politics of love - 3 books and stories free download online pdf in Gujarati

પ્રેમ નું પોલિટિકસ - 3

(આગળ આપડે જોયું કે નિહારિકા અને મિહિર બંને પાર્ટી મળે છે અને બંને પોતાની જૂની ફ્રેનડશીપ ને યાદ કરે છે , મિહિરે કેનેડા જઈ ને પોતાનો નંબર ચેન્જ કરી લીધો હોય છે ,જેથી એ નંબર નિહારિકા ને આપવા મેસેજ કરે છે . મિહિર નિહારિકા જોડે વાત કરી ને સુવા જતો જ હોય છે કે એને એક મેસેજ આવે છે કે નિહારિકા થી દુર જ રહેજે નહિતર તારે પણ જીવ ગુમાવવો પડશે ,મિહિર આને કોઈ ફ્રેન્ડ ની મજાક સમજી ને સુઈ જાય છે ,હવે આગળ )

થોડા દિવસ પછી નિહારિકા ને ટ્રેનીંગ માં જવાનું હોય છે તેથી એ એની તૈયારી માં લાગી જાય છે . નિહારિકા એ એની પાર્ટી મા માત્ર એના સગા - સંબંધી ને જ બોલાવ્યા હતા , એના ફ્રેન્ડ ને પાર્ટી આપવાની બાકી હતી તેથી એ એક દિવસ બધા ને પોતાની fortuner માં લઇ ને પાર્ટી કરવા નીકળી પડી . નિહારિકા અને એની બીજી ૩ ફ્રેન્ડ પહેલા તો C&C માં ગયા . ત્યાં સેલ્ફ સર્વીસ હોવાથી નિહારિકા એ બધા નો ઓર્ડર આપ્યો. એને લાગ્યું કે કોઈક એ લોકો ની પાછળ છે , પણ એને એ વાત ને ઈગનોર કરી .

નાસ્તો કરી ને એ લોકો g.i.d.c ગાર્ડન મા ગયા , ત્યાં ફોટોઝ પડી ને એ લોકો બાળા ગામ માં આવેલા સૌથી મોટા વોટર પમ્પિંગ સ્ટેશન ગયા ત્યાં પણ ઘણી મસ્તી કરતા હતા અને નિહારિકા ત્યારે એ લોકો એ પડેલા ફોટોઝ જોઈ રહી હતી .

અચાનક નિહારિકા એ ઝંખના ને કઈક કહ્યું . થોડી વાર પછી ઝંખન આવી અને એને કહ્યું કે

"તું સાચી છે , આપડી પાછળ કોઈક છે ,કોઈક આપડો પીછો કરી રહ્યું છે . "

" મને લાગ્યું જ હતું , જયારે આપડે લોકો c&c માં હતા ત્યારે પણ કોઈક અજીબ રીતે જોઈ રહ્યું હોય એમ લાગતું હતું ,so be careful."

પછી નિહારિકા એ બધા થી થોડેક દૂર જઈ ને ફોન મા કોઈક જોડે વાર કરી અને ફટાફટ પછી આવી ગઈ.

પછી નિહારિકા અને એની ગેંગ ત્યાંથી પછી ઘરે આવવા માટે નીકળી ગઈ. બાળા થી એ લોકો ને કેનાલ પાસે સૂમસામ રસ્તો પાર કરવો પડે એમ હતો. નિહારિકા એ ઝંખના ને બીજા કોઈ ને કોઈક પીછો કરે છે એ વાત કહેવાનું ના કહી હતી તેથી ઝંખના પોતાની રીતે એલર્ટ હતી .

એ લોકો નિહારિકા ની કાર મા ગયા હતા . જયારે ગયા ત્યારે એ લોકો મજાક મસ્તી કરતા કરતા જઈ રહ્યા હતા અને જયારે પાછા આવ્યા ત્યારે પણ મજાક કરતા હતા પણ ઝંખના થોડીક સિરિયસ થઇ ગઇ હતી . એને નવાઈ લાગી રહી હતી કે નિહારિકા ને જાણ હોવા છતાં પણ એને કોઈ ને કેવાની કેમ ના પાડી ,જો કીધું હોય તો બધા સીરીયસ બેઠા હોય તો ગમે એને પહોંચી શકાય પણ ....

નિહારિકા તો જાણે કાઈ થયું જ નથી કે જાણે કોઈ એમનો પીછો જ નથી કરતું એમ બિન્દાસ કાર ચલાવી રહી હતી . આ જોઈ ને ઝંખના ને વધુ ટેન્શન થઇ રહ્યું હતું

અચાનક નિહારિકા એ કાર ને બ્રેક લગાવી. કાર માં બેઠેલી બધી ફ્રેન્ડ ચોંકી ગઈ કે અચાનક આને શું થયું એમ

રીપલ:- ઓય નેહા, માતાજી આવ્યા કે શું શરીર મા , આમ અચાનક કેમ બ્રેક લગાવી?

નિહારિકા :- માતાજી વાડી , આગળ એક કૂતરું આવી ગયું હતું

ઝીલ :- શું રીપલ તું પણ. તને ખબર છે ને કે નિહારિકા નું ડ્રાઇવિંગ એક દમ પરફેક્ટ છે તો કેમ મોઢું બંધ નથી રાખતી .

ઝંખના :-( નિહારિકા નું ડ્રાઇવિંગ પરફેક્ટ છે એમાં નાં નહિ પણ આમને કેમ સમજાવવું કે આપડો કોઈક પીછો કરે છે એમ)
અરે યાર તમે બંને પ્લીઝ ચૂપ રહેશો.

નિહારિકા :- ચકી આટલી ગુસ્સે કેમ થાય છે ?

ઝંખના એને જોઈ રહે છે એ વિચારે છે કે નિહારિકા આટલી કુલ કેમ રહી શકે છે , જો આપડી જોડે કાઈ થયું તો . એ નિહારિકા ને કાઈ નહિ એમ કહી ને વાત પતાવી દે છે .

નિહારિકા ફરી થી કાર ચાલુ કરી ને ડ્રાઇવિંગ કરે છે . થોડી આગળ જાય છે ત્યાં એક બાઈક પડયું હોય છે અને એક સ્ત્રી અને એક પુરુષ ઉભા હોય છે . નિહારિકા કાર એમની પાસે લઈ જાય છે અને પૂછે છે

નિહારિકા :- કાઈ પ્રોબ્લેમ થયો છે ?

પુરુષ :- હા અમારે સિટી મા જવાનું છે . આ મારી પત્ની છે અને એના મમ્મી હોસ્પિટલ મા છે તો ત્યાં જાય હતા અને આ બાઈક ખરાબ થઇ ગયું .

સ્ત્રી :- અમારે જવું ઘણું જરૂરી છે , શું તમે લોકો એમને સીટી સુધી મૂકી જસો ?

નિહારિકા એની ફ્રેન્ડ્સ ને પૂછે છે કે શું કરવું છે એમ એમ પણ કારમાં જગ્યા હતી જ .

ઝીલ અને રિપલ તો તરત જ હા પડી દે છે પણ ઝંખના ને એ લોકો વ્યવસ્થિત નથી લાગતા તેથી ના પડે છે પણ નિહારિકા એ લોકો ને લઇ જવા માટે હા પડે છે .

એ બંને કાર મા બેસી જાય છે . નિહારિકા ડ્રાઇવિંગ સીટ પર હોય છે અને એ પુરુષ એની બાજુ ની સીટ માં બેસે છે . પેલી સ્ત્રી પાછળ ની સીટ માં બેસે છે ઝંખના જોડે . ઝીલ અને રીપલ બનેં વચે ની સીટ માં હોય છે . થોડેક આગળ જતાં જ સૂમસામ રસ્તો સારું થઈ જાય છે .

અચાનક જ એ સ્ત્રી ઝંખના નાં ગળા પર ચાકુ રાખે છે અને પુરુષ નિહારિકા નાં ગળા પર . એ બંને ઝીલ અને રીપાલ ને કાર ની બહાર નીકળવા માટે કહે છે . ઝીલ અને રિપલ બંને કાર ની બહાર નીકળી જાય છે .

નિહારિકા :- તમે લોકો કોણ છો ?
પુરુષ :- અમે કોણ છીએ એ જાણવા કરતા અમારે શું જોઈએ છે એ જાણ

નિહારિકા :- શું જોઈએ છે તમારે ?

સ્ત્રી:- તારા દાદા ને કોલ કર અને એમને કહે કે એ જે જમીન ખરીદવાના છે એ ડીલ કેન્સલ કરી દે

નિહારિકા :- wait , હું કોલ કરું છુ

એમ કહી ને નિહારિકા ફોન મા માથે છે એને પછી એ કોલ કરે છે અને ડીલ કેન્સલ કરવા કહે છે . આ જોઈ ઝંખના ને આશ્ચર્ય થાય છે કે નિહારિકા માની ગઈ . કેમ કે સામાન્ય રીતે નિહારિકા એક લડાકુ છોકરી હતી , કોઈ નાં પણ અન્યાય સામે એ હાર ન મળતી .

કોલ પત્યા પછી એ પુરુષ બંને ને કાર ની બહાર નીકળવા કહે છે . એ પુરુષ જેવો બહાર આવે છે એવું જ નિહારિકા એક લાત મારી ને એને કમરે થી બેવડ વાડી દે છે , પુરુષ પર હુમલો થતાં જ સ્ત્રી નું ધ્યાન એ તરફ જાય છે , આ તક નો લાભ લઇ ને ઝંખના પણ એ સ્ત્રી ના નાક પર પોતાનું માથું મારે છે . અચાનક થયેલા હમલા થી એ બંને સુન્ન થઈ જાય છે. તેથી ઝંખના અને નિહારિકા એ બંને ને દુપટ્ટા થી બાંધી દે છે. પછી એ બંને ને લઇ ને બધા નિહારિકા નાં ગામડે એમના ઘરે જાય છે અને બધા નાં ઘરે ફોન કરી ને એ ૧ દિવસ ત્યાં રોકશે એમ જણાવી દે છે .બધા નાં માતા - પિતા નિહારિકા ને ઓળખાતા હોવાથી કાઈ પ્રોબ્લેમ નથી હોતો.

નિહારિકા અને ઝંખના એ બંને ને લઇ ને એક રૂમમાં પૂરી દે છે થોડી વાર પછી ફ્રેશ થઈ ને એ બંને પાસે જાય છે

નિહારિકા :- તમે લોકો એ પ્લાન સારો બનાવ્યો હતો પણ મારા વિશે પૂરી ઇન્ફોર્મેશન નતી લીધી એ તમારી ભૂલ . હવે તમે લોકો ચૂપચાપ તમને કોને મોકલ્યા છે એ કહો નહિતર મારાથી ખરાબ કોઈ નહિ હોય

પુરુષ :- હું રમણ છું અને આ મારી સાથી શિલ્પા . એમને કોને મોકલ્યા છે એ તો અમને પણ નથી ખબર . અમે બસ એની સાથે મેસેજ થી કનેક્ટેડ હતા.

નિહારિકા :- તો એ નંબર આપ

રમણ નિહારિકા ને નંબર આપે છે . નિહારિકા એ નંબર પોતાના એક ફ્રેન્ડ ને આપે છે અને એને એ નંબર કોનો છે એ ચેક કરવા કહે છે .

થોડી જ વાર માં એ નંબર નાં માલિક નું નામ અને એડ્રેસ એને મળી જાય છે .

નિહારિકા :- ઝંખના , આ નંબર તો ..

ઝંખના :- આ આવા હલકા કામ કરશે એવી આશા નહતી.આની હવે ખબર લેવી જ પડશે

નિહારિકા :- હા નહિતર આ વધુ શું કરશે એનું કાઈ નક્કી નાં કેવાય

કોને કરાવ્યો હતો નિહારિકા પર હમલો ?

શું આ હમલો કરાવનાર એ જ હસે જેણે મિહિર ને કોલ કર્યો હતો ?

શું નિહારિકા એને વધુ હેરાન કરતા અટકાવી શકશે?


મિત્રો આ મારી પહેલી નવલકથા છે . આશા રાખું છે કે તમને પસંદ આવી હસે . હા થોડી ઘણી ભૂલ થાય છે તો નવી સમજી ને માફ કરી દેજો .અને તમને જે પસંદ આવે એ સુધારા જરૂર જણાવશો.

આભાર


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED