ગરીબોની અમીરાઈ - 5 Krishna Solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

ગરીબોની અમીરાઈ - 5


રામુએ આંખોને પોતાની હથેળીઓ વડે દબાવી પરંતુ છતાં પણ એની આંખોનો ધોધ કેમેય કરી રોકાતો નથી .રામુને એની ઝુંપડી યાદ આવી .એની માં યાદ આવી. બિચારો લાચાર બની સુઈ ગયો.

ટક. ટક. ટક.......

ટક ટક તક........

બારણાં પર બેત્રણ ટકોરા પડ્યા એટલે ઇલા જાગી ગઈ. એને દરવાજો ખોલ્યો.

ઈલા:"તમે શેઠાનીજી !અંદર આવોને,

ના બેટા ઘરમાં કામ છે. તું તૈયાર થઈ જા .હમણાં ટ્રેન નો સમય થઈ જશે .તમારે મોડું થઈ જશે.

ઈલા:" હા, હું હમણાં જ તૈયાર થાવ છું ."

લીલાવતી :"અને હા ,તારા માટે મેં બે ત્રણ જોડી કપડાની સિવડાવી એ હમણાં કાઢી આપું છું. એ લેતી જાજે એટલે ચિંતા ન રહે."

" એવી કાળજી રાખતી શેઠાણી ઈલા ને બહુ ગમતી .શેઠાણીને ઈલા અને રામુ પણ દીકરા-દીકરી જેવા જ હતા .ઈલા ને જરૂરી સૂચનો આપી લીલાવતી ઓરડાની બહાર નીકળી ગઇ .

ઈલા:"ભાઈ ઉઠ હવે.લીલાવતી ગઈ એટલે ઈલા દરવાજાને ત્રાસો ટેકવી ભાઈ પાસે બેસી ગઈ. ભાઈ ઉઠ હવે સવાર થયું.

મારે જવાનો સમય થઈ ગયો છે. રામુ સફાળો બેઠો થઈ ગયો .ઈલા નો ચહેરો જોયા રાખતો ગરીબ બાળક જેણે આંખોના ડેમના તો બારા ક્યારનાય બંધ કરી દીધા ,એટલે ભૂલથી ય આંસુડા આવે નહીં,

રાતે એટલું રડ્યો કે એની આંખો હજુ સૂઝી ગયેલી હતી. બારેક વાગ્યા એટલે ઈલા અને શેઠ રેલવે સ્ટેશન તરફ ગયા. એની આંખમાંથી એકય આંસુ ત્યાં સુધી તો ન જ પડ્યા.

હા પણ ઈલા જરૂર રડેલી. ઇલા ના જવા પછી રામુ ઓરડામાં જતો રહ્યો. ભગવાન ના પોસ્ટરો પાસે એ કાયદેસર ઢોળાઈ ગયો. આ વખતે એનો રડવાનો અવાજ એનાથી દબાણો નહીં. એ મોકળા સાદે રડવા લાગ્યો. શેઠ નું આખું ઘર ગાજી ઉઠયું. શેઠાણીને ખબર ન પડે એવી રીતે એ ઓરડાની બહાર નીકળી ગયો .અને ગામના સીમાડા તરફ દોટ મૂકી .

બધા રામુ ને જોઈ રહ્યા પણ ,કોઈ કંઈ બોલ્યા નહીં. રામુ પોતાની મા પાસે આવ્યો. આજ પણ એ ઝુંપડી એવી ને એવી જ !આજ પણ અંદરની ધૂળમાં નાની-નાની બાળકોના પગલાની છાપ! આજ પણ એ ઝૂંપડીના મોટા મોટા ગાબડા એમ જ હતા. બસ એ એકલી એકલી બુઢી ડોશી ની જેમ ઊભી હતી .ઝુંપડીનો એક ખૂણો પકડી રામું રડી પડ્યો.

આમ તો રોજ એ ઝુંપડીયે આવતો પણ આજ એનિ મા પાસે આવ્યો. માં હું ફરિવાર એકલો થઈ ગયો. ઇલા તો ચાલી ગઈ. મારા બધા મને છોડી જતા રહ્યા. હું એકલો જ રહ્યો. ગામ લોકો મને સાચુજ જ મનહુસ કહે છે. બધા જતા રહ્યા પણ એ માં ! ભગવાનના દરબારમાં મારા જેવા પાપીની કોઈ જગ્યા નથી.

હું ક્યાં જાઉં? કોની સામે લડવું મારે ?માં હોત તો મારા ઉપર હાથ ફેરવતી એ મને છાનો રાખત ને! હું કોનો અપરાધી ઇલ્લાનો? માં તારો? મારી માનો ? કે મારા બાપુ નો?કોના માટે જીવવું? કેમ જીવું? એવું તો કેટલુંય એ બોલી-બોલીને રડે છે. એકલો એકલો એવું તો ઘણું બધું નીચુ માથું રાખી ભલભલાને કંપાવી દે એવું રુદન નાનું બાળક કરી રહ્યો.

એમાં રામુ ની પીઠ ઉપર કોઈનો પ્રેમાળ હાથ ફરી ગયો. પણ રામુ ના દુઃખ ની સામે આ હાથનું કંઈ વજુદ ન હતું. એટલે એ સ્પર્શ રામથી અળગો રહ્યો. ફરી એક્વાર હાથ ફરયો એટલે રામુએ મોં ઊંચું કરી જોયું તો શેઠાણી.

તારી મા જીવે છે બેટા. હું તારી મા આજથી. તું મને તમારા તમામ દુઃખ કહીશ. તને નહીં ગમે તો આપણે ઇલાને ફરીથી અહીં તેડાવી લઈશું. મારા દીકરા ,રામુ નવી માં ને ભેટી પડ્યો.

અડધો એક કલાક પછી રામુ શાંત થયો. એટલે લીલાવતી એને ફરી પોતાના ઘરે લઈ ગઈ. લીલાવતી રામુને દીકરા જેટલો જ પ્રેમ આપતી.

દિવસો પસાર થયા ,રામુ ઇલાને પત્ર લખે સુખ દુખ ના સમાચાર પૂછે, ઈલા દાદા- દાદીના વખાણમાં જ આખો પત્ર લખી નાખે. અને ભાઈ ઉપર પ્રેમ વરસાવે. અઠવાડિયે બે ત્રણ પત્ર તો પાક્કા જ!

એક, બે, ત્રણ કરીને દસેક વર્ષ વીતી ગયા. સાતમ આઠમ નું વેકેશન પૂરું કરવા દાદા-દાદી, શેઠ નો દીકરો, દીકરી અને ઇલ્લા આવેલા એ જતા રહ્યા. રામુયે હવે એકલા રહેવા ટેવાઇ ગયો. બધાની જીંદગી શાંતિથી કપાઇ રહી હતી. રામુ ઇલાને હવે દર મહિને પત્ર લખતો. કારણ કે ,ઈલા વારંવારના પત્રથી ગુસ્સે થતી અને ક્યારેક ક્યારેક પત્રનો જવાબ પણ ન આપતી.

દિવસોને દિવસો પસાર થયા. ઇલા હવે શહેરી જીવનમાં અંજાઈ ગઈ. શહેરી ભપકા એને સોહામણા લાગવા માંડ્યા. ગામડાનો એનો રામુભાઈ હવે ખાસ ન રહ્યો. કોલેજ ના છોકરા છોકરીઓ માં હોટ ગર્લ બની ગયેલી ઈલા.ફેશનમાં રાચવા લાગી.

ભાઈ ના કાગળિયા વાંચ્યા વિના ફાડી નાંખવા એના માટે કોલેજના છોકરાઓને ઇમ્પ્રેસ કરવા માટેની રમત બની ગઇ હતી. ઘરેથી કામકાજ પતાવી આ રામુની ઈલા કોલેજ જઈ ઐયાશી કરવા લાગી.

આ બાજુ બાર બાર વરસ નો રામુ બાવીસ વર્ષનો થયેલો .રામુ આજેય એ પવિત્ર પ્રેમની જોળી લઈ પત્ર દ્વારા બેન ની પાસે પ્રેમની ભિક્ષા માગતો જોગીડો બની ગયો.

એક ગામડાનો અભણ નવજુવાન દુકાન ની બારી પાસે બેસી આવતા જતા ટપાલી સામે તાકતો રહે. તો ક્યારેક તો ટપાલી ને બોલાવી પૂછી લેતો ઈલા નો પત્ર આવ્યો. ટપાલી પણ ઇલા થી પરિચિત થઈ ગયો હતો. એવું લાગતું કારણ કે ,એ માથું ધુણાવી હંમેશા ના પાડી દેતો .

અરે કાકા ફરી એકવાર જુઓને કદાચ તમારી નજરે ન ચડ્યો હોય. ટપાલી ગુસ્સાથી એક બે વેણ સંભળાવી નીકળી જાય. રામુની આંખો ભીની થઈ જાય. પણ ઈલા ભણવામાં વ્યસ્ત હશે, દાદા-દાદીની મદદમાં નવરી નહી હોય, એવું વિચારી એ પોતાની જાતને દિલાસો આપતો.

છ સાત મહિનામાં રામુએ દસ-બાર પત્ર લખી નાખ્યા .પણ એક પણ પત્રનો જવાબ ઈલા તરફથી ન મળ્યો. રામુ ખાવાપીવાનું છોડી બારી બાજુ આખો દિવસ બેસી રહે તો .ક્યારેક તો ટપાલીને ગાળોય ભાંડી દે .કે, ઈલા નો પત્ર તમે જ નથી મારા સુધી પહોંચાડતા.ઈલાના પ્રેમમાં રામુ ની આંખો વારંવાર ડૂબી જતી .અભણ રામુ શેહેરથી સાવજ અજાણ એને કોલેજમાં વળી શી ખબર હોય.

શેઠ અને શેઠાણી થી રામુની હાલત જોવાણી નહીં એટલે શેઠે રામુની શહેરની ટ્રેનની ટિકિટ કરાવી આપી

આગળની એક રાત જેવી જ આ રાત પણ, આ વખતે સવારે રામુ ટ્રેનમાં જશે ઇલા નહીં. આ વખતે રામુ રાત્રે 11:00 વાગ્યે બારી પાસે ઊભો બહાર નજર નાખી રહ્યો .પૂનમની રઢીયાળી રાત ધરતીને ચાંદનીથઈ તરબોળ કરતી. તારલિયા જાણે લંગડી ન રમતા હોય! એવું લાગ્યું .આજ આનંદ હતો. કાલે એની બહેનને મળવા જશે એનું એને ખૂબ જ આનંદ હતો . આજે એનો ચહેરો ખૂબ જ ખીલેલો હતો .

કાલના વિચારોમાં રાત આખી રામુ ઉંઘયો નહીં. ભગવાન ના પોસ્ટર પાસે જઈ તે બેસી રહ્યો, ભગવાન જુઓ આ મારી ટ્રેનની ટિકિટ. હું કાલે તમારી ઈલા ને મળવા જાઉં છું. મને આશીર્વાદ આપો.

રામુનું ડાબુ જમણું અંગ ફરકી રહ્યું છે. ઓરડાની બારી એ એક ઘુવડ ડરામણા અવાજો કરે છે. પણ બધું રામુ નજર અંદાજ કરી રહ્યો છે .એ તો બહેનના પ્રેમમાં ઓળઘોળ થઈ ગયો હતો. શેઠાણીએ આપેલી સરસ મજાની પેલી લાલ રંગની થેલી આખી ભરી દરવાજા પાસે રાખી દીધી .જેથી તે સવાર સવારમાં નીકળે તો ભૂલે નહીં.

જલ્દી સવાર થાય એ વાટ જોતો આજ રામુ આડો પડ્યો, નીંદરે એની આંખની ડાબલીઓ ક્યારે બંધ કરી એની ખબર પણ ન પડી!

છેક બારણે ટકોરા નો અવાજ સાંભળ્યો ત્યારે રામુ જાગ્યો. જોયું તો ઓરડામાં સૂર્યના કિરણો રમી રહ્યા. બારીના સળિયા પર ચકલી બેઠી બેઠી ચીં ચીં કરી રહી હતી .નવ વાગી ગયા હશે એવી બીકે રામુ સફાળો બેઠો થયો. બારણું ખોલ્યું સામે શેઠજી.

શેઠ:" કેમ ભાઈ આજ કેમ મોડા થયા."

રામ:" એ તો રાતે નીંદર જ આવેલી નહિ એટલે મોડું થઈ ગયું."

શેઠ:" કેમ બહેન ને મળવાની આટલી ઉતાવળ કે ઊંઘ ના આવી ?"

રામુ: "હા શેઠજી, મારી બહેન મારો આત્મા છે ,એના વિના મારું છે કોણ અહીં? "

ઈલા જે દિવસે મારો તિરસ્કાર કરશે ને તે દિવસ હું મરી જઈશ. પણ મને વિશ્વાસ છે મારી બહેન મને ક્યારેય પોતાના થી અળગો નહી કરે!!

મિત્રો નવલકથાનો આગળનો ભાગ ખુબજ રસપ્રદ છે.એ તમે જરૂર વાંચજો..તમારો કિંમતી રીવ્યુ જરૂર આપજો જેથી અમને inspiration મળતું રહે....

આપ સૌનો ખૂબ ખુબ આભાર..... ☺☺☺

🌹krishna solanki🌹