ અહીંજ ચઢાવીએ પછી આગળ જઇએ.
બીજાએ કહ્યું ના ના આપણે સમયસર કેવ પર પહોચવાનું છે ત્યાં બીજાઓ આવી ગયાં હશે.. પણ પેલો લચ્ચડ આજે હાજર ના હોય તો સારુ.
પહેલો બોલ્યો "નહીં હોય મેં એને ડીસોઝાના અડ્ડા પર જતાં જોયેલો પછી ખબર નથી ક્યાં ગયો ચાલો આપણે આગળ નીકળી જઇએ હમણાં. અહીં રોકાવુ નથી પાછળ ફરતાં અહીં શાંતિથી બેસીને દારૂ ચઢાવીશું હમણાં બાબાએ સોંપેલુ કામ નીપટાવી લઇએ.
આમ વાતો કરતાં કરતાં બધાં આગળ નીકળી ગયાં. નુપુર અને દેબાન્શુએ એ લોકોની વાતો સ્પષ્ટ સાંભળી અને પછી હાંશ પણ કરી.. નુપુરે કહ્યું દેબુ તેં કંઇ માર્ક કર્યું ?
દેબુએ કહ્યું શું માર્ક કર્યુ ? અરે એ લોકો કોઇને મળવા જઇ રહ્યાં છે પણ એવું લાગે કોઇ કારસ્તાન કરી રહ્યાં છે કંઇક ગરબડ ક્યાંક કરશે અને એમનો કોઇ ગુરુ છે જરૂર.. પણ લચ્ચડ કોને કીધો ના સમજાયું.
નુપુરે કહ્યું "અરે એમ નથી કહેતી દેબુ આ એજ ટોળકી છે જે લોકોએ આપણને આંતર્યા હતાં એમાં પાંચે જણાં આ ટોળકીમાં હતાં. સારુ થયું આપણે છૂપાઇ ગયાં. નહીંતર....
દેબુએ કહ્યું "વોટ ? સાચેજ ? મેં તો ઓળખ્યાજ નહીં ઓહ સારુ થયું આપણે સાવધ થઇ છૂપાઇ ગયાં. આપણે ભલે લડી લેત પણ દસ જણાં હતાં અને તારી સાથે એલોકો... હું આગળ, વિચારી નથી શકતો નુપુ હવે આ સાઇડ આવવાનું હોય તો આપણી સાથે સાધન હોવુ જોઇએ કોઇક હોથિયાર જેથી આ જંગલીઓને પહોંચી વળાય.
નુપુરે કહ્યું "તારી વાત સાચી છે ભલે આપણે એમને સ્વાદ ચખાડીએ પણ આ જંગલી લોકો છે એમનો કોઇ ભરોસો ના થાય. મારાં લીધે તું મુશ્કેલીમાં પડી જાય એ નક્કી હવે સાવધ રહીને અહીં આવવું પડશે.
નુપુરે આગળ કહ્યું "હવે એ લોકો થોડે આગળ નીકળી ગયાં હશે. દેબુ મને લાગે આપણે પણ કોલેજ જવા નીકળીએ પછી સાયકલ લઇને ઘરે પહોંચવાનું છે મારે આપણે ધીરે ધીરે નીકળીએ જ.
દેબુએ કહ્યું "ઓકે ડાર્લીંગ પણ એક કામ કર સ્વીટુ હેલમેટ તું પહેરી લે અને મારી પાસે તારો દુપટ્ટો છે એ હું લગાવી લઊં છું પછી નીકળીએ.
નુપુરે કહ્યું ઓકે અને હેલમેટ નુપુરે પહેરી અને ડેકીમાંથી દુપટ્ટો લઇને દેબુએ લગાવી દીધો અને એલોકોએ બાઇક ભગાવી.
આખાં રસ્તે સાવચેતીથી ચલાવીને આગળ વધ્યાં. સીટી વિસ્તાર આવ્યો ને હાંશ કરી પેલાં જંગલીઓ વચ્ચેનાં ટર્નથી વળી ગયાં હવે ? જોઇએ જે રસ્તો જંગલની બીજી બાજુ જતો હતો.
કોલેજ પહોચી નુપુરે હેલમેટ પાછી આપી અને કહ્યું આ દુપટ્ટો હવે મને પાછો મળવાનો લાગતો નથી. દેબુએ આજુબાજુ જોયુ કોઇ દેખાયુ નહીં એટલે નુપુરને પોતાની સાવ નજીક ખેંચીને ચૂસ્ત ચુંબન લઇ લીધું. હવે કંઇ પાછું મળવાનું નથી હવે તારું બધુ જ મારું અને મારું બધુ તારું જ.
નુપુરે એની આંખમાં જોયુ.. અપાર પ્રેમ ઉભરાતો હતો. નુપુરની આંખો સજળ થઇ એણે કહ્યું દેબુ હવે ઘરે જવાનું પણ મન નથી થતું તારાથી દૂર થવું નહીં ગમે.
દેબુએ કહ્યું અહીં પણ એજ હાલ છે ખુશી એ વાતની છે કે એવી મીઠી પળોની યાદો છે હજી પણ જાણે તનમાં સંતૃપ્તિનો ઓડકાર છે મારી નુપુ ખૂબ પ્રેમ કરીશ.
નુપુરે દેબુનું કપાળ ચૂમીને પોતાની સાયકલ લીધી અને બુક્સ કેરીયરમાં નાંખી અને કહ્યું ચાલ ટર્નીંગ સુધી સાથે રહેજે પછી હું નીકળી જઇશ ઘર તરફ. કમને ઘરે જઊં છું ઘરેજ નથી જવું મારે તારી સાથેજ રહેવું છે દેબું.
બંન્ને જણાં વાતો કરતાં કરતાં કોલેજ કેમ્પસથી બહાર નીકળ્યાં બહાર નીકળી દેબુએ કહ્યું " નુપુ આપણે તો અહીં નાની ઉંમરમાંજ લગ્ન થઇ જાય છે જ્યારે આપણે તો ઘણાં મોટાં છીએ મને થાય છે માંને મનાવી લઊં અને કહી દઊ મને નુપુર સાથે પરણાવી દો હું નહીં રહી શકું.
નુપુરે હસતાં હસતાં કહ્યું "સાચેજ ? આવું થાય તો કેટલું સારુ ? પણ મારાં પણ માં પાપા માનવા જોઇએ ને ? માં ને તો હું મનાવી લઇશ પાપાની ખબર નથી. માં એ તો તને જોયો છે. મેં માની આંખોમાં જોયુ છે એને તું પસંદ છે.
દેબુએ મશકરી કરતાં કહ્યું "અરે એમને હું પસંદ છું પણ હું તો ઘણો નાનો છું એતો મારાં સાસુ બનવાનાં હું..
નુપુરે ગુસ્સો કરતાં કહ્યું "એય નાલાયક એવી રીતે નથી કહેતી સાવ નક્કામો જ છે. છોકરાં એક મિત્ર તરીકે તને સ્વીકારેલો જ છે.
દેબુએ હસતાં હસતાં કહ્યું એય ડાર્લીંગ જસ્ટ કીડીંગ આઇ લવ યુ. પણ સારો સમય અને મૂડ જોઇને આપણે આવો પ્રયત્ન કરવો જોઇએ કંઇ ખોટુ નથી પછી કાયમની શાંતિ જ હું ક્યારેક સારો મૂડ જોઇશ મોમનો અને વાત કરીશ જ.
આમ વાતો કરતાં કરતાં બંન્ને ટર્નીગ પાસે આવી ગયાં. દેબુએ કહ્યું હું સાથે આવુ અંદરનાં રસ્તે પછી હું પાછો આવી જઇશ તને કંપની રહેશે.
નુપુરે કહ્યું નહીં હમણાં નહીં પાપાને ખબર પડે તો આખી બાજી બગડે. તું ઘરે જા હું હવે ફાસ્ટ સાયકલીંગ કરીને ઘરે પહોચીશ. બાય ડાર્લીંગ. બટ. સાંજે અને રાત્રે જ્યારે ચાન્સ મળે ફોન કરીશ.
દેબુએ કહ્યું હું તો કરીશ જ. બાય કહીને બંન્ને છૂટાં પડ્યાં.
****************
"સુધાંશુ ઘરે આવ્યો. શાંતિથી રાહ જોઇ રહી હતી કયાથી વરંડામાં રાહ જોતી ગણ ગણી રહી હતી એને અહસાસ થઇ ગયા કે સુધાંશુ આવી રહ્યાં છે. ઘણાં સમય પછી આજે સુધાંશુને મૂડમાં અને આનંદમાં જોયાં હતાં.
સુધાંશુ ઘરમાં આવી સાયકલ મૂકીને પોતાનું પર્સ ખોલીને એમાંથી વેંણી કાઢીને શાલીનીને આપી. શાલિની વેણી જોઇને ખુશ થઇ ગઇ. એણે કહ્યું વાહ સુધાંશુ બાબુ આજે તમને વેણી પણ યાદ આવી. આજે 3 વર્ષ અને ઉપર સત્તર દિવસ થયાં તમે વેણી લઇ આવ્યાં અને આટલાં આનંદ સાથે ઘરે આવ્યાં.
સુધાંશુએ કહ્યું "શાલુ હવે બધુ વીતી ગયેલું ભૂલી જા હવે તારો સુધાંશુ જૂનુ ભૂલીને બસ તને જ જીવશે પ્રેમ કરશે. એમ બોલીને બંન્ને અંદર ગયાં.
સુધાંશુએ કહ્યું હું ફ્રેશ થઇને આવુ છું તું સરસ ચોટલો ગૂંથ.. બીજુ કંઇ નહીં આજે પ્રેમ પરવાન ચઢ્યો છે રીપ્તા આવે પહેલાં....
શાલીનીએ કહ્યું "શું બોલો છો આવું ? જાવ સાવ નક્કામાં જ છો. સુધાંશુ બાથરૂમમાં ફ્રેશ થવા ધૂસ્યો અને શાલિનીને વધી યાદો તાજી થઇ ગઇ મનોમન શરમાઇ ગઇ. એણે બહારનાં દરવાજા બંધ કરીને પછી અંદર આવીને નવસેરથી ચોટલો ગૂંથ્યો અને એમાં વેણી પરોવી દીધી.
સુધાંશુ આવીને સીધો જ શાલીની પાસે આવી એને વ્હાલ કર્યુ. ગુંથેલો ચોટલો જોઇને ખૂશ થઇ ગયો. વેણીની મ્હેંક એટલી હતી કે એણે ચેહરો વાળમાં રાખી મ્હેક લઇને શાલિની ચૂમી લીધી.
શાલિનીનાં આખાં અંગ અંગમાં ધૂજારી આવી ગઇ અને તન થથર્યું અને બંન્ને શયનખંડમાં ગયાં ઘણાં સમય પછી પ્રૌઢ આજે યુવાન થયાં અને પરવાન ચઢેલાં પ્રેમને તૃપ્ત કર્યો.
બંન્ને જણાં આનંદમાં હતાં અને ત્યાંજ મુખ દરવાજાની સાંકળ ખખડી અને શાલિનીએ કપડા સરખા કરી બારણું ઉઘાડવા ગઇ...
વધુ આવતા અંકે ---પ્રકરણ-29