the virginity - 5 books and stories free download online pdf in Gujarati

કૌમાર્ય - 5



લગ્ન ની તૈયારી એકદમ જોર શોર થી ચાલતી હતી. મહેમાનો ની આગતા-સ્વાગતા થી લઇ ને મંડપ વાળા અને રસોઇ વાળા ને કામ સોપવા. ઊમંગ અને ઊત્સાહ મા બીજા બે દીવસ નીકળી ગયા. અંતરા ને એવો સમય જ મળતો ન હતો કે એ એનુ મન સુગમ પાસે ખોલી શકે. સતત કોઇક ને કોઇક થી ઘેરાયેલી રહેતી. દિવસો ની સાથે એની ધીરજ પણ ખૂટવા લાગી. એને ગમે તેમ કરી સુગમ સાથે વાત કરવી હતી. પણ એવો કોઇ મોકો મળે તો ને.
આજે અંતરા ના હાથ મા સાનિધ્ય ના નામ ની મહેંદી રચાણી. પિઠી ચોળાણી. અંતરા ના મન નો બોજો વધતો જતો હતો. પણ આજે નસીફ એની સાથે હતા. ઘર ના અમુક વડીલો ને મળવા સાનિધ્ય આવવા નો હતો. અંતરા એ એને મેસેજ કરી દીધો કે અગત્ય ની વાત છે તો ગમે તેમ કરી થોડી વાર એકાંત મા મળે. સાનિધ્ય એ પોતા ના એક મિત્ર ના મમ્મી કે જે બીમાર છે એના આશિર્વાદ લેવા ના બહાને અંતરા ને બહાર લઇ ગયો. કાર મા ફક્ત અંતરા, સાનિધ્ય અને ધીમુ સંગીત.
"હમ્મમ અંતરા બોલ શુ વાત છે? તે આમ અચાનક કીધુ તો મને તો ચીંતા થવા લાગી"
"સાનિધ્ય...."
"હા અંતરા "
"તમે મારા માટે શુ વિચારશો એ તો ખબર નથી મને. પણ હું આપણી નવી જીંદગી કંઇ પણ છૂપાવી ને કરવા નથી માંગતી. મે અત્યાર સુધી આ વાત છૂપાવી કેમકે મારા મા આ વાત તમને કહેવા ની હિંમત ન હતી. પણ સાનિધ્ય તમારા પ્રેમ પાસે મારો ડર હારી ગયો."
"તુ નિઃસંકોચ કહે. હું તને ખૂબ ચાહુ છુ અંતરા અને ચાહતો રહીશ."
"કેવી રીતે કહુ.. " અંતરા ની આંખ મા આંસુ ઘસી આવ્યા.
સાનિધ્ય એ પોતાનો હાથ અંતરા ના હાથ પર રાખ્યો અને આંખો થી પોતે સાથે જ છે એવુ અશ્વાસન આપ્યુ.
"સાનિધ્ય, હું વર્જીન નથી.."
"હમ્મમમમમ"
"હુ શુ કહુ છુ એ સમજો છો ને?"
"હા, તો વાત લગ્ન સુધી કેમ ન પહોચી?"
અંતરા એ વાત ચાલુ કરી સુગમ ના પહેલા hi ના મેસેજ થી તો સુગમ ના જર્મની જવા સુધી ની..
" પછી?"
"સુગમ અહી થી ગયો જર્મની જવા.. એ રાતે મે એના મેસેજ અને ફોન ની ખૂબ રાહ જોઇ પણ એના કંઇ સમાચાર ન આવ્યા. મને થયુ કદાચ કંઇ કામ મા ફસાયેલો હશે સમય મળતા જ એ સામે થી ફોન કરશે. પણ એનો ફોન ન આવ્યો. બીજે દિવસે પણ એણે ફોન રીસીવ ન કર્યો. મે કેટલા મેસેજ કર્યા પણ એણે એક પણ જવાબ ન આવ્યો. અને મારી ધીરજ ખૂટવા લાગી. એનુ ignorance હવે સહન ન હતુ થતું. મારી એવી તો કઇ ભૂલ થઇ કે એ આવુ વર્તન કરે છે."
અંતરા એ આંસુ ને રોકવા બે મીનીટ ચૂપ રહી અને સાનિધ્ય એ પોતાનો હાથ અંતરા ના હાથ પર એમ જ રાખ્યો હતો. એક હૂંફ મળતી હતી એના સ્પર્શ થી.
" મે એને ખૂબ મનાવ્યો.. પ્રેમ થી.. રીસ થી.. ગુસ્સા થી.. કોઇ પણ ભૂલ ન હતી છતા પણ માફી માંગી ને... પણ એને કોઇ પણ વાત ના સ્પર્શી. અંતે એણે મને બ્લોક ટરી દીધી. મારી પાસે હવે એનો કોન્ટેક્ટ કરવા નો કોઇ રસ્તો ન બચ્યો. મારા માટે જીવવુ મૂશ્કેલ થઇ ગયુ હતુ. એક એક પળે મે મોત ને અનુભવી હતી. જેના માટે મારી રાત ની ઊંઘ, મારી શાંતિ, મારો આરામ, મારી ખૂશી બધુ જ જાણે એની સાથે જતુ રહ્યુ હતુ. અને એ પોતાની જીંદગી મા વ્યસ્ત હતો. એને એક સેકન્ડ પણ મારો વિચાર ન આવ્યો."
ફરી થી મૌન
"પછી મે મારી ફ્રેન્ડ ના ફોન મા થી ફોન કર્યો. અજાણ્યો નંબર જોઇ એણે તરત ફોન રીસીવ કર્યો. મારો અવાજ સાંભળી થોડો અણગમો તો આવ્યો અંને કદાચ વાત પણ ન કરત પણ એક વાર વાત કરવા ની મારી એ આજીજી એ એને થોડી દયા જન્માવી. મે પૂછ્યુ કે મારી કઇ ભૂલ ની સજા આપે છે.. તમને ખબર છે સાનિધ્ય એણે શુ જવાબ આપ્યો.?"
"શુ અંતરા?"
અંતરા ની આંખ વહેતી હતી અને શરમ થી આંખ ઢળેલી રાખી ને એ બોલી..
"લગ્ન પહેલા જે છોકરી ને પોતાની વર્જીનીટી ની પડી ન હોય જેને પોતાના કૌમાર્ય ની કિંમત ના હોય એવી છોકરી મારી જીવનસાથી બનવા લાયક નથી. હવે મહેરબાની કરી મારી જીંદગી થી દૂર થઇ જા. તારા જેવી છોકરી સાથે વાત કરી હુ મારી આબરૂ ઓછી કરવા નથી ઈચ્છતો......અને એણે ફોન મૂકી દીધો."
અંતરા ચોધાર આંસુ એ રડતી હતી
"સાનિધ્ય હુ આ વાત છુપાવી ને આપણુ નવુ જીવન શરૂ કરવા ન હતી માંગતી. તમારા પ્રેમ ના કારણે જ મારા મા આજે આ વાત કરવા ની હિમત આવી. તમારો જે નિર્ણય હશે એ મારા શીર માન્ય... પણ સાનિધ્ય, પ્રેમ નો સાચો અહેસાસ એ સાચો અનુભવ તમે કરાવ્યો....."
અંતરા રડતી રહી.
હવે બોલવા નો વારો સાનિધ્ય નો હતો...



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED