rahasymay mandir books and stories free download online pdf in Gujarati

રહસ્યમય મંદિર 

રહસ્યમય મંદિર

"ગામ નો સુમસામ રસ્તો અને પવનની ગતિ ઝડપી અને ઉપર થી ગરમી નો મારો ખૂબ વધી રહ્યો હતો અને વાર્તા ના નાયક અખિલ ગામ પાસે કામ પુરૂ કરી ચાલતા ચાલતા રાત્રે લગભગ આઠ વાગ્યે ગામ ની સીમા એ આવેલા મંદિર તરફ થી પસાર થયા . "

"થોડુ આગળ નીકળ્યા ત્યારે અચાનક એક વૃદ્ધ દાદી બરાબર ગામ ની સીમા પર મળ્યા. હકીકત ત્યા ખૂબ અંધારુ હતુ અને કંઇક પણ દેખાઈ રહ્યું નહતું એટલે વાર્તા નાયક તે વૃધ્ધ દાદી સાથે અથડાઈ જાય છે અને તેઓ ને ઈજા પહોંચે છે. નાયક દાદી ને ઊભા કરે છે અને પુછે છે કે તમને કયાં જવુ છે હું મુકી આવુ એટલે દાદી ના કહ્યા મુજબ વાર્તા નાયક પાછળ આવેલ મંદિર પાસે છોડી આવે છે. "

"વાર્તા નાયક તે દાદી નો હાથ પકડી ને મંદિર તરફ લઈ જાય છે ત્યારે તેઓ ને એક અલગ એહસાસ થાય છે, તેઓ મન માં થોડા મુઝાઇ જાય છે પણ તેઓ તે માજી ને મંદિર ની સીડી ચઢાવે છે એક તરફ આટલી ગરમી માં ખૂબ પવન નીકળે છે અને તે પવન ખૂબ ખતરનાક અનુભવ કરાવે છે અને તે ઉપરાંત તે દાદી નાયક નો હાથ એટલો જોર પકડી ને મંદિર ની સીડી ચઢે છે. "

"જ્યારે ઉપર મંદિર પર પહોંચી ને તે દાદી તો પુજા કરવા લાગ્યા અને વાર્તા ના નાયક મંદિર ની બીજી બાજુ આવેલી ખાઈ તરફ જવા લાગ્યા તેઓ ને જાણે કોઈ ભાન જ નથી તે રીતે તે વ્યવહાર કરવા લાગ્યા અને સાથે-સાથે કોઈ તેઓ ને તે ખાઈ તરફ ધકેલી રહ્યુ છે તેમ લાગ્યુ આટલી તોફાની હવા અને તે માજી ની આરતી ના સૂર નો શોર હવા માં અચાનક ખૂબ ડર ફેલાવતો હતો. "

"સાથે-સાથે નાયક ના તો કદમ તે ખાઈ આગળ વધી જ રહ્યા હતા .એક-બે કદમ હતા અને જો તેઓ ને રોકવા માં ન આવે તો તે નાયક ખાઈ માં પડી જશે . તેજ સમયે મંદિર ના ઘંટ નો જોર જોર થી અવાજ ચાલુ થયો અને નાયક જોર થી હોસ માં આવ્યો અને બોલી ઉઠ્યા હું અહી શું કરુ છું અને મંદિર તરફ તે નાયક ના કદમ વધ્યા અને પાછળથી કોઇક એ બુમ પાડી પણ નાયક ને ખ્યાલ આવ્યો કે તેના શિવાય અહી કોઈ નથી અને પાછળ ફળે છે તો તે આશ્ચય થી બુમ બરાડા પાડે છે ત્યારે તે દાદી હતા ."

"નાયક = દાદી તમે અહી! તમે ત્યા પુજા કરતા હતા ."

"દાદી = અરે તને તો બોલાવા આવી મારી પુજા થઇ ગઇ છે, મને જરા નીચે છોડશો "

"નાયક = પણ દાદી તમે અહી રાત્રે કેમ આવ્યા! "

"એમ પુછતા પુછતા અચાનક નાયક નુ ઘ્યાન દાદી ના પગ ઉપર ધ્યાન કેન્દ્રિત થાય છે અને અચાનક તે જોઈ નાયક આમ-તેમ ભાગે છે . અને અચાનક જમીન પર પડી જાય છે ત્યારે એક હકીકત ખબર પડે છે કે તે દાદી ના પગ ઉલતા હતા અને તે જોઈ ને નાયક ખૂબ ભાગે છે, ભાગતા ભાગતા તેના પગ કોઈ ખેચે છે અને પાછળ જોઈ તો તે દાદી હતા અને અચાનક તે દાદી નુ અલગ સ્વરૂપ જોવા મળે છે. મોટા નખ અને વાળ ખુલ્લા ,ચેહરા પર લોહી ના નિશાન જોવા મળે છે અાંખો માં એક પ્રકાર નો બદલો લેવાની ભાવના દેખાય છે અને દાદી એક દાયન માં પ્રવેશ પામે છે.

"જયાં નાયક તેને જોય છે તો તેમના ચેહરો પરસેવા થી રેબઝેબ થઈ જાય છે અને આંખો પોહોળી થઈ જાય છે તે નાયક ખૂબ ભાગવા ની કોશિશ કરે છે પણ તે સ્ત્રી કહો કે દાયન જેવી સ્ત્રી નાયક ને ખેચે છે અને તેમના થી દુર ભાગતી ફરતી મારી આંખો પહોળી થઈ જાય છે અને નાયક વિનમ્ર સ્વભાવ થી પુછે છે તમે કોણ? "

"પરંતુ જવાબ આપ્યો નહીં, અને એક જ વાત વારંવાર રજૂઆત કરે છે " તુ અમને અલગ કરશે તુ અમને અલગ કરીશે ?"

" નાયક પાછો બોલ્યો તમે કોણ છો ? અને હું તો આ ગામ નો પણ નથી? "

" તુ મને નથી જાણતો! , હું છું આ ગામ ની તબાહી,વિનાશ અને સાથે-સાથે આ ગામ ના મંદિર નો શ્રાપ છું, અમને અલગ કર્યા હતા!?"

" અચાનક તેનો ભયાનક ચહેરો નાયક ના ચહેરા થી દુર થઈ જાય છે અને ભાગવા ની કોશિશ કરે છે .ભાગતા ભાગતા મંદિર ની નીચે ઉતરતા ઉતરતા પગ લપસી જતાં તે છેક ઉપર થી નીચે આવે છે થોડુ વાગે પણ છે પણ તેઓ ને જે અનુભવ થયો હતો તે પછી તેઓ કશું વિચારી શકતા નથી પછી નાયક ગામ ની બહાર જવા ને બદલે નાયક ગામ ની અંદર ભાગે છે ,પણ નજર તો પાછળ જ તે ભયાનક ચહેરા ને જોય છે .પણ ત્યારે એક માણસ સાથે અથડાઈ જાય છે . અને તે છે ગામ ના સરપંચ મહેશ ભટ્ટ હતા. "

"( જે માણસ(સરપંચ) સાથે અથડાઈ જાય છે તે બોલે છે)
મહેશ ભટ્ટ = કયાં,,,, ભાગો છો અને શું થયું છે ભાઈ,,, "

"નાયક = અરે ભાઈ,,,,, ભાઈ ..(દોડતા દોડતા તે હાફી જાય છે તેથી નાયક હાથ થી તે મંદિર તરફ ઈશારો કરે છે) પેલા મંદિર માં,,,,,,,,(બેહોશ થઈ જાય છે) "

"મહેશ ભટ્ટ = ભાઈ શું થયું,,, તે મંદિર માં શું ?" ( અરે અા માણસ ને ઘરે લઇ જવુ પડશે પણ આ શું કહેતો હતો અરે હા કદાચ આ માણસે પેલા શ્રાપિત મંદિર કંઈ જોયુ છે. "

" સરપંચ તેના ઘરે લઈ જાય છે અને તે નાયક ની સારવાર કરે છે લગભગ બે દિવસ પછી હોશ આવે છે .ત્યાર સુધી સરપંચ વાર્તા ના નાયક ની મદદ કરે છે અને તેઓ ને બે દિવસ પછી હોશ આવે છે "

મહેશ ભટ્ટ = અરે ભાઈ શું થયું હતું તે દિવસે?

નાયક = તો શું હું બેહોશ હતો

મહેશ ભટ્ટ = હા, અને તેનું કારણ પણ ખબર છે મને? તમે મંદિર માં કંઈક રહસ્ય જોયુ હતુ ને?

નાયક = હા, ખૂબ ડરાવનુ હતું? પણ ભાઈ મંદિર માં આમ કેવી રીતે હોય શકે?

મહેશ ભટ્ટ = પહેલી વાત આ મંદિર શ્રાપિત મંદિર છે

નાયક = શ્રાપ, કેવો અને તે પણ મંદિર પર!

મહેશ ભટ્ટ = તે પાછળ જવાબદાર એક ઘટના છે. અને આ ઘટના પછી જ મંદિર માં ડરાવની ધટના બને છે.ગામ ના એક ખૂણા નો ભાગ એટલુ આ મંદિર નો ભાગ અને આ મંદિર ની ઘણી માન્યતા છે કે આ મંદિર શ્રાપ થી ધેરાયેલુ છે .અહી કોઈ પણ વ્યક્તિ રહી શકે નહીં લગભગ નવ વર્ષ થી કોઈ પૂજારી પણ આવી શક્યા નથી. પરંતુ મંદિર હંમેશા સાફ જોવા મળે છે .અને રાત-દિવસ આરતી ના સૂર પણ સંભળાય છે પરંતુ કોઈ મંદિર માં પ્રવેશ કરતા ડરે છે.

"ઘણા લોકો અહીં જવા નો પ્રયત્નો કરે છે પણ તેઓ પરત ફરી શકતા નથી અને તે લોકો સાથે શું થઈ જાય છે કે પણ ખાસ ખ્યાલ નથી આજ ડર થી ગામ ના લોકો ની માન્યતા છે કે આ મંદિર માં પ્રવેશ કરવો નહીં અને ઉપર થી અહી એક ઘટના બની હતી પછી જ આ મંદિર રહસ્યમય ખંડેર જેવી સ્થિતિ સર્જાઇ રહી છે . પુજારી પણ કોમા માં લગભગ ચાર વર્ષ સુધી હતા અને પછી તેઓ નું મોત નીપજ્યું હતું "

"હવે એવી કંઈ ધટના નવ વર્ષ પહેલાં થઈ હતી તે આજે પણ રહસ્ય અકબંધ છે અને કોઈ પણ પ્રેમ લગ્ન કરે તો તેના સફળ થતા નથી કોઈ નુ પણ મોત થાય "

"નાયક = હવે મને ખબર પડે છે! પછી શું થયું ?"

"મહેશ ભટ્ટ = હા , કહું? "

"મહેશ ભટ્ટ = ઘણા સમય પહેલા ગામ માં એક ખેડુત પરિવાર રહેતુ હતું અને તેઓ ની એક છોકરી હતી, રીયા અને તેની બાજુમાં આવેલ એક ગામ ના છોકરા સાથે પ્રેમ થઈ ગયો હતો અને તે પણ મોત ને ઘાટ ઉતરા

"નાયક = સીધી મોત એવુ કેમ! એમ કોઈ ને મારવા નો હક નથી .અને પ્રેમ માં કોઈ ને રોકી ના શકાય. "

"મહેશ ભટ્ટ = હા પણ આ બઘી જુની માનસિકતા ધરાવતા લોકો એ આજે મંદિર ને શ્રાપિત મંદિર કયું છે મંદિર નહી તે એક ખંડેર હાલત માં છે અરે પહેલાં ના લોકો તો આ માન્યતા માં તો પોતા ના છોકરા - છોકરી ને પણ મોત ને ઘાટ ઉતારી નાખે છે? "

"મહેશ ભટ્ટ = ઘણા સમય પહેલા એક દિવસ રીયા અને રાહુલ (જેને પ્રેમ કરે તે છોકરો ) બંને ફોન પર વાતચીત કરી રહ્યા હતા અને અચાનક રીયા એ છેલ્લી વાર ફોન પર વાતચીત કરી એ છીએ તેવુ કહ્યુ! "

" નાયક = એમ કેમ કહ્યુ "

"મહેશ ભટ્ટ =કારણે કે રીયા ના પપ્પા ને ખબર પડી ગઈ હતી અને તેઓ ગામ ના લોકો ના ડર થી કોઈ ને આ પ્રેમ ની વાત ખબર પડે તે પહેલા તો ના લગ્ન બીજે કરવા નુ નક્કી કર્યું અને તે રીયા ને ખબર પડી અને તેને ફોન પર રાહુલ સાથે વાતચીત કરી .

"ત્યારે રાહુલે કહ્યુ કે"

" રાહુલ =રીયા...... રીયા.... રીયા..... ફોન બંધ ના કર પ્લીઝ ! આજે છેલ્લી ઘડીએ બોલ તો સહી મારી સાથે હુ તારો પ્રેમ સાંભળી ના શકયો પણ તારો આ છેલ્લો એક કલાક ના આપે છે.
રીયા... રીયા.... રી....... હકીકત માં વિશ્વાસ કર આ છેલ્લો કલાક નો પ્રેમ તો હું ખૂબ જ યાદગાર રહેશે. "

"રીયા =બસ હવે રાહુલ હવે આપણા પ્રેમ નો સમય પુરો થઈ ગયો છે." ( ફોન ની અંદર થી અવાજ આવ્યો)

"રાહુલ =એવુ ના બોલ રીયા! "

"રીયા =તો શું બોલુ તુ જ બોલ તને પહેલા જ કહ્યુ હતું કે જો આપણા પ્રેમ માટે જો મારા પપ્પા મંજૂરી ના આપે તો આપણો સાથ છૂટી જશે અને અહી સુધી નો સાથ આપણો હતો "

" ( અંદર થી પહેલી વાર રડવા નો અવાજ આવ્યો અને પહેલી વાર રાહુલ રડે છે)

"રીયા =રાહુલ,,,, રાહુલ,,,, રડ નહી તુ દુઃખી ની થા "

" રીયા =રાહુલ એક વાત કહું "

" રાહુલ =હા બોલ "

" રીય =કાલે મારી સગાઈ છે "

" (આ વાત સાંભળી તરત રાહુલ ના હાથ માંથી ફોન છટકી જાય છે ")

"રીયા= રાહુલ,,,,,, રાહુલ,,,,,,, કયાં છે! "

" (પાછો ફોન ઉચકે છે અને બોલ્યો રીયા મુબારક છે તને) "

" આ સાંભળી ને બંને બાજુ રડવા નો અવાજ આવ્યો (રીયા રડી રહી હતી )"

" રીયા =હાલો રાહુલ મને છેલ્લી ઘડીએ એક ગીત ના સંભળાવે તારા અવાજે "

" રાહુલ =હા કેમ નહીં "

"(રાહુલ ગીત ગાતો હતો અને રીયા મન ભરીને સાંભળતી હતી એક એક પળ ને બંને પોતાના દિલો દિમાગમાં કેદ કરી રહ્યા હતા , બસ આજ નો આ કલાક એવો યાદગાર બનાવવા નો પ્રયત્ન કરે છે બંને કે આખી જીંદગી આરામ થી નીકળી જાય અશ્રુ ની ધારા તો ગાલ ઉપર આવી ને જાણે બેસી ગઈ છે આજે વાત ઓછી છે અને યાદો વધારે છે અને તેવા માં રાહુલ ના બોસ રાહુલ ના રૂમ માં પ્રવેશ કરતા જ કહે છે !!!"

"સર =બસ હવે તારે આજ કામ છે તારે કામ ની જગ્યા પર ગીત ગાવા ના રુપિયા આપુ છું "

(હવે રાહુલ ખરેખર મુશકેલી માં મુકાઈ જાય છે)
" રાહુલ =સર સોરી,, સર ફક્ત એક કલાક આપો સર પ્લીઝ"

"સર= હવે તુ ઘરે બેસી ને મન ભરી ને વાતો કરજે તને હું રોકતો નથી તું જા અહી થી"

"આમ નોકરી પણ છૂટે છે અને ત્યારે બંને મંદિર પર મળે છે

"પંડિત દયાળ લાલ મંદિર માં પુજા કરી રહ્યા હતા અને અચાનક રીયા અને રાહુલ આવે છે અને પંડિતજી ના આશિષ લેય છે અને લગ્ન કરે છે અને પાછા આશિષ લેય છે અને પંડિતજી ને કહે છે કે અમે જઈએ છીએ. અને એમ કહેતા તેઓ તમે જે ખાઈ જોઈ છે તે તરફ ચાલવા લાગ્યા પંડિતજી એ ખુબ રોકવા નો પ્રયત્નો કર્યા "

"પણ તેઓ એક ના બે ના થયા ઘણા બુમ બરાડા પણ થયા પણ તેઓ એ પંડિત જી ને આખરી અલવિદા કરી ને બંને આત્મહત્યા કરી નાખે છે પણ તે પહેલાં એક બોલે છે આ ગામ ના નિયમ ને કારણે અમે સાથે રહી ન શક્યા પણ તેઓ અમને મારી નાખે તે પહેલાં અમે અહી આત્મહત્યા કરી નાખી એ છીએ અને અમારી પછી પણ કોઈ પ્રેમ લગ્ન કરશે તો તેના હાલ અમારા જેવા થશે અને આ જગ્યા પર અમારી હાજરી વર્ષો સુધી રહેશે અને આમ આ મંદિર ને શ્રાપ મળે છે

" તેઓ એ આત્મહત્યા કરી પછી તે જગ્યા પર હમણા પણ પ્રેત જોવા મળે છે અને કોઈ પણ તેનો ભોગ બને છે એવા કેટલાંક લોકો ની જાન ગઈ છે પણ કોઈ કાશું પણ કરી શકતુ નથી "

"મહેશ ભટ્ટ = તેઓ ની આત્મહત્યા ને કારણે મારા પપ્પા કોમા માંચાલ્યા ગયા ?"

" નાયક = પપ્પા? "

" મહેશ ભટ્ટ = હા તે પંડિતજી હતા તે મારા પિતાજી હતા "

" નાયક = તે તમારા પિતા હતા "

"મહેશ ભટ્ટ = આ શ્રાપ ને કારણે આખુ ગામ ખુબ ડરી ગયુ છે અને કેટલાક સમયથી લોકો ગામ છોડી ને પણ જાય છે .પણ તમે તમારા ઘરે પરત ફરી જવા તૈયાર છો. "

" નાયક = હા "

" આ હા સાથે એક અલગ પ્રકાર નો ભાવ નાયક ના મુખ ઉપર જોવા મળે છે અને એક પ્રકારે ડર અને ભય નુ વાતાવરણ થઇ ગયુ હતું સાથે સાથે ડુબતા સૂરજ ના કિરણ સાથે નાયક અજવાળે અજવાળે ઘર નીકળે છે પણ રસ્તે તે મંદિર આવતા તે જ ચહેરો તેજ અવાજ અને તેજ વૃધ્ધ દાદી ની મદદ માગવી અને પછી નાયક સાથે થયેલી ઘટનાઓને જાણે કોઈ ફિલ્મ ચાલતી હોય તેમ નાયક ના મગજ માં એક પછી એક તરત ઘટના ચાલે છે પરંતુ નાયક પોતાને સંભાળી ને આગળ વઘે છે "

Richa Modi
(આ વાર્તા એક વિચાર છે સત્ય હકીકત નથી)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED