Mitrata thi prem sudhi - 5 books and stories free download online pdf in Gujarati

મિત્રતા થી પ્રેમ સુધી - ભાગ - 5


ભાગ 4 માં આપણે જોયું કે પ્રેમ જ્યાં તેના મિત્રના લગ્નમાં ગયો હતો ત્યાં નેટવર્ક ન આવવા ને કારણે પ્રેમ અને ધ્વનિ ની એકબીજા સાથે વાત થઈ શકતી નથી જેના કારણે બંને બેચેન થાય છે . નેટવર્ક આવતાં જ પ્રેમ ધ્વનિ ને ફોન કરે છે અને બંને ખુશ થાય છે . પ્રેમ પાછો હોસ્ટેલ આવી જાય છે હવે આગળ........

##############################

હવે પ્રેમ અને ધ્વનિ બંને દરરોજ વાતો કરતા . બંને જાણે એકબીજાની આદત જ બની ગયા હતા . બંનેની મિત્રતાને હવે છ મહીના થઈ ગયા હતા . બંને દરરોજ સાંજે વાતો કરતા અને સુઈ જતા . બંને હવે ફ્રેન્ડમાથી બેસ્ટ ફ્રેન્ડ બની ગયા હતા . ધ્વનિ હવે નાનામાં નાની વાત પ્રેમને કહેતી અને પ્રેમ પણ નાનામાં નાની વાત ધ્વનિ ને કહેતો . બંને દરરોજ ઉઠતા એકબીજા ને ગુડ મોર્નિંગ કહી સાંજે વાતો કરતા અને સુઈ જતા . બંનેના જીવનમાં એકબીજા માટે એક ખાસ સ્થાન બની ગયું હતું.

એકદિવસ ધ્વનિ તેના મમ્મી પપ્પા સાથે બેઠી હોય છે , ત્યારે તેના પપ્પા કહે છે કે , આપણે આવતા અઠવાડિયે મારા મિત્રને ત્યાં જવાનુ છે .

આ સાંભળીને ધ્વનિ ની મમ્મીએ કહ્યુ , કયા મિત્રને ત્યાં ? અને કેમ??

ધ્વનિના પપ્પા એ કહ્યું કે , મારો મિત્ર મુકેશ . તું તો ઓળખે જ છે એને ત્યાં જવાનું છે . તેણે નવું મકાન લીધું છે તો તેની જ વાસ્તુપુજા છે તેથી આપણે જવાનુ છે .

ધ્વનિ ની મમ્મી એ કહ્યું , હા જરૂરથી જઈશું . હવે ધ્વનિ તો તેના પપ્પાના આ મિત્રને ઓળખતી ન હતો . તેથી તેને તો આમા કોઈ પણ પ્રકારનો રસ ન હતો . એ તો તેના મમ્મી પપ્પા ની વાત સાંભળીને પોતાના રૂમમાં જતી રહી.

સાંજ થઈ ગઈ હતી અને ધ્વનિ પણ પ્રેમના મેસેજની રાહ જોઈ રહી હતી . થોડી જ વારમાં પ્રેમનો મેસેજ આવે છે.

હેલ્લો !! કેમ છે ધ્વનિ??

ધ્વનિ એ તરત રિપ્લાય આપ્યો કે , હું મજામાં તુ કેમ છે?

પ્રેમ એ પણ રિપ્લાય કર્યો કે , હુ પણ મજામા.

બંને એકબીજાને જણાવે છે કે , બંનેનો દિવસ કેવો રહ્યો .

એટલામાં પ્રેમ ધ્વનિ ને કહે છે કે , હું આવતા અઠવાડિયે મારા ઘરે જવાનો છું અને ત્રણ દિવસ ત્યાં જ રોકાઈશ .

ધ્વનિ કહે છે , કેમ ?? આમ તો કદી આમ કામ વચ્ચે આવી રીતે ત્રણ ત્રણ દિવસ ક્યારેય જતો નથી.

પ્રેમ કહે છે , હા પણ થોડા દિવસ પહેલા જ મારા પપ્પા એ નવું ઘર ખરીદ્યું છે તો તેની વાસ્તુપુજા છે એટલે મારે જવું પડશે.

ધ્વનિ કહે છે કે , સારું.

ધ્વનિ ને એકાએક તેના પપ્પા ની વાત યાદ આવી કે , તેમને પણ આવતા અઠવાડિયે તેમના મિત્રના ઘરે જવાનું છે . ધ્વનિ આ વાત પ્રેમને કહે છે . ધ્વનિ કહે છે કે મારે પણ મમ્મી પપ્પા સાથે આવતા અઠવાડિયે તેમના મિત્રના ઘરે જવાનું છે.

પ્રેમ કહે છે કે , કેમ??

ધ્વનિ કહે છે કે , તે કહ્યું એવું જ વાસ્તુપુજા જ ! ધ્વનિ કહે છે , મારે તો જવું જ નથી , હું જઈ શું કરીશ. હું તો ત્યા કોઈને ઓળખતી પણ નથી . મને તો બિલકુલ ઈચ્છા નથી જવાની પણ મમ્મી પપ્પા મને અહી એકલી મુકશે પણ નહી , એટલે જવું જ પડશે.

પ્રેમ કહે છે , જઈ આવજે તારા મમ્મી પપ્પા ને સારું લાગશે.

ધ્વનિ કહે છે કે, શું યાર તું પણ , કોઈને ઓળખતી નથી ત્યાં હું, જઈને શું કરીશ . માત્ર કોઈ મુકેશ અંકલના ત્યાં જવાનું છે એટલી ખબર છે બસ.

પ્રેમ એ કહ્યું , શું નામ . મુકેશ અંકલ??

ધ્વનિ એ કહ્યું , હા મુકેશ અંકલ . કેમ શું નવું આ નામ માં!

પ્રેમ તો આ નામ સાંભળી જાણે ખુશ જ થઈ ગયો હતો . તેને તો એમ જ હતું કે તેના પિતા જ ધ્વનિ ના પિતાના મિત્ર છે અને હવે તે ધ્વનિ સાથે પહેલીવાર મળી શકશે . પ્રેમ એ કહ્યું, મુકેશભાઈ તો મારા પપ્પા નું નામ છે . પ્રેમ એ કહ્યું કે , આખું નામ શું કહ્યું તારા પપ્પા એ તેમના મિત્રનું??

ધ્વનિ એ કહ્યું એ તો ખબર નથી . મને જવામાં રસ જ ન હતો તો મે પૂછ્યું નથી કંઈ પણ . ધ્વનિ એ પ્રેમને કહ્યુ આમા આટલો ખુશ કેમ થાય છે ?? એકજેવા નામ તો ઘણા લોકોના હોય . આ એક સંજોગ પણ હોઈ શકે છે.

પ્રેમ કહે છે કે , સંજોગ હોઈ શકે પણ મને તો એ વિચારથી જ ખુબ આનંદ મળ્યો કે આપણે છ મહીના ની મિત્રતા પછી પહેલીવાર મળી શકીશું . હવે આ સાચું થશે કે નહી એ તો ખબર નથી.

પ્રેમ ધ્વનિ ને કહે છે કે , તું કાલે તારા પિતાને બધું જ પુછીને મને કહેજે , કદાચ આ સંજોગ ન નીકળે.....

ધ્વનિ પણ હા કહે છે.

આટલી વાત કરી બંને એકબીજાને બાય કહે છે.

પ્રેમ તો જાણે ધ્વનિ ને મળવાના વિચારો મા જ ખોવાઈ જાય છે . તે તો પ્રાથૅના કરે છે કે , આ સંજોગ ન હોય અને તે ધ્વનિ સાથે મળી શકે.

હવે આ સંજોગ હશે કે ખરેખર ધ્વનિ અને પ્રેમની પહેલી મુલાકાત ?? આ પ્રેમની શરૂઆત છે કે મિત્રતાની નવી પરિભાષા ?? શું બંને આ છ મહીના ની online મિત્રતા પછી face to face પહેલા વાર મળી શકશે ?? કે આ એક સંજોગ જ રહી જશે ? તે આપણે ભાગ -5 માં જોઈશું.

આભાર.

Dhanvanti jumani_Dhanni .











બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED