લવ બ્લડ - પ્રકરણ-26 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

લવ બ્લડ - પ્રકરણ-26

લવ બ્લડ
પ્રકરણ-26

વેણી ખરીદીને સુધાંશુ ઘર તરફ સાયકલ ચલાવી રહ્યો. દારૂનું વેચાણ થતું જોઇ લલચાયો પણ મન મક્કમ કરીને નીકળી ગયો. "ઘણાં સમયે તમારુ સ્મિત જોયુ છે તમારો વિરહ સાલસે ઘરે આવી જજો કંઇ નથી લાવવાનું અને એણે પેડલ ઝડપથી મારવા માંડ્યાં અને એણે જોયું સામે ટર્નીંગ પરથી સૂચીત્રા એનાં પતિ સૂરજીતરોય સાથે ગાડીમાં જઇ રહી હતી.
જેવું જોયું એવીજ નજર પાછી વાળી લીધી અને સ્વસ્થ થઇ ગયો.સૂચીત્રાનાં લગ્નની કંકોત્રી સ્વીકારતાં એને સૂચીત્રાનાં શબ્દો યાદ આવી ગયાં. સુધાંશુ બાબુ તમારી કવિતાઓ અદભૂત હોય છે એમાં ધરબાયેલું તત્વ પણ ખબર છે મારી પણ સીમા છે અને હું બીજાને ચાહુ છું આશા રાખુ કે આપણી દોસ્તી યાદ રાખી કાયમ હસ્તાં ખીલતાં રહેશો અને કવિતાઓ લખતાં રહેશો. તમે પણ તમારી કવિતાઓની પંક્તિઓની જેમ સદાય યાદ રહેશો. બાય...
સુધાંશુ બાઘાની જેમ સાંભળી રહેલો.. સુમીત્રા કંકોત્રી આપીને નીકળી ગઇ અને એનાં હાથમાંથી કંકોત્રી પણ સરકી નીચે પડી ગઇ.. એનાં દીલમાં તોફાન ઉઠયુ અને વિરહની કલ્પના માત્રથી એવો વિચલીત થયો કે સીધો જ દારૂનાં અડ્ડે જઇને નશો કરેલો.
થોડાં દિવસ ચાલ્યુ પછી કુટુબીજનો એ નક્કી કર્યુ કે આની જીંદગી પાટે લાવવા એને પરણાવી દેવો પડશે અને એનાં લગ્ન શાલીની સાથે થઇ ગયાં. સ્વભાવ-ચરિત્રથી શાલીન સુંદર શાલીની એનાં જીવનમાં આવી અને થોડાં વરસો સારા ગયાં રીપ્તાનો પણ જન્મ થયો પછી એક દિવસ અચાનક જ સુમિત્રા રોય રેડીયો પર ગીત માટે આવી રેડીયો બાંગ્લાએ ખાસ પ્રસંગે આમંત્રિત કરી હતી.
ઉધ્ધોષક તરીકે ના હોવા છતાં વહીવટ સુધાંશું પાસે હતો. સુમિત્રાએ ઘણાં સમયે સુધાંશુને મળી હતી અને કહ્યું "કેમ છો સુધાંશુ બાબુ.. કવિતા લખો છો કે કેમ ? તમારી કવિતાનો સંગ્રહ મને આપજો મારે વાંચવો છે અને એમાંથી પસંદ કરીને ગીત કે કવિતા હું ગાઇશ.
સુધાંશુએ કહ્યું "હાં હાં કેમ નહીં મેં આખું એક ગીત સંગ્રહ-કવિતા સંગ્રહ બનાવેલુ છે હું આપીશ.
સૂચિત્રાએ કહ્યું ઓહો અચ્છા ? વાહ શું નામ છે સંગ્રહનું ? સુધાંશુ કહે નામ નથી... બસ સમર્પિત છે. એમ કહીને બીજા દિવસે લાવવાનું વચન આપીને છૂટા પડ્યાં. છૂટા પડતાં સૂચિત્રાએ પૂછ્યુ "સુધાંશુબાબુ લગ્ન કર્યા ? ફેમીલીમાં કોણ કોણ છે ? શું નામ છે મારી બહેનનું ?
સુધાંશુએ કહ્યું "હાં તમારાં લગ્નનાં એક વર્ષ પછી કરી લીધાં શાલિની નામ છે ખૂબ પ્રેમાળ અને સુંદર છે મારે એક દીકરી છે. લાકડી .... તમારે ?
સૂચિત્રાએ કહ્યું "વાહ ખૂબ સરસ ખૂબજ આનંદ થયો. મારાં પતિ ટી એસ્ટેટ કંપનીમાં ચીફ છે અને મારે એક દીકરો છે એનુ નામ છે દેબાંશું... સુધાંશુબાબુ મળીને ખૂબ આનંદ થયો આજે મારાં ગીતનું રેકોડીંગ છે કાલે હું બીજા રેકોડીંગ માટે આવીશ ત્યારે તમારાં ગીત-કવિતા સંગ્રહ મને જરૂરથી આપજો.
આમ બંન્ને છુટા પડ્યાં. એકતરફી પ્રેમમાં પાગલ સુધાંશુ બીજા દિવસે બંન્ને ગીત-કવિતા સંગ્રહ લઇને આવ્યો પણ સૂચિત્રા આવી જ નહીં પછીથી જાણવાં મળ્યું કે એનું ગીત કેન્સલ થયું છે અને એનાં પતિ સાથે દાર્જીલીંગ ગયાં છે.
સુધાંશુ નિરાશ થઇ ગયો પાછો દારૂનાં રવાડે ચઢયો આમ દારૂ પીવો અને નશામાં રહેવું આદત થઇ ગયેલી.
સુધાંશુ બધી યાદો તાજી થઇ પણ ભૂલાવીને શાલીની પાસે ઘરે આવ્યો. શાલીની એમને જોઇને ખૂબજ ખુશ થઇ કે સુધાંશુએ ના દારૂ પીધો છે ના ઉદાસ છે અને એણે જોયુ વેણી લઇને આવ્યો છે એ દોડીને આવી અને વેણી લઇ લીધી અને પોતાનાં લાંબાવાળનાં ચોટલામાં નાંખી.. સુધાંશુ એને નીરખી રહેલો.. સુધાંશુએ શાલીનીને જોઇ અને પોતાનાં હાથ પહોળાં કર્યા.
શાલિનીની ખુશીમાં પાછી આવી ગઇ હતી. દોડીને શાલિની સુધાંશુની બાહોમાં સમાઇ ગઇ. સુધાંશુએ એનાં ચહેરાંને ચુમીઓથી ભરી લીધો બંન્ને જણાં જાણે ફરીથી પ્રેમમાં પડ્યાં હોય એમ સીધાં શયનકક્ષમાં ગયાં અને બંન્ને એકબીજામાં સમાઇ ગયાં. આને પ્રેમઅમૃત બધેજ જાણે વરસી રહ્યું....
રીપ્તા ઘરે આવીને જોયુ તો ઘરનું વાતાવરણ જ સાવ જુદુ હતું આજે ઘરમાં રેડિયો ચાલતો હતો માં ખૂબજ આનંદમાં હતી એનાં લાંબાવાળ ઘણાં સમયે સુવ્યવસ્થિત ઓળાયાં હતાં સરસ ચોટલો ગૂંથાયો હતો એમાં વેણી હતી. આ બદલાવ જોઇને એ આનંદથી નાચી ઉઠી... એ માં ને જોઇને પહેલાં વળગી જ પડી... માં આ શું સરસ પરીવર્તન ? તું કેટલી સુંદર લાગે છે માં ? વાહ અને શાલિની સાચેજ શરમાઇ ગઇ... ત્યાંજ
સુધાંશુએ રીપ્તાને જોઇને બુમ પાડી "દીકરા તું આવી ગઇ ? તને આશ્ચર્ય થાય છે ને ? પણ તારો બાપ સીધી લાઇનમાં આવી ગયો છે બ્રહ્મજ્ઞાન થઇ ગયુ છે કલ્પનાઓનાં સાગરમાં દુઃખ-ઉદાસી-આનંદ લૂંટવામાં જીંદગી બરબાદ કરી.. પણ હવે નહીં હવે સાચું જીવવું છે તને અને તારી માં ને ખૂબ આનંદમાં રાખવાં છે મારુ છે કોણ બીજુ ? તારી માં એ ખૂબ સહ્યું છે. આ ઘરમાં દારૂનાં વ્યસને કકળાટ કંકાસ જ આપ્યો છે હવે નહીં.
મારી દીકરી તું પણ નિશ્ચિંત થઇને ભણ.. હું ભલે સાયકલ પર ફરુ છું પણ આવતી તારી બર્થડે નાં દિવસે તને એકટીવા મળી જશે. તારે કોઇની મદદ નહીં લેવી પડે એ નક્કી.
રીપ્તાતો પાપાને વળગી જ પડી પછી બોલી નહીં પાપા તમે એક્ટીવા લો કે બાઇક તમારે સાયકલ ચંલાવીને નથી જવાનું હવે તમે વાહન મોટુ ચલાવો. મારે ચાલેશે.
સુધાંશુએ કહ્યું "દીકરા આપણી સ્થિતિ ઓકે જ છે હવે વધારે ઓકે થશે. મારુ પ્રમોશન પણ પાકુજ છે પણ મારી ટેવોને કારણે અટકેલુ હવે નહીં અટકે... એ પ્રમોશનમાં તો હું ગાડી લઇ શકીશ. એમ કહીને હસવા લાગ્યો.
રીપ્તા પાપાને વળગીને વ્હાલ કરતી રહી. સુધાંશુએ સજળ આંખે કહ્યું "દીકરા હું તારો બાપ હવે જાગ્યો છું લાંબી નીંદ્રામાંથી હવે તમારુ ધ્યાન રાખીશ.. મારાં ભાઇએ મારુ ઘર સાચવી લીધુ હતું એ સાચાં અર્થમાં મારો લક્ષ્મણ છે એનો પણ આભાર માનવાનો છે અને ત્યાંજ સુજોયનો ઘરમાં પ્રવેશ થયો....
************
દેબાન્શુ અને નુપુરે બંન્ને નુપુરની સાયકલ પાકીંગમાં મૂકીને કોલેજની બહાર નીકળી ગયાં. એની બાઇક જાણે હવામાં ઉડી રહી હતી અને બંન્ને યુવાન હૈયા પણ પ્રેમમાં ઉડી રહેલાં. નુપુરે સંકોચ છોડીને દેબુને વળગી ગઇ હતી દેબાન્સુએ બાઇકની સ્પીડ વધાળા કહ્યું "એકદમ ચૂસ્ત વળગી જા બીલકુલ આપણી વચ્ચે જગ્યા ના રહેવી જોઇએ ના દીલમાં અંતર..
નુપુર ચૂસ્ત વળગીને બોલી ""એય લૂચ્ચા લવ યુ કહીને દેબુનાં કાન કરડવા માંડી. દેબુએ કહ્યું એય મીઠી તું મને આમ સળીઓ ના કર પછી પ્રેમને પ્રચંડ હુમલો તું ખમી નહીં શકે કે નહીં સહી શકે. આમેય તું આમ ચુસ્ત વળગી છે એટલે તારાં બુબ્સ મને મીઠો મીઠો પોચો પોચો સ્પર્શ આપીને મારી જવાનીને લલકારી રહી છે મારી અંદરનો રાક્ષસ જાગી રહ્યો છે.
નુપુરે થોડાં દૂર થતાં કહ્યું એય લૂચ્ચા આવુ ના બોલ તો વળગીશ નહી.. પણ મનેજ નહીં ચાલે એમ કહીને ફરીથી ચૂસ્ત વળગી ગઇ. બોલી જેને જાગવું હોય એને જાગવા દે હું શાંત કરી દઇશ. ચિંતા ના કર મારી અંદરની આગ તારી આગને ઠારી દેશે..
દેબુએ કહ્યું "વાહ તો તો મેં દિશા સાચી જ પકડી છે આગળ 15 કિમી પહોંચીશું ત્યારે મસ્ત ડુંગરા અને જંગલ જ આવે છે ત્યાં કોઇ સરસ જગ્યા જોઇને આપણે.....
નુપુરે ચૂંટીયો ખણતાં કહ્યું "બસ આવા લૂચ્ચા લૂલ્ચા વિચારોજ આવે છે મારાં લૂચ્ચાને.. પણ કંઇ નહી તુ જે પ્રેમ કરે હું કરીશ તને કરવા દઇશ આજે તો એવું મન છે ને કે હુ તને મારી જાત લૂંટાવી દઊ મારાં પિયુ.
દેબુએ કહ્યું "વાહ ક્યા બાત હૈ ચેક જલ્દી પાસ થઇ ગયા વાહ વાહ ખાતું મારું ઉભરાઇ ગયુ પ્રેમથી એય નુપુર આઇ લવ યુ માયે ડાર્લીગ. હમણાં જ પરિચય થયો હમણાં મુલાકાત. પછી ઓળખાણા પ્રેમ પછી આકર્ષણ ખેંચાણ પછી થઇ કબૂલાત અને આજે તો સમર્પણ...
નુપુર સાંભળીને શરમાઇ ગઇ ફરી ચૂસ્ત વળગી ગઇ.
વધુ આવતા અંકે ---પ્રકરણ-27