#KNOWN - 31 books and stories free download online pdf in Gujarati

#KNOWN - 31

"મોમની કાચની પેટી."

"શું કહ્યું??" માધવીએ પોતાના આંસુ હડસેલતા આદિત્યનાં શબ્દો કાને પડતા પૂછ્યું.

"મારી મોમની એક કાચની પેટી હતી. એ પેટી તેને ખૂબજ વ્હાલી હતી. કદાચ તેમનો આત્મા એમાં જ હોઈ શકે."

"હા બરાબર તું કહે છે એમ હોય તો આપણે ફટાફટ તે પેટી પાસે પહોંચવું પડશે."

"હમ્મ, બસ હવે અડધો કલાકમાં પહોંચીશું. તું આગળ વાત કર. અનન્યા વિશે."

"બસ ત્યારબાદ અનન્યાના શરીરમાં એ તારી મોમની આત્મા આવતી જતી રહેતી. અનન્યા એટલે કે તારી મોમ અઘોરી પાસે રહેલ પુસ્તક મેળવવામાં તો સફળ થઇ પણ તેને જયારે આ વાતની ખબર પડી કે પુસ્તકમાં રહેલ કોઈ પણ લખાણ માત્ર અનન્યા જ વાંચી શકશે તો તેમણે નવો ઉપાય શોધી કાઢ્યો. તારી મોમે કપટથી અઘોરી ત્રિલોકનાથને મારી નાખ્યા. અનન્યા પુનઃ જીવિત કરવાની વિધિ જાણતી હતી પણ અનન્યા એવું ન કરી શકે એમ તારી મોમે તેમના શરીરનાં ટુકડાઓ દુર કરીને અલગ અલગ દાટી દીધા.

એકવાર તારી મોમને મારી ઉપર શક જતો રહ્યો હતો પણ મેં અનન્યાની સામું હાથે કરીને આવીને તેની સાથે એ પ્રકારે વાત કરી કે તેમને અમારા પ્લાન વિશે કંઈજ જાણ નહોતી તે જાણીને અમને હાશકારો આવ્યો. અઘોરીની હત્યા કર્યા બાદ જયારે તારી મોમની આત્મા અનન્યાના શરીરમાં આવી તો અનન્યા કાલીઘાટ પાસે આવી. ત્યાંના પૂજારી સાથે બધી વાતચીત કર્યા બાદ અમને જાણવા મળ્યું કે તારી મોમની સાથે-......."

"આવી ગયા ઘરે, ચાલ અંદર..." આદિત્યએ કારને પાર્કિંગમાં મૂકતા કહ્યું.

"ના આદિ, હું અંદર નહીં આવું. તારી મોમ તને કાંઈ નહીં કરે પણ મારી પાસે મારું લોકેટ ખોવાઈ ગયું છે એટલે મને નુકસાન કરીને જ રહેશે." માધવીએ પોતાના ગળાના ભાગે આવેલ ખાલી ચેઇન બતાવતા કહ્યું.

"તને હું કંઈજ નહીં થવા દઉં. ટ્રસ્ટ મી. મારી પાસે પણ એ જ પ્રકારનું લોકેટ છે." આદિત્યએ પોતાનું લોકેટ બતાવતા કહ્યું.

માધવી અને આદિત્ય બંને ઘરમાં પ્રવેશે છે. આદિત્ય દોડતો દોડતો શીલાના રૂમ તરફ જવા લાગ્યો. માધવી આજુબાજુ નજર દોડાવવા લાગી. ત્યાંજ માધવીનું ધ્યાન એક વસ્તુ પર પડ્યું. તેણે જોયું તો ઘરમાં હાથાપાઈ થઇ હોય એવું લાગતું હતું. તેણે એ વસ્તુને પોતાની પાસે રહેલ પર્સમાં સરકાવી દીધી. ત્યાંજ પાછળથી એક #Known (જાણીતો )અવાજ આવ્યો. માધવી સર્વાંગ ધ્રુજી ઉઠી. તેણે પાછળ જોવાની હિંમત કરી જ લીધી.

"મારા ઘરમાં તારું સ્વાગત છે મારી પ્રિય સખી માધવી."

માધવીએ જોયું તો સામે અનન્યા ઉભી હતી. અનન્યનો ચહેરો ખૂબજ ભયાનક લાગી રહ્યો હતો. હમણાં જ કોઈકનું ખૂન પીધું હોય એમ હજુ પણ તેના મોંઢા પરથી રક્ત ટપકી રહ્યું હતું. અનન્યાના લાંબા વાંકડિયા કેશ હવામાં લહેરાઈ રહ્યા હતા. તેના કેશમાંથી તેમજ તેના પૂરા શરીરમાંથી એક તીવ્ર દુર્ગંધ આવી રહી હતી.

"શીલા તારે મને જે નુકસાન પહોંચાડવું હોય એ પહોંચાડ પણ અનન્યાના શરીરને મૂકી દે. તે નિર્દોષને આમ પીડા ન આપીશ." માધવી હાથ જોડતા બોલી.

માધવીની વાત સાંભળીને અનન્યા (શીલા ) અટ્ટહાસ્ય કરવા લાગી. પોતાનું હસવાનું માંડ રોકતા અનન્યા માધવી સામું ગુસ્સાભરી નજરે જોવા લાગી. તેની આંખો અંગારાની માફક ચમકવા લાગી.

"મૂર્ખ છોકરી તને એવું લાગે છે કે આ બધું હું આટલી સરળતાથી મૂકી દઈશ... હજુ તો શરૂઆત છે. આજે ચાંદની એ વિધિ કરી રહી છે જેનાથી હું અનન્યાના શરીરમાં કાયમી વસવાટ કરવા લાગીશ. જા બોલાય તારા ભગવાનને હિંમત હોય તો અમારો સામનો કરી બતાવે." અનન્યા ક્રોધિત થઈને ઊંચા સ્વરે બોલી.

"હા, આવશે મારો ભગવાન... ભગવાન દ્વારા જ અનન્યાનો જન્મ એક પવિત્ર આત્મા સ્વરૂપે થયો હતો." માધવી મક્કમ મન કરતા બોલી.

"ભગવાન જેવું કંઈજ નથી હોતું નહીંતો અનન્યાની આજે આવી હાલત ના હોત. હા, આત્માઓ હોય છે. કાલીમાઁનું
એ ટુકડો બસ એકવાર અમારા હાથમાં આવી જાય પછી સ્વયં મહાકાલ પણ અમારું કંઈજ નહીં બગાડી શકે." આટલું કહીને અનન્યા ત્યાંથી નીકળી ગઈ અને અદ્રશ્ય થઇ ગઈ. માધવી તેને જતા છેક સુધી જોતી રહી.

"માધવી" આદિત્યએ સીડીઓ ઉતરતા બુમ લગાવી.

"શું થયું?? તું આટલો ગભરાયેલો કેમ છે??" માધવીએ આદિત્યને હાંફતા જોઈને પૂછ્યું. આદિત્યનું હાંફવાનું જોઈને માધવી રસોડામાં પાણી લેવા ગઈ તો ત્યાંનું દ્રશ્ય જોઈને તે ચીસ પાડી ઉઠી. અંધારામાં ફ્રિઝના પ્રકાશે તેને એક મૃતદેહ દેખાયો. માધવીની ચીસ સાંભળીને આદિત્ય દોડતો આવ્યો અને લાઈટ ચાલું કરી.

આદિત્યએ જોયું તો નીચે તેમના નોકર ગટુની લાશ હતી. તેના લોહીથી નીતરી રહેલા અંગના ટુકડા આખા કિચનમાં વેરવિખેર પડ્યા હતા. માધવીને તે દ્રશ્ય અને વાસ આવતા ઉલટી જેવું થવા લાગ્યું.

"ગટુને કોણે માર્યો હશે??" આદિત્યએ ગટુની લાશ સામું જોતા પૂછ્યું.

"તારી મોમે."

"પણ મોમ કયારે આવી અહીંયા??"

"આપણી પહેલા અને જતી પણ રહી તારા આવતા પહેલા." માધવી નિરાશ ચહેરે બોલી.

"માધવી, તેને કદાચ આપણાથી વહેલી આ વાતની જાણ થઇ ગઈ."

"કેમ શું થયું??"

"એ પેટી નથી જ્યાં હોવી જોઈએ. મેં બધે ચેક કરી લીધું પણ એ ક્યાંય ના મળ્યું." આદિત્યએ ઉદાસ ચહેરે કહ્યું.

આદિત્યનાં આટલું બોલતા જ આખા કિચનમાં શીલાનો અટ્ટહાસ્ય ગુંજવા લાગ્યો. માધવીએ ડરીને આદિત્યનો હાથ પકડી લીધો.

"હવે શું કરીશું??" આદિત્યએ માધવીના ચહેરા સામું જોઈને પૂછ્યું.

માધવી આદિત્યનાં કાન પાસે આવીને "રાહ" બોલી. આદિત્ય તેનો મતલબ સારી પેઠે સમજી ગયો હતો.
થોડીવાર બાદ અવાજ આવતો બંધ થઇ ગયો. માધવીએ તેના પર્સમાંથી એક કલોક જેવું કાંઈક કાઢ્યું.

"આ શું છે??" આદિત્યએ આશ્ચર્યભાવે પૂછ્યું.

"આ આસપાસ આત્મા છે કે નહીં એ જાણવાનું યંત્ર છે. શીલા અહીંથી જતી રહી છે કે નહીં સંપૂર્ણપણે જાણી લઉં પહેલા." આટલું બોલીને માધવી આખા ઘરમાં તે યંત્ર લઈને ફરતી રહી પણ તેમાં ક્યાંય કોઈ આત્મા જોવા ના મળી.

રસોડામાં એક આત્મા મળી જે માધવીએ જાણ્યું કે એ તે નોકરનો આત્મા ફરતો હતો. એમ પણ કોઈપણ વ્યક્તિના મર્યા બાદ તેર દિવસ સુધી તે આત્મા તે મૃતસ્થળની આસપાસ જ હોય છે.

"હવે શું કરવાનું છે??" આદિત્યએ કાંઈ ના સૂઝતા માધવીને અધીરાઈપૂર્વક પૂછ્યું.

"હવે જો હું શું કરું છું." આટલું બોલીને માધવી શીલાના રૂમ તરફ ગઈ. ત્યાં તેણે આદિત્ય પાસે મોટો લોખંડનો સળીયો મંગાવ્યો. આદિત્યના સળીયો આપતાં જ માધવીએ નીચે ટાઇલ્સો તોડવા લાગી. ટાઇલ્સોની નીચે રહેલ વસ્તુ જોઈને આદિત્યની આંખોમાં ચમક આવી ગઈ.

"મળી ગયું.... મોમની કાચની પેટી.... પણ તને કઈ રીતે ખબર પડી કે તે અહીંયા છે??" આદિત્યએ નવાઈ પામતા પૂછ્યું.

(ક્રમશ :)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED