પ્રેમ નું પોલિટિકસ - 1 Niyatee દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ નું પોલિટિકસ - 1

આજે એ એની લાઈફ માં પેલી વાર આટલી બધી આતુર હતી ,અને હોય પણ કેમ નહિ આજે એનું gpsc નું result આવવા નું હતું . લાઈફ માં પહેલેથી જ કઈક બનવા માંગતી હતી એ . ઓહ માફ કરજો એનું introduction to અપાયું નહિ . નિહારિકા નામ એનું નિહારિકા રાજપૂત. સુખી કુટંબ ની દીકરી ઘર માં બધા ભાઈ બહેન માં એ મોટી .ઘરે બધા એને પ્રેમ થી નેહું કહી ને બોલાવતા . નાનપણ થી જ એને સરકારી નોકરી કરવી હતી અને પણ નાની નહિ class ૧ officer નિ .

ધક - ધક , ધક - ધક , એક અજીબ પ્રકાર ની લાગણી થઇ રહી હતી એને, પાસ થઈશ કે નહિ એમ એની બેસ્ટ ફ્રેન્ડ એની જોડે જ હતી ઝંખના કેમ કે એ રાજકોટ માં જ હોસ્ટેલ માં રહી ને gpsc ની તૈયારી કરતી હતી.

ઝંખના :- નેહુ ....
નેહા. :- શું result આવ્યું બોલ જલ્દી
ઝંખના :- નેહૂ ,તું gpsc માં ...
નેહુ. :- બોલ ને યાર પ્લીઝ આ સુસ્પેન્સ બનાવે છે તું
ઝંખના :- વિચાર તું પાસ હસુ કે ફેઇલ ?

. નિહારિકા એ ગુસ્સા માં આવી ને બાજુ માં પડેલું કુશન ઉપાડી ને માર્યું ." અરે યાર તું પાસ છું એક્ઝામ માં " આ સાંભળતા જ નિહારિકા ખૂબ જ ખુશ થઇ ." ફરી થી બોલ તું જે બોલી. એ." " હા મારી પાગલ તું પાસ છું gpsc માં , you did it "

નિહારિકા તરત જ એના પપ્પા ને કોલ કર્યો અને આ વાત જણાવી .એના ઘરે પણ બધા ખૂબ જ ખુશ થયા. એના મમ્મી એ એને તરત જ ઘરે આવવા કહ્યું પણ ઝંખના ને એની એકેડેમી ની એક્ઝામ બાકી હોવાથી એ બંને જોડે પછી નીકળશે એમ કહી દીધું .

એ સાંજે બંને ફરવા નીકળી પડ્યા .નિહારિકા એ સ્કાય બ્લૂ કલર નું હાઈ વેસ્ટ જીન્સ અને આર્મી પેટર્ન નું હાફ સ્લિવ નું ટી શર્ટ માં હતી સાથે વોશ કરેલા વાળ.મોટી અને સુંદર આંખો એક ભારતીય યુવતી જેવો ગોરો રંગ . મેકઅપ ના નામે માત્ર કાજલ અને લિપસ્ટિક તેમ છતાં એકદમ અદભૂત લાગતી હતી .૫.૮ જેટલી હાઇટ અને શરીર નો બધો કોઈ પણ પુરુષ ને ફરી થી જોવા પર મજબૂર કરી દે એવો .ઝંખના પણ કંઈ એનાથી ઉતરતી ન હતી. સ્કાય બ્લ્યુ ડગરી અને લાઈટ પિંક ટી શર્ટ સાથે તે પણ અદભૂત લાગતી હતી.તે નિહારિકા કરતા હાઇટ માં થોડીક નીચી હતી પણ શરીર નો બાંધો સુંદર અને સુડોળ હતો.બંને બહેપણીઓ માં એક બાબત સરખી હતી ,બંને ના નંબર વડા ગલાસિસ , એક જ સરખા બ્લેક કલરની ફૂલ ફ્રેમ વાડા.

સાંજ થઈ ગઈ હતી એટલે બંને પેલા p.d.m પાસે રાજકોટ ના ફેમસ સમોસા વાળા દાળ પકવાન ખાધા પછી બંને નીકળી પડી રેસ્કોર્સ તરફ , રેસ્કર્સ ગ્રાઉન્ડ માં થોડી વાર ફરી અને બંને આજી ગાર્ડન જવા નીકળી પડી ત્યાં પણ મજા મસ્તી કરી અને બંને રાત થતાં પહેલાં હોસ્ટેલ પછી આવી ગઈ.

૨ દિવસ માં ઝંખના ની પણ એકેડેમી એક્ઝામ પતી ગઇ અને બંને ઘરે સુરેન્દ્રનગર પછી આવી ગઈ . નિહારિકા ના ઘરે બધા ઘણા ખુશ હતા ,અને હોય પણ કેમ નહિ એમના સમાજ માં એ gpsc class ૧ pass કરનાર એ પહેલી છોકરી હતી .

બીજા દિવસે સાંજે મોટી પાર્ટી રાખવામાં આવી હતી. ડાર્ક નેવી બ્લ્યુ કલર ના ફૂલ લેંથ ના વન પીસ નેટ ના ડ્રેસ માં નિહારિકા કોઈ પરી સમાન લાગતી હતી. આ ડ્રેસ મા નિહારિકા નો શરીર નો બાંધો સુંદર રીતે ઉપસી આવતો હતો . ડ્રેસ નું ગળુ બોટ નેક હોવાથી એને ગળા મા કાઈ પેરવની જરૂર નોતી . કાન માં સિમ્પલ ડાયમંડ ની એરિંગ એની શોભા વધારતા હતા , અને ઓપન હેર એ પણ એક તરફ રાખેલા .

નિહારિકા ના દાદાજી અને કાકા બંને રાજકારણ માં હોવાથી ઘણા એમના કોન્ટેક્ટ ના લોકો પણ આવ્યા હતા જેમને નિહારિકા ઓળખાતી ન હતી . એના નાના - નાની પણ આવ્યા હતા અને એના બધા cousin's પણ આવ્યા હતા બધા એ પાર્ટી ખૂબ જ એન્જોય કરી રહ્યા હતા.

"નેહુ બેટા ,અહીંયા આવતો . " નિહારિકા એના દાદાજી નો આવાજ સાંભળી તરત એમની પાસે પહોંચી . ". હા બાપુજી કહો ને " . "બેટા , આછે મારા ખાસ મિત્ર રણછોડદાસ ,એમનો પૌત્ર પણ તરી જ જોડે હતો કૉલેજ મા " નિહારિકા એ કૉલેજ રાજકોટ મા જ કરી હતી , એ કૉલેજ ની જ હોસ્ટેલ મા રહી ને ભણી હતી .

"કોણ દાદાજી " નિહારિકા હજુ આટલું પૂછી જ રહી હતી ત્યાં જ રણછોડદાસે એક યુવાન ને બોલાવ્યો "મિહિર બેટા જલ્દી આવજે તો અહીંયા " અને એ યુવાન તયાં આવ્યો ,એને જોઈ નિહારિકા ની આંખો આશ્ચર્ય થી પહોળી થઇ ગઇ



કોણ હસે યુવક ??

નિહારિકા ની જિંદગી મા કયો વળાંક લાવશે ???


પ્રિય વાચમિત્રો, આ મારી પહેલી ધારાવાહિક છે .તો આમ થયેલી ભૂલ ને માફ કરવી આશા રાખું છું કે આપને પસંદ આવશે . આ ધારાવાહિક માં ક્રાઇમ પણ છે અને રોમાંસ પણ છે તો આશા રાખું છું કે તમન આ પસંદ આવશે . વાચ્યા પછી કોમેંટ્સ કરી ને જણાવજો કે તમને સ્ટોરી કેવી લાગી ,અને સુધારા પણ જણાવશો .