મિત્રતા થી પ્રેમ સુધી-ભાગ 1 Dhanvanti Jumani _ Dhanni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મિત્રતા થી પ્રેમ સુધી-ભાગ 1

કહેવાય છે ને કે જે , પ્રેમ ની શરૂઆત મિત્રતા થી થાય છે તે બેસ્ટ હોય છે. તો મારે એવા જ બે વ્યક્તિઓ ની વાત કરવાની છે.જેમના પ્રેમ ની શરૂઆત મિત્રતા થી થાય છે. અને એ મિત્રતા એક દિવસ પ્રેમ માં બદલાઈ જાય છે. ને પાછી મિત્રતા પણ social media વાળી, કેમ કે પાછો હવે whatsapp નો જમાનો આવી ગયો ને!!!
તો આ વાત છે ધ્વનિ અને પ્રેમ ની. બંનેની મિત્રતા whatsapp પર થઈ ગઈ. ધ્વનિ અેટલે અવાજ અને પાછી ધ્વનિ નો સ્વભાવ પણ એવો જ બોલ બોલ કરવું આખો દિવસ, બોલકણો સ્વભાવ ને થોડી ગુસ્સાવાળી પણ , થોડી જિદ્દી પણ, નખરેલ પણ. ને બીજી બાજુ હતો પ્રેમ જે થોડો શાંત, ગુસ્સો જલદી આવે નહીં એને, એના નામ જેવો જ,શાંત ને ઊંડો. ધ્વનિ જ્યારે કોલેજ મા આવી ત્યારે તેણે તેના પપ્પા જોડે જીદ કરી મોબાઈલ માટે ને ધ્વનિ પપ્પા ની લાડકવાઈ તો તેના પપ્પા એ પણ મોબાઈલ લઇ આપ્યો. મોબાઈલ મળ્યા બાદ ધ્વનિ ખૂબ ખુશ થઈ ગઈ. એકદિવસ ભૂલથી wrong number લાગી ગયો. ધ્વનિ નો સ્વભાવ બોલકણો, સામે કોણ એ જાણ્યા વગર જ બોલવાનું શરૂ કરી
દીધું. પછી પ્રેમ એ એને અટકાઈ કીધું તું જે સમજી વાત કરે છે તે હું નથી. હું પ્રેમ છું, ધ્વનિ ઉતાવળે sorry કહે છે, ને ફોન કાપી નાખે છે. હવે પ્રેમ જોડે તો ધ્વનિ નો નંબર આવી ગયો હતો અને તેને ધ્વનિ જોડે મિત્રતા કરવાની ઈચ્છા પણ હતી.
બીજા દિવસે પ્રેમ એ સવારે ઉઠતાની સાથે જ મેસેજ કયૉ ધ્વનિ ને, ગુડ મોર્નિંગ. હવે નવો નવો મોબાઈલ હતો, જોડે જ લઈને ઉંઘતી, સવારે ઉઠીને મોબાઈલ જોયો વૉટસેપ ખોલ્યું તો મેસેજ હતો ગુડ મોર્નિંગ એમ.નંબર જોયો તો યાદ આવ્યું કે આ કાલ વાળો wrong number છે.ધ્વનિ વિચારવા લાગી કે રિપ્લાય કરૂ કે ના, થોડી વાર વિચાર કર્યો અને તેને પણ ગુડ મોર્નિંગ કહી દીધું. પ્રેમ ભણતો અને જોબ પણ કરતો. સવારે ગુડ મોર્નિંગ કહી પ્રેમ પોતાના કામ માટે જતો રહ્યો હતો. ધ્વનિ પણ તૈયાર થઈ કોલેજ જતી રહી. હવે જ્યારે ધ્વનિ કોલેજ થી ઘરે આવે છે ત્યારે બેસી મોબાઈલ જોવે છે. તો તેમા ધ્વનિ નો રિપ્લાય જે હતો ગુડ મોર્નિંગ નો એ પ્રેમ એ સીન કરેલો પણ ન હતો. ક્યાંથી કયૉ હોય જોબ જે હતી પ્રેમ ની. હવે ધ્વનિ વિચારે છે કે સવારે જાત્તે મેસેજ કયૉ અને સવાર થી બપોર થઈ સીન પણ નથી કયૉ બઉ ખરાબ માણસ છે. એવું વિચારીને ધ્વનિ સુઈ જાય છે. સાંજ પડે છે તો ધ્વનિ જોવે છે કે મેસેજ તો સીન થયો છે, પણ નવો કોઈ મેસેજ નથી.
સાંજના સાત વાગે છે પ્રેમ પણ જોબથી ઘરે આવે છે. થાકેલો હોય છે ખૂબ તો પહેલા જમી લે છે, ધ્વનિ પણ જમીને મોબાઈલ જ જોતી હોય છે. પ્રેમ હવે whatsapp જોવે છે તો તેને પણ પેલો wrong number યાદ આવે છે.
પ્રેમ ના જીવનમાં એવા કોઈ ખાસ મિત્રો તો હતા નઈ , બસ સવારે ઉઠવાનું અેનું ભણવાનું ને જોબ બસ પોતાના કામ થી કામ. હવે ધ્વનિ બેઠી હતી તેને જોયું પ્રેમ online છે. ધ્વનિ થી રેવાયું ના અને એ પણ ઉતાવળી પાછી ધ્વનિ એ તરત જ પ્રેમ ને મેસેજ કયૉ, ખાલી ગુડ મોર્નિંગ કેવું તુ?? પ્રેમ એ તરત રિપ્લાય આપ્યો એવું નથી, હું ભણું છું અને જોબ પણ કરૂ છું. પરિવાર થી દૂર હોસ્ટેલ મા રહું છું તો દરરોજ સાંજે જ સમય મળે છે, અને થોડી વાર મોબાઈલ જોઈ, ઘરે વાત કરી સુઈ જાઉ છું,ધ્વનિ એ કીધું અચ્છા એવું છે!! મને લાગ્યું કે તું તો વાયડો છે, સાચું કારણ ખબર ન હતી, સોરી હો. પ્રેમ એ કીધું કોઈ વાંધો નથી પણ શું હું અેક પ્રશ્ન પૂછી શકુ છું ?? ધ્વનિ એ કીધું હા કેમ નહીં, પ્રેમ એ પૂછયું તારૂ નામ?? ધ્વનિ એ કીધું મારુ નામ ધ્વનિ છે. હું કોલેજ ના પહેલા વર્ષ મા ભણુ છું. ને સુરત શહેરમાં રહું છું. પ્રેમ એ કીધું અચ્છા એવું છે, હું વલસાડ મા રહું છું. ત્યારે એકાઅેક પ્રેમ એ પૂછયું કે તુ મારી સાથે મિત્રતા કરીશ?? ધ્વનિ ને પ્રેમ ની વાત કરવાની રીત ગમી, તેથી તેણે પણ હા કીધું અને કહ્યું આજથી આપણે મિત્રો. આટલી વાત કરી બંને સૂઈ ગયા. આ હતી તેમની મિત્રતાની શરૂઆત.
સવાર થઈ તો ધ્વનિ એ મોબાઈલ જોયો કે તેના નવા મિત્ર એ ગુડ મોર્નિંગ કીધું છે કે નહીં, તો મેસેજ હતો નહી, ધ્વનિ વિચારે છે કે આને તો જોબ પર જવાનું હોય છે, હજી
નથી ઉઠ્યો એમ વિચારીને ગુડ મોર્નિંગ નો મેસેજ કરે છે અને તરત કૉલ કરે છે પ્રેમ ને. જેવો પ્રેમ કૉલ ના અવાજ થી ઉઠે છે અને ફોન ઉપાડે છે અને હેલ્લો કહે છે, ધ્વનિ ફોન કાપી નાખે છે અને પ્રેમ ને કહે છે, ખબર નથી પડતી તને ,આ તો તારો જોબ નો સમય છે ,કાલે તો મને કેતો તો ઉઠ અને જા
જોબ પર પ્રેમ કહે છે હા, આજે ઉઠાયું નઈ , ચાલ ગુડ મોર્નિંગ સાંજે વાત કરે શાંતિથી બાય.પછી બંને પોતપોતાના કામે જાય છે.
સાંજે હવે પ્રેમ જમી ને તરત જ ધ્વનિ ને મેસેજ કરે છે કે, સવારે ઉઠાડવા માટે તને થેન્ક યૂ.સવારે ઉતાવળ માં તને થેન્ક યૂ કેવાનું રહી ગયું હતુ એટલે અત્યારે કહું છું.ધ્વનિ થોડી વાર પછી રિપ્લાય આપે છે કે એમા શું થેન્ક યૂ કેવાનું, હું રોજ સવારે વહેલી જ ઉઠું છું, તો તને પણ ઉઠાવી દઈશ.હવે આપણે મિત્રો છીએ ને!! પછી બંને વાતો કરવા લાગ્યા. ધ્વનિ કોલેજની વાતો કેહેતી, પ્રેમ સાંભળતો અને પ્રેમ પણ દિવસ દરમિયાન જે કયુઁ હોય એ બધું કહેતો. પહેલા પ્રેમના જીવન
મા એવું કોઈ ન હતું કે જેની જોડે તે પોતાની બધી વાતો કરી શકે. મિત્રો હતા પરંતુ બધી વાતો કરી શકે તેવી બેસ્ટ ફ્રેન્ડ તરીકેની પસંદગી પ્રેમ એ ધ્વનિ ની કરી. પ્રેમ બધી જ વાતો ધ્વનિ ને કેતો અને ધ્વનિ પણ પ્રેમ ને કહેતી. જોતજોતામાં બંનેની મિત્રતા ને બે મહિના પૂણૅ થઈ ગયા હતા. જે પ્રેમ
કામ કરી સુઈ જતો એ કલાકો સુધી ધ્વનિ જોડે વાતો કરવા લાગ્યો. પ્રેમ કેટલો પણ થાકેલો હોય પણ હોસ્ટેલ આવી ધ્વનિ જોડે વાત કરી પછી જ સુવા માટે જતો, હવે બંનેની દરરોજ ની આ જ આદત બની ગઈ હતી.
દરરોજ વાતો થતી હવે તો, એકદિવસ પ્રેમ ને કોઈ કામ થી બહાર જવાનું થાય છે તો સવારે જ ધ્વનિ ને ગુડ મોર્નિંગ કહી જતો રહે છે. દરરોજ ની જેમ સાંજે બંનેની વાતો નો સમય થાય છે તો ધ્વનિ મેસેજ કરે છે. બે કલાક સુધી પ્રેમ નો કોઈ રિપ્લાય નથી આવતો. ધ્વનિ વિચારે છે કે દરરોજ સાંજે મેસેજ કરે છે, પણ આજે નથી અને મે મેસેજ કયૉ તો રિપ્લાય પણ નથી, એટલામાં પ્રેમ નો ફોન આવે છે.
હેલ્લો ધ્વનિ, હું કામથી આજે બહાર આવેલો છું તો આજે લાંબી વાત નહી થાય એટલે તને કહેવા ફોન કર્યો અને સાંભળ ચિંતા ના કરતી. આ એ દિવસ હતો જે દિવસે બંને ની ફોન પર પહેલી વાર વાત થયેલી. ધ્વનિ ને પણ સારુ લાગ્યું કે આટલી વાત કહેવા મને ફોન કર્યો. બંને આટલી વાત પછી સૂઈ ગયા.
કહેવાય છે ને કે,, મિત્રતા એટલે જેમા લડવું, ઝઘડવું, જે મનમા આવે કહી દેવું તે કહેવાય, એવી જ મિત્રતા બંને વચ્ચે બંધાઈ ગઈ હતી. હવે પ્રેમ કામ વચ્ચે થોડો સમય કાઢીને ધ્વનિ જોડે વાત કરી લેતો અને બંનેને એકબીજાની મિત્રતા ગમતી. દિવસે ને દિવસે બંને ધીમે ધીમે નજીક પણ આવતા હતા. કેટલીક વાર બંને લડતા પણ અને થોડી વાર મા જેવા હતા એવા થઈ જતાં. બંને હતા એકબીજા ના વિરુધ્ધ સ્વભાવના પણ હવે એ એકબીજાની આદત બની ગયા હતા. મિત્રતા તો હવે પાક્કી થઇ જ ગઈ હતી પરંતુ પ્રેમ થવાનો હજી પણ બાકી હતો.
આ ભાગ પૂરો કરતા પહેલા બંને ની મિત્રતા માટે કંઈક કહીશ.....
બંને છીએ અલગ તોયે મિત્રતા અપાર છે,
દૂર રહીને પણ વાતો બહું થાય છે,
દુખ સુખ ના સાથી બની ગયા,
એ હવે અનુભવાય છે,
અજાણ્યા મિત્રો બન્યા,
બંને ખૂબ જ ખાસ છે. 😇
પહેલો ભાગ કેવો હતો તે જરૂર થી જણાવજો .
_ Dhanvanti jumani..