horror express - 33 books and stories free download online pdf in Gujarati

હોરર એક્સપ્રેસ - 33

ચોર જેવું કશુ પાછળથી પ્રવેશે તેવી કોઇ જ છટકબારી ઘરમાં હતી નહીં. વળી ચોર હોય તો પણ તે પેલી ભૂતાવળ થી ઓછું ડરામણું હોવાનું......
ચોક્કસ તેની સાથે એટલું બધું જોખમ વિજયને લાગતું ન હતું તેણે તો એનાથી કેટલુંય ઘણું અનુભવી લીધું હતું.વળી તેની શંકા પણ અજુગતુ બનવાનો અણસાર કરી રહી હતી . વિજય ને લાગતું હતું કે અંદરના રસોડામાં કોઇક તેની રાહ જોઈ રહ્યું હતું.
"વિજય ઉભો થયો."
પોતાના બંને પગ પર સીધો ઉભો રહ્યું બધું જ તેને યાદ આવવા લાગ્યું એક પછી એક બધું જ તેની આંખો સામે તરવા લાગ્યું. તેનું મન અલૌકિક અનુભવ કરવા લાગ્યું, તે જાણે સુન્ન થઇ ને કશું જોઈ રહ્યો હતો.
એ તો પેલો દરવાજો હતો.
તે પોતે તો જઈને તે દરવાજો ખોલીને બહાર જ નાસી જવાનું માગતો હતો પણ તેનો આત્મા જાણે તેની પાસે બેસી રહેવું ના હોય....
એ તો જાણતો હતો કે તેનાથી છૂટવું શક્ય ન હતું.
આટલું બધું તે કેવી રીતે જાણી શકતો હતો,તે પણ તેને ખબર ન હતી.
આ બધા ભૂત ના અનુભવ અનાયાસે જ થતાં હતા. જ્યારે કોઈ માણસ બસ આ અનુભવમાંથી પસાર થાય છે ત્યારે તેને ઘણું બધું ગુમાવ્યા નું ભાન થાય છે અને સમજવા લાગે છે.
એક પછી એક ઘણું બધું તે ધીરે-ધીરે તેના મનનો કિસ્સો બનતું જાય છે.અંતરનો આત્મા બહાર ઠલવાય અને તે દરેક બાબત તેના નિશ્ચિત સમયે બહાર આવતી જાય છે.
"એ બધું જ એક ચક્રની જેમ હતું."
તમે કેમિકલ કહી શકો છો કે પછી માનસિક લુચ્ચું માણસ તરીકે એ બધામાંથી છૂટું શક્ય ન હતું એ ઘડતર.....
એમનું ઘર આવું જ હતું.
"એક અઘરી બાબત હતી આ બધું માણસને થયેલો અનુભવ માણસ ને માણસ બનાવે છે."
વિજય પણ ત્યારે જ એક એવા ભયંકર સમય માંથી પસાર થઈ રહ્યો હતો. એક વાત તો સ્પષ્ટ ન હતી. તે નો તો જાણતું કે કેવી રીતે ભૂતાવળ સાથે તેનો પનારો પડેલો.
"શું તે સારી હતી કે ખરાબ."
વિજય દરવાજા તરફ ફર્યા અને રસોડામાં જવાનું તૈયારી કરી. તે દરવાજા થી સીધો જ રસોડાના અંધારામાં ખોવાઈ ગયો. તેને જૂનું મકાન યાદ આવે છે.
તે કર્મો જ તેને સહેલાઈથી ત્યાં સુધી ખેંચી લાવ્યા હતા. હિંમત સાથે તે પ્રવેશ્યો હતો.
કહો કે ના કહો મજબૂરી સાથે એવી જ લાગણી તેને આવી જે રસોડામાં લઈ જઈ રહી હતી, રસોડાના દરવાજામાંથી પાછળનો દરવાજો દેખાતો હતો. તે દરવાજો પાછળના પ્રવેશનો માર્ગ હતો ,તે મોટાભાગે બંધ જ રહેતો,સવારે અને ક્યારેક બપોરે તે બોલવામાં આવતો પણ રસોડામાં કોઈ પ્રવેશી ન જાય તેથી તે દરવાજો બંધ રાખવામાં આવતો.
દરવાજાની જમણી બાજુએ વળવાથી જ રસોડું શરૂ થવાનું હતું.
વિજય ખૂબ ધીમેથી હૃદય એક ધબકારોનો મૂકતો અને ડગલે....ડગલે..... આગળ વધી રહ્યો હતો તેના પગ સંઘર્ષ કરી રહ્યા હતા. મનમાં તો એવું જ હતું કે કોઇ બિલાડી કે કશુંક પ્રાણી જતું હશે અને હોવું જોઈએ એ આશાએ તે આગળ વધતો હતો પણ અંદરથી તે ખૂબ જ ડરેલો અને ગભરાયેલો હતો.
"ઘણા દિવસો પછી એ અનુભવ ફરી તેના ઉપર ઉતરી આવ્યા."
અંધારું હતું એકદમ જાણે કશું જ ન દેખાય.......
વિજય હવે રસોડાની અંદર પહોંચી ગયો, તેના પગ રોકાઈ ગયા, રસોડા માં કોઈ સામગ્રી દેખાઈ રહી ન હતી.
શું પડ્યું હતું?
તેણે શું પકડ્યું હતું એ પણ તે જોઈ શકતો ન હતો.લાચારી એ પણ હતી કે લાઈટની સ્વીચ છેક છેલ્લે હતી. દીવાલના ટેકે ટેકે રહી ને ત્યાં સુધી અંધારામાં થઈને જવાનું હતું.તેના છેડા સુધી જવું એટલે જાણે મોતને ભેટવું.....
વધુ આવતા અંકે.....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED