gariboni amiraai - 3 books and stories free download online pdf in Gujarati

ગરીબોની અમીરાઈ - 3

પ્રસ્તાવના: નમસ્તે મિત્રો,નવલકથાનો ત્રીજો ભાગ આપની સમક્ષ રજુ કરતા આનંદની લાગણી અનુભવાય છે.

તમારો સમય ન બગડતાં.... આગળના ભાગમાં અત્યંત ગરીબીનો સામનો કરતા લાચાર બંને,ઈલા અને રામુ શંકરશેઠની સાથે તેના જુનવાણી તોયે ભવ્ય મકાન માં પ્રવેશ કરે છે. હવે આગળ:

દુકાન નો દરવાજો ખોલી શેઠ અંદર પ્રવેશ્યા, તમે બંને અંદર આવતા રહો. બંને ભાઈ-બહેન ડરતા ડરતાં અંદર ગયા. શહેરી ઢબે હારબંધ ગોઠવેલી કાચની બરણીઓ, ટેબલ-ખુરશીની સરસ મજાની ગોઠવણી, આવતલ માણસની નજર હારબંધ વસ્તુઓને ઉપરથી જ ફરી જાય એવી ! મોટી મોટી બરણીઓ કોઈ માં ચોખા, મગ, અડદ ,ખાંડ ,સાકર, ભૂકી વગેરે . એવું મસ્ત સજાવેલુંકે આવનાર ગ્રાહકોની નજર બધી વસ્તુ ઓ ને ઝપાટે નિહાળી શકે. ઈલાની નજર સાકરની બરણી પર મંડાણી ,માખીઓ જેમ ગોળની ઉપર એકસામટી મંડાય કઇક એવી જ રીતે! ઈલા બરણીમાં ગરકાવ થઈ ગઈ. કેટલાય દિવસોથી ભૂખ્યું એનું પેટ જાણે કકળાટ કરી રહ્યું હતું.એની આંખો જાણે બરણી ની પાસે થોડી સાકર માંગી રહી હોય એવી એકધારી બની છે.

ઇલનો આવો વ્યવહાર જોઈ રામુ એ તેને પાછળથી માથામાં હળવી ટાપલી મારી, એજ વેળા એ શેઠ તેની હરકત જોઈ ગયાં.

શેઠ: "કેમ ભાઈ મારે છે, બિચારી ને!"

રામુ: "કઇ નહિ શેઠ ઇ તો અમથી જ ટપલી મારી,"માંડ માંડ સાંભળી શકાય એવા અવાજે એ ગરીબ છોકરાએ શેઠને જવાબ આપ્યો.

શેઠ બધી વાત તો પામીજ ગયા હતા. બન્ને બાળકોને નાના ટેબલ પર બેસાડી એક એક સાકરનો ગાંગડો હાથમાં આપ્યો.

ભૂખ્યા બન્ને બાળકો ને જાણે બત્રીસ ભાતનું ભોજન મળ્યું બન્ને એટલા ખુશ થયા.


રામુ: "શેઠ આપનો ખુબજ આભર, આપ અમારા માટે ભગવાન છો તમે મને નોકરી આપીને ખુબજ મદદ કરી અમારી બન્ને ની .

એક ગરીબ અને સાવ જ અભણ માત્ર બારેક વર્ષના છોકરાની આવી વાતો સાંભળી શેઠ થોડી ક્ષણો માટે અવાક થઇ ગયા. જવાબ માં માથું ધુણાવવા સિવાય એની પાસે જાણે બીજો રસ્તો જ ન રહ્યો હોય!

બસ બસ એક લાચાર બાળકના આશીર્વાદ મને મળી ગયા એથી વિશેસ મારે બીજુ કઈ નથી જોઈતું.

શેઠ: "સારું ચાલો, લીલાવતીએ રસોઈ બનાવી લીધી હશે, જમી લઈએ. શેઠ હસતા હસતા દુકાન ની બહાર નીકળી ગયા.

રામુ અને ઈલા થોડા ખચકાય ખરા પણ બેકાબુ ભૂખ એને શેઠ ની પરસાળ સુધી લઈ જ ગઈ.

ત્રણેય જન પરસાળ માં ગોઠવાયા,ઈલા ની નજર રસોઈઘરની બારીઓ પર ચોંટી ગઈ.એ ખુબજ ખુશ હતી આજ કેટલાય દહાડા પછી બન્ને ને સારું જમવાનું મળશે.જમવામાં શુ શુ હશે એનો વિચાર એના નાના મગજમાં ઘુમરાય રહ્યો.

થોડી વારે રસોડાના દરવાજે થઈ એક સુંદર સ્ત્રી ઓસરી માં આવી, ચહેરો હેતાળો અને એકદમ નિર્મલ હોય એમ ભાસે, એના રૂપાળા હાથની આંગળીઓ કોઈ પાત્રને જાલી ને જાણે એની છાતી પર રમી રહી હોય એવું લાગે. કાલી ભમર આંખો મેલઘેલા બાળકોને નિહાળી રહી ,પછી તરતજ એના ભવા એ ચહેરા ના ભાવો બદલી નાખ્યા હોય એમ ચહેરો સંકોળાઇ ગયો.એના રૂપાળા દેહ ને આમ અચાનક કોની નજર લાગી ગઈ હશે?

કેમ લીલાવતી, આમ કેમ જો છો. આ મોઢું કેમ પડી ગયું, તને બન્ને બાળકો ન ગમ્યા ?

લીલાવતી: "ના ના લાલાના બાપુ એવું નથી,આતો બન્ને માં-બાપ વિહોણા છોકરાં ને જોઈ મને આપણાં બાળકો યાદ આવી ગયાં."

શેઠ: " અરે ગાંડી આ આપના જ બાળકો છે એમ સમજ. કેમ કે મેં રામુને આપણી દુકાને નોકરી પર રાખી લીધો છે."

અને હવે આ બન્ને રોજ આપણે ત્યાંજ જમશે . રોજ રામુ આપણે ત્યાં નોકરી કરવા માટે આવશે,અને ઈલા પણ આવશે. તને પણ હવે એકલું એકલું નહિ લાગે . ઈલા તને કામ માં પણ મદદ કરશે.

શેઠ: "કેમ ઈલા કરીશ ને?"

ઈલા: "હ શેઠ કેમ નહિ?"

લીલાવતી: "અરે ના હો ,એ બન્ને રોજ અહીં ભલે આવે પણ એની પાસે હું કામ ન કરાવી શકું. મારી દીકરી હોય તો હું થોડી એની પાસે કામ કરવું. તો આ પણ તો મારી દીકરી જેવડી જ છે.

લીલાવતી જાણે એની સગી દીકરી સામે જોતી હોય એવી રીતે એની આંખો લાગણીથી છલકાઈ ગઈ. મેલીધેલી ગામની એક સાવ ગરીબ , અનાથ દીકરીને જાણે આજ એક માં ન મળી હોય ! ઇલાએ પણ આટલી અપેક્ષા ન રાખી હતી.એટલો પ્રેમ એને એક અજાણ સ્ત્રી , પુરુષ પાસેથી મળી રહયો છે.

જમવાનું પતિ ગયા પછી જમવાનું સાચવી લીલાવતી ઓરડામાં ગઈ.સરસ મજાની લાલ રંગની થેલી લઈને એ બહાર આવી.

લે રામુ આ મારી દીકરી અને દીકરાના જુના કપડાં છે જે એના કોઈ જ કામ ના નથી. કદાચ એ તમને કામ લાગશે .

લીલાવતી ની બન્ને બાળકો પ્રત્યેની લાગણી એક માં ની યાદ અપાવે એવી જ હતી.ઈલા તો લીલાવતી ની સામે ટગર ટગર જોયા જ રાખી. એને મનમા જ કદાચ એણે ન જોયેલી એની માં યાદ આવી ગઈ.એની આંખ નો ખુણો ભીનો થયો .

રામુ: "તમારા છોકરાઉ ક્યાં છે? એ પણ અમારા જેવડા જ છે..? એ કેવા ભાગ્યશાળી છે કે ,એને તમારા જેવા માં-બાપની છત્રછાયા મળી.

રામુ ની આંખમાંથી પાણીનો ધોધ વહી નીકળ્યો. એને ગળે ડૂમો બાજી ગયો. આંશુને છુપાવવા રામુ નીચે જોઈ ગયો.

હું સમજી શકું બેટા, નાની બહેન ની જવાબદારી ને ઉપરથી ગામલોકોનો ત્રાસ, પણ એક વાત યાદ રાખજે ઉપરવાળો જે કઈ કરે છે એ બધું માણસના હિતમાજ કરે છે.તમારી ચિંતાં પણ ઉપરવાળો કરતોજ હશે !

અને હા મારા બાળકો શહેરમાં ભણે છે.દાદા દાદી જોડે.તમારા જેવડા જ છે અને તમારા જેવાજ છે.ઇલાને માથે હાથ ફેરવતા લીલાવતી બોલી.

ઇલાને તો જાણે માંનો સ્પર્શ મળ્યો, એની આંખમાં ઝળઝળિયાં આવી ગયા.એ ઉભી થઇ શેઠાણીના હાથમાંથી થેલી લઈ ઊંધું જોઈ ગઈ.

શેઠ: "કેમ ઈલા શુ થયું."

ઈલા : "કઈ નહિ શેઠ અમારું આ દુનિયામાં કોઈ નથી . અમને આટલા વ્હાલ થી માથે હાથ ફેરવવા વાળુંય કોઈ નથી.એટલે બાની યાદ આવી ગઈ.બા કેવી હશે એની તો મને ખબર નહિ, પણ એ જો હોત તો બિલકુલ તમારા જેવીજ હોત. માથે હાથ ફેરવેત વ્હાલથી ખવડાવેત, પીવડાવેત.

મેલીઘેલી છોકરીનો વિષાદ લીલાવતીને રોવા માટે મજબૂર કરી રહયો હતો.બન્ને જમી પરવારી ઝૂંપડીએ ચાલતા થયા.

શેઠે ફરી એકવાર રામુને સવારે સાત વાગે નોકરી પર આવી જવા ટકોર કરી.

બન્ને ઝૂંપડીમાં આવ્યા ત્યારે સુરજનારાયણ ક્ષિતિજે સ્થિત હતા.લાલ રંગની વાદળીઓ જાણે બન્ને ની કંગાલી ઉપર હસતી હોય એવું લાગે. પંખીડા ઝૂંપડાની ઉપરથી કલબલાટ કરતા ઉડી રહ્યા.ઉકરડાના કકળાટઃ હવે શાંત થઈ રહ્યા.હવાની લહેરખીમાય એક અજીબ ખામોશી છવાયેલી લાગતી.નિર્જીવ ઝુંપડી જાણે બન્ને ના આવવાથી એક માં ની જેમ સંચરી ઉઠી.ઝૂંપડીનો અને બન્ને બાળકોનો નાતો એક માં દિકરાથીય વિશેસ છે. ખાસ કરીને રામુનો.

નાની બહેનને સાચવતાં સાચવતા જ્યારે રામુના ભૂખ્યા પગ થાકી જાય ત્યારે એકમાત્ર તૂટેલિફુટેલી ઝુંપડી એની સંભાળ એક માંની જેમ જ રાખે.

પેટનો પ્રશ્ન તો હાલ પૂરતો હલ થઈ ગયો, કેટલાય દિવસબાદ બન્ને ને ભર પેટ જમવાનું મળેલું, અને કોઈ માણસ એ ખરું જેને પોતાનું કહી શકાય.

કપડાથી ભરેલી થેલી ઝૂંપડીના એક ખૂણામાં ગોઠવેલા દેવતાઓની આગળ આવી અને સહૃદયતાથી ઈલાએ ઠાલવી મનોમન બોલી રહી" હે ભગવાન ! આ મારા નવા કપડાં હવે અમને ઠંડી નહિ લાગે ને" ,પોતે તો જોયા નથી પણ એના ભગવાનને કાલીઘેલી ભાષામાં શેઠના છોકરા ના જુના કપડા બતાવતા આનંદિત એ દીકરી ઘણુ ખુશ હતી.
રામુએ કપડાં આમ તેમ કરી જોવાનું ચાલુ કર્યું. એમાં શેઠના છોકરા ના બે જોડી અને છોકરી ના બે જોડી કપડાં હતા. એ જુના કપડા પહેરી બંને જાણે રાજશી કપડાં પહેરયા હોય એટલા ખુશ થઇ ગયા. જીવનમાં આટલો આનંદ કદાચ પહેલીવાર પણ હોઈ શકે, ગરીબોની નાની નાની ખુશીઓ જાણે ઝુંપડાની ત્રાસી દીવાલોને ખલભળાવી મુક્તિ.

આજે જમવાનું અને કપડાં બન્ને એક સાથે મળી ગયા એટલે ઉદાસ ઝૂંપડીમાં એક નવીજ રોનક છવાય ગઈ. બન્નેએ કલાકો સુધી તુટેલા અરીસાની સામે જોયું. અને એક પછી એક બધી જોડી તપાસી લીધી.દિવસો વિત્યા રામુ રોજ સવારે નોકરીએ જાય,અને એની જોડે ઇલાનેય લેતો જાય સાંજે જમીપરવારીને બન્ને તેને ઝૂંપડીએ પાછા આવતાં રહે ,

એક દિવસ દયાળુ શેઠે એક રુમ ખાલી કરાવી બંન્નેને ત્યાં જ રહેવા પૂછી લીધું, બંને ભાઈ-બહેન ત્યાં રહેવા રાજી થઈ ગયા.

રામુ અને ઈલા છેલ્લી વાર એની પોતાની ઝૂંપડી આવ્યા .બાપુની છબી, ભગવાનના ફોટા લઈ ઈલાએ એક થેલીમાં નાખ્યા.

રામુએ તૂટેલા-ફૂટેલા રમકડાઓ એક થેલી માં નાખી દીધા.
ઇલા : "ભાઈ, આપણે મોટા હેઠ ને ત્યાં રહેવા જાએ તો આ તુંટેલા ફૂટેલા રમકડા ના લઈ જઈ તો!"

રામનું: "કેમ તારા એકાંતનો સહારો ન હતા શું!"

ઈલા: " હા પણ, કિંમત વગરના એ રમકડાં શેઠની મેડીએ નહીં સોંભે.

રામુ: "તું આજે આની કિંમત નહીં સમજે, આ રમકડા તને અને મને યાદ અપાવતા રહેશે કે આપણે એક સમયે ક્યાં હતા! તારો અન મારો આ ઝુંપડી સાથેનો નાતો આ રમકડા ક્યારેય ભૂલવા નહિ દે, તને કે મને અભિમાન આવે તો અભિમાન તોડવા રમકડા આપણી મદદ કરશે.

ઈલા: 'હોતું હશે કઇ એવું !"

રામુ :" હા હા, ચાલ હવે."

બન્ને ભાઈ બહેને માંથીય વધારે વા'લી ઝૂંપડીને કેટલીય વાર ચૂમી લીધી. આંશુના ધોધ વહાવી બન્ને ચાલતા ચાલતા થયાં.

ઝૂંપડાંને જો વાચા ફૂટી હોત તો એ બંનેને જવા જ ન દે ,અને જો પગ આવ્યા હોત તો તો બંનેની સાથે ચાલી નિકળેત પણ સુખ દુઃખના તાંતણે બંધાયેલા ત્રણેય કોણ જાણે કેટલું રડ્યા પણ હશે.એક માંનો પોતાના બુઢાપામાં સહારો જતો રહ્યો હોય એવું જાણે લાગે.

રામુ : "તને રોજ મળવા આવીશ, માં તારા ચરણે વંદન .આખુય ગામ જ્યારે અમને હડધૂત કરતું ત્યારે તું અમને ચરણે લેતી ,તારી છત્રછાયા ક્યારેય ન ભૂલીશ.

રામુના મુખમાંથી શબ્દો સરી પડયા. ઝૂંપડાની અંદર ની ધુળ માથે ચડાવી નતમસ્તક થઈ, ઝુંપડાની રજા લીધી.

ઈલા એ આવું દ્રશ્ય જોયા રાખ્યું.પણ કશુક બોલવાની હિંમત ન કરી, જ્યાં સુધી ઝૂંપડું દેખાયુ ત્યાં સુધી રામુ પાછળ ફરીને જોતો રહ્યો.

ઈલા :" ભાઈ કેમ જોશો હવે આપણે મોટા ઘરમાં જઇએ. એ પણ આ ઝૂંપડાથીય મોટું, મને તો ત્યાં ખૂબ ગમશે. તૂટેલા ઝુંપડા કરતા મોટા ઘરમાં કેવી મજા આવશે નહિ ભાઈ!

રામુ:"એ ગાંડી જગત આખું ફરીશ તોય તને આપણા ઝુંપડાથી મોટું ઘર ન મળે .તુંતો નાની છો એટલે તને ખબર ન પડે ,

તું જ્યારે મારી પાસે નહીં હોય ને, ત્યારે હું રોજ અહીં આવીશ અને તારી ફરિયાદ મારી મા જેવી આ ઝૂંપડીને કરીશ.

સાતેક વર્ષની ઇલાને મન રામુ ની ચિંતાઓ સાવજ ફોગટ હતી.પણ ભાઈ ની ફરજ બજાવતાં બજાવતાં એના થાકેલા ટાંટિયા ને આ જ ઝૂંપડીએ આરામ આપેલો એ આ છોકરી કેમ સમજે !!

મિત્રો , અહીં આ ભાગને હું વિરામ આપું છું. હવે પછીની story ખુબજ રસપ્રદ છે તો વાંચવાનું ન ભૂલતા.

અને તમારો support મારા માટે ખુબજ અગત્યનો છે.તમારા વિચારો પણ મને આવકાર્ય છે. So pleas મારી ભૂલો અને ખામીઓ મારી સમક્ષ રજુ કરવા વિનંતી.જેથી આગળના ભાગમાં એવી ભૂલોને કોઈ અવકાશ ન રહે.

🌹🌹આપ સૌ નો દિલથી આભાર.🌹🌹

To be continue..........😊

Krishna solanki.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED