politics of love - 2 books and stories free download online pdf in Gujarati

પ્રેમ નું પોલિટિકસ - 2

(આગળ ના ભાગ માં જોયું કે નિહારિકા gpsc પાસ કરી ને સુરેન્દ્રનગર પછી ફરે છે અને એનું ફેમીલી એના પાસ થવાના કારણે એક પાર્ટી આપે છે ,જેમાં ઘણા પોલિટિશિયન્સ પણ આવ્યા હોય છે એનાથી એક હોય છે રણછોડદાસ ,એના દાદા માં ખાસ મિત્ર . એ પોતાના પૌત્ર મિહિર ને બોલાવે છે ,જેને જોઈ ને નિહારિકા ચોંકી જાય છે હવે આગળ ..)

"મિહિર" નિહારિકા ધીમે થી બોલી ઉઠી . "હાઈ ,આઈ એમ મિહિર " મિહિરે નિહારિકા જોડે હાથ મિલાવવા માટે હાથ લંબાવ્યો , પણ નિહારિકા તો જાણે એને જોઈ ને બ્લેક થઇ ગઇ હતી . એના ભાન થતાં એને પણ હાથ લંબાવ્યો અને પરિચય આપ્યો " નિહારિકા " . ચાલો હવે અમે જઈએ છીએ એમ કહી ને નિહારિકા ના દાદા અને રણછોડદાસ જતા રહ્યા , વધ્યા હવે નિહારિકા અને મિહિર .

(એક આડવાત તમને જણાવી દાવ કે મિહિર અને નિહારિકા કાઈ પેલી વાર નતા મળી રહ્યા, એ બંને ઘણા સમય થી એક બીજા ને ઓળખાતા હતા અને આજ કારણ હતું ક જયારે મિહિરે પોતાનો પરિચય આપ્યો તયારે નિહારિકા બ્લેન્ક થઇ ગઇ હતી અને નિહારિકા શા કારણે બ્લેન્ક થઇ હતું એ આપડે આગળ જોઈએ )

હવે મિહિર અને નિહારિકા એકલા પડ્યા હતા . નિહારિકા એ જોયું તો મિહિર હસતો હતો . " કેમ મિહિરિયા , બવ ચરબી ચડી ગઇ છે . ભૂલી ગયો ,કૉલેજ મા જયારે કોઈ તને કોઈ ચીડવતા કે હેરાન કરતા તયારે હું જ બચાવતી હતી ,અને હવે તો જાણે ભાઈસાહેબ આપણને ઓળખતા જ નથી . અને બાય ધ વે,તું તો કેનેડા જવાનો હતો ને ગયો કે નહિ ? ,અને આ શું યાર આટલો બધો ચેન્જ થઈ ગયો છે કે પેલા તો તું સામે આવ્યો તયારે ઓળખાણો જ નહિ "

નિહારિકા ના આટલું બધું બોલવા છતાં મિહિર તો હજુ હસતો જ હતો , આ જોઈ ને નિહારિકા ને ગુસ્સો આવ્યો " એય ચમન બોલ ને " .આ સાંભળી મિહિર તરત જ બોલી ઉઠ્યો " ઑય ,ચમન નહિ કેવાનું હો". નિહારિકા તરત જ હસી પડી "ઓહ,તો હજુ પણ ચમન નામ થી ગુસ્સો આવે છે એમ ને ." હા યાર , હું ચેન્જ થયો છું , મારી પસંદ નાં પસંદ નહિ." મિહિરે હસતા હસતા જ કહ્યું . " અરે યાર હું બેચલર પછી માસ્ટર કરવા ગયો હતો કેનેડા " નિહારિકા તરત બોલી ઉઠી " તો એમાં નંબર પણ ચેન્જ કરવો પડે ?"


નિહારિકા અને મિહિર હજુ વાતો જ કરતા હતા ત્યાં એના ફઈ ની મોટી દીકરી આવી શીતલ . " ચાલ હવે કેક કટીંગ નો ટાઇમ થાય ગયો છે " " હા દીદી આવી ૨ જ મિનિટ માં ". અને પછી મિહિર ને બાય કહી ને નિહારિકા એના દીદી સાથે ચાલવા લાગી . રસ્તામાં શિતલે નિહારિકા ને હેરાન કરવામાં કંઈ બાકી ના રાખ્યું
શીતલ:- " ઓહહ્હો, શું વાત છે નેહુુ, આજે તને પેલી વાર જોડે આવી રીતે વાત કરતા જોઈ "

નિહારિકા :-"અરે દીદી એવુ કાઈ નથી , તમને યાદ છે મે વાત કરી હતી મિહિર ની ?"

શીતલ :- " ના નેહુ,કાઈ યાદ નહિ"

નિહારિકા :- " અરે દીદી પેલો ચમન "

શીતલ :- " પેલો તારો ક્લાસ મેટ કે જે તારો ઘણો સારો ફ્રેન્ડ પણ હતો એ જ ને "

નિહારિકા:- "હા દીદી ,આ એ જ હતો"

શીતલ :- " I can't believe Yaar , ફોટોઝ માં તો કેવો ચંપુ લાગતો હતો પણ અત્યારે તો હેન્ડસમ લાગે છે. પણ એ અહી શું કરે છે ?"

નિહારિકા :- " અરે એ તો દાદુ નાં ફ્રેન્ડ નો પૌત્ર છે તો એમની જોડે આવ્યો છે "

શીતલ એ નિહારિકા ની મોટી દીદી તો હતી જ પણ એ એની ફ્રેન્ડ પણ હતી,નિહારિકા પોતાની દરેક વાત શીતલ જોડે શેર કરતી એટલે શીતલ મિહિર ને ઓળખાતી હતી . એ બંને આમ જ વાતો કરી રહી હતી પણ એ બંને ને સપનામાં પણ ખયાલ નાં હતો કે કોઈક એમની વાત સાંભળી રહ્યું હતું " ઓહ તો મિહિર અને નિહારિકા પહેલેથી જ એકબીજા ને ઓળખે છે , લાગે છે કે હવે વધુ ધ્યાન આપવું પડે "

નિહારિકા એ એની સેલિબ્રેશન પાર્ટી મા કેક પણ કટ કરી અને પછી બધા એ ઘણું એન્જોય પણ કર્યું . નિહારિકા હવે સ્ટેટ લેવલ પર કામ કરવાની હતી તેથી એ એના દાદા અને કાકા નાં કોન્ટેક નાં વ્યક્તિઓ સાથે પણ ઓળખાણ બનાવી રહી હતી . જેમાંથી ઘણા ક્લાસ ૧ ઓફિસર હતા તો ઘણા પોલિટિશિયન્સ. બધા એને શુભેચ્છા આપી રહ્યા હતા. ઘણા લોકો એના માટે ગિફ્ટ પણ લાવ્યા હતા ,નિહારિકા એ બધી ગિફ્ટ પણ લઈ રહી હતી .

અંદાજે ૧૨ વાગ્યા પછી પતી પાર્ટી . નિહારિકા ઘણી થકી ગઇ હતી . એને પાર્ટી પતી ત્યાં સુધી ફોન અડવા નો પણ ટાઇમ નોતો મળ્યો . આખરે એણે બેડ મા પડી ને ફોન ચેક કર્યો . એક અજાણ્યા નંબર પર થી ઘણા કોલ આવેલા હતા અને મેસેજ પણ. એને એ મેસેજ જોયાં એક મેસેજ એવો હતો કે હવે આ નંબર સેવ રાખજે " એને તરત જ રિપ્લાય કર્યો who are you . મેસેજ મોકલતા તરત જ રિપ્લે આવ્યો કે પાગલ હું છું , એટલી જ વાર માં એનું ડીપી દેખાણું ," ઓહ તો આ ચમન છે એમ ને ,લાગે છે કે મિહિર ને પાર્ટી મા નંબર આપવાની નવરાશ નોતી " એને તરત જ નંબર ચમન નામ થી સેવ કર્યો . ચાલ ગુડ નાઈટ કહી ને એ સૂઈ ગઇ.

આ તરફ મિહિર પણ સુવા જ જતો હતો તયાં એને મેસેજ આવ્યો કે નિહારિકા થી દૂર જ રહેજે નહિતર એની જોડે તું પણ તારી જીંદગી ગુમાવી બેસીશ . મિહિર થોડી વાર વિચારતો રહ્યો પણ પછી કોઈ ફ્રેન્ડ મસ્તી કરતી હસે એમ માની સુઈ ગયો પણ એને ખબર ના હતી ક આ મેસેજ સિરિયસ નાં લેવો એને કેટલો મોંઘો પાડવાનો છે એમ ...

શું કોઈ ખરેખર નિહારિકા ને મારવા માંગતું હતું ?

અને જો મારવા માંગતું હતું તો કેમ ?

શું નિહારિકા અને મિહિર એ વ્યક્તિ ને ગોતી સક્સે ?


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED