કોલ સેન્ટર (ભાગ-૨૮) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોલ સેન્ટર (ભાગ-૨૮)

હું આજની રાત તારી પાસે આજ હોટલમાં રેહવા માંગુ છું.શાયદ મારુ મન ફરી પણ જાય.તારી સાથે રહેવા હું "હા" પણ પાડી દવ,જો તને મંજુર હોઈ તો.


*********************************

હા,વિશાલ મને મંજુર છે.તું અહીં રહી શકે છો.પાયલ ખુરશી ઉપરથી ઉભી થઈને બેડ પર જઇને મોટે મોટેથી રડવા લાગી.મારી જ ભૂલ છે વિશાલ મને બધું જ સમજાય ગયું.મેં તારા પર ગુસ્સો કરી તને ખૂબ દુ:ખ આપ્યું,મને માફ કરી દે.

ઘણો સમય થઇ ગયો હતો ક્યુબન પાર્કમાં.ત્યાંનું માછલી ઘર જોઇને અમે ફરી હોટલ પર જવા અમે રવાના થયા.ધવલે ટેક્સી કરાવી અને થોડીજવારમાં હોટલ પર આવી ગયા.સાંજનું ડિનર લઇ અમે અમારી રૂમમાં ગયા.આજ બહાર ફરીને આવી બધા થાકી ગયા હતા.

રાત્રીના અગિયારને દસ થઇ ગઇ હતી.માનસી આજ થાકી ગઇ હતી.તે શું કરી રહી છે તેનું પણ તેને ભાન હતું નહીં.તેણે ફોન હાથમાં લીધો ત્યાં જ વિશાલસરનો મેસેજ આવ્યો.હું આજે પાયલની હોટલ પર છું.પાયલ મારી બાજુમાં જ છે,આજ હું તારી રૂમમાં નહિ આવી શકુ,જો બની શકે તો ફોન કે મેસેજ ન કર તો સારું રહેશે.

માનસી એ મેસેજ જોઇને ફોનનો બેડ પર ઘા કર્યો.મને ખબર છે તે શા માટે ગયો છે.આ બધા પાયલના જ કામ છે,કાલ સવારે આવીને મને કહેશે હું તારી સાથે લગ્ન કરવા નથી માંગતો.પાયલ મારા વગર નહિ રહી શકે માનસી..!!!માનસીની એક પછી એક ચિંતા વધતી જતી હતી.

આ બાજુ ધવલ હજુ પણ માનસીના પ્રેમમાં પાગલ હતો.તે માનસી ના દર્દને જોઇ શકતો ન હતો.બાથરૂમની બારી માંથી માનસીને બે દિવસથી રડતી જોઇ રહ્યો હતો,પણ તે કહી કરી શકતો ન હતો.

રાત્રીના ચારને ત્રીસ થઈ ગઇ હતી.અચાનક કોઈએ માનસીનો દરવાજો ખટખટાવ્યો માનસી દરવાજે પાસે જયને દરવાજો ખોલ્યો.તો સામે વિશાલસર હતા.

અત્યારે આ સમયે શા માટે મારી રૂમમાં તું આવ્યો છે.કોઈ જોઇ જશે,મને અને તને કોઈ નહિ જોઇ શકે.તું મારી વાત સાંભળ હું પાયલને અત્યારે છૂટાછેડા નથી આપી રહ્યો.હું હજુ થોડો સમય તેની સાથે રહેવા માંગુ છુ.હું તને પણ ખૂબ પ્રેમ કરું છુ.હું તારી સાથે લગ્ન પણ કરવા માગું છું,પણ આપણે પાંચ છ મહિના વાટ જોવી જોઈએ,એ પછી આપણે બંને લગ્ન કરી લેશું.

મને ખબર હતી વિશાલ તું પાયલની માયાજાળમાં આવી જશ,અને મારી પાસે આવીને કહશ કે હું પાયલ સાથે રહેવા માંગુ છું,મને ખબર હતી કે તું ફક્ત મારા શરીરને પામવા માંગતો હતો.મારા શરીરને પામી તું મારાથી દૂર થઈ જશ એ પણ હું જાણતી હતી અને આજ એવું જ થયું.હું તને આજ પણ ખૂબ પ્રેમ કરું છું વિશાલ.આજ મારી અને તારી પાસે લગ્ન કરવાનો મોકો છે,તો તું ફરી પાયલ સાથે જવા માંગે છે.હું તારા ચક્રવ્યુને હવે જાણવા લાગી છું વિશાલ.

પણ માનસી મેં ક્યાં તને કહ્યું કે હું તારી સાથે લગ્ન નહિ કરું..!!!!હું પણ તને પ્રેમ કરું છું.હા,તો પ્રેમ કરે છો શા માટે પાયલ સાથે ફરી જઈ રહ્યો છે.તારી પાસે મોકો છે,મારી સાથે લગ્ન કરવાનો તો કરને મારી સાથે લગ્ન.શા માટે મારાથી દૂર ભાગે છે.

મને ખબર છે વિશાલ તું હજુ છ મહિના મારા શરીરનું સુખ માણવા માંગે છે,અને એ છ મહિના પછી જેમ કોઈ કૂતરાને ઘરેથી લાત મારીને ભગવી દે તેમ તું મને લાત મારી દશ.મને એ પણ ખબર છે કે તું હવે મારી સાથે પ્રેમનું નાટક કરી રહ્યો છે.હું તારી વાતમાં આવાની નથી.

માનસી તું મારી વાતને ગલત સમજે છે,મારો કહેવાનો અર્થ એ નથી પણ જો પાયલ આપણા બંનેની મેડીકોલ કોલસેન્ટર વાળી રાસલીલા બહાર પાડી દેશે તો આપણે બંને બરબાદ થઈ જશું.

અરે ભાડમાં ગઇ તારી મેડીકોલ કોલસેન્ટર વાળી રાસલીલા..!!!!શું થઈ ગયું બહાર પાડી દીધી તો?આખા વિશ્વને ખબર જ છે આ કપડાની નીચે શું છે.
આ બધી જ મોહ માયા છે.આ બધું બિસ્તર સુધીની માયા છે.જાદુગરના ખેલ જોયો છે તે કયારેય,એ પહેલાં ડાકલું વગાડી નાના નાના ખેલ દેખાડે અને છેલ્લે સાપ દેખાડે અને બધા પાસેથી પૈસા પડાવી લે.
જાદુગરની આજુબાજુ બધા જે ઉભા હોઈ તેને સાપ જોવાનો જ ઇન્તજાર કરતા હોઈ પણ જેવો સાપ જાદુગર દેખાડે તેવા બધા ત્યાંથી ફરાર થઈ જાય.આ જાદુગર જેવું જ તે મારી સાથે કર્યું છે.

મેં બોવ મોટી ભૂલ કરી વિશાલ તને લગ્ન પહેલા જ સાપને દેખાડી દીધો.નહિ તો આજ પણ તું મારી પાછળ ફરતો હોત એ સાપની રાહમાં,પર જો બિત ગયા ઓ બિત ગયા ક્યાં અફસોસ કરને કા..!!!પણ હવે એ નહિ બંને ભલે હું તારી છ મહિના વાટ જોશ,પણ હું તને મળીશ પણ નહિ.છ મહિના પછી લગ્ન માટે બંને મળીશું.હું પણ જોવ છું કે તું મને કેવો પ્રેમ કરે છે.જો તું મને પ્રેમ કરતો હશ તો છ મહિના પછી સામે આવીને કહશ કે માનસી હું તને ખૂબ પ્રેમ કરું છુ,હું તારી સાથે લગ્ન કરવા માગું છું.હું એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર તારી સાથે લગ્ન કરવા ત્યાર થઈ જશે.

નહિ માનસી તું મારી સાથે એવું ન કર.હું તો તને દરરોજ મળીશ..!!મળીશું વિશાલસર આપણે દરરોજ મળીશું કોલસેન્ટરમાં પણ એકબીજા સાથે વાત કે એકાંત નહિ.

***********ક્રમશ**************


લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup)