હોરર એક્સપ્રેસ - 34 Anand Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

  • ભિષ્મ પિતામહ

    पितामह भीष्म अने मकरसंक्राती   રાત્રી નો બીજો પહોર છે... આરત...

શ્રેણી
શેયર કરો

હોરર એક્સપ્રેસ - 34

એટલો બધો ડર વિજયના મનમાં વ્યાપી ગયો હતો પણ છૂટકો ન હતો લાઈટ ચાલુ કર્યા વગર તો કશું ખબર પડવાની ન હતી એટલે જ તે આગળ વધ્યો.
તેણે વધુ વિચાર્યું કે કશું જ હશે નહીં....અને જે તે વસ્તુ ઉપાડી ને તે સ્થાને મૂકી દેશે અને પછી પાછો વળી જશે. વિજય હિમ્મતથી આગળ વધે છે ત્યાં સ્વીચ એક હાથ જેટલી દુર હતી અને અંધારું ખૂબ જ હતું.
"ધડાક દઈ ને અથડાયો હતો સમજો ગયા."
વિજય ઈચ્છતો ન હતો કે તે ઘાયલ થઈ જાય એટલે તે કાળજીપૂર્વક આગળ વધ્યો હતો ખૂબ ધીરેથી અને ફૂંકીને પગલા ભરીને તે આખરે અંત સુધી પહોંચી ગયો પણ તે સ્વીચ પાડી એ પહેલા તો કોઈકે તેનો હાથ પકડી લીધો.
"કોણ હતું ત્યાં અંધારામાં વિજય કશું જોઈ શકતો ન હતો."
એ બધું અદભૂત દૃશ્ય હતું.
પણ જેવો પેલા હાથે તેનો હાથ પકડ્યો કે એની આંખો બંધ થઈ ગઈ.તે ધોળા દિવસ સપના જેવું લાગ્યું. તેને પેલા બીજા દ્રશ્યમાન ખેંચી રહ્યું હતું.
વિજય હવે ઘરની આગળ ઊભો હતો. એ જ મારું ઘર જ પેલી ભૂતાવળ તેને મળી હતી એ પેહલી ચહેરાવાળી કેસરી....
વિજય બધું સમજી ગયો હતો કે તેને કોઈ નિશાન બનાવવા માગતું હતું કે ખરેખર જ કોઇ તેનો હાથ પકડ્યો હતો.
આવ વિજય આવ વિજય...... કોઈ કે બોલાવ્યો. ઓળખવા માટે ની સહેજે વાર ન લાગી.
તે વાતો તેણે પહેલા પણ સાંભળી હતી.
જોકે આ વખતે કેતન ન હતો તેને લાગ્યું કે આ વખતે તેને એકલો એ પેલા ઘરનો જવાનું હતું. તે સમજી ગયો હતો કે પેલી ભૂતાવળ ફરીથી તેને મળવા માંગતી હતી એ બધું ફરીથી જોઈને તેને ચીડ થવા લાગી.
તેજ અંગ્રેજોના જમાના ની ઘર.....
એ જ બધું વાતાવરણ તે જ સુમસામ જગ્યા અને તેજ રેલવે ના પાટા તે જ ભૂતિયું ઘર અને તે જ અંધારું.... વિજય ને એક એક માહિતી યાદ હતી એ બધું જ તેની દરેક બાબતો તે ઓળખી ગયો.
એટલું જ બધું તો તે પોતાના ઘર વિશે પણ જાણતો ન હતો. ચોક્કસથી તેને ઘણું બધું મળી આવ્યું હોય જે ફરીથી તે જગ્યાએ આવવાથી ડરતો હતો
કેતન એ કહેલું કે એકવાર ભૂતાવળ ને મળી આવે અને એના બાદ જ તે આ જગ્યા માંથી નીકળી શકતો.
પરંતુ પાછો એ જ જગ્યાએ આવ્યો હતો.
શું તે હંમેશને માટે સારું ન હતું.
તેના મન માં ઘણા બધા પ્રશ્નો અને ગુસ્સા સાથે વિજય આગળ વધ્યો. તેની બાજુ માંથી પસાર થયો અને આગળ વધ્યો આ વખતે તો ફેસલો કરી નાખ્યો હતો.
એવું તે મનમાં બબડી રહ્યો હતો. વિજયનું રાજ થોડું ચાલતું હતું ત્યાં તો પેલી ભૂતાવળનું રાજ હતું જેથી તે મનફાવે ત્યારે તેની બોલાવી લેતી અને મન ફાવે ત્યારે તેની સાથે વાતો કરતી. વિજય ધીમે પગલે આગળ વધ્યો આ વખતે તેના મનમાં પેલા ઘરની સામે આવી રેલવેના પાટા જોવાની ઈચ્છા થઈ.....
વિજય તે ચાલતો ચાલતો રેલવેના પાટા તરફ જાય છે અને ત્યાં કંઈક દુર્ગંધ આવતી હોય છે પણ તે દુર્ગંધ સાથે તેની ઘણી શંકાઓ કુશંકા ઉપજે છે. તેનું અનુમાન રેલવેના પાટા વિશે સાચું પડ્યું તો સો ટકા તે પેલી મારી સાથે હતી.
"તે કેસરી જ હોઈ શકે."
રેલવેના પાટા થી સો ડગલા દૂર પહોંચ્યો ત્યારે જ પવન સૂસવાટા મારતો હતો અને ઠંડીનો અહેસાસ કરાવતો તે પવન જેમ જેમ વધે તેમ તેમ વિજય ડરવા લાગ્યો અને તેના ભય માં વધારો થવા લાગ્યો.
તે જગ્યામાં પેહલા કરતાં એથી ઘણો વધારો થઈ ગયો એની તાકાત નબળી પડવા લાગી અને શરીરમાંથી અશક્તિ અનુભવવા લાગી. આગળ વધતો તે અટકી ગયો તે ચાહતો હતો પણ આગળ ન વધી શક્યો.
વધુ આવતા અંકે.....