ભાગ 3 માં આપણે જોયું કે પ્રેમ તેના મિત્રના લગ્નમાં મુંબઈ જાય છે. તે રાત્રે નીકળ્યો હોવાથી પ્રેમ અને ધ્વનિ બંને વચ્ચે પહેલીવાર લેટ નાઈટ ચેટ થાય છે. બંને ધીમે ધીમે એકબીજાની આદત બનતા હતા. હવે આગળ
*********
પ્રેમ અને ધ્વનિ બંને મેસેજમાં મોડે સુધી વાતો કરે છે
પ્રેમ મુંબઈ પહોંચે છે અને ધ્વનિ ને કહે છે કે હવે તું સૂઈ જા આપણે સવારે શાંતિથી વાત કરીશું. પ્રેમ અને ધ્વનિ બંને એકબીજાને બાય કહીને ધ્વનિ સુઈ જાય છે.
ધ્વનિ રાત્રે મોડા સુધી જાગી હોવાથી સવારે થોડી મોડી ઉઠે છે ત્યારે પહેલા જ ફોન જોયો. દરરોજ તો પ્રેમ ધ્વનિ ને સવારે ગુડ મોર્નિંગ કહેતો પણ આજે ધ્વનિ એ જોયું કે પ્રેમ નો ગુડ મોર્નિંગ નો મેસેજ નથી આવ્યો.
ધ્વનિ વિચારવા લાગી કે , આઠ વાગી ગયા છે તો પણ પ્રેમ નો ગુડ મોર્નિંગ નો મેસેજ નથી આવ્યો. પછી પાછું તે વિચારવા લાગી કે તે રાત્રે મોડો ઊંઘ્યો હશે તેથી હજી સુધી કોઈ મેસેજ નથી કર્યો તે ઊઠીને જોશે ત્યારે મેસેજ કરશે.
આજે રવિવાર હતો તેથી ધ્વનિ ને આજે કોલેજ માં
રજા હોય છે તે આજે આખો દિવસ ઘરે હોય છે તો એ વિચારે છે કે, હું બધું કામ પતાવી ને પ્રેમ સાથે શાંતિથી વાત કરીશ અને તે તેના કામ માં લાગી જાય છે. ધ્વનિ જમી પણ લે છે. સવારના દસ વાગી ગયા હોય છે. ધ્વનિ ફોન લે છે અને વિચારે છે કે હવે તો પ્રેમનો ગુડ મોર્નિંગ નો મેસેજ આવી ગયો હશે.
ધ્વનિ ફોન લઈને જોવે છે તો પ્રેમનો કોઈ પણ મેસેજ હોતો નથી.
ધ્વનિ વિચારે છે કે, આવું ન હોય કે હજી સુધી પ્રેમ ઊઠ્યો ન હોય. તે વિચારે છે કે શું થયું હશે?? કેમ હજી સુધી પ્રેમ એ મેસેજ નથી કર્યો?? ધ્વનિ ને થોડા ઊંધાસીધા વિચારો આવે છે. ધ્વનિ પાછું વિચારે છે કે, મિત્રના લગ્નમાં ગયો છે તો ત્યાં મિત્રો સાથે વ્યસ્ત હશે અને એને જ્યારે સમય મળે ત્યારે મેસેજ કરી દેશે.
ધ્વનિ આમ વિચારીને પોતાના ફોન માં વીડીયો જોવે છે પરંતુ પ્રેમ સાથે વાત ન થવાના કારણે તે બેચેન થાય છે અને તેનું ધ્યાન વીડિયો જોવામાં પણ હોતું નથી. ધ્વનિ પ્રેમ ના મેસેજ ની રાહ જોવા લાગે છે.
બીજી બાજુ પ્રેમ જે વિસ્તારમાં હોય છે તે વિસ્તારમાં આજે નેટવર્ક જ નહતું આવતું. પ્રેમ પણ સવારથી ધ્વનિ સાથે વાત ન થવાના કારણે બેચેન હોય છે તે એમ જ વિચારે છે કે, હવે હું ધ્વનિ ને ફોન કે મેસેજ કેવી રીતે કરું??
પ્રેમના મિત્રો પણ પ્રેમની સાથે ને સાથે હોય છે તો તે ધ્વનિ ને ફોન કરી શકતો નથી.
બપોરના 12 વાગી જાય છે, ધ્વનિ પાછો ફોન ચેક કરે છે કે પ્રેમ નો મેસેજ હશે પરંતુ કોઈ મેસેજ હોતો નથી.
ધ્વનિને હવે ખૂબ જ ચિંતા થાય છે તે વિચારે છે કે, 12 વાગી ગયા હજી કોઈ મેસેજ કેમ નથી આવ્યો. ત્યાં બધું ઠીક તો હશે ને? ને આજે રવિવાર હોવાના કારણે તે ઘરે જ હોય છે તેની ચિંતા વધે છે, તે પ્રેમને ફોન કરે છે પરંતુ તેનો ફોન પણ લાગતો નથી. ધ્વનિ આખો દિવસ પ્રેમ વિશે જ વિચારે છે અને તેની ચિંતા કરે છે.
પ્રેમ પણ ધ્વનિ વિશે જ વિચારતો હોય છે.
બંને હવે જાણે અજાણે એકબીજાની આદત બની ગયા હતા.
આમ ને આમ આખો દિવસ જતો રહે છે. પ્રેમ અને ધ્વનિ બંને આખો દિવસ એકબીજા વિશે જ વિચારે છે.
રાતના 8 વાગ્યા હોય છે. ધ્વનિ જમવા બેસી હોય છે. ધ્વનિ આજે આખો દિવસ ફોન સાથે ને સાથે લઇને બેસે છે. જમતી વખતે પણ તે ફોન લઈને બેસે છે. ધ્વનિ ની નજર તો ફોન પર જ હોય છે, એટલામા તેનો ફોન વાગે છે ધ્વનિ જોવે છે તો પ્રેમનો ફોન હોય છે. ધ્વનિ તો ખુશ થઈ જાય છે ને જમવાનું બાજુમાં મુકી ઝડપથી ફોન ઉપાડે છે. ને વાત કરે છે.
પ્રેમ કહે છે કે, અહી આજે મારા ફોન માં નેટવર્ક જ ન હતું તેથી તારી સાથે વાત ન થઈ. જેવું નેટવર્ક આવ્યું તને ફોન કર્યો અને સાંભળ ચિંતા ના કરતી હજી હું એક દિવસ માટે અહી છું તો મેસેજ ન આવે તો પણ ચિંતા ના કરતી .
ધ્વનિ તો પ્રેમનો અવાજ સાંભળીને જ ખુશ થઇ ગઇ. ધ્વનિ ના માતાપિતા સામે બેઠા હતા તેથી ધ્વનિ એ માત્ર કહ્યુ હા વાંધો નહી. સારું આટલી વાત કરી બંને એ ફોન મુક્યો.
બંને વચ્ચે આખા દિવસ પછી આ 2 મિનીટ ની વાત થઈ જેનાથી બંને ખુબ જ ખુશ થયાં.
ધ્વનિ પ્રેમ સાથે વાત કરીને ફટાફટ જમી લે છે. તે જમીને મોબાઈલ લઇ બેસે છે. ધ્વનિ અને પ્રેમ બંનેને આજે ખબર હતી કે, રોજની જેમ આજે રાત્રે વાત નહી થાય તો પણ બંને ફોન લઈને બેસે છે અને સુઈ જાય છે.
સવારે ધ્વનિ ઊઠીને પ્રેમ ને ગુડ મોર્નિંગ નો ટેક્સ મેસેજ કરે છે અને કોલેજ જતી રહે છે. પ્રેમ પણ ધ્વનિ નો ગુડ મોર્નિંગ નો ટેક્સ મેસેજ જોઈને ખુશ થઈ જાય છે તે પણ ધ્વનિ ને ગુડ મોર્નિંગ કહે છે.
ધ્વનિ કોલેજ પહોંચે છે અને આજે તે પોતાનો ફોન જોતી પણ નથી કારણ કે તેને તો લાગે છે કે, પ્રેમ ના ફોન માં નેટવર્ક નહી હોય તેથી વાત થવાની નથી.
ધ્વનિ કોલેજ પતાવીને ઘરે આવે છે ને જોવે છે તો પ્રેમનો ગુડ મોર્નિંગ નો મેસેજ હોય છે. ધ્વનિ તો આ જોઈ ખુશ થઈ જાય છે તે તરત જ પ્રેમ ને મેસેજ કરે છે,
હેલ્લો પ્રેમ. કેમ છે??
પ્રેમ પણ મેસેજ જોઈ તરત રિપ્લાય આપે છે. હું મજામાં.
ધ્વનિ કહે છે કે, શું કરે છે તું??
પ્રેમ કહે છે, મિત્રો સાથે બજાર ફરવા આવ્યો છું.
ધ્વનિ કહે છે કે, સારું પછી વાત કરું
પ્રેમ કહે છે કે, કે તું ભલે એમ પણ કાલની વાત નથી થઈ આપણી.
બંને વાતો કરે છે, પ્રેમ ધ્વનિ ને બજારના ફોટોઝ પાડીને મોકલે છે અને ધ્વનિ પણ ખૂબ ખુશ થાય છે.
પ્રેમ ધ્વનિ ને કહે છે કે, આજે રાત્રે હું હોસ્ટેલ જવા નિકળે તો આજે પાછી તું તૈયાર છે ને?? લેટ નાઈટ ચેટ માટે??
ધ્વનિ કહે છે, હા કેમ નહિ.
પ્રેમ પાછો હોસ્ટેલ જવા નિકળે છે અને બંને પાછી લેટ નાઈટ ચેટ કરે છે. હવે બંને રોજ વાત કરતા તેમ વાતો શરૂ થઈ જાય છે. હવે બંનેને એકબીજા સાથે વાત વગર એક દિવસ પણ નહતું ગમતું.
હવે બંનેની આ આદત પ્રેમ માં બદલાશે કે મિત્રતા સુધી જ રહેશે તે આપણે ભાગ 5 માં જોઈશું.
આભાર.
_Dhanvanti jumani _ Dhanni