કૌમાર્ય - 2 Ankita Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

કૌમાર્ય - 2

"અંતરા, કાલે તો હું જર્મની જવા નીકળી જઇશ."
"હા સુગમ, હવે તો તારા વગર ના મારા જીવન ને કલ્પી પણ નથી શકતી. મન થી હું તારી અને ફક્ત તારી જ થઇ ચૂકી છુ"
"હું પણ અંતરા"

અને બંન્ને ની નજર મળી. હોટલ નો એ રૂમ અને એકાંત. સાથે પ્રેમ નો સ્વાદ.
સુગમે અંતરા ને પોતાની તરફ ખેંચી અને થયુ એ પ્રથમ મીલન. બે હ્રદય નુ, ચાર આંખો નુ, હોઠો નુ. એ પહેલુ ચુંબન અને અંતરા ના રોમે રોમ મા જાણે પ્રેમ વ્યાપતો જતો હતો. એ પહેલી કીસે જાણે વર્ષો ની તરસ એક સાથે બુજાવી હતી. સુગમ અંતરા ના શરીર ની વધુ નજીક આવ્યો. અંતરા ગાલ ને, એની ગરદન ને ચુમતો જતો હતો અને અંતરા કંઇક અંશે સુગમ ના નશા મા મદહોશ થવા લાગી પણ એના મગજે તેને રોકી
"સુગમ, આ બધુ લગ્ન પછી."
"અત્યારે મને નહી રોક અંતરા. હું પોતે પણ મારી જાત ને રોકી નથી શક્તો. મને તારો નશો ચડ્યો છે એને જીવ ભરી ને માણવા દે."
"પણ સુગમ આ ખોટુ છે."
"તુ આજે પણ મારી છો અને કાલે પણ મારી જ થવાની તો આજે જ આ પળ મા ખોવાઇ જવા દે"
"પણ...."
અંતરા કંઇ બોલે એ પહેલા સુગમે તેના હોઠ અંતરા ના હોઠ પર ચાંપી દીધા. કામદેવે જાણે રતી પર પોતાનુ બાણ ચલાવી દીધુ હતું.
એક એક આવરણો દૂર થતા ગયા. શારીરીક આવેગો એ મન અને તન પર પોતાનો કબ્જો જમાવી દીધો હતો. અંતરા ના રોમે રોમ પર સુગમ છવાઇ ગયો હતો. એ પૂર્ણ સમર્પણ સાથે સુગમ મા ઓતપ્રોત થઇ ગઇ હતી. અંતરા ના અંગે અંગ પર સુગમ નો સ્પર્શ. શરમ થી અંતરા નુ ગોરુ શરીર લાલ થઇ રહ્યુ હતુ. એની આંખો માથી એ પ્રેમ વહેતો હતો. સુગમ એના રૂપ ને એના લાવણ્ય ને એના શરીર ના દરેક વળાંકો ને જીવ ભરી નિરખતો હતો. એના ઊરજો ઝડપ થી વધતા શ્વાસોશ્વાસ ની ચાડી ખાતા હતા. અંતરા ની બંધ આંખો મા થતી હલચલ એ દરેક ફેરફાર સુગમ જોઇ શક્તો હતો. એની લજ્જા સુગમ મા વધુ જનુન ભરતી હતી. એ વધુ આવેશ થી અંતરા ને અનુભવવા લાગ્યો. પ્રેમ એની ચરમસીમા એ હતો. એક સંતોષ, એક અલગ આનંદ એક સંપૂર્ણતા અનુભવતી હતી અંતરા.
સુગમ ની પહોળી અને મજબૂત છાતી પર અંતરા માથુ રાખી સુતી હતી. એ સુગમ ની બાહુપાશ મા સલામતી અનુભવતી હતી. સુગમ નો હાથ અંતરા ની કમર ફરતે વીંટળાયેલો હતો અને એ આરામ થી ઘસઘસાટ સુતો હતો. અંતરા માટે આ સહવાસ એક પરમ સંતોષ હતો. જાણે બસ પળ અહી થંભી જાય. આખી જીંદગી બસ આ પળ મા જ સમેટાઇ જાય. અંતરા સુગમ ને નીરખતી હતી . એનો ચહેરો પર થી મન વાંચવા ની કોશિષ કરતી હતી. "શુ સુગમ પણ મને એટલુ જ ચાહતો હશે જેટલુ હું તેને ચાહુ છુ.?" વિચારો મા, સંતોષ મા અને એ સહવાસ મા રાત પણ વિતી ગઇ. અને સવારે સુગમ ને જાવા નો સમય આવી ગયો.
"અંતરા, પાછા જલ્દી મળીશું"
એણે અંતરા ને એક કીસ કરી અને અંતરા ની આંખો થી એ અસહ્ય વિયોગ આંસુ બની સરવા લાગ્યો. અને સુગમ એની આંખો થી ઓજલ થઇ ગયો. એ કંઇ પણ બોલી ના શકી અને સુગમ ને જતો રોકી પણ ના શકી.
કાશ, ભવિષ્ય ના ગર્ભ મા શું છે એ જાણી શક્તા હોત તો જીંદગી કંઇક અલગ જ હોત. દરેક ક્રિયા ની પ્રતિક્રિયા પહેલા જાણી શક્તા હોત. કાશ, મન વાંચી શક્તા હોત. કાશ સુગમ ને જતા રોકી લીધો હોત. કાશ.. કાશ... કાશ..