The Author Anshu Joshi અનુસરો Current Read I love You By Anshu Joshi ગુજરાતી વાર્તા Share Facebook Twitter Whatsapp Featured Books આસપાસની વાતો ખાસ - 3 2.ઓનલાઇન ઓફલાઈનમા ને થેલી અને પર્સ લઇ જતી જોઈ દીકરાએ પૂછ્ય... હોલિવુડની હોરર ફિલ્મો અને તેની કમનસીબીઓ ફિલ્મો તો હંમેશા મનોરંજન કરનાર સાબિત થતી જ હોય છે પણ સાથોસાથ... પ્રેમ થાય કે કરાય? ભાગ - 23 ચડભડનીતાબેન રમીલાબેનનાં જુનવાણી વિચારો સામે આત્મસમર્પણ કરીને... એક અનોખો બાયોડેટા (સીઝન-૨) ભાગ-૪૧ નિત્યા અને સપનાએ ફાઇલ્સ ડિસ્કસ કરતા કરતા લન્ચ પૂરું કર્યું.પ... નામના વગરનું કામ. નામના વગરનું કામ. એક ગામમાં એક બાંધકામનું નું કામ ચાલતું હત... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા શેયર કરો I love You (10) 682 4.1k કલ્પેશ વ્યાસ 25મા વર્ષે પરણીને 31મા વર્ષે વિધુર થઇ ગયા હતા. એરેન્જ્ડ મેરેજમાં સાસરિયાંઓ દ્વારા એ વાત ગુપ્ત રાખવામાં આવી હતી કે તેમની પત્ની અસ્થમાની પેશન્ટ છે. ગત ડિસેમ્બરની એક રાતે પત્નીને અસ્થમાનો ગંભીર એટેક આવ્યો અને તેણે પ્રાણ ત્યજી દીધાં. આ વાતને આજે 8 મહિનાથી વધુ સમય થઇ ગયો. જોકે લગ્નજીવનનાં 6 વર્ષ દરમિયાન વ્યાસજીને ત્યાં કોઇ બાળક નહોતું. વળી વ્યાસજી પોતે પણ મોઢાંનાં એટલા મોળા હતા કે કોઇની સાથે પ્રેમ તોશું વાત પણ માંડમાંડ કરી શકતા હતા.1988માં રિલિઝ થયેલી ફિલ્મ ‘તેઝાબ’ જોયા બાદ તેઓ અનિલ કપૂરના જબરદસ્ત ફેન બની ગયા હતા અને અદ્દલ અનિલ કપૂર ‘કટ’ હેરસ્ટાઇલ તથા મૂછો રાખતા. રંગે ઘઉંવર્ણા અને ઊંચાઇ-શરીરમાં મધ્યમ કલ્પેશ વ્યાસને કોઇ જ પ્રકારનું વ્યસન નહોતું જેની પાછળનું મુખ્ય કારણે ઓછી આવક અને ‘કટ ટુ કટ’ ખર્ચા ગણાવી શકાય.પોતાના કામમાં વ્યાસજી એકદમ ચોકસાઇ રાખતા. ભ્રષ્ટાચાર કરવાની તેમણે ક્યારેય હિંમત નહોતી કરી. સામાન્ય કામ માટે જે કારકૂનો લોકોને ચાર-પાંચ ધક્કા ખવડાવતા તે કામ વ્યાસજી બે કલાકમાં પતાવી આપતા. રોજ સવારે નવ વાગે સોસાયટીની બહાર આવેલાં બસસ્ટોપ ઉપર તેઓ આવીને ઊભા રહેતા. 20/1 નંબરની બસ આવે તેમાં બેસી જતા જે બસ બરાબર દસમાં પાંચ કમે તેમને ઓફિસ આગળ ઉતારી દેતી.પત્નીનાં સ્વર્ગવાસ બાદ વ્યાસજીની દિનચર્યામાં એક કામનો ઉમેરો થયો હતો, ઓફિસ જતી વખતે ઘરને તાળું મારવાનો. ઘરને તાળું મારતી વખતે વ્યાસજી મનોમન પિતાજીનો આભાર માનતા “સારું છે બાપુજીએ મકાન બનાવી આપ્યું, નહીંતરઆટલા પગારમાં ગુજરાન કેમનું ચાલત”આજે વ્યાસજી ઘરેથી નિર્ધારિત સમય કરતાપાંચ મિનિટ મોડા નીકળ્યા કારણ કે દૂધવાળો નિર્ધારિત સમય કરતા પાંચ મિનિટ મોડો આવ્યો હતો. પરંતુ વાંધો નહોતો કારણ કે બસ સવા નવની હતી અને બસસ્ટોપ ઘરેથી બે મિનિટનાં અંતરે. રોજિંદા જીવનમાં પડેલી પાંચ મિનિટની ખલેલને કારણે વ્યાસજીનું મન જરા ચકડોળે ચડી ગયું હતું. તેમને આજેનો દિવસ ‘અજુગતો’ લાગવા માંડ્યો હતો. તેમને થયું કે આજનો દિવસ જરા વિચિત્ર પ્રકારનો પસાર થશે. બસ આવી, સામાન્યતઃ આ સમયે બસ ખાલી જ આવતી અને વ્યાસજી સિહત બે-ચાર કાયમી મુસાફરો તેમાં ચડતાં. વ્યાસજી એક ચોક્કસ સીટ ઉપર જ બેસતા કે જે તેમને કાયમ માટે ખાલી મળી રહેતી, તેઓ ડ્રાઇવરની વિરુદ્ધ બાજુએ આવેલી છેલ્લેથી બીજી સીટ ઉપર જ બેસતા.કંડક્ટર નજીક આવ્યો, વ્યાસજીએ તેમના શર્ટનાં ગજવામાં હાથ નાખ્યા ત્યારે ખબર પડી કે ખિસ્સું ફાટી ગયેલું છે અને તેમાંથી પાંચનો એક સિક્કો ક્યાંક પડી ગયો. નજર નીચે નાખતા એક દસની નોટ ખિસ્સાંની ફાટેલી બાજુએથી ડોકિયું કરી રહી હતી. “મને હતું જ કે આજનો દિવસ સારો નથી જવાનો.” વ્યાસજી મનોમન બબડ્યા અને દસની નોટ કંડક્ટરને આપી. કંડક્ટરે પાંચનો સિક્કો પાછો આપીને ટિકિટ ફાડી આપી. ઊભા થવાની આળસે સિક્કો વોલેટમાં ન મૂકતા વ્યાસજીએ તેને હાથમાં જ રાખ્યો અને આગલી સીટના પાછલા ભાગે સિક્કાથી સીટને કોતરવા માંડ્યા. સમય ક્યાં પસાર થઇ ગયો તેની ખબર ન રહી પણ ઓફિસ આવતા આવતા વ્યાસજીએ સીટ પાછળ કોતરી નાખ્યુંI LOVE U* * * * * * * *I LOVE U શા માટે લખ્યું હશે આ વિચાર ઓફિસ કામ દરમિયાન વ્યાસજીને આવ્યો નહીં. ઓફિસથી છૂટીને બહાર નીકળ્યા બાદ આકાશમાં જોયું તો વરસાદ અંધાર્યો હતો. ફરી પાછો છત્રી ન લાવવાનો વસવસો વ્યાસજીએ મનોમન વ્યક્ત કર્યો અને “આજનો દિવસ સારો નથી જ” એવી તેમની માન્યતા દૃઢ બની ગઇ. બસ આવી, નિત્યક્રમ મુજબ વ્યાસજી તેમની સીટ ઉપર ગોઠવાયા, તેમના કોતરેલાં I LOVE U ઉપર નજર પડી. પણ આ શું? તેની બાજુમાં જોયું તો કોઇએ લખ્યું હતું I LOVE U2 વ્યાસજી સૌથી પહેલા તો એક ધબકારો જ ચૂકી ગયા. ભીની માટીની મહેક તેમના માનસપટ ઉપર છવાઇ ગઇ અને તે સાથે ભૂતકાળના કંઇક કેટલાય બનાવો તેમનાં માનસને ઘેરી વળ્યા. બારીની બહાર નજર કરીને જોયું તો વરસાદ પડતો હતો. I LOVE U2 ઉપર તેમની નજર સ્થિતપ્રજ્ઞ થઇ ગઇ.... કંડક્ટરે સમયસર જાણ ન કરી હોત તો વ્યાસજીએ કદાચ છેલ્લાં બસસ્ટોપ ઉપર ઉતરવું પડત.રાતે ઘરમાં પથારીમાં પડ્યા-પડ્યા વ્યાસજીને સતત એવા વિચાર આવતા રહ્યા કે આ પ્રત્યુત્તર આપનાર કોણ હશે? I LOVE U2ની તક્તી સતત તેમની નજર સમક્ષ આવન-જાવન કરતી રહેતી હતી. “મારી સાથે મુસાફરી કરનારું તો કોઇ નહીં હોયને? ના....ના.... એ લોકો તો ક્યાં મારી સાથે બેસે જ છે, પેલો જાડો સરખો ચશ્માવાળો માણસ તો ઓફિસ પહેલાંનાં બસસ્ટોપ ઉપર જ ઉતરી જાય છે. તો પછી પેલી બોબ્ડ હેરકટવાળી બાઇ? એ તો ખૂબ જ તોછડી અને વિચિત્ર પ્રકારની બાઇ છે. એ આવું કરે પણ નહીં” વગેરે વગેરે અને ડોરબેલ વાગી. વ્યાસજીએ જોયું તો દૂધવાળો તેના નિર્ધારિત સમય કરતા પાંચ મિનિટ વહેલો આવીને ઊભો હતો.આજે પાંચ મિનિટનો સદુપયોગ કરવા માટે વ્યાસજી ઘરને તાળું મારીને સીધા સ્ટેશનરીની દુકાન ઉપર ગયા. એક પરિકર ખરીદ્યું કે જેથી સીટ કોતરવામાં સરળતા રહે. પરિકર ખરીદીને ચેક કર્યું કે ખિસ્સું ફાટેલું તો નથીને? ખિસ્સાંમાં પરિકર લઇને વ્યાસજી બસસ્ટોપ ઉપર આવ્યા. બસમાં રોજની જગ્યાએ ગોઠવાયા બાદ વ્યાસજી સીટ કોતરવા માટે તલપાપડ થઇ રહ્યા હતા પણ “કંડક્ટર બોલશે તો?” એવી બીકે બેસી રહ્યા હતા. કંડક્ટર નજીક આવ્યો, વ્યાસજીએ ટિકિટ લીધી અને જેવી કંડક્ટરે પીઠ બતાવી કે તરત જ વ્યાસજીનો હાથ ખિસ્સાં તરફ ગયો. ઓફિસ આવતા-આવતા તેમણે પ્રત્યુત્તરની બાજુમાં લખી નાખ્યુંK.Vyas u?* * * * * * * *“ આ વખતે કદાચ કંઇ જ જવાબ નહીં મળે, કોણ આપણા માટે નવરું હોય આવા જવાબ લખવા? હુંય વળી મૂર્ખો આવા જવાબ લખવા માટે તો કંઇ પરિકર લેવાતું હશે?! ઘરની ચાવીથી પણ કામ ચાલી જાત. હશે, જીવનમાં આટલી બધી ભૂલો કરી છે તો થોડી વધારે.” વિચાર કરતા-કરતા ઠરીને ઠીકરું થઇ ગયેલી ચાનો એક જ ઘંટડે સપાટો બોલાવીને વ્યાસજી કેન્ટિનમાંથી ઉઠીને બસસ્ટોપ ઉપર પહોંચ્યા. બસ આવી, વ્યાસજીને સીટ મળી ગઇ, પહેલી જ નજર સીટ પાછળનાં ‘કોતરણીકામ’ ઉપર ગઇ જેમાં લખ્યું હતું PનL (પીનલ). રૂ. 30ના શેરનો ભાવ ખરીદીના બીજા જ દીવસે રૂ. 3,000નો થઇ જાય તેટલો સંતોષ વ્યાસજીને પિરકરનાં ‘ઇન્વેસ્ટમેન્ટ’નો થયો.એકદમ ભીરૂ અને ગંભીર પ્રકારના વ્યાસજીએ આ વખતે મોટું જોખમ ખેડવાનું નક્કી કર્યું. આવું જોખમ તેમણે તેમનાં જીવનમાં ક્યારેય નહોતું ખેડ્યું. બંધાવેલું ટિફિન ગાયને ખવડાવીને વ્યાસજી ઘરની બહાર નીકળ્યા. નજીકમાં આવેલી રેસ્ટોરન્ટમાં નાસ્તો કર્યો અને પ્રખ્યાત બુક સ્ટોરમાંથી જઇને એક સામટાં ચાર બાળ નામાવલી પુસ્તકો ખરીદી લીધાં.દરેક પુસ્તકમાં ‘પીનલ’ નામ પુત્રીઓનાં નામોની યાદીમાં જ હતું એ જાણીને વ્યાસજીનો હરખ સમાતો નહોતો, “હવે તો નોકરીનો એક પણ દિવસ પડવો ન જોઇએ.” ખરા અર્થમાં તો નોકરી કરવા કરતા તેમને મન બસમાં જવાનું મહત્વ વધી ગયું હતું.આજે સોસાયટીના બસસ્ટોપ ઉપર વ્યાસજી એકલા જ હતા પરંતુ તેમના વર્તનમાં થોડો ફેર દેખાતો હતો. તેમને હવે એકલા જ રહેવું ગમતું હતું. “ભલું થયું ભાંગી જંજાળ” મનોમન વિચારીને બસમાં ચડ્યા. ટિકિટ લઇને ઇન્ટરનેટ ઉપર ચેટિંગ કરતા હોય તેવી ભાષામાં તેમણે લખ્યું“M here U?”બસમાંથી ઉતરીને ઓફિસને તોતિંગ તાળું જોયું ત્યારે વ્યાસજીને ખબર પડી કે આજે તો રવિવાર છે!* * * * * * * *રવિવાર વ્યાસજીથી માંડમાંડ પસાર થયો. આગળની સીટનો પાછલો ભાગ સતત તેમની નજર સમક્ષ તરવર્યા કરતો હતો. અફસોસની વાત તો એ હતી કે “M here u?” નો જવાબ મેળવવા માટે છે...ક સોમવારની સાંજ પાડવાની હતી. ભાંગ પીને સ્કૂટરની સવારી કરતા હોય તેવી અવસ્થામાં માંડમાંડ સોમવારની સાંજ પડી. સીટના પાછલા ભાગ ઉપર લખ્યું હતું ‘F’. સુગંધીદાર પરફ્યુમની ભીનાશ શર્ટ ઉપર જેટલીવાર રહે તેટલીવારમાં વ્યાસજીનો દોઢ દિવસ બગડ્યાનો અફસોસ ઉડી ગયો.બીજે દિવસે દૂધવાળો સમયસર જ આવ્યો. વ્યાસજી દૂધ ગેસ ઉપર ચડાવીને દાઢી કરવા માટે બાથરૂમમાં લટકી રહેલા આયના સામે ઊભા હતા. “આજે સીટ પાછળ શું લખવું?” એવી ગડમથલ તેમના મગજમાં ચાલી રહી હતી. I LOVE U, I LOVE U2, K.Vyas u?, PનL, M here U?, F આ બધું જ તેમણે યાદ કર્યું. “હવે એકાદ મુલાકાત કરીએ તો? આ વિચાર સાથે જ અચાનક રાંધણ ગેસની દુર્ગંધ તેમને આવી. રસોડામાં જઇને જોયું તો દૂધ ઉભરાઇ ગયું હતું જેના કારણે ગેસ પણ ઓલવાઇ ગયો હતો. વ્યાસજીએ મનોમન વિચાર્યું “આ તો અપશુકન થયા કહેવાય, આજે સીટ પાછળ કંઇક બીજું લખીએ,મુલાકાતનું હમણાં માંડી વાળો.”બસસ્ટોપ ઉપર બસની રાહ જોઇ રહેલા વ્યાસજીનું મન દૂધના ઉભરાવાને કારણે બેચેન હતું. તેમને થયું કે “ફરી પાછો આજનો દિવસ બગડ્યો” એટલામાં પેલા જાડા સરખા, ચશ્માવાળા માણસે બળતાંમાં ઘી હોમ્યું “આજે એક મહિનો થયો આ રૂટ ઉપર આવાં ઠાઠિયાં જેવાં મોડલ જ મૂકે છે. આજે બસનું મોડેલ બદલી નાખે તો સારું.” અને વ્યાસજીને ફાળ પડી, ચહેરો પાંડુરોગીની જેમ ફિક્કો પડી ગયો, અડધી સેકન્ડ માટે આંખ આગળ અંધારું છવાઇ ગયું. ત્યાં તો પેલી બોબ્ડ હેરકટ વાળી બાઇ બોલી “આ આવી બસ”, વ્યાસજીએ દૂર નજર દોડાવી, તેમના ચહેરાના હાવભાવ બદલાયા અને બસ નજીક આવતા-આવતા તો હરખનાં આંસુ સિવાયના તમામ હાવભાવ વ્યાસજીનાં મુખારવિંદ ઉપર છવાઇ ગયા હતા.“કાલે કદાચ બસ બદલાઇ જાય તો?” તેવા વિચારથી વ્યાસજીએ સીટ ઉપર કોતર્યું કે “કેન V મિટ?” પોતાની સામાન્ય ઝડપ કરતા ચારગણી વધારે ઝડપથી બધાં જ કામો પતાવીને વ્યાસજી ઓફિસનાં બસસ્ટોપ ઉપર આવી ગયા. રોજના સમય કરતા વ્યાસજી વીસ મિનિટ વહેલા બસસ્ટોપ ઉપર આવી ગયા હતા. સામાન્ય રીતે આ વીસ મિનિટ તેઓ કેન્ટિનમાં ચા પીવા જતા. “શું જવાબ હશે?” વિચારતા-વિચારતા બસ આવી પહોંચી. સીટ ઉપર જવાબ કોતર્યો હતો કે “Ya but Whr?” ડબલ્યુએચઆરને વ્યાસજી તરત જ પામી ગયા કે પિનલ જગ્યા જાણવા માગે છે.વ્યાસજીએ તરત જ ગજવામાંથી પરિકર કાઢ્યું અને જવાબ કોતરવા માંડ્યા “ઓ ભાઇ! તમે જે ટેક્સ ભરો છો તેનાથી જ આ બસ ચાલે છે. આ બસને નુક્સાન ન કરો.” કંડક્ટરના અવાજથી વ્યાસજી ચોંક્યા. “સોરી” કહીને ટિકિટના પૈસા આપ્યા. ટિકિટ આપીને કંડક્ટર ગયો એટલે બબડ્યા “ભાઇ આજે છેલ્લો દિવસ છે. કાલ પછી મને આની જરૂર નહીં પડે.” અને તેમણે કોતર્યું SK ICEક્રિમ, Naરણપુરા, 28/8, SUN, 4PM.રાત આખી વ્યાસજી મૂંઝાયા કે તારીખ 28મી ઓગસ્ટ રવિવારે તેમની ઇચ્છીત વ્યક્તિ એસ. કે. આઇસક્રિમ નારણપુરા ખાતે સાંજે 4 વાગે મળવા આવશે કે નહીં? નસીબજોગે બસ બદલાઇ નહીં અને સીટ પાછળ OK done નો પ્રત્યુત્તર વાંચીને તેમની ખુશીઓની કોઇ સીમા ન રહી. કારણ કે આજે શનિવાર હતો હવે તેમણે માત્ર બીજા દિવસે સાંજના 4 વાગવાની રાહ જોવાની હતી.* * * * * * * *રવિવારે વ્યાસજીનો મૂડ કંઇક અલગ જ હતો. બહાર પહેરવા માટેની કપડાંની સુંદર જોડી પલંગ ઉપર જ મૂકી રાખી હતી. “અત્યારે કપડાં પહેરી લઉં અને સાંજે 4 વાગ્યા સુધી ચોળાઇ જાય તો?” એવા વિચારે સાડા ત્રણ વાગ્યા સુધી વ્યાસજીએ ઘરમાં ગંજી અને ટુવાલ પહેરીને જ આંટા માર્યા. ટનાટન તૈયાર થઇને વ્યાસજી દવાવાળાની દુકાને ગયા, એક બોડી સ્પ્રે લીધું, છાંટ્યું પછી દવાવાળાને કહ્યું “અત્યારે તમારી પાસે જ રાખો સાંજે લઇ જઇશ.” બરાબર 4ના ટકોરે વ્યાસજી એસ. કે. આઇસક્રિમ પાર્લર ઉપર પહોંચ્યા. પાર્લર ઉપર ઘણાં છોકરા-છોકરીઓ ઊભાં હતાં. પરંતુ એક છોકરી એકલી ખૂણામાં ઊભી હતી. તેણે વ્યાસજી સામે જોયું પણ કોઇ બીજી પ્રતિક્રિયા ન કરી. “આ જ છોકરી તો નહીં હોય ને?!” આવી અસમંજસ અને દ્વિધામાં 15 મિનિટ પસાર થઇ ગઇ. “પહેલ મારે જ કરવી પડશે.” એમ વિચારીને વ્યાસજી એ યુવતી તરફ વળ્યા કે તેમના પેન્ટના પાછલાં ખિસ્સાનાં ભાગે એક નાજુક સ્પર્શ થયો. એક બાઇક ઉપર યુવક આવ્યો. ખૂણામાં ઉભેલી યુવતી તેની પાછળ બેસીને જતી રહી. વ્યાસજીની નજર એ યુવતી ઉપર હતી કે ફરી વખત વ્યાસજીના પેન્ટનાં ખિસ્સા પાસે નાજુક સ્પર્શ થયો. વ્યાસજીએ પાછળ વળીને નીચે જોયું તો એક નવ-દસ વર્ષની બાળકી તેમને બોલાવી રહી હતી. તેણે પૂછ્યું “કે. વ્યાસ? બસની સીટ પાછળ લખતા હતા તે જ ને?”વ્યાસજીને કોઇ બોલાવે તો તે બધા સાથે પ્રેમથી વાત કરતા વ્યાસજીએ જવાબ આપ્યો “હા પણ તું?” “હું પિનલ!” વ્યાસજી બઘવાઇ ગયા, ગળું સૂકાવા માંડ્યું. વ્યાસજીને આ આઘાતમાંથી કળ વળે તે પહેલાં પિનલે ફરી કહ્યું “અંકલ એક વાત કહું? તમે એકદમ મારા પપ્પા જેવા લાગો છો.” વ્યાસજીએ ફિક્કા અને રૂક્ષ સ્વરે કહ્યું “તો તારે તારા પપ્પાને લઇને આવવું જોઇએ ને?” પિનલે વિના વિલંબે જ જવાબ આપ્યો “મમ્પી અને પપ્પાતો ભગવાનના ઘરે ગયાં....”કશુંક ન બોલવાનું બોલાઇ ગયાનો અહેસાસ વ્યાસજીને કાંટાની જેમ ખૂંચ્યો. ક્ષણેકવારની શાંતિ બાદ વ્યાસજીએ પૂછ્યું “એકલી જ આવી છે?” હાજરજવાબી પિનલે તરત જ કહ્યું “બાજુમાં જ મારી સોસાયટીનો ઝાંપો છે.” વાતને સહેજ વધારવા વ્યાસજીએ વિવેક કર્યો “આઇસક્રિમ ખાવો છે?” “હા, ચોકલેટ ફ્લેવર” વ્યાસજી આઇસક્રિમ લેવા ફર્યા કે પિનલે તરત જ કહ્યું “અંકલ એક વાત તો કહેવાની જ રહી ગઇ આઇ લવ યુ અંકલ.” વ્યાસજીથી માંડમાંડ બોલી શકાયું “આઇ લવ યુ ટુ બ...બ...બેટા.” Download Our App