અંતિમ સાથ Shah sapana snehal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંતિમ સાથ

લાંબી વાર્તા

કાકાનો અંતિમ સાથ

એક દરિયા કિનારો હતો, ત્યાં એક નાનકડી ઝૂંપડી, એની આગળપાછળ એટલું સરસ નજરાણું, નદી કિનારે ઝૂંપડી ને આગળ પાછળ રમણીય વાતાવરણ. દૂરથી દેખાતું આ દ્રશ્ય હું જોવા લલચાઈ.એને જોવા હું એની નજદીક જવા લાગી. અંધારું થોડું હતું પણ, પૂનમના ચાંદ સાથે આવા સફરે જવાની કાંઈક અલગ જ મજ હોય..! માટે, હું ત્યાં જવા માટે નીકડી પડી,જેમ જેમ ત્યાં સુધી નજદીક પહોંચી ત્યાંતો મને ચાલતા ચાલતા કાંઈક અવાજ સંભળાવા લાગ્યો. મને કોઈકના શ્વાસ નો અવાજ આવા લાગ્યો, ત્યાં પાસે જવામાં મને સમજદારી સમજાઈ. હું અવાજની પાસે પહોંચી,ત્યાં જઈને જોયું તો! એક વૃદ્ધ કાકા..આમ ખાટલા પર પડ્યા હતા. હું એમને જોઈ ગભરાઈ, એમની આંખો થોડી ખુલ્લી હતી, આખેઆખી ખુલ્લી નહોતી,અને જ્યારે મેં જોયું ત્યારે ગુસ્સાથી તેઓ મને જોતા હોય એમ મને થયું. હું એમને જોઈ થોડી આશ્ચર્ય પામી. એ વૃદ્ધ કાકાની આંખો દીવા જેવી સ્પષ્ટ
હતી,એમની એ આછી ભૂરી આંખો અને એને ઢાંકતી પાપણો અને એ જોઇને મારા હાડકામાં અંદરથી તીવ્ર ધ્રુજારી વ્યાપી ગઇ, પણ હું એ વૃદ્ધ કાકાનો ચહેરો કે અન્ય કાંઇ પણ સ્પષ્ટ જોઇ શકતી નહોતી કારણ કે ત્યાં અંધારું હતું, માટે મેં ત્યાં પડેલ ફાનસ ને હાથમાં લઈ ને એની બત્તીને થોડી વધુ ઊંચી કરી. અજવાળું થોડું વધ્યું. મને કાકાનો ચહેરો દેખાઈ રહ્યો હતો. હવે, આવતા અવાજને મહેસૂસ કરવા, મેં મારા કાનને ધીમેથી કાકાની છાતી પાસે લઈ ગઈ. ધબકારા થોડા સંભળાતા હતા ને ખોખરો અવાજ એમનાંમાંથી આવતો હતો. મેં હલાવીને વૃદ્ધ કાકાને પૂછ્યું,કાકા કશું થાય છે તમને! પણ, ધીમો, ઝાંખો, જીવંત અવાજ એમનાંમાંથી આવી રહ્યો હતો. એવો અવાજ જાણે કે એ કાંઈ કહેવા માંગતા ન હોય! હું કઈ સમજી શકતી હતી. એમણે મને ઈશારો કરી હાથ લંબાવ્યો અને એમની નીચે કાંઈક હોય એમ બતાવાની કોશિશ કરી. થોડી મને ગભરાટ હતી. તો પણ મેં મારી જાતને ઘભરાતાં અટકાવી અને મેં મારી સ્થિરતા જાળવી રાખી. મારો શ્વાસ માંડ માંડ ચાલી રહ્યો હતો. મેં હાલ્યા ચાલ્યા વિના ફાનસને મારા હાથમાં પકડી રાખ્યું હતું. સ્થિરતાથી એ ફાનસનાં ઉજાસનું એક કિરણ એનાં ચહેરા ઉપર પડે એ રીતે ફાનસ પકડી રાખવાની એ મારી કોશિશ હતી.દરમ્યાન કાકાનું દિલ ઓર જોરથી ધડકી રહ્યું હતું. પ્રત્યેક ક્ષણે એ વધારે ને વધારે જોરથી, વધારે ને વધારે ઊંચા અવાજે ધડકી રહ્યું હતું. મને એ વૃદ્ધ કાકાનો અંત સમય નજદીક દેખાતો હતો.પળવારમાં ફાનસ ના અંધારા સાથે કાકાના જીવનનું પણ અંધારું છવાઈ ગયું. જોત જોતામાં સૂર્યની આછી પાતળી કિરણ થી અંધારું દૂર થયું. હું કાકાના બતાવેલ ઈશારાને સમજુ ત્યાંતો ચારે તરફ માણસોનું ટોળું ઘેરાઈ ગયું. જોત જોતામાં તો મારી સામે કાકાને લઈ જવાની તૈયારી પણ કરાઈ ચૂકી હતી. એમને લઈ ગયા પછી એમની નીચેથી એક કાગળ મને મળ્યો, મેં એને વાંચવાની કોશિશ કરી, પણ અક્ષર થોડા આડા અવળા હતા માટે હું કઈ વાંચી શકતી નહોતી, મેં ત્યાંથી જવામાં જ સમજદારી સમજી. ઘરે જઈને કાગળને ખોલી લખેલા શબ્દોને સમજવાની કોશિશ કરી તો,સમજાયું આ કાગળ ખોલનારું મારું પોતાનું, મારા પેહલા મારું કોઈ નહોતું આજથી તમે મારા. હું મનોમન ખુશ થઈ ગઈ કે દુનિયામાં એ વૃદ્ધનું કોઇક તો પોતાનું સાબિત થયુ. કાગળ વાંચ્યા પછી મેં એમના ગયા પછીની બધીજ વિધિ પૂરી કરવા નક્કી કર્યુ. દિવસ ને રાત વીતી ગઈ ને મહિનાઓ પણ, હજી સુધી એ કાકા ને હું નથી ભૂલી શકતી. માટેજ, આજે પણ એ કાકાની યાદ આવતા ત્યાં જવું છું ને,એમને મહેસૂસ કરીને રડીને મન હળવું કરી લઉં છું..

સપના શાહ
ગોધરા

સુઝાવ સ્વીકાર્ય🙏🏻🙏🏻