Mitrata thi prem sudhi - 2 books and stories free download online pdf in Gujarati

મિત્રતા થી પ્રેમ સુધી - ભાગ - 2

ભાગ 1 મા આપણે ધ્વનિ અને પ્રેમની મિત્રતા ની કેટલીક પળો જોઈ, હવે એ અધુરી સ્ટોરી ને આગળ વધારીએ.
પ્રેમ કામથી જ્યારે પાછો હોસ્ટેલ આવે છે ત્યારે તે સૌથી પહેલા ધ્વનિ ને ફોન કરીને કહે છે કે હું હોસ્ટેલ આવી ગયો છુું અને હવે દરરોજ ની જેમ સાંજે આપડી વાતો શરૂ, આટલું સાંભળતા ની સાથે ધ્વનિ ખૂબ ખુશ થઈ જાય છે. ને બંનેે પોતપોતાના કામે જાય છે.સાંજ પડે છે નેે પ્રેમ મેસેજ કરે છે, હેલ્લો ધ્વનિ, ને સામે રિપ્લાય પણ તરત જ કેમ છે પ્રેમ?
પ્રેમે કીધું, હું મજામા તું કે, તું કેમ છે? આમ કરતા બંને વચ્ચે વાતો શરૂ થઈ.
એકાએક ધ્વનિ એ પ્રેમ નેે પુછ્યું , તારી કોઈ ગર્લફ્રેન્ડ છે?
પ્રેમ કે ,ના રે કોઈ જ નથી તુ પણ શું, હોત તો તને પેલા કીધું હોત.મારી બેેેેસ્ટ ર્ફ્રેન્ડ છે તુંં તો.
ધ્વનિ થોડા મસ્તી ના મૂડમા હતી એણેે નક્કી કર્યું કે આજે તો પ્રેમ ને હેરાન કરવાનું જ છે.
ધ્વનિ એ કીધું હસે તો પણ મને શું ખબર? તું થોડી કંઈ કહેવાનો છે.
પ્રેમ એ કીધું અરે ધ્વનિ! એવું નથી, હું કામ કરુ છું આખો દિવસ ને રાત્રે આવીને સીધી તારા જોડે વાત ને પછી સૂઈ જાઉ છું. ક્યાંથી બીજી કોઈ હશે.
( ધ્વનિ એ પણ હસવાનું ઈમોજી મોકલ્યું )
ખાલી હેરાન કરતી તી તને ડોબા... 😂😂😂
પ્રેમ પણ બોલ્યો શું કીધું તે મન??
ડોબા !!!!😏🙄🙄
પ્રેમ પણ બોલી ઉઠ્યો તું ડોબી..... 😝😝
પ્રેમ ને થયું કે, ધ્વનિ ને ખોટું ના લાગ્યું હોય તેથી ફટાફટ ધ્વનિ ને કીધું સોરી!!
ધ્વનિ એ કીધું મિત્રતા મા એકબીજા ને નવાનવા નામ ન આપો તો મજા જ શું. સોરી કેવાની જરૂર નથી. ને બંને વાત કરી સુઈ ગયા.
બંનેની મિત્રતા ધીમે ધીમે ગાઢ થતી હતી, ને પ્રેમ પણ ધ્વનિ સાથે મન ખોલીને હવે વાત કરવા લાગ્યો હતો પરંતુ પ્રેમ હજી થોડો શમાઁળ સ્વભાવ નો હતો જ!!
સવાર થાય છે રોજ ની જેમ ધ્વનિ પ્રેમ ને ઉઠાડે છે.
બંને એકબીજા ને ગુડ મોર્નિંગ કહી પોતપોતાના કામે જાય છે. બપોરના 12 વાગે છે, ધ્વનિ મોબાઈલ જોવે છે તો પ્રેમ નો મેસેજ હોય છે ,, good afternoon dhvani... 😊
ધ્વનિ મેસેજ જોઈ ખુશ થઈ જાય છે, અને મેસેજ નો રિપ્લાય કરે છે, good afternoon Prem.. 😊😊 આ નવું ધ્વનિ માટે બપોર નું wish.બે મિનિટ વાત કરી પ્રેમ પણ તેના કામે લાગી જાય છે.
સાંંજના પાંચ વાગ્યા ને પ્રેમે મેસેજ કયુઁ, Good evening dhvani 🤗 ધ્વનિ એ પણ પ્રેમ ને કીધું Good evening Prem.. 🤗 હવે આ બંનેનું રોજ નું થઈ ગયું હતું. પ્રેમ કામથી થોડો સમય કાઢીને ધ્વનિ જોડે વાત કરી લેતો હતો ને ધ્વનિ ને પણ આ ખૂબ જ ગમતું.
પ્રેમ આજે કામથી વહેલો આવી ગયો હતો અને આવી તરત ધ્વનિ ને મેસેજ કયુઁ,,
Hiiiiiiiiiiiii ધ્વનિ, કેમ છે?

ધ્વનિ એ રિપ્લાય આપ્યો,,

આજે મહારાજ્જા વેલા આવી ગયા, કામથી કાઢી તો નથી મૂકયા ને??

પ્રેમ કે તુ પણ શું ધ્વનિ કંઈ પણ મારા વગર કામ ચાલતું હશે ત્યાં 😎

ધ્વનિ કે ઓહો એવું છે, અચ્છા....😝

પ્રેમ કે એ બધું મુક કામ પતાવીને જલ્દી આવ્યો છું કે હવે ,

કેવો રહ્યો તારો દિવસ??
ધ્વનિ કે દિવસ તો સારો પણ ચાલ આજે કંઈક નવું કરીયે.

પ્રેમ કે શુ કરવું છે??

ધ્વનિ એ કીધું આજે આપણે વીડિયો કોલ કરીશું. હુ કરુ છું તુ કોલ ઉપાડજે બરાબર.
પ્રેમ કે છે , ના રે મારે નથી કરવો.

ધ્વનિ એ કીધું કેમ નથી કરવો??

પ્રેમ એ કીધું મે કદી કોઈ છોકરી જોડે આવી રીતે વાત નથી કરી. મને શરમ આવે છે.

ધ્વનિ એ કીધું ગાંડો છે તું 😁😁 હું છોકરી તો પણ નથી શરમાતી તને શાની શરમ આવે છે લ્યા. ચૂપચાપ ઉપાડજે
વીડિયો કોલ, નહી તો વાત જ નઈ કરુ હું 😏😏

પ્રેમ એ કીધું કર ભલે વીડિયો કોલ ઉપાડું છું,
એમ પણ તું જિદ્દી છે.

ધ્વનિ કે હા બે જ મિનિટ કરુ છું

(ધ્વનિ વિડીયો કોલ કરે છે)

પ્રેમ કોલ ઉપાડે છે અને જેવું ધ્વનિ પૂછે છે કે મજામા ને?
તરત પ્રેમ વિડીયો કોલ કાપી નાખે છે.

ધ્વનિ કહે છે, કેમ કાપ્યો કોલ??

પ્રેમ કે યાર મને શરમ આવે છે.

ધ્વનિ એ કીધું શરમ ની કાકી વાત કર સરખી, ને આ વખત હું જ વીડિયો કોલ કરીશ ને હું જ મૂકીશ સમજ્યો ને!!

ધ્વનિ એ પાછો વિડીયો કોલ કર્યો ને પ્રેમ એ ઉપાડ્યો, થોડું શરમ મા ને શરમ મા વાત કરી પ્રેમ એ ધ્વનિ જોડે.બંને નો એ પાંચ સાત મિનિટ નો પહેલો વિડીયો કોલ પરંતુ બંને ખૂબ જ ખૂશ હતા ને પછી મેસેજ મા વાતો કરી બંને સૂઈ ગયા.

સવારે રોજ ની જેમ ધ્વનિ પ્રેમ ને ઉઠાવીને એકબીજા ને ગુડ મોર્નિંગ કહી પોતપોતાના કામે જાય છે.
બંને એકબીજાને Good afternoon, good evening પણ wish કરે છે.

સાંજે મોડું થઈ ગયું હોય છે પણ હજી પ્રેમ નો મેસેજ નથી હોતો. ધ્વનિ પણ પ્રેમની રાહ જોતી હોય છે.

રાત્રે અગિયાર વાગ્યે પ્રેમ ધ્વનિ ને મેસેજ કરે છે ,,
Hii ધ્વનિ,

ધ્વનિ રિપ્લાય આપતા કહે છે, ક્યાં રહી ગ્યો તો??

પ્રેમ એ કીધું ખૂબ જ કામ હતું આજે.ખૂબ થાકી ગયો છું આજે તો હું.

ધ્વનિ એ કીધું એવું છે તો તું સુઈ જા, કાલે વાત કરીએ આપડે વાંધો નઈ.

પ્રેમ થાકેલો હતો ,તેને ઊંઘ પણ આવતી હતી, છતાં તેણે ધ્વનિ ને કીધું કંઈ વાંધો નથી થોડી વાત કરી ને સૂઈ જઈશ.બંને વાતો કરતા હતા, પ્રેમ ને ઊંઘ પણ આવતી હતી તો બે ત્રણ વાર એ offline online પણ થયો. ને ધ્વનિ જોડે વાત કરતા કરતા જ એ સૂઈ ગયો. ધ્વનિ એ પાંચ છ મેસેજ કયૉ પણ રિપ્લાય ના. ક્યાંથી આવે રિપ્લાય પ્રેમ તો વાત કરતા કરતા જ સૂઈ ગયો હતો.

( ધ્વનિ પોતાની જોડે જ વાત કરતા બોલે છે )

મે કીધું કે સૂઈ જા તો કે વાત કરીએ ને હવે કીધા વગર જ સૂઈ ગયો. હુ વાત જ નહી કરુ હવે. 😏

સવારે પ્રેમ ઉઠે છે ને મોડું થયું હોય છે તેને કામ માટે, કેમ કે ધ્વનિ એ આજે ઉઠાડ્યું જ નહી. પ્રેમ સમજી જાય છે કે રાત્રે વગર કીધે સૂઈ ગયો તેથી મેડમ ગુસ્સે. પ્રેમ ગુડ મોર્નિંગ સાથે સોરી નો મેસેજ કરી કામે જાય છે.ધ્વનિ પણ ગુસ્સે તો આખો દિવસ પ્રેમ ના કોઈ મેસેજ નો જવાબ નથી આપતી ને
ફોન પણ નથી ઉપાડતી. પ્રેમ વિચારે છે કે સાંજે શાંતિથી વાત કરીશ ને મનાવી લઈશ.

હવે પ્રેમ ધ્વનિ ને કેવી રીતે મનાવશે? ધ્વનિ માનશે કે ના શું ધ્વનિ અને પ્રેમ ની મિત્રતા અહી સુધી જ છે?? આ બધું આપણે આગળના ભાગમાં જોઈશું..

ને આ બીજો ભાગ કેવો લાગ્યો એ જરૂરથી કહેજો.

મિત્રતા તો છે અલબેલી ,
ઝઘડા વગર છે આ અધૂરી. ❤

_Dhanvanti jumani _Dhanni



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED