દીકરી ના પિતા ની વ્યથા.
દીકરી એટલે વહાલ નો દરિયો.દીકરી એ એક પિતા નુ સન્માન હોય છે. દીકરી એટલે ભગવાને કરેલ દાન.
જયારે દીકરી નો જન્મ થાય છે ત્યારે સૌથી વધારે એના પિતા ખુશ હોય છે.એને ખંભા પર બેસાડી આખુ ગામ દેખાડે છે.એની નાની નાની ઈચ્છા પુરી કરે છે.
દીકરી જે વસ્તુ માગે એ હાજર કરે છે,એના આંખ માંથી એક આંસુ પડે તો એના પિતા ને તકલીફ થાય છે.પિતા -પુત્રી નો અમુલ્ય હોય છે જયારે એના પિતા કામે જાય ત્યારથી એ દીકરી મિત્રો માડી દરવાજા પાસે એના પપ્પા ની રાહ જોતી હોય છે.જયારે એના પપ્પા ઘરે આવી જાય ત્યારે એ એના નાના પગે થી દોડી એના પિતા પાસે જાય છે.એના માટે એના પપ્પા જ હીરો છે અને પિતા માટે એની દીકરી જ રાજકુમારી.એ પિતા એની પાલન પોષણ પણ રાજકુમારીની જેમ કરે છે.
પણ એજ દીકરી જયારે મોટી થાય ત્યારે એના પિતા ની ચિંતા વધી જાય છે.એને સમાજ નુ જ્ઞાન આપવું વ્યવહાર મા સમજણ આપવી એને ભણાવી ગણાવી.
દીકરી જયારે સમજણી થાય ત્યારે સાસરે મોકલી દેવા ની તૈયારી કરવા લાગે છે એને ગમતા કપડાં-દાગીના બધી જ વસ્તુ એની દીકરી ને ગમતી લે છે.એના લગ્ન સમયે જમણવાર પણ એની પસંદ નુ એના પિતા કરે છે. કેમ કે પિતા વહાલી દીકરી હોય છે.પિતા નો ચહેરો વાચવા માટે દીકરી જેટલી કોઈ સમજદાર વ્યક્તિ નથી.
બધુ જ રીતરિવાજ મુજબ એના પિતા એ કર્યુ હોય છે.જયારે એ દીકરી ની વિદાય થાય ત્યારે એ પિતા એને વળાવતી વખતે એની આંખ માંથી આંસુ વહેવા લાગે છે એની સામે એની દીકરી નુ બાળપણ દેખાય છે કેવી આંગણે રમતી મારી દીકરી ને એ જ આંગણે થી વળાવુ છું હમેશા પપ્પા પપ્પા કરતી આવતી મારી દીકરી ને મારા ઘરે થી પારકા ઘરે મોકલું છું જેને એક દિવસ દુર ના રહેવા દેતો એ દીકરી ને હમેશા માટે દુર કરુ છુ.આ બધા વિચાર સાથે એના પિતા વિદાય આપે છે.
જયારે એની લાડકવાયી દીકરી ને વળાવી ને ઘરે આવે ત્યારે ઘર ની એક એક દિવાલ,એક એક વસ્તુ મા એની દીકરી નો અવાજ સંભળાય છે.અને એક ખુણા જઈ રડયા રાખે છે.
આખુ ઘર શાંત હોય એક પણ જગ્યા એથી કોઈ અવાજ નહી આવતો જાણે ઘર મા કલોલ કરતી મારી દીકરી પારકા ઘર મા કલોલ કરતી થઈ જાશે.
સાસરે ગયા પછી એના પિતા નો જીવ એની દીકરી મા જ રહે છે.મારી દીકરી ત્યા બધા સાથે હળીમળી ગઈ હશે ને?આવી નાની ચિંતા એના માં-બાપ ને ખાઈ જાય..
જે દીકરી એક વસ્તુ માંગતી અને એના પિતા બે વસ્તુ લાવી આપતા એ એને સાસરે મળી જતું હશે કે નહીં?
દીકરી જયારે પિયરે રડે તો છાની રાખવા એની માં દોડી ને આવે છે.પણ સાસરે મારી દીકરી ને કોણ છાનું રાખતું હશે?આ બધા વિચાર એક પિતા ને અંદર ને અંદર ખાય જાય છે જયારે એના પિતા એની લાડલી દીકરી ને પારકા ઘર ને અપનાવી ને વ્યવહાર આગળ થતા જોઈ ને એ પિતા ને એના દુઃખ નો ખ્યાલ પણ નથી રહેતો.મારી દીકરી આટલી સમજનાર કયારે થઈ ગઈ ? જેના થી એક વસ્તુ ના સાચવાતી એ મારી દીકરી આજે સાસરા નો આખો વ્યવહાર સંભાળવા લાગી.
પિયર મા એક એક વસ્તુ માટે પૂછતી મારી દીકરી ને આજે એના સાસરા મા બધા એને પુછી ને કામ કરે છે.આજે મારી દીકરી વ્યવહાર મા આગળ રહેતા શીખી ગઈ.
દીકરી ના પિતા ની વ્યથા કોણ સમજે??..