પાર્ટ-3
વહી ગયેલી વાર્તા....
આશુમાં ના લગ્ન નાની ઉમર માં કાસમ ભાઈ નામના પોલીસકર્મી જોડે થયા. પોલીસ ની નોકરી માં ટૂંકો પગાર એમ છતાં કાસમભાઇ હરામની કમાઈ ના સખત વિરોધી!! કાસમભાઈ ને તેમની સંસ્કારી પત્ની આશુમાં બે રૂપિયા ના ટૂંકા પગાર માં ખુશ હતા.સંસાર સારી રીતે ચાલતો હતો.કુટુંબ વિસ્તરતું જતું હતું. ૫ દીકરી ને ૩ દીકરા ને પોતે બે આમ કુલ દસ જણા નું કુટુંબ હતું.મોટી છોકરી ને પૉલિયો ને લીધે ખોડ હતી. કુટુંબ માં છેલ્લા ને આઠમા નંબર નું સંતાન હમીદા ને પાંચમા નંબર નું સંતાન ઝૈબુનનિશા ને કારણે કુટુંબ પર આફત આવી. ઝૈબુનનિશા આશુમાં ની ગેરહાજરી માં મોટીબેન સાથે રસોઈ કરતા દાઝી ને મૃત્યુ ને ભેટી જેને કારણે આશુમાં નું કુટુંબ પહેલીવાર ખંડિત થયું હવે આગળ...................
કમોત,અપમૃત્યુ ભલભલા ને ધ્રુજાવી દે છે.એમાંય પોતાના સગા યુવાન થવા આવેલા પેટેજણેલા વહાલસોયા સંતાન ને ગુમાવાનો વખત આવે તો, એ ઘા માબાપ માટે કારીઘા સાબિત થાય છે.બાપ ના ખભે જો કોઈ મોટા માં મોટો બોજ હોય તો તે પોતાના સંતાન ના જનાઝા નો બોજ.પરંતુ જીવન હૈ અગર ઝહર તો પીના હી પડેગા ની ફિલસુફી માં માનતું આ કુટુંબ ધીરેધીરે આ આઘાતમાંથી બહાર આવ્યું.કહે છે ને કે સમય એવું મલમ છે જે ભલભલા ઘાવો ને ભરી દે છે.
બધા ને ખબર હશેજ કે આપણે વાત ને ડાયવર્ટ કરેલી, ઝૈબુનનિશા ની વાત માં હમીદા ભુલાઈ ગઈ.કુટુંબ નું સહુથી નાનું સંતાન એટલે આઠમા નંબર ની ઢીંગલી હમીદા.તમામ સંતાનો માં સહુથી સુંદર.આસપડોશ ના લોકો આ છોકરી ને રમાડવા લઇ જાય.તો પછી સગા ભાઈ બહેનો ને કેટલી લાડકી હશે? એક દિવસ આશુમાં કામકાજ માં,મોટા ભાઈબહેનો હિંચકા પર બેસી હીંચકતા જાય ને એક વર્ષની ઉંમર ની નાની બહેન ને રમાડે.એક જણો ખોળા માં લે ત્યાં બીજો લેવાનો થાય.આ ખેંચાતણી માં ખબર નહીં કોની પકડ કમજોર પડી નાનકડી હમીદા હિંચકા પર થી ફંગોળાઈ ને દૂર જઇ પડી.જુના ઘરો આજ ના જેવા પાકી ફર્શવાળા તો નહીં લીપણવાળા હતા. આશુમાં નું ઘર પણ લીપણવાળું જ હતું.આમ છતાં ફોર્સ થી ફંગોળાવા ને લીધે માથા માં માર લાગ્યો.છોકરી બેહોશ થઈ ગઈ.દવાખાને લઇ ને દોડ્યા તત્કાળ સારવાર મળતા જાન બચી ગઈ.પણ થોડા સમયમાજ ખ્યાલ આવી ગયો કે કંઈક ગડબડ તો છે.પછી તો એક દિવસ ખેંચ આવી.સમયાંતરે ખેંચ આવવી ચાલુ રહી.મગજ ને નુકસાન થતું ગયું.તે જમાના માં અદ્યતન સારવાર નોતી.ખેંચ ને લીધે મગજ નો વિકાસ રૂંધાયો.હમીદા ની શારીરિકવય વધી પણ માનસિક વિકાસ ના થયો.હમીદા જેમ જેમ મોટી થતી ગઈ તેમ ખ્યાલ આવતો ગયો કે તેના માં માનસિક સમજણ ઓછી છે.આશુમાં એ ફરી મનોમન માનસિક તૈયારી કરી લીધી.કમર કસી લીધી આવનાર ઝંઝાવાત સાથે બાથ ભીડવા માટે.હવે તેઓ દીકરી ની સાથે પડછાયો બની રહેવા લાગ્યા.જરાય રેઢી ના મૂકે જ્યાં જાય ત્યાં સાથે લઈ જાય.મગજ ના વિકાસ ના અભાવે હમીદા બિચારી બોલતાય ના શીખી.ફ્ક્ત ભજ ભજ ભા આટલાજ શબ્દો બોલે.લોકો હમીદા નામે ભૂલી ગયા ને ભા નામ થી બોલાવવા લાગ્યા.કુદરતી હાજતો નો બિલકુલ ખયાલ નહી. દુનિયાદારી ની સમજ નહીં.દીકરી હરતી ફરતી પણ બોલે કાઈ નહીં.હા, એટલી ખબર પડે કે ભૂખ લાગે તો રસોડા માં જઇ ને બેસી જાય સમયસર.આશુુમાં દીકરી ના મન ની વાત સમજી જાય. જોકે હમીદા મગજ થી ભલે મંદ રહી પણ સમય સાથે યુવાની આવી.બાળપણમાં તો પેેેશાબ પાખાના ની ફિકર રાખવા ની હતી.પણ શરીર યુવાન થયું પછી? બીજી નવી તકલીફો નો ઉમેરો થયો. 22 વરસ ની ઉમર સુુધી દીકરી ઘરમાં હરીફરી શકતી હતી.પછી ધીમે ધીમે ચાલવાનું બંધ થયુું અને હમીદા તદ્દન પથારીવશ થવા લાગી
પછી શુ થયું એ હવે પછી પાર્ટ ૪ માં જાણીશું.