"લાલ ગુલાબ "
( પ્રકરણ 1)
હું રોજ ની જેમ એક હોસ્પિટલમાં ફરી ગયો. હું પત્રકાર છું એટલે મારે મારી રચના તૈયાર કરવા માટે પોતે અલગ અલગ હોસ્પિટલમાં જાવ છું, તથા ત્યા થોડી સેવા આપુ છું અને આ અંગે ડોક્ટર ને પણ જણાવ્યું હતું . અને ડોક્ટર ને પણ કોઈ સમસ્યા ન હતી. આજે સવારે પણ હું એવા જ એક હોસ્પિટલમાં દાખલ થયો તે એમ તો ઘણુ મોટુ છે. અને તેનુ નામ છે " ઈચ્છા " હોસ્પિટલ આજ શહેર નુ મોટુ હોસ્પિટલ છે.
મેં હોસ્પિટલમાં દાખલ થયો કે તરત મારી નજર એક વાક્ય પર ગઈ તે ખૂબ સુંદર હતુ તેમાં એમ હતું.
"કદાચ તમે પરમ પિતા પરમેશ્વર ની પુજા ના કરો તો ચાલશે,પણ અહીં આવ્યા છો તો દુઆ જરૂર કરજો, કદાચ તમારી દુઆ કોઈ ની જાન બચાવી નાખે "
બસ આ વાંચી ને થોડી વાર હું ત્યા જ થંભી ગયો.મારી આંખો બસ આજ વાક્ય ને જોયા કરે. અને કદાચ હદય ના રોમ રોમ માં આજ વાક્ય ખૂબ ઊંડી અસર જોવા મળી હતી. મારુ હદય આજ બસ દુઆ માંગી રહ્યું હતું કે બસ ભગવાન શ્રી જો તમે અહી છો તો પછી કોઈ અહી થી દુઃખી થઈ ને ના જાય .અને એવા સમયે તરત નજર બાજુ માં બેઠેલાં ગણપતિ બાપની મૂર્તિ પર પડી. અને પછી તરત જ બે હાથ જોડીને પાથઁના કરી. મારી નજર આજુ બાજુ માં બેઠેલાં લોકો પર પણ પડી, કોઈ હાથ ધરી જાને ભગવાન પાસે ખૂબ લાચારી થી ભીખ માંગતા હોય એમ લાગતું હતું. અને એવા સમયે રૂમ નંબર 106 માંથી એક બાળક નો રડવા નો આવાજ આવ્યો અને હું તે તરફ ગયો. ઓપરેશન થિયેટરમાં માં કોઈ મહિલા નુ ઓપરેશન ચાલુ હતુ. અને બહાર બઘા સગા-સંબઘી હતા, તેઓ ખૂબ ખુશ હતા કે બાળક નો જન્મ થયો . સાથે સાથે એક દુઃખ અને દુઆ પણ મોઢા પર હતી. અને બીજા તરફ તો સાંભળવા માં મળ્યુ કે તે બાળક ના મમ્મી ની હાલત ગંભીર છે કદાચ અત્યારે જ આ રાખ નું શરીર રાખ માં ભળી જશે. અને આજ સમય એક બાળક અને તેની મમ્મી માટે ખૂબ આકરો ગણાય છે. ત્યારે ડોક્ટર બોલ્યા જો હું તમને ખબર ખોટી ના આપુ મને ખબર છે કે એક સમયે ખુશી છે અને બીજી તરફ દુઃખ પણ હિંમત રાખો આ દુઃખ પણ કદાચ દુર્ઘટના પછી નો એક નવો સમય લાવે છે. અને આ બહેન સાથે પણ એવું જ કંઈક થાય છે, તે ખૂબ લડી રહ્યા છે.
મને આ વાત ખુબ જ સુંદર લાગી, કદાચ આવા ડોક્ટર મે મારા જીવનમાં પહેલી વાર જોયા ,તેવા સમયે એક ખૂબ નાની ઉંમર નો છોકરો એવી રીતે આવ્યો અને એક સુંદર અને આકર્ષક, મેહેકદાર ગુલાબ નું ફુલ એ મહિલા ની સામે ના ટેબલ પર મુકે છે. તે સમયે બીજા ઓપરેશન ની તૈયારી ચાલી રહી હતી અને તે છોકરો તરત ગાયપ થઇ ગયો અને કોઈ નુ ધ્યાન દોર્યું નહી. અને પછી અચાનક પલટો આવ્યો અને તે મહિલા ની હાલત વધુ સારી થવા પામી હતી, તે પણ ઓપરેશન વગર, ડોક્ટર પણ ખૂબ ખુશ થઈ જાય છે કે આટલો બદલાવ, કદાચ કોઈ ની દુઆ રંગ લાવી કે કોઈ નો પ્રેમ અચાનક આવી ને જાદુ કરી ગયો. પણ મને એમ લાગે છે કે જાદુ એ ગુલાબ માં છે. જ્યારે જ્યારે ગુલાબ ની સુગંધ આવતી જાય તેમ તેમ તે મહિલા શ્વાસ લઈ રહી હોય તેમ લાગે છે. મને એમ થયું, ચાલ પુછુ પણ કદાચ જવાબ ન આપે તો,,,, ધણા પ્રશ્ન પ્રસ્તુત હતા. પણ સમય યોગ્ય ન હતો બીજા દિવસે સવારે હું પહેલાં તો તે મહિલા પાસે ગયો, ત્યા તો બીજુ ગુલાબ આવી ગયુ હતું. અને તે મહિલા ગુલાબ ને
જોયા કરતી હતી. અને મન માં ખૂબ ખુશ થઈ રહી હતી. મે અચાનક જઈ ને તેની શાંતિ માં ખલેલ પહોંચાડી, મે કહ્યુ કેવુ છે તમને, તે બોલ્યો તમે કોણ? હા હું એક પત્રકાર છું અને થોડુ જાણવુ છે. હા બોલો શું? આ રોજ સુંદર છે, તમને ખુબ ગમે છે. પણ આ તો કાલે ખરી જશે, કેવુ સાચુ ને, આટલુ બોલતા તો તે ખૂબ લડી પડ્યા અને ગુસ્સા માં આવી ગયા. અને મે કાંઇ ખોટું કામ કર્યું હોય એમ લાગતું હતું અને ગુસ્સે ભરાયેલા સિંહ ની મને જોઈ રહ્યા હતા. અંતે તેમનો ગુસ્સો બહાર ગયો અને તેઓ રડી પડ્યા, પછી બોલ્યા તમારે જાણવુ છે આ બઘુ શુ ચાલે છે. તો સાંભળો ,,,,,,
( પ્રકરણ 2 )
પહેલા તો એક પ્રશ્ન નો ઉત્તર આપો, એક સૈનિક ના દિલ માં હમેશાં ક્યુ કૂતુહલ રહે છે. અને આંખ માં કંઈ હલચલ હમેશાં રહે છે. મે કહયું કે દેશભાવના અને દેશભક્તિ એ એક સૈનિક ના દિલ માં રહે છે, અને દુશ્મન ના એક એક વાર નો જવાબ આપવા હંમેશા પડકારજનક ભૂમિકા ભજવે છે.અને પોતે શહીદ થવા પણ તૈયાર છે. સૈનિકો એ આ દુનિયામાં માં બીજા ભગવાન છે. અને આ સાંભરી ને બહેન બોલ્યા હું છું ,એવા જ એક સૈનિક ની પત્ની છું. મારા પતિ છે " જયપાલ સિંહ યાદવ " આ નામ સાંભળી ને, અચાનક મારા પગ થર થર કાપવા લાગ્યા. આ આપણા સૈનિકો ના કેપ્ટન છે. એમના એક અવાજે આખો દેશ થર થર કાપે છે. તેમણે વિશેષમાં ધણુ જાણતો હતો, તેમની બંદૂક માંથી નીકળેલી ગોળીઓ પણ દેશ ના દુશ્મન ના ચીર હરણ કરી નાખે છે .અને ગોળીઓ અાર - પાર થઈ જાય છે,
એક અવાજે આખી સેના દોડતી થઈ જાય છે. તેઓ પોતાના વિચારો સાથે ચાલતા હોય છે અને આત્મ વિશ્વાસથી ભરપુર પ્રયાસો હાથ ધર્યા છે. અને એક એવી ઝાંખી ઊભી કરી છે કે તેઓ ના સ્તરે કોઈ આવી ન શકે. તેઓ ની પ્રણાલીગત કાયૅ અને સમજશકિતનો આખા દેશમાં વિજય થયો છે .
હા હું જયપાલ સિંહ યાદવ ની પત્ની છું અને અમારા લગ્ન 8 વરસ પહેલાં થયા. આમ તો 8 વરસ થઇ ગયા છે પણ મુલાકાત તો પાંચ જ વખત થઇ છે છેલ્લા ત્રણ વર્ષથી થી તો તેઓ ઘરે પરત ફર્યા નથી. તેઓ ઘણી વખત પત્ર લખે છે કે તેઓ આવે છે પણ પછી બીજા પત્ર એ ના પણ પાડે છે. અમારે ત્યાં તો શું થાય છે કે તેઓ આવે ત્યારે જ અમારી દિવાળી ઉજવાય છે. કે તહેવારો ની મિઠાઇ બને છે. અમારા માટે ગૌરવની બાબત છે પણ તેઓ જ્યારે આવે તે જ અમારો તહેવાર છે. અમે પત્ર લખીને થાકી જઇએ ત્યારે એક જવાબ આવે, હવે તો શબ્દ પણ ઓછા પડે છે. કદાચ માણસ સવારે નિકળે એટલે પછી તે સાંજે કે થોડા દિવસો માં પરત ફરે પણ જયપાલ તો એક વાર ઘર માંથી બહાર નીકળી જાય પછી પરત ફરશે કે નહીં તે એક સવાલ બની ને રહે છે. અમારી પાસે રડવા સિવાય કોઇ વિકલ્પ નથી, અરે અમારુ એક ચાર વર્ષ નું બાળક છે અને આ બાળક ની તેઓ ને કદાચ ખબર પણ નથી કે તેઓ નુ બીજુ બાળક છે અને પહેલા બાળક ને પણ એક જ વાર જોયો છે.આ મારી આંખો ભીની થઈ જાય છે એમને જોવા, રોજ એક જ ઉમ્મીદ પર જીવન ચાલે છે કે આજે આવશે અને અા દિલ પણ તેમની યાદ માં જીવે છે .મને ગૌરવ છે કે તેઓ મારા પતિ સાથે મારા એક સારા મિત્ર પણ છે. અમે બાળપણથી એક સારા મિત્રો હતા .જયપાલ નું સૈનિક બનવાનું સપનું બાળપણ થી હતુ.મને યાદ છે અમારા ઘર, ગલી, મહોલ્લામાં બંદૂક લઇ ને ફયાઁ કરે અને સૈનિકો ની પિક્ચર જોઈ ને તેઓ ની નકલ કરીને બધા ને બતાવે. અને અમારી મિત્રતા ગાઢ બની અને એટલે અમારા લગ્ન થાય છે. તેઓને લગ્ન કરવા તૈયાર ન હતા પણ મારી જીદ પર અમારા લગ્ન થઈ જાય છે પણ ત્યારે એક દિવસ મને કહે છે કે હું તને ખૂબ પ્રેમ કરુ છું ,પણ મારા દેશ કરતાં વધુ નહીં. મારી જાન એક રેતી જેવી છે તે કયારે હાથ માંથી સરકી જાય તે કોઈ ને ખબર નથી. ત્યારે મે વાયદો કર્યો હતો કે કંઈ ની મારો પ્રેમ કોઈ દિવસ તમારા દેશપ્રેમ વચ્ચે નહિ આવે અને આજે પણ આ વાયદો હું નિભાવુ છું બસ મને ખબર છે કોઈ દિવસ જયપાલ નો પૂરેપૂરો પ્રેમ ના મળે, પણ મને ફક્ત તેની સાથે જોડાયેલી તમામ યાદ સાથે જીંદગી વિતાવવા તૈયાર છું . મને એટલી જ ખબર છે કે તેઓ મને પ્રેમ તો કરે છે ભલે થોડો ઓછો, મને મારા આ નિર્ણય પર કોઈ અફસોસ નથી. મને કોઈ અપેક્ષા પણ નથી. પણ જયપાલ એક વચન મંને આપે છે . કે એક ભેટ આપે છે અને તે મારા માટે ખૂબ અનમોલ છે. તે કહે છે કે જયાં સુધી મારા શરીરમાં શ્વાસ છે, ત્યા સુધી એક લાલ ગુલાબ એ મારા પ્રેમ રૂપી દર રોજ પહોચતું રહેશે. અને આ વચન નું પાલન છેલ્લા આંઠ વરસ થી કરે છે .અને એ ગુલાબ દરરોજ આવે છે અને કદાચ એટલે હું જીવુ છું. મને ખબર છે . આ ગુલાબ કોઇ ના થકી આવે છે. પણ કોઈ દિવસ કંઈ પૂછયું નથી . મારા માટે એટલું મહત્વ નું છે કે જયપાલ ગુલાબ રૂપી પ્રેમ દર રોજ મોકલે છે. આજ અમારો પ્રેમ છે!!!!!!!
અે,,, જ્યારે પણ આવે ત્યારે મારા માટે ગુલાબ ના ફુલો ની વેણી લઇ ને આવતા હોય છે.અમારા પ્રેમ આ ગુલાબ ખૂબ ખાસ છે.
( પ્રકરણ 3 )
તેમણા વિષે વિસ્તૃત માં કહું તો એક દેશપ્રેમ તરીકે ફરજ બજાવતાં બજાવતાં ધણુ ગુમાવી દીધુ છે . તેઓ ના પગ આજે પણ થાંકતા નથી આજે પણ અડીખમ છે .તેઓ એ દેશપ્રેમ માટે એમની મમ્મી ના અંતિમ દિવસે પણ આવી ના શક્યા. અને મોત અને જીંદગી વચ્ચે સંઘર્ષ કરી રહ્યા હતા . ( મે શાંતિ થી પૂછયું શું થયું હતું) તમને યાદ છે થોડા સમય પહેલા દેશ માં આતંકી હુમલો થયો હતો (મે કહયું હા તેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા અને કેટલાક લોકો શહીદ થઈ ગયા હતા) હા, ત્યારે મારા સાસું પણ તેઓ ના દિકરા ની વિરહ ની વેદના સહન ના કરી શકયા અને અને તેઓ એ અંતિમ શ્વાસ લીધો હતો, તેઓ ઘણા સમયથી બિમાર હતા ત્યારે તેમની છેલ્લી ઘડીએ એ ઇચ્છા હતી કે તેઓ જયપાલ ને જોય,ત્યારે તેઓ ને ખુબ પત્ર લખ્યા અને તેઓ આવવા તૈયાર થાય છે કે અચાનક દુશ્મન દેશની સરહદે થી હુમલા ચાલુ થાય છે,અને દેશ માં આંતકી હુમલો કરવામાં આવ્યો હતો. ઘણા લોકો ઘાયલ થયાં, બાદ તેમણે જણાવ્યું કે તેઓ આવી ના શકે અને તેઓ પોતાની જાતને અસલામત કરી ને પણ દેશ ને વિનાશકારી ગોળીબાર થી બચાવે છે , તે વખતે તેઓ પણ ખૂબ ઘાયલ થયા હતા, શરીર ના અંગ પર બધે ગોળીઓ ખાઈને આત્મહત્યા જેવી સ્થિતિ સર્જાઇ હતી. અને તેમાં પણ ડોક્ટર મળે તેમ ન હતા તેમ છતાં તેઓ લડે છે અને છેલ્લાં શ્વાસ સુધી લડે છે અને તેમાં ફક્ત એક જ ઉમ્મીદ થી તેઓ નો જીવ બચી જાય છે ત્યારે આખો દેશ દુવા માગવા ભગવાન પાસે જાય છે અને એક બાજુ તેઓ બચે છે અને અહીં તેમના મમ્મી શ્વાસ છોડે છે, એવી પરિસ્થિતિ ઉભી થઇ જાય છે કે શું કરીએ, આ પ્રસંગે અમારા ઘર માં એક અશાંતિ સર્જી હતી. અમારી હાલત ગંભીર થઈ ગઈ હતી મને આજે પણ તે રાત યાદ છે, કે કે એક તરફ ગંભીર માં - બાળક, મારી સાસું ના મોઢા પર જયપાલ ની વિરહ ના આંસુ મને આજે પણ દેખાય છે .
( પ્રકરણ 4)
આટલું બોલતા તો તેઓ ફુટી ફુટી ને રડે છે અને મે કહ્યુ શાંતિ રાખો એક દિવસ જયપાલ જી આવશે હું તમને એક વાત કહુ હું આજે મારી પત્ની ની વેદના સમજાય છે મારી પત્ની ની હંમેશા એક જ ફરિયાદ કર્યા કરે, તમારો સમય જોઈએ છે તમારો સાથ જોઈએ છે, એટલે તેને એક વાર આત્મહત્યા કરવા ની કોશિશ કરી હતી પરંતુ સમય પર બચી ગઈ. એમ તો પત્રકાર ને બધી સમજ પડતી હોય પણ હું પણ એક પત્ની વેદના સમજી ના શકયો. પણ આજે હું પોતાને ખુબ ખુશનશીબ માંનુ છું કે મંને આ વાત જાણવા મળી .અને જયપાલ સિંહ યાદવ વિશે વધુ માહિતી મળી આ હોસ્પિટલમાં આવી ને મારી જીંદગી બદલાઈ ગઈ. થોડા દિવસ સુધી ચાલ્યા કરે છે અને પછી મારી અને એમના પત્ની ની એક સારી દોસ્તી થઇ જાય છે . એક વાર ફરી જયપાલ ના પત્ની મને ઘરે બોલાવે છે અને કહે છે કે જયપાલ નો બે દિવસ પહેલાં પત્ર આવ્યો છે કે તેઓ આવે છે થોડા સમય માં ઘર માં ખુશી છવાઈ ગઈ. અને તે સમયે જયપાલ ની પત્ની મીઠાઇ લઇ ને આવે છે, ત્યારે અચાનક પડોશી આવે છે અને રેડિયો દ્વારા એક વાત સંભળાવે છે. આ સાંભળીને ને આ મહેફિલ માં એક ઉદાસી છવાઈ ગઈ. એક તરફ જોર જોરથી રડવા નુ શરૂ થઈ ગયું. રેડિયો સ્ટેશન ખાતે એવુ માનવામાં આવે છે કે બોડૅર પર હુમલો થયો છે અને કેટલાક ભારતીય સૈનિકો શહીદ થઈ ગયા છે. આતંકવાદી ની ઘૂસણખોરી અટકાવવા માટે ઘણા ધાયલ થઇ ગયા અને કેટલાક શહીદ થઈ ગયા છે. એમા પણ કૅપ્ટન શ્રી - જયપાલ સિંહ યાદવ એ લડતા લડતા શહીદ થઈ ગયા છે. અને આ સમાચાર આવ્યા એટલે આખા દેશમાં એક આગ ફાટી નીકળી હતી અને એક રોષ ફેલાયો હતો. સન્નાટો છવાઇ ગયો હતો જ્યારે અન્ય લોકો ઘરની સામે આવી ને રડવા માંડ્યા, ઘર માં એક અશાંતિ અને માતમ છવાઈ ગયો હતો. કોઈ ને કંઈ ભાન હતુ નહી, બઘા જ જોર જોરથી રડે છે .તેમણા પત્ની એ દરવાજા પાસે બેસીને રાહ જોઈ છે. ત્યારે શાંતિ ના માહોલ વચ્ચે બીજુ બાળક પહેલી વખત કંઈ બોલે છે અને તે પણ જયપાલ શબ્દ બોલે છે. બઘા એક દુઃખ માં ઉતરી જાય છે ત્યારે આખુ શહેર પોલીસ દ્વારા સહિત તમામ જયપાલ શ્રી નું શરીર લઇ ને આવે છે. તેમણા શરીર પર તિરંગો પહેરવવા માં આવેલો હતો. આમ જયપાલ શ્રી આવશે તેમ તેઓ એ કદાચ સપના પણ વિચાર કર્યો ન હતો. મે આ પ્રસંગે ઉપસ્થિત છું પણ આ જોઈ ને મારા આંખ માંથી પણ આંસુ સરી પડ્યા. જ્યારે તેમના પત્ની તો કંઈ બોલે એવી હાલતમાં જ ન હતા, બધા એક પછી એક આવી ફુલો મુકે છે, ત્યારે એકદમ જોર થી રડે છે અને કહે છે મે મારો વાયદો પુરો કયાઁ, મારો પ્રેમ તમારા દેશપ્રેમ વચ્ચે આજે પણ નથી આવ્યો પણ મારો પ્રેમ હારી ગયો,, હારી ગયો,,, હારી ગયો,,,, બોલતા બોલતા તે બેહોશ થઇ જાય છે, પછી તેમના શરીર ને લઇ જવામાં આવે છે અને આખો દેશ શ્રધ્ધાંજલિ આપે છે, બીજા દિવસે તેમણા પત્ની એ ગુલાબ નું ફુલ લઇ ને તેમની કબર પર જાય છે, મે એટલુ જોયુ કે તેઓ એકલા દર રોજ જાય છે અને તેમાં પણ એક ગુલાબ સાથે તો પુછ્યું, તો તેઓ કહે છે કે જયપાલ અત્યાર સુધીમાં ગુલાબ મોકલે છે અને હવે મારો વારો તેઓ દુર થી મોકલતા હતા અને મારે તો ઘર થી કબર સુધી જ જવાનુ છે. આ સાંભળીને ને મે થંભી ગયો, તેમણા આ વાક્ય એ મારુ હદય ચીરી નાખ્યું.
(પ્રકરણ 5)
આ વાત ને વર્ષો વિત્યા બાદ એક દિવસ મારા ઘરે પત્ર આવે છે અને તે જયપાલ ના પત્ની નો હોય છે, આજ સુધી માં અમારા સંબંધો વધુ ગાઢ બની ગયા હતા, અને કદાચ અમારી ઉંમર થઈ ગઈ હતી, જયપાલ શ્રી, ના બાળક પણ મોટા થઈ ગયા, મે આ પત્ર ખોલ્યો ત્યારે પહેલા તો અજ્ઞાન રૂપી આ અક્ષર ના ઉકેલાયા, ત્યારે હું બો માઠાખુત કરી અક્ષર સાથે પછી મારી પત્ની એ ચશ્મા પહેરાવીયા અને પછી વંચાયુ ત્યારે મને લાગે છે કે સાચે મારી ઉંમર થઈ ગઈ છે, અને યાદ -શક્તિ પર પણ અસર થઇ છે. આટલા વર્ષો માં મારી અને મારી પત્ની વચ્ચે ના સંબઘ માં ખુબ ખુબ સુધારો આવ્યો છે અને તે મારી મિત્ર બની ને સાથ અાપે છે કદાચ હવે તો દેખાતુ પણ નથી. મે આ પત્ર ધુજતા હાથે પકડ્યો અને મે જોયુ તો પત્ર એ એ ખૂબ વય ધરાવતા લોકો એ લખ્યો છે અને પછી યાદ આવ્યું કે આ વખતે પત્ર તો જયપાલ શ્રી ના પત્ની લખ્યો છે અને અક્ષર પણ ઉકેલાય તેમ ન હતા તેમ છતાં તે વાંચ્યો અને આ વાચતા મારા પગ જમીન ઉપર ફેકાય ગયા, તેમાં લખ્યું હતું કે
(......................... હું જયપાલ ની પત્ની છું અને હું,, મારા જયપાલ ને શોધવા જાવ છું મારુ આખુ જીવન તેના વગર જીવી ને બતાવ્યુ, પણ હવે નહીં,,, ના મારે હવે મારો પ્રેમ જોઇએ અને અને હું તમને કોઈ જગ્યા શોઘી લઇ અરે હવે તો હું થાકી ગઈ મારી આંખો સુકાઈ ગઈ, હા સુકાઈ ગઈ, જયપાલ ને ખબર નથી પડતી કે આટલુ કોઈ મોડુ કરે, હું જાવ છું અને શોધી ને લઈ આવીશ,, ................)
આ વાંચી તરત મે અને મારી પત્ની બંને જયપાલ ના પત્ની ને શોઘવા ગયા, અમને આશા હતી કે તેઓ એકલા પણ તેમણી કબર પર ગયા હશે પણ ત્યા ગયા તો અમને એક ગુલાબ નું ફુલ અને એક ચિઠ્ઠી મળી, મે તે ચીઠ્ઠી વાંચી તો મને ચેન ના પડયો,,,,,,,,, તેમાં લખ્યું હતું કે
(....... જયપાલ હું તમને અહી છેલ્લી વાર મળુ છું કારણ કે હું તો તમારી પાસે આવુ છું અલવિદા,, કદાચ પાછા એકવાર ફરી મળી શું??? અંતે તમારી પત્ની .......)
તથા ત્યારે એક ખબર પડી કે એક મહિલા બાજુએ આવેલા મંદિર માં અચાનક બેહોશ થઇ ગઈ છે અને તરત અમે પણ ત્યા ગયા તો તે મહિલા જયપાલ ના પત્ની હતા, અને અમે પહોંચીયે તે પહેલાં તેઓ જયપાલ, જયપાલ,,,,,, બોલતા બોલતા શ્વાસ છોડે છે,,, અને આંખ બંધ કરે છે. જ્યારે તેઓ ના હાથ માં વર્ષો પહેલાં નો જયપાલ શ્રી નો છેલ્લો પત્ર હતો અને એમા પણ એક જ વાક્ય હતુ ,,,,
( હું આવુ છું ખૂબ જલ્દી,,,,,,,,
તારો જયપાલ,,,,,,,, )
♥♥♥
આ હોસ્પિટલમાં દાખલ થયા બાદ આ વાતાઁ કદાચ આજે પૂરી થાય છે મારી આખી જિંદગી આ રચના પાછળ કાઢી અને મારા માટે ગર્વની વાત પણ છે અને મને ખબર પડી કે એક સાચો પ્રેમ શું છે, એક સાચી લાગણી શું છે, અને એક સૈનિક આપણી રક્ષા કરવામાં ઘણુ મોટુ બલિદાન આપે છે અને સૈનિકો આપણા રક્ષક બન્યા રહે છે તેઓ ને એક સલામ કરુ છું અને તેઓ ની પત્ની જે ખૂબ સાથ આપે છે તેમણે પણ વંદન,,,, અને આજે મારી આ રચના પુરી અને જીંદગી પણ ગમે ત્યારે હાથ છોડે ♥♥♥
~♥~~♥~~♥~~♥~~♥~~♥~~♥~~♥~~♥~~♥~~♥
"हर लम्हा तुजे याद किया ।
हर लम्हे को तेरे नाम किया।
तु ना सही पर तेरी यादें मेरे साथ है ।
हर लम्हा लम्हा तुजे याद किया।
(▄︻̷̿┻̿═━一 આ વાતાઁ ના બધા પાત્ર કાલ્પનિક છે.)
❤❤Richa modi ❤❤