Love Blood - 25 books and stories free download online pdf in Gujarati

લવ બ્લડ - પ્રકરણ-25

લવ બ્લડ
પ્રકરણ-25
સુધાંશુની સાયકલની ચેઇન ઉતરી સાથે સાથે યાદોની ગતિ ઉતરી - સ્થિર થઇ ગઇ. એણે ચેઇન ચઢાવી અને વાસ્તવિકતામાં આવ્યો પોતાની યાદોને ખંખેરી અને કચેરી તરફ આગળ વધ્યો. કચેરીનાં કમ્પાઉન્ડમાં સાયકલ મૂકીને એ અંદર ગયો.
એજ આકશવાણી ભવન, એજ એનો રૂમ એની બાજુનાં રૂમમાં હવે નવા માણસો છે પણ એ રૂમમાં જૂની યાદો છે એ પોતાનાં ટેબલ પર આવીને બેઠો.. આજે કામ શું કરુ ? ઘણાં સમયથી કચેરી આવતો જે કંઇ કામ હોય એ રસવિહીન થઇ કરી લેતો. એની કવિતાઓમાં એ ઉઠાવ નહોતો નહોતો કોઇ ભાવ.. કેટલાય સમય સુધી દુઃખ અને વિરહનાં આર્ટીકલ, પુસ્તકો, વાર્તાઓ લખતો રહેતો.
ઉધધોષક તરીકે છેલ્લાં 3 વર્ષથી કામ નહોતું સોંપતાં એની જીભ લથડાતી.. દારૂનાં વ્યસને એને ખરાબ કરી નાંખેલો આજે આટલો સ્વસ્થ અને નશા વિહીન જોઇને બધાને ખુશી અને આર્શ્ચય થઇ રહેલું એની બાજુમાં કર્મચારીથી રહેવાયું નહીં બોલ્યો જ "અરે સુધાંશુબાબુ આપ આજે કંઇક જુદા જ દેખાવ છો.. સારાં લાગો છો.. સારાં મૂડમાં છો.
સુધાંશુબાબુ ઘણાં સમયે તમને આવાં મૂડમાં જોયાં છે થઇ જાય કોઇક નાની કવિતા.. કહોને..
સુધાંશુએ પ્હેલાં આનાકાની કરી પણ સ્ટાફ મિત્રોનાં આગ્રહથી કહ્યું "જે સ્ફુરે એ કહું છું ભૂલ થાય માફ કરજો.
વીતી ગયેલી ક્ષણોનો પણ ઠાઠ છે.
એમની યાદોનો ખજાનો અકબંધ છે.
શબ્દો પણ આજે સ્વયં સ્ફૂરી આવે છે.
આ કમાલ પણ એમની યાદો થકી છે.
જીવવું ફરી શરૂ કર્યુ પ્રેમની અસર છે.
છાયામાં એમની કોઇકને જીવન છે.
એજ રૂપ અદા શાલીનીમાં બહુજ છે.
ભૂલી બધુ દીલ જીવવાનું કારણ શોધે છે.આખો સ્ટાફ વાહ વાહ કરીને ઉભો થઇ ગયો.
જૂના કચેરી મિત્રોને તો બધીજ ખબર હતી એમની પણ યાદો સુધાંશુ અને સુચિત્રાની તાજી થઇ ગઇ. એક સીનીયર મિત્ર બોલી ઉઠ્યો. સુધાંશુબાબુ આજે ઘણાં વર્ષો પછી તમને એજ તેજમાં એજ રચનાને યાદ કરાવી ગયાં. વાહ વાહ.. તમે મન વાળીને શાલીનીદીદીમાં જોયુ હવે કવિ સંભલી ગયાં.. નવી રચનાઓ જરૂર સંભાળવજો.
કર્મચારી મિત્રએ શાલીનીનાં ઉલ્લેખ કર્યો અને સુધાંશુનાં ચહેરાં પર મ્લાન સ્મિત આવી ગયું. એને કંઇક કહેવા માટે મોં ખોલ્યું.. શબ્દો જીભ સુધી મુખે આવ્યાં પણ બોલ્યો નહીં.
સુધાંશુએ આજે આખો દિવસ ઓફીસમાં ખુશમાં કાઢ્યો. આજે દરેક ઓરડાની દિવાલોને સાક્ષી રાખીને બધી જૂની યાદો તાજી કરી લીધી. એને યાદ આવ્યું.
સુચિત્રાજી આજે હું એક પ્રેમ મુક્તક લઇને આવ્યો છુ મને આશા છે આપને પસંદ આવશે. સુચિત્રાએ કહ્યું ઓકે તમે મને સંભળાવશો કે ટેબલ પર મૂકીને જવાનાં કાયમી જેમ.
સુધાંશુએ કહ્યું - "કેમ કાયમની જેમ એવું પૂછો છો ? સુચિત્રા કહે તમને મેં કહેલું કે તમારી રચના તમારે અહીં રજૂ કરવાની હું સાંભળી લઊં પછી પ્રસારિત કરવાની પણ તમે તો ટેબલ પર મંજૂરી માટે મૂકીને જતાં રહો છો સંભળાવતા નથી.
સુધાંશુ થોડો અચકાયો.. બોલવુ હતું પણ નીકળી શક્તું નહોતું એણે આંખો નીચે કરીને કહ્યું દરેક કવિતા રચનાની પ્રેરણા બસ તમેજ છો. હું આપનું મુક્તક રજૂ કરુ છું એમ કહીને પ્રેમ મુક્તક રજૂ કર્યું.
સુચિત્રાએ જોયુ મુક્તક રજૂ કરતાં સુધાંશુ ભાવવાહી થઇ ગયેલો આંખમાં આંસુના ટશર ફૂટેલા હતાં. કવિતાનું હાર્દ એવુ હતુ કે કવિની પ્રેમ સાથે સાથે પ્રેમિકા માટેની ફરિયાદ હતી.
સુચિત્રાને દીલમાં અસર કરી ગયુ મુક્તક એણે કહ્યું "કવિ કેમ આટલું કરુણ મુક્તક ? મારી આંખો ભીંજાઇ ગઇ.
સુધાંશુ એ કહ્યું "કેમ તમને ખબર ના પડી મારો પ્રેમ અને મારી ફરિયાદ ? તમને ખબર છે ? પ્રેમ એ સ્વયં સ્ફૂરે છે કરવો નથી પડતો. મોહમાં અધિકાર અને અપેક્ષા જાગે છે. જ્યારે દીલમાં રહેલી કરુણા જાગ્રત થાય ત્યારે પ્રેમ થાય છે. પ્રેમ સાથે મોહ નહીં કરુણા પરોવાયેલી છે એ નિર્મળ છે એજ સત્ય છે એજ ઇશ્વર છે જે સ્વયંભૂ છે.
અને મારી કવિતા કે મુક્તકે લખાય છે દીલની કરુણા થી એની લાગણીથી જેની પ્રેરણા તમે છો.. તમે છો. તમે છો..
સુચિત્રા સુધાંશુને સાંભળીજ રહી એની આંખો વિસ્ફારીત થઇ આંખોમાં આંસુ ધસી આવ્યાં એણે કહ્યું "કવિ સંભાળો તમારી જાતને તમારાં મન દીલને.. કવિતા ખૂબ પ્યારી છે તમે ખૂબ સરસ લખો છો ખૂબ પ્રેમાળ અને સાચાં સારાં માણસ છો તમને પસંદ કરવાં એ કોઇનું પણ અહોભાગ્ય જ હોઇ શકે...
હું કલા-કવિતા-ગીત-સંગીત પ્રેમી છું... પણ મારું વેવીશાળ નક્કી થવાનું છે રોય ફેમીલીમાં.. મને તમારાં માટે ખૂબ માન છે લાગણી છે. પણ માફ કરજો તમારું દીલ દુખાવું છું તમારી કરુણા અને પ્રેમ કબૂલ કરી શકું એમ નથી.
બસ એજ ઘડી એજ ક્ષણ અને સુધાંશુનું દીલ તૂટી ગયું પ્રેમની દુનિયામાં આગ લાગી ગઇ બધુજ ખલાસ બરબાદ થઇ ગયુ સ્ફુરતાં શબ્દોનો અકાળ પડી ગયો સીધો સાદો સુધાંશુ સાવ એકલો થઇ ગયો.
સુધાંશુએ કહ્યું "ભૂલ મારી છે હું તમારી ઇચ્છા જાણ્યા વિના કૂદી પડ્યો મને સ્વયંભૂ તમારાં માટે પ્રેમ થઇ ગયો. કોઇ મોહ નથી કોઇ સુંદરતા કે સુંદર શરીરનો અરે આટલો પ્રેમ કર્યા છતાં કદી સ્પર્શ નથી કર્યો એટલો તો પ્રવિત્ર પ્રેમ છે મારો મોહ નથી એટલેજ કોઇ માંગણી કરી નથી. પ્રેમની શરૂઆત સ્વયંભૂ દીલમાં થાય છે અને મોહની શરૂઆત માંગણીથી અધિકારથી થાય છે.
મેં તને સાચો પ્રેમ કર્યો છે કરતો રહેવાનો પણ કોઇ મોહ નહીં રાખુ ક્યારેય સ્પર્શ કર્યો નથી કે એવી ભાવના નહીં કરુ મારી આંખમાં કેદ છે એક એક થવા જ્યારે ઇચ્છા પડે ચિત્રપટની જેમ જોઇ લઇશ તારાં પ્રેમને જે ફક્ત મેં કર્યો છે એને માણી લઇશ.
જ્યાં તારાં જીવનની શરૂઆત છે એ ખૂબજ મંગળમય રહે ખૂબજ સુખી આનંદમાં રહે એજ પ્રાર્થના એમ કહીને સુધાંશુએ કચેરી છોડી અને ઘર તરફ આવવા નીકલી ગયો.
સૂચિત્રાએ પણ લગ્ન સમયે નોકરી છોડી અને સુધાંશુ માટે કચેરી પણ જાણે રસ વિહીન વગડા જેવી થઇ ગઇ. કેટલાય સમય સુધી ના કવિતા સ્ફૂરીના મુક્તક કે વાર્તા ડીપાર્ટમેન્ટમાં બીજા કામ સોંપીને ચીફે સંતોષ કર્યો.
સુધાંશુની અવદશાનું કારણ બધાંજ જાણતાં હતાં પણ આમાં ક્યાં કોઇનો વાંક હતો કે કબૂલાત હતી ? એક પક્ષીય પ્રેમ અને બીજી બાજુ પસંદગી હતી પણ પ્રેમ નહોતો ક્યાંક કંઇક ખૂટતું હતું અને તૂટી ગયું.
સુધાંશુને આજે બધી યાદ તાજી થઇ ગઇ હતી સ્ટાફનાં આગ્રહથી નાનકડી કવિતા રજૂ કરીને બધાંને મનોરંજીત કરી દીધાં. બધાને થયું ધણાં વર્ષે કવિ પાછો જાગ્રત થઇ ગયો. સૂકી ધરતી પર કોઇ પ્રેમનાં છંટકાવ જરૂર થયો છે અને નવી સ્ફૂરતા દેખાઇ રહી છે.
સુધાંશુ કચેરી થી કામ પરવારીને ઘર તરફ આવવા નીકળ્યો. બજારમાંથી પસાર થતાં ફળફળાદી શાકભાજીવાળાં બેઠેલાં બધી લારીઓમાં વેચાણ થતાં હતાં.
અને સુધાંશુની નજર એક ટોપલો લઇને બેઠેલી બાઇ પર પડી અને એણે જોયુ આ સમયે પણ તાજી તાજી કળીયોવાળી વેંણીઓ વેચે છે સુધાંશુનાં મનમાં એક સાથે બે ચહેરા આવ્યાં પરંતુ આંખ સામે માત્ર શાલિની આવી.. શાલીનીને વેંણી ખૂબ ગમે છે એમ વિચાર કરીને બે વેંણી ખરીદી અને ઘર તરફ સાયકલ લીધી.
રસ્તામાં ડીસોઝાનો અડ્ડો આવશે આજે દારૂ નથી લેવો એવો દ્દઢ નિશ્ચય કર્યો એણે જોયુ કે બિન્દાસ વેચાણ થઇ રહ્યુ છે. લાલચ થઇ પણ નીકળતાં શાલિનીનો ચેહરો જોયેલો યાદ આવ્યો એનાં શબ્દો કાનમાં સંભળાયા.. ઘણાં સમયે મેં તમારુ સ્મિત જોયુ છે. તમારો વિરહ લાગશે મને. તમે જલ્દી આવી જજો કંઇ નથી લાવવાનું. અને સુધાંશુએ સાયકલનાં પેન્ડલ ઝડપથી માર્યા.. ઘર તરફ જવા અને એણે જોયું…….
વધુ આવતા અંકે-- પ્રકરણ-26

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED