happy ni love story books and stories free download online pdf in Gujarati

હપી ની લવ સ્ટોરી

હપી અને હિરલ ની અને આ સાચી સ્ટોરી તમારી સામે લાવી રહી છુ.
હપી નામનો છોકરો જેને જીંદગી ની કોઈ પડી નહોતી એને છોકરીઓની જાણે કમી જ નહોતી એની આગળ પાછળ છોકરીઓ એમ ફરે જાણે મધપુડા પાછળ મધમાખી પણ એની લાઈફ મા સાચો love તો આવ્યો જ નહોતો.લાઈફ ની કાંઈ ચિંતા જ નહી late night ફરવું ,સિગરેટ ની habit. કહે ને જેટલી ખરાબ આદત હોય એટલી જ સારી આદત હોય છે friends ની મદદ કરવી,આપણા થી મોટા વડીલો ને મદદ કરવી.ભગવાન ના કામ મા કોઈ દિવસ પાછળ ના હોય.પણ આ બે લગામ ઘોડા ને લગામ બાંધવા હિરલ ની રચના કરી હોય એવું લાગે છે.હિરલ ભણવામાં હોંશિયાર હતી એના પપ્પા નુ સપનું એ પુરૂ કરવુ એ જ હિરલ નુ સપનું હતું.હિરલ એ 12 પાસ કરીને કોલેજ મા એની friends સાથે admission લીધુ.કોને ખબર કે હપી અને હિરલ ની રાહ એક જ હશે.
આ વાત છે 8 વષૅ પેલાની કોલેજ નો પેલો દિવસ બધા ની આંખ મા અનેક સપના લઈને બધા 6:30ની પોરબંદર જવા માટેની બસ ની રાહ બધા જોઈ રહ્યા હતા.બસ એના સમયે આવી હપી અને એનો friend પ્રતિક અને એ સિવાય ના બીજા વિદ્યાર્થી એમા ચડવા લાગ્યા બસ ફુલ હતી એટલે બધા ને જગ્યા ના મળી.બસ આગળ ના સ્ટોપ પણ ઊભી ત્યાથી 3 છોકરીઓ ચડી એ હતી હિરલ,પુજા અને સપના.
હવે હિરલ અને એની friends બસ ફુલ હતી એટલે બસ વચ્ચે જઈ ઉભી ગઈ..હપી ની નજર હિરલ પર પડી એને જાણે આવી છોકરી જોઈ ના હોય એમ એને ટગર ટગર જોતો અને ત્યા હિરલ નુ ધ્યાન એના પર પડયુ હપી નુ વ્યકિતત્વ કેવુ પડે એવુ હતુ.પણ કોણ જાણે એ બન્ને એકબીજા ની આંખ મા શું જોતા હોય.
એ હિરલ ના ચહેરા ભાવ પર થી તો લાગતું હતુ કે હાથ મા જો તલવાર આપી દે તો હમણાં આ હપી ને શહીદ કરી દે એટલો ગુસ્સો એટલી નફરત ..લાગ્યુ કે બન્ને એકબીજાને જાણતા હશે પણ ના એ તો કોઈ દિવસ એકબીજા ચહેરા પણ નહોતા જોયા.. પણ આ હપી ની વાતો છુપાઈ થોડી હિરલ તો હપી ઓળખતી નહોતી પણ હપી વિશે એની childhood friend એ કીધું તુ એટલે હિરલ ના મનમાં પેલે થી જ હપી ની image ગુંડા ની છપાઈ ગઈ હતી.એટલે હિરલ એ નક્કી કરી લીધું આ હપી થી દુર રહેવા મા જ ભલાઈ છે.પણ હિરલ હપી ની દાદાગીરી સહન કરે એવી પણ નહોતી.
એ કોલેજ ના પહેલા દિવસે જ સ્ટોરી તો ચાલુ થઈ ગઈતી પણ દુશ્મની ની.
ચાલો એક વાત સારી હતી કે બન્ને ની કોલેજ અલગ અલગ હતી નહિંતર ભગવાન જાણે કોલેજ ની શું હાલત થાત. બધા બધા ની કોલેજ એ પહોંચી ગયા.
હપી અને એનો friend પ્રતિક કોલેજ પુરી કરી બસ સ્ટેશન એ નાસ્તો કરતા હતા.
થોડી વાર પછી ત્યાથી હિરલ અને એની friends પણ નીકળી અને બસ ની રાહ જોતી તી બસ આવી બધા દોડી ને ધકામુકી કરી ને એમા ચડી સીટ રોકી ને બેસી ગયા.
હવે થયું એવુ કે આ બન્ને એ એક સીટ રોકી હવે બસ ને કોણ બચાવે બન્ને એક સીટ પાછળ ઝઘડો કરવા લાગ્યા કોઈ નમતુ મુકવા તૈયાર જ ન હતુ.પછી પ્રતિક અને સપનાએ આ બન્ને છોડાવ્યા.
ધીરે ધીરે દિવસો વીતતાં ગયા એમ બન્ને ની દુશ્મની પણ વધતી ગઈ.હવે થયુ એવુ એક દિવસ કોલેજ પુરી થયા પછી બસ સ્ટેશન એ પહોંચી ને પુછતાછ કરી તો કીધું કે બસ 1 કલાક મોડી છે એટલે 3 એ છોકરીઓ પાણીપુરી ખાવા બજારમાં ગયી જે બજાર સ્ટેશન થી દુર હતું.હવે એ બધી પાણીપુરી ખાય ને આવતી તો બસ એને સામે મળી એ જોઈ ને બસ રોકવા દોડી પણ બસ ઉભી નહી પછી એનો દુશ્મન હપી એ છેલ્લી સીટ એ બારી પાસે બેઠો હતો એટલે હિરલે એને ચીસ પાડી એની ચીસ સાંભળી ને જોયું બહાર તો હિરલ હતી પછી એ જોઈ એને બસ સ્ટોપ કરાવી. બસ મા હિરલ અને એની friends ચડી ગઈ હપી એ એની મદદ કરી એટલે સપના એ એની સાથે friendship કરી.હપી એ સીટ આપી ત્યા બેસી ગઈ પણ હિરલ ત્યા ના બેઠી તે છેલ્લી સીટ જઈ બેસી ગઈ.
હવે દિવસો વીતતાં ગયા હપી હિરલ ને હેરાન કરવા નો એક મોકો પણ ના મુકે પણ હિરલ પણ હારે નહી એ પણ સામે જવાબ આપે જ.
એક દિવસ હિરલ ની class મા એનો class mate વિશાલ કરી ને હતો એને હિરલ વધારે જ ગમતી એ હમેશા હિરલ ની પાછળ જ બેસતો પણ કોઈ દિવસ વિશાલે હિરલ ને એની feelings કહી ના શક્યો. Friendship day ના દિવસે વિશાલે હિરલ ને friendship belt બાંધી એટલે હિરલે પણ એને friendship belt બાંધી એ જોઈ વિશાલ એટલો ખુશ થયો કે જાણે એને જે જોઈએ એ ભગવાને આપી દીધું હોય એ ઉત્સાહ મા કોલેજ ની બહાર scooty લઈ નીકળતા એનુ accident થઈ જાઈ છે એ વાત હિરલ ને ખબર પડે એટલે એ ભગવાન ને પ્રાથના કરે કે એને સારો કરી દે પણ એ દિવસ વિશાલ ની જીંદગી નો છેલ્લો દિવસ હતો.એ દિવસે હપી બસ મા નહોતો એ કોલેજ ના function મા હતો. અને હિરલ તે દિવસ આખી બસ મા રડતી આવી.ઘરે આવી એના પપ્પા ને પણ કીધું કે એનો classmate accident મા ગુજરી ગયો.એના પપ્પા friendly હતા એને હિરલ ને શાંત પાડી.એ દુઃખ નો એ દિવસ ગયો.હપી ને આ એક પણ વાત ની ખબર નહોતી હપી બીજે દિવસે બસ મા આવ્યો.હપી અને સપના best friend બની ગયા હોય એવુ લાગતું..
હપી,હિરલ,સપના અને પુજા ની સીટ રોકવા લાગ્યો.ધીરે ધીરે બધા friends બનવા લાગ્યા.હા પણ હિરલ અને હપી વચ્ચે દુશ્મની તો ખત્મ થઈ પણ મિત્રતા ચાલુ ના થઈ...હિરલ હપી સાથે સપના ને લઈ જ બોલતી પણ ભગવાન ને શું નક્કી કર્યું હોય..સપના ને હપી ગમવા લાગ્યો પણ હપી ને સપના મા એની friend દેખાતી એને કોઈ દિવસ આવુ વિચારીયુ નહોતુ.
કહાની મા મોડ આવ્યુ દિવસો જવા લાગ્યા હપી મા ધીમે ધીમે બદલાવ આવવા લાગ્યો કેમ ? કોઈ ને ખબર નહીં એક દિવસ હપી એ સપના ને પ્રતિક વિશે વાત કરી કે એ તને પસંદ કરે છે તો તુ પ્રતિક વિશે શું feel કર છોએના માટે? એટલે સપના પણ હા પાડી દીધી.
આ વાત જયારે હિરલ અને પુજા ને કીધી તો બન્ને shocked થઈ ગયા.પણ હપી ની સામે એનો friend સારો હતો અને સપના માટે પણ.પછી કોલેજ મા હિરલ ધ્યાન આપવા લાગી કેમ કે એને મદદ કરવી ગમતી એની friend ની પણ એ એના પપ્પા નુ સપનું પણ પુરુ કરવા માંગતી હતી.પછી તો કોલેજ પુરી થાય એટલે હપી અને પ્રતિક સપના ને ફોન કરતા સાથે નાસ્તો કરવા..સાથે સાથે હપી ના મનમાં હિરલ માટે જે feel થાતું એ હપી ને ખબર જ નહોતી.કયારે ઝઘડો ઓછો થવા લાગ્યો હિરલ ની બધી વાત એ માનવા લાગ્યો.
એ જોઈ હિરલ પણ હેરાન હતી..આ change કેવી રીતે થયુ.હિરલ ઉદાસ થાય તો જોકર જેવી હરકત કરી એને હસાવવા લાગ્યો એની નાની વસ્તુ ની care કરવા લાગ્યો પણ હપી ને લાગતુ કે મારી friend છે એટલે હુ આ feel કરુ છુ. બન્ને ના ઝઘડા ઓછા થઈ ગયા પણ નાની નાની નોકજોક નહી એ તો બન્ને મા થયા જ રાખતી.સપના ને મળવા જાવું હોય તો એ હિરલ અને પુજા ને લઈ જાય પછી શુ એ બન્ને lovebird વાતું કરે અને આ 3 એ એકબીજા ના મોઢા જોવે. એક દિવસ હપી અને હિરલ નો ઝઘડો એક બોટલ પાછળ થયો.હપી એ એને ભુલ મા લગાડી દીધુ પછી sorry પણ ના કીધું.પણ કેમ કહે sorry બોલતા આવડે તો ને,કેમ કે કોઈ દિવસ ભુલ કરી ને sorry કીધું જ નહોતુ.પણ આ તો હિરલ હતી હપી પાસે sorry બોલાવી ને જ રહી. એક દિવસ ઘરે આવી સાંજ ના સમયે સપના હપી સાથે વાત વાત મા પુછયું કે તને બસમા કે કોલેજમાથી કોઈ છોકરી ગમતી નથી એટલે હપી એ જવાબ આપ્યો ગમે તો છે પણ હિંમત નથી થાતી પુછવા ની તો સપના એ પુછયું કોણ છે તો હપી એ હિરલ નુ નામ આપ્યું.સપના ને believe ના થયો.હિરલ તને ગમે તો હપી એ હા પાડી કયારે કેવી રીતે? એ કાંઈ મને નથી ખબર પણ એ મને ગમવા લાગી છે હિરલ તો કાંઈ સમજતી નથી પણ મને એના માટે feelings છે.તો સપના તુ મદદ કરજે.
સપના એ હપી ની મદદ કરવા તૈયાર થઈ.હિરલ અને પુજા સિવાય સપના,હપી અને પ્રતિક ને ખબર હતી.
એક બાજુ હિરલ અને પુજા પ્રતિક ને રાખડી બાંધવા ની તૈયારી મા હતા. હિરલ રાખડી નુ બોલે એ પેલા જ હપીએ એટલી જ વાર મા કોઈ ની રાહ જોયા વિના હિરલ ને propose કરી દીધુ હિરલ એને જોતી જ રહી ગઈ.કશું કીધા વિના બસ સ્ટેશન એ આવી ગઈ.એને આ કાંઈ વિચાર્યું પણ નહોતુ.સપના એ એની પાસે બેસી ને વાત કરી કે હપી ને કેમ કાંઈ જવાબ ના આપ્યો? હિરલે આટલુ જ કીધું કે મારે સમય જોઈ છે હુ કાંઈ પણ અત્યારે કેવા નહોતી માંગતી. બીજા દિવસે હપી બસમાં હિરલ ની રાહ જોતો તો હિરલ આવી અને હપી ને friend બની ને રહેવા કીધું કેમ કે life નુ આ મોટુ decision એ હમણાં લેવા નહોતી માંગતી અને હપી એ એની feelings બાજુ મા રાખી friend માટે તૈયાર થઈ ગયો. દિવસ જવા લાગ્યા બન્ને ની friendship ગાઢ થવા લાગી.
એક દિવસ સપનાએ બસ સ્ટેશનમા એક છોકરા ને બસ માંથી hi કીધું..રમત રમત માં પણ એ છોકરા ને લાગ્યુ કે હિરલે એને કીધું હશે.એટલે એ છોકરો એની કોલેજે પહોંચી ગયો અને class પુરી થતાં એ એના class મા આવી ગયો અને friendship નુ પુછવા લાગ્યો ત્યા સપના એ છોકરા ને ઓળખી ગઈ એને ઉમંગ કરી ને જે સપના નો friend હતો કોલેજ મા એને કીધું એટલે ઉમંગ ની મદદ થી હિરલે આખી કોલેજ ની વચ્ચે રાખડી બાંધી પછી આ વાત સપના એ હપી ને કહ્યુ એટલે હપીએ,હિરલ ને ખબર ના પડે એમ એ છોકરા ને ગોતી સમજાવી દીધો.
હિરલ અને હપી msg મા વાત કરવા લાગ્યા. હિરલ નાની મોટી બધી વાત હપી ને share કરવા લાગી. Exam ના દિવસો નજીક હતા હિરલ એનો બધા effort exam preparation મા નાખવા લાગી..
હપી ખુશ હતો હિરલ થી કે એ study મા focus રાખે છે..હવે હપી માટે હિરલ નુ dream એનુ dream પણ બની ગયું.પણ હિરલ ને ખબર હતી કે હપી ને study મા interest નથી એટલે એ હપી ને study જબરદસ્તીથી કરાવતી.
બન્ને close આવતા ગયા..હિરલ ને trust બેસવા લાગ્યો હપી પર આમ ને આમ કોલેજ ના 2 વષૅ વીતી ગયા..સપના અને પ્રતિક બહાર study માટે ચાલ્યા ગયા.પુજા હિરલ અને હપી સાથે હતા.
કૉલેજનું 3જુ વષૅ હતું હપી અત્યારે પણ હિરલ નો friend બની જ રહેતો એને બધી જગ્યાએ સાથ આપતો...હપી હિરલ ના પપ્પા નો પણ friend બની ગયો એ family ની જેમ એના ઘરે અવર જવર કરતો ..એક દિવસ હિરલ વધારે બીમાર થઈ ગઈ ત્યારે હપી એની સાથે જ રહેતો એની દવા નુ ધ્યાન રાખતો...જેમ એક partner care એમ હપી એની સાથે રહે..હિરલ ને પણ હવે હપી માટે feel થવા લાગ્યુ..એ હપી કહેવા માગતી પણ કહ્યુ નહી..last semester મા હિરલ ના કહેવા થી હપી study મા ધ્યાન આપ્યુ..last semester ની Exam મા એ pass થઈ ગયો..એ result હપી એ પેલા હિરલ ને કહ્યુ..હિરલ એ સાંભળીને ખુશ થઈ ગઈ..હિરલ એ નક્કી કર્યુ હતુ કે હપી ના result ના દિવસે હુ હપી ને એના મન ની વાત કરી દઈ..એટલે હિરલે એના મન ની વાત હપી ને કહી દીધી.
આ હતી હપી ની લવ સ્ટોરી....

બીજા રસપ્રદ વિકલ્પો