horror express - 8 books and stories free download online pdf in Gujarati

હોરર એક્સપ્રેસ - 8

અમારા ગામમાં પુંજા શેઠની દુકાન હતી ત્યાં એક છાપું આવતું હતું એ છાપું વાંચવાનું મને ખૂબ જ શોખ.આ શોખ એટલો બધો થઈ ગયો હતો કે હું આ શોખનો બંધારણી બની ગયો.
મને એક ટાઈમ ખાઘા વિના ચાલે પણ છાપુ વાંચ્યા વિના ન ચાલે એટલે જ છાપુ તો મારું જીવન સંગીની બની ગયું હતું. હું દરરોજ સાંજે પુંજા શેઠની દુકાને છાપુ વાંચવા જતો. "જ્યારે હું દુકાને જતો ત્યારે આ વર વિખેર પડેલું છાપું જોઈને દયા આવી જાય."
છાપાના દરેક પાના હું વીણી ને ભેગા કરું પછી 17 પેજનું સવારે આવ્યું હતું તેવું છાપુ હું બનાવું પછી વાંચવાની શરૂઆત કરું બે કલાક સુધી આ છાપુ વાંચે જવું અને પૂજા શેઠ સાથે વાતો કરતો જાવ.
"આ છાપુ વાંચવાની આદતે મારું નસીબ ખોલી નાખ્યું."
હું દરરોજની જેમ છાપુ વાંચતો હતો ત્યારે પેજ નંબર 14 પર રેલવે ભરતીની 12 પાસ ઉપર ડ્રાયવર ની એક જાહેરાત હતી.
આ જાહેરાત જોઈને મને અને મારા પરિવારને આનંદનો કોઈ પાર ન રહ્યો હું આ પરીક્ષા પાસ કરવા માટે તન-મનથી મહેનત કરવા લાગ્યો.
દિવસે બાપુજી સાથે ખેતર માં ખેતી કામ અને રાત્રે હું પરીક્ષા ની તૈયારી કરવા માટે ત્રણ-ચાર કલાક વાંચતો જેમ જેમ પરીક્ષા નજીક આવતી ગઇ તેમ તેમ વાંચન નો સમય વધારતો ગયો.
પરીક્ષાના દિવસે માતા-પિતાના આશીર્વાદ લઈને હું પરીક્ષા આપવા ગયો અને ઓલ ઇન્ડિયામાં મારુ સાતમા નંબરે સિલેક્શન થયું આ જાણ મારા પરિવાર ને અમારા ગામના ટપાલી રમણભાઈએ કરી ત્યારે આનંદનો કોઈ પાર ન હતો.

બપોરનો સમય હતો હું અને પિતાજી ખેતરમાં કામ કરી રહ્યા હતા અને મારી મા ઘરે હતી ત્યારે રમણભાઈ ટપાલ લઈને આવે અને કહે કે તમારા છોકરાનો રેલવેમાં નોકરીનો ઓર્ડર આવી ગયો છે હું તમને આપવા આવ્યો છું.
મારી માને આ વાત પર વિશ્વાસ આવ્યો નહીં.
રમણભાઈના મસ્તર માં સહી કરીને દોડતી..... દોડતી.... ખેતરે આવી પહોંચી.
વિજયના બાપુજી...... બાપુજી...... એમ જોરથી ને જોરથી બૂમ પાડતી હતી આ બૂમો હું સાંભળી ગયો.
શું થયું છે મમ્મી.
તેનો શ્વાસ ખુશીથી એટલું બધું ભરાઈ ગયો હતો કે તે કશું બોલી શકી નહીં પણ તેના હાથમાં એક કાગળ હતો એ કાગળ મારી મા એ મારી સામે ધર્યો.
કાગળનું કવર જેવું હાથમાં લીધું અને હું ઉપર જોયું તો લખેલું હતું કે રેલવે બોર્ડ ઓફ ઇન્ડિયા કવર ફટાફટ ફાડીને અંદર જોયું મારા નામનો ઓર્ડર હતો. અંદર લખેલું હતું કે તમારે દરેક ડોક્યુમેન્ટ લઈને અમદાવાદ રેલવે બોર્ડ ની રિક્રુમેન્ટ ઓફિસમાં વેરિફિકેશન કરાવવા માટે આવવું પડશે તો આ બધી વાત મારા બાપુજીને જણાવી ત્યારે અમને બધાં ખૂબ આનંદમાં ઘેલા થઈ ગયા.
અમારા પરિવારે મનોમન નક્કી કરી નાખ્યું કે વિજયને નોકરી સો ટકા કરાવશે.
મારા પિતાજી હુંકાર કર્યો તારા જયપુર વાળા માસાને તો પૂછી જો કે રેલવેમાં નોકરી કરાય કે ન કરાય આપણને સારું કશી ખબર ના હોય રેલવે બોર્ડ શું છે.
નોકરી તો તને સો ટકા મોકલવાનો છે પણ એક જાણ ખાતર તું નવરાશની પળોમાં તારા માસા ને પૂછજે વિજય.
જવાબ આપ્યો સારુ પિતાજી હું ચોક્કસથી મારા માસા ને મારી નોકરી ના ઑડર વિશે વાત કરીશ.
ખેતરેથી આખો પરિવાર સાંજે ઘરે જાય છે અને વિજય પુંજા શેઠને ત્યાં જઈને pco માંથી તેના જયપુર વાળા માસા ને ફોન કરે છે.......
જેવો તે નંબર ડાયલ કરે છે અને સામેથી અવાજ આવે છે. હેલો કોન બોલ રહા હૈ.....
આ તેના માસા નો અવાજ હતો.
હું વિજય બોલું છું.
બોલ ને બેટા શું કામ છે, તારા મમ્મી પપ્પા તો મજામાં છે ને આખા પરિવાર વિશે ખબર અંતર પૂછે છે.
વધુ આવતા અંકે.........

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED