ગરીબોની અમીરાઈ - 2 Krishna Solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગરીબોની અમીરાઈ - 2


પ્રસ્તાવના: વાચકમિત્રો, ગરીબોની અમીરાઈ નવલખથા માં બીજો ભાગ આજે હું publish કરવા જઈ રહી ત્યારે ખુબજ આનંદ થઈ રહ્યો છે,આશા રાખું કે નવલકથા નો પ્રથમ ભાગ આપને રસપ્રદ લાગ્યો હશે.

નવલકથાના આગળના ભાગમાં ઝૂંપડાની પાછળની દીવાલ પર કોઈ અજાણ્યો ચહેરો બન્ને બાળકોની સામે ટગર ટગર જોઇ રહ્યો હતો.બાળકો ના રુદન થી એ વ્યક્તિની આખોમાં પણ આશુ જોઈ શકાય છે. એ અજાણ્યું કુતુહલ ઉભું કરતો એ ચહેરો કોણ હશે? કયા ઉદેશયથી તે બાળકોને આમ છુપી રીતે જોઈ રહ્યો હશે? એ રહસ્ય અહીં આપણને જાણવા મળશે.

ભાઈ , ઝૂંપડાની પાછળ કોઈ છે! ઇલાએ દબાતે સ્વરે રામુને કહ્યું.એનો અવાજ સહેજ કપાઈ રહ્યો.

રામુએ પાછળ ફરીને જોયુ તો બે મોટી મોટી આખો બંનેને ઝૂંપડાના કાણા માંથી તાકી રહી હતી.બન્ને બહેન-ભાઈ થથરી ગયાં, એ અવળું જોઈ ગયાં. હવે ફરી પાછળ ફરવાની એનામાં હિંમત ન હતી.એણે દરવાજા સામે નજર નાખી , સૂર્યપ્રકાશમાં એક ઓળું દરવાજામાં આવીને ઉભું એવું લાગ્યું. કારણ કે સૂર્યના કિરણો તે આકૃતિના વાંસા પર થઈ પસાર થતા હતા.બન્ને બાળકો સૂર્યપ્રકાસમાં આવતલ માણસ નો ચહેરો ન જોઈ શક્યા. એકાએક બંનેએ પાછળ ફરી ચોરીછુપીથી જોઈ રહેલા ચહેરા સામે નજર નાખી પણ ત્યાં કોઈજ ન હતું. બન્નેના ચહેરાનો રંગ ઉડી ગયો.કોણ હતો એ ચહેરો? શુ દરવાજાની આગળના ભાગે દેખાયેલ આકૃતિજ ઝૂંપડામાંથી જોઈ રહી હતી?

બીકના માર્યા બન્ને બાળકો ભગવાન વાળા ખૂણામાં ભરાઈ ગયા.ઇલાને બાથ ભરી રામુ ગળગળા અવાજે માંડ માંડ બોલી શક્યો.

ત...ત....ત...તમે ક..ક...ક...કોણ?અમારે ઝૂંપડે કેમ આવ્યા. કોનું કામ છે તમારે? અ... અ... અમારે ઘરે કઈ જ નથી.ખોટું નથી બોલતો, રામુ ધ્રુજતા ધ્રુજતા બોલ્યો.

એની આંખો ડરથી ચકરવકર થઈ રહી હતી. ઈલાતો કાયદેસર ધ્રૂજતી હતી.બન્નેની કાળી કાયા જાણે જુલમોને સહન કરવાની બધી હદો વટાવી ગયી એવું લાગે.બન્ને બાળકોનો હાવભાવ ગામલોકોની નિર્દયકૃરતાનું એક દ્રસ્ય ખડું કરી રહી.

કાળો ઓળો અંદર આવ્યો,હવે એના મો પર પ્રકાશ પડતો હતો.ચહેરો જાણીતો, હસતો અને આંખો ભીંજાયેલી હતી.પચાસેક વર્ષનો એ સાડા પાંચ ફિટનો માણસ મોટા પેટ પર હાથની અદબ વાળી કુદરતની કરામત નિહાળતો ઉભો રહ્યો. રામુની આંખો ચમકી,આવતલ માણસ જાણીતો લાગ્યો, તમે અહીં કેમ?રામુએ થોડું સ્વસ્થ થઈ પૂછી લીધું.

હા હું, તમારે ડરવાની જરાય જરૂર નથી,હું તમને કોઈ નુકશાન પહોંચાડવા નથી આવ્યો,ગભરાશો નહિ. હું શહેરથી આજેજ આવ્યો,ગામના મધ્યભાગે ચાર ચોકને વટતા મારી દુકાન છે.તું મારી દૂકાને કામ કરીશ? શહેરી માણશે કોઈ પ્રકારના સંકોચ વિનાજ રામુને પૂછી નાખ્યું પણ સામેથી કઈજ ઉત્તર ન મળ્યો.

તને અને તારી બહેનને ત્રણેય ટંકનું જમવાનું અને બીજું મહેનતાણુંએ આપવામાં આવશે.અને યોગ્ય લાગશે તો રહેવા ઘર પણ અપાવીશ.

બાળકની આંખો ચમકી, ઈલા સામે જોઈ એણે જવાબની આશાએ ઈશારો કર્યો.

ઈલા અજાણ્યા માણસથી સાવજ અજાણી લાગી,એટલે રામુએ આવતલ માણસનો પરિચય કરાવ્યો.

રામુ:"ઈલા આ એજ વટેમાર્ગુ જેણે મને ચોકલેટ આપેલી.

રામુની વાત સાંભળતાજ ઇલાએ પોતાની કાલી ઘેલી ભાષામાં વટેમાર્ગુ તરફ આભારની લાગણી વ્યક્ત કરી.અને રામુ તરફ પણ સહમતી સૂચક ઈશારો કર્યો.કેમ કે અજાણ્યા માણસ પર ભરોસો કરવા સિવાય એની પાસે બીજો કોઈ રસ્તો પણ ન હતો.

બાળકો લોકો મને શંકરશેઠ નામથી ઓળખે, શહેરી જીવનથી કંટાળી હું ગામડે મારા પત્ની જોડે રહેવા આવ્યો છું.અહીજ વશીને અહીં જ કોઈ ધંધો કરવાની મારી ઇચ્છા છે.અજાણ્યા ગામમાં કોઈ બીજો કામદાર શોધવો એનાથી તો સારૂ કે તુજ મારે ત્યાં નોકરીએ રહી જા,આમ પણ અત્યારે તારે પૈસાની જરૂર હોય એવું મને સવારથીજ તને જોઈનેજ લાગેલું, ગામલોકોને પૂછતાં પૂછતાં મેં તારું ઘર શોધ્યું છે.

અને હા મારી કરીયાણાની દુકાન છે.તમે ચાહો તો હું તમને દુકાન અત્યારેજ બતાવી આપું.

રામુ:"શેઠ હું ત્યાં નોકરી કરતો હોઈશતો તમારી દુકાને કોઈ ઘરાક જ નહિ આવે,લોકો શુ લેવા એનો દા'ડો આખોય ખરાબ કરશે? બધા અમને અભગણા માને છે.

શંકરશેઠ:"રામુ એની તું ચિંતા નો કરીશ.તું ખાલી કહે તો તને દુકાન બતાવી દઉં.

રામુ:"શેઠ મને અને ઇલાને ત્રણ ટંક જમવાનું મળતું હશે તો હું તમારે ત્યાં નોકરી કરવા તૈયાર છું.

અને આમ પણ શેઠ આ ગામમાં કોઈ અમને શુકી રોટલી પણ આપવા તૈયાર નથી , નોકરી તો પછી ની વાત છે!

હ એતો મેં ગામ લોકોના મોઢે ઘણી બધી વાતો સાંભળેલી પરંતુ તમારા મા-બાપની કોઈ મિલકત નથી?

હતું ને ઘણું બધું પણ...., નાના છોકરાઉ જાણી મોટા શેઠિયાઓએ પડાવી લીધું.અને અમને આવી રીતે મનહુસ સાબિત કરી ગામની બહાર કઢાવી મુકેલા, અમારે કોઈ વડીલ નહિ એટલે અમારો કોઈએ સાથ ન આપ્યો બધાએ આ મોટા શેઠિયાઓનેજ સાચા માન્યા.
શેઠ, ગામની આથમણી બાજુ જે મોટી હવેલી આવેલી છે એ મારા બાપુ ની હતી , અને એની પૂર્વે સાતેક એકર જમીન પણ.આટલું બોલતા બોલતા તો રામુની આંખે આંસુ આવી ગયાં, અને ગળે ડૂમો બાજી ગયો,એ કંઈજ આગળ બોલી ન શક્યો.

શંકરશેઠ ગામના શેઠિયાઓની ઝાહોજલાલીના વખાણ સાંભળી ધ્રુજી ઉઠ્યા.ગામ આંખા ને ભડકાવનારા એ શેઠિયાએ આ નિર્દોષ બાળકોને ગામ લોકોની નજરે અભગણા બનાવી આવી રીતે હાંકી મુક્યાં હશે એવું દ્રશ્ય આંખોમાં તરવરી ગયું. એની છાતી ના પાટિયા જાણે આખી વાત સાંભળીને બીડાઈ ગયા હોય એવું લાગે.

અરરર....શહેરની શાંતિ જતી કરી આ શેઠિયાઓના ગામ માં હું શું લેવા આવ્યો હોઈશ! શેઠના મોમાંથી એક લાંબો નિસાસો નંખાઈ ગયો. આવડા નિર્દોષ બાળકોની કોઈ મૂઆ ને દયા ન આવી, ગામ લોકો કેવા ક્રૂર હશે!

જે થયું તે! કદાચ આ અનાથ બાળકો ના ઉદ્ધાર માટેજ ભગવાને મને અહીં મોકલ્યો હશે! હે ઈશ્વર તારો લાખ લાખ આભાર છે કે, આ બાળકો મને મળી ગયા,હવે હું એને પણ કામ આવીશ અને મારો શહેરથી ગામડે આવવાનો ફેરો પણ કદાચ સફળ થશે. પાંચ દસ મિનિટતો શેઠને ચહેરે મૌન જ છવાઈ રહ્યું, વિચારો ની ગતિ ને ધીમી પાડી શેઠ હવે વાસ્તવિક પરિસ્થિતિમાં આવી ગયા.

એ બધું છોડો બન્ને અને ચાલો મારી સાથે હું તમને મારી દુકાન બતાવી આપું.

શંકરશેઠની પાછળ પોતાનો વિખરાયેલાં સપનાંનો માળો લઈને બન્ને બાળકો ચાલી નીકળ્યા.ભૂખ્યા તરસ્યા કંગલોને માટે આ શેઠનો ભરોસો કરવાનો આ એક માત્ર મારગ શેષ હતો.

આજાણ્યું કૂતરું કોઈ ગલીમાંથી લપાતું છુપાતું નીકળે એમ જ રામુ અને ઈલા શંકરશેઠની પાછળ ચાલી નીકળ્યા.ગામલોકોની તિરસ્કૃત દ્રષ્ટિ બન્ને ના ચહેરા ને કરમાવી રહી છે.શેઠ ન સાંભળે એવી રીતે બજારુ માણસોના મુખેથી આડી અવળી વાતો ધીમા ધીમા શ્વરે વહેવા માંડી.છતાં મોટા શેઠ એટલે કોઈને પણ મોઢેમોઢ કહેવાની હિંમત ન ચાલી.

પંદરેક મિનિટ નો રસ્તો કાપ્યા બાદ ત્રણેય જણ એક જુનવાણી પણ ભવ્ય મકાનમાં પ્રવેશ કર્યા.ત્રણ ચાર ઓરડા અને બે દુકાનો પરસાળ માજ, આંગણે તુલસી ક્યારો,તુલસીના ક્યારામાં સરસ મજાના બે ત્રણ દિવા કરવાના કોળિયા. અગરબત્તીની સુગંધ, ફળિયામાં વિશાળકાય વડ ને એમાંય કલબલાટ કરતા કાબરાં વડના ટેટા ખાઈ , મોટા મોટા ઓરડાઓ વાળું મકાન ખૂબ સાદું અને મજબૂત દેખાઈ આવે.


શુ રામુ અને ઇલાને શંકરશેઠ એની એજ હાલતમાં દુકાને કામ કરવા નોકરી પર રાખી લેશે?? શુ બન્નને અહીંનું વાતાવરણ ગમશે??બન્ને જોડે ન્યાયી વર્તન કરવામાં આવશે કે પછી શેઠ ના પત્ની બન્ને બાળકો ને અપનાવશે???

મિત્રો,નવલખથાનો આગળનો ભાગ ખુબજ જલ્દી પ્રસિદ્ધ કરવામાં આવશે.તમારો પ્રતિભાવ મળવો મારા માટે ખૂબ જરૂરી છે. આપ masseg દ્વારા આપના પ્રતિભાવો ને લખી શકો છો,આશા છે તમે મને સહકાર આપશો,અને મારી ખામી અને ત્રુટીઓ જરૂર જણાવશો જેથી કરીને આગળના ભાગમાં હું મારી ભૂલોને સુધારી શકું.

આપનો સહકાર અમારા માટે ખુબજ જરૂરી છે.અને સાથે સાથે પ્રતિભાવો પણ........

🌹🌹🌹આભાર આપ સૌનો......🌹🌹🌹

😊😊 To be continue........

Krishna solanki.