અદ્ભૂત, વિચિત્ર સપનાઓ! Harshit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અદ્ભૂત, વિચિત્ર સપનાઓ!

જો લેખનું શિર્ષક વાંચીને જ અહા કેવી લાગણી અનુભવાય છે. પરંતુ અદ્ભુતની બાજુમાં આ વિચિત્ર શબ્દ કેમ મૂક્યો અને એનો અર્થ સમજવાનો પ્રયત્ન કરવામાં જ ઘણા લેખ વાંચવાનું ભૂલી જશે. પણ ખેર, જો તમે આ વાંચી રહ્યા છો તો તમારુ ધ્યાન એ વિચિત્ર કરતાં ચોક્કસ આ લેખ પર વધુ હશે! મને તો એ ખબર પણ નથી કે આ લેખ છપાશે કે કેમ? અને જો છપાશે તો ક્યાં અને કેવી રીતે? તેમ છતાં લખી રહ્યો છુ. એ જ સપનાઓ વિશે જેને માણસ જાત વર્ષોથી જોતી આવી છે. કદાચ માણસના જીવવા પાછળનું મુખ્ય કારણ પણ એ જ છે. દરેકની આંખોમાં સપના હોય છે. હવે વળી અહીં એ મજાક કરવા ન બેસતાં કે આંખોમાં કેવી રીતે સપનાં હોય? આગળ વધીએ મારા ઉપરનાં વાક્યોનો અર્થ કદાચ સમજી ગયા હશો અને જો ન સમજ્યા હોવ તો આ લેખના અંત સુધીમાં કદાચ સમજી જશો.

હા, તો સપનાં આમ તો કોઈ છોકરીનું લાગતું આ નામ સરસ છે નહિ! પણ જો આપણી બુદ્ધિ એનાથી આગળ થોડું વિચારે અને કદાચ જો આપણે આપણી જાતને જ પ્રશ્ન પૂછીએ કે આપણે કેમ જીવી રહ્યા છીએ? કરી જો જો પ્રયત્ન! આપણામાંથી અડધાથી ઉપરનાને તો આનો જવાબ જ ખબર નથી! અને અડધામાંથી ય અડધા થોડાં ગૂંચવાશે. બાકીના અડધાં પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરશે અને એ પણ આ લેખનં શિર્ષક પર જ આધાર રાખતો હશે! કે અમે અમારા સપનાઓ માટે જીવી રહ્યા છીએ. કેવા સપનાં? તો કોઈ કહેશે અમારા છોકરાને ભણાવવાનું સપનું, કોઈ કહેશે બિસનેઝમેન બનવાનું સપનું, તો વળી કોઈને કાર ખરીદવાનું સપનું. એટલે જ કદાચ આવા સપનાઓના લીધે એ પેલા જાહેર ખબરોવાળા ફાવી જાય છે. હમ હે આપ કે સપનો કે સાથી લે જાઈયે કાર ઓર કરીએ સપને સાકાર! હવે બિચારા એને કોણ સમજાવે કે ભાઈ તુ તારા સપનાં પૂરાં કરવા લોકોને કાર તો વેચી રહ્યો છે પણ એના માથે આવતાં હપ્તાના ટેન્શનનું પણ કહેતો જા એટલે એને કાર વેચવાના વારા ના આવે!

પણ કહેવાનો મર્મ એટલો જ છે કેખરેખર જો વાસ્તવિકતા જોવા જઈએ તો દરેક માણસ પોતે જોયેલા સપનાં પૂરા કરવા જ એ કદાચ જીવતો હોય છે. કોઈને ડુંગર ચડવા છે તો વળી કોઈને માર્ક્સ પૂરા જોઈએ છીએ. તો આ સપનાઓ શું ઈચ્છાઓ ઉપર આધાર રાખતાં હશે? હવે વળી આ ઈચ્છા નામની બલા કયાંથી આવી? કોઈ મહાપુરુષના મતે બધાં પાપનું મૂળ જ ઈચ્છાબેન છે! હીહીહી! તો માણસ જાતે કોઈ ઈચ્છા જ નહિ રાખવાની? ના ના એવું નહિ. ઈચ્છા અને સપનાનો ભેદ પણ કેવો વિચિત્ર થાય નહિ? પહેલું તમારે જોઈએ જ છે ને બીજું પુરુ થાય કે ન થાય એ કલ્પના માત્ર બનીને પણ રહે !

બાળકને જ્યારે કોઈ એવું કહે કે આજે તો કોઈ ખાસ જગ્યાએ જવાનું છે. તો એને ધોળે દિવસે બી કેવા સપના આવે એ જગ્યાના! ભલે એ જગ્યા એણે જોઈ નથી પણ બાળક જ શું કોઈ પણ માણસ વર્ણન માત્રથી એ કલ્પના કરવા મજબૂર બની જાય. ભલે ને હકીકતમાં વાસ્તવિકતા કાંઈ જુદી જ હોય પણ આપણું આ ઈન્સાની દિમાગ એકવાર એની શક્તિ અને વિચારો ઉપરાંત વર્ણનના આધારે બધું ગોઠવીને કહે ખરા જો કદાચ આવું હશે. આવી મજા પડશે. ભલે ને વાસ્તવિકતા કાંઈક જુદી જ હોય!

હા તો આપડે વાત હતી સપનાઓની એવા સપનાઓ કે જે માણસને જીવવા મજબૂર કરે છે. નહિ કે પેલા હોરર ફિલ્મ જોયા પછી આંખો બંધ કરીએ એટલે ભૂત જ દેખાય! કે પછી મનના વિચારોને કારણે એવી આક્રુતિ રચાય. પણ અહીં તો વાત છે એવા સપનાઓની જે કદાચ તમને ઊંઘવા પણ ના દે. જે કદાચ તમને તમારી જીંદગી ના મહત્વના ધ્યેય સુધી પહોંચાડી દે. અને જે કદાચ તમારી જીંદગી જીવવાનો એ મુખ્ય સાર હોય એવા ખુલ્લી આંખે! હા ખુલ્લી આંખે જોવાતા એ સપનાઓની જેને પૂરા કરવા જ તો આ માણસજાત દિવસ-રાત જાગે છે.

પરંતુ બધા થોડી ભાગ્યશાળી હોય છે કે એમના સપનાઓ પૂરા થાય. હા અહીં કહેવાની જરુર નહિ કે સપના પૂરા થાય એ ભાગ્યશાળી કહેવાય કારણ કે જે તમે વિચારો એ બધું જ થાય તો કેવાવી મજા પડે! અને અહીં એ જ વાત છે કે જો બધું આપણે વિચારીએ એ જ પ્રમાણે દુનિયા વર્તે કે આપણે વર્તીએ તો તો પછી વિજ્ઞાાન સાચું પડવા માંડે(હા પાછું અહીં કહેવું પડે કે આજનું કાલનું કે ગમે ત્યારનું વિજ્ઞાાન હજી સુધી સ્રુષ્ટિના દરેક પ્રશ્નોના જવાબ આપી શક્યુ નથી.) અને ત્યાં તો વળી દુનિયાના જિનીયસ માણસો બૂમબરાડા પાડીને બિચારા સામાન્ય માણસ પર આધિપત્ય જમાવે પણ ખરા! પણ ખેર એ નથી. કદાચ જો ઈશ્વરમાં માનતા હોવ તો એની જ શક્તિ નહિતર એ પૂર્ણ સાયન્સ કે જેને હજી આપણે જાણતા પણ નથી તેમ છતાં તેની પાછળ નવું ને નવું શોધતાં શોધતાં આપણે અહીં સુધી માણસજાતને લાવી શક્યા. કદાચ સોળમી - સત્તરમી સદીમાં મોબાઇલ જેવું સાધન એકમાત્ર સપનું એ હતુ ને! આવા તો કંઈ કેટલાય સપનાઓ માણસજાતને પૂરા કર્યા અને કેટલાય સપનાઓ હજી માણસની આંખોમાં ડોકીયા કરી રહ્યા છે. અને આનાથી પણ વધારે સારી રીતે માણસજાત કહેવાતી એ કુદરત (અહીં કહી દવ કે આ કુદરત જેને કહીએ છીએ એ ફક્ત ઝાડ-પાન કે પશુ પક્ષી સુધી સિમિત ન રાખતા) એ તો તમારા સપનાઓની બહાર છે. એ સપનાઓ સુધી તો હજી સુધી માણસજાત પહોંચી શકી જ નથી અને ક્યારે પહોંચશે એ કહેવુ અત્યારે તો શક્ય નથી. પણ હા ઘણાં માણસો એને સમજવાનો પ્રયત્ન કરે છે (અહીં ફક્ત સમજવાનો લખ્યો છે કેમ કે આમાં નુકસાન સિવાય સારુ આપણે આજ સુધી ગોઠવી શક્યા નથી.)

સારી વાત છે. પણ બંધ આંખે કે ખુલ્લી આંખે સપનાઓ એ ઝનૂન છે. એવું ઝનૂન કે જેને માણવાની મજા આવે છે. આપણી વાસ્તવિકતાઓથી એ સપનાઓ ક્યારેક પર છે તો ઘણીવાર એને આપણે આપણા ઝનૂનથી જ વાસ્તવિક બનાવી દઈએ છીએ. અને એટલે જ હવે જો લેખ પૂરો વાંચ્યો હોય તો જેની આંખો પેલા વિચિત્ર શબ્દ પર અટકી હતી એમને કહી દઉ કે એટલે જ મે એને વિચિત્રથી સંબોધ્યા હતા. આજનું મેડિકલ સાયન્સ જેમ વિજ્ઞાન કુદરતને સમજવા મથે છે એમ આ સપનાઓને સમજવા મથે છે. અને પરિણામો પણ જોઈએ એવા સંતોષકારક નથી અથવા કહોને આપણે એને સમજી શક્યા જ નથી એ વિચિત્ર અદ્ભૂત સપનાઓને!
***********************************************************************************

છેલ્લા શ્વાસ : હકીકતમાં એ સપનાની હકીકત હતી,

ને એ હકીકતમાં તુ બસ મારી હતી.