આશુમાં-ધી રીયલ મધર ઇન્ડિયા પાર્ટ-2 Mushtaq Mohamed Kazi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

આશુમાં-ધી રીયલ મધર ઇન્ડિયા પાર્ટ-2

આશુમાં-ભાગ 1 માં આપણે જોયું કે આશુમાં ને કાસમ ભાઈ ના ઘરે કુલ આઠ સંતાન નો જન્મ થયો.કાસમ ભાઈ નો ટૂંકો પગાર, પ્રથમ સંતાન દીકરી, એ પણ પાછી પોલીયોગ્રસ્ત,અલબત્ત માનસિક શારીરિક રીતે તંદુરસ્ત આથી માં પર બોજો ના બની બલ્કે નાના ભાઈ બહેનો ની દેખરેખ રાખે તેઓ ને રમાડે.માં ને ઘરકામ માં મદદરૂપ થાય
હવે આગળ..............................................
વિસ્તરતું કુટુંબ ને પોલીસ ની નોકરી માં ટૂંકો પગાર, કોઈ પાસે થી લાંચરૂશ્વત તો શુ કોઈ ખુશી થી પૈસા આપે તોય ના સ્વીકારવાની ખુદદારી.પણ જેટલા પેટ એટલા રોટલા તો જોઈએને?બાળકો મોટા થાય એમ બીજા ખર્ચ વધે.8 સંતાનો ને પોતે બે જણા કુલ દશ જણા નું પાલનપોષણ કરવું ખાવા ના ખેલ નથી એ બાબત આંશુમાં ને સમજાઈ ગઈ એમણે ઘરે સુતરફેણી ને સૂકી સેવ (ઉર્દુ માં સેવૈયા) બનાવી ને વેચવાનું શરૂ કર્યું.આમ બે પૈસા કમાઈ ને પતિ નો સહારો બન્યા.
પણ બધું સમુસુતરું પાર પડે તો જિંદગી કૈસી હૈ પહેલી ભાઈ,કભી યે હસાયે કભી યે રૂલાયે,ના કહેવાયું હોત. માણસ વિચારે છે શુ ને થાય છે શું!!! રાજેશ ખન્ના ની આનંદ ફિલ્મ નો જાણીતો ડાયલોગ કે "હમ સબ તો રંગમંચ કી પૂતલીયા હૈ,જીસ કી દોર ઉપરવાલે કે હાથ મેં હૈ"એ સત્યવચન છે, એમાં કોઈ શક નથી, ઉપર બેઠા બેઠા સર્વશક્તિમાન ઈશ્વર અલ્લાહ જેમ મુજરા કરાવે એમ માનવી એ નાચવું પડે છે.
આશુમાંના કુટુંબમાં આઠમુ ને છેલ્લું બાળક દીકરી અવતરી, નામ રાખ્યું હમીદા.સહુથી નાની ને સહુ થી સુંદર આ બાળકી ઢીંગલી જેવી દેખાય.એટલી સુંદર કે મોહલ્લાવાળા આ છોકરી ને રમાડવા લઇ જાય. માં બાપ ની આંખો ની ઠંડક હતી એ દીકરી.પણ માં બાપ ને કિયા ખબર હતી કે આ દીકરી ને કારણે એમના જીવન માં કેવો ઝંઝાવાત આવશે.ખાસ કરી ને આંશુમાં નું સમગ્ર જીવન બદલાઈ જશે.
હમીદા ની વાત પછી થી કરીશું.દરમિયાન માં એક દુઃખદ ઘટના ઓર ઘટી એજોઈ લઈએ.આઠ સંતાનો માં પાંચ છોકરીઓ હતી.તે પૈકી કુટુંબ નું પાંચમા નંબર નું સંતાન એક દીકરી હતી, નામ હતું ઝૈબુનનિશા.આ છોકરી લગભગ બાર તેર વર્ષની હશે,ઘરકામ માં માં નો સહારો બને નાની ઉમરમાં રાંધણકલા પણ હસ્તગત કરી લીધી હતી.એક ગોઝારા દિવસે બાપ નોકરી પર, ને માં નાનકડી હમીદા ને લઇ ને ક્યાંક આસપડોશ મા ગયા હતા,છોકરીએ રસોઈ કરવા વાડા માં ચૂલો પેટાવ્યો ને લાકડા સીંચતી હતી એ વખતે સળગતા ચૂલા માં એનો દુપટ્ટા એટલે કે ઓઢણી નો છેડો પડ્યો, એક ભડકો થયો આસપડોશ ના લોકો દોડી આવ્યા. પણ છોકરી ખૂબ દાઝી ગઈ હતી.આજ જેવી ડોક્ટરી સુવિધા એ જમાના શહેરોમાં હતી નહીં,તો પછી ગામડા માં ક્યાં થી તાત્કાલિક સારવાર મળે? એમ છતાં તાત્કાલિક દવાખાને ખસેડી.ખૂબ દાઝી જવાના કારણે આ છોકરી ફાની દુન્યા ને અલવિદા કહી ગઈ.આમ આશુમાં નું દશ જણાં નું કુટુંબ પહેલી વાર ખંડિત થયું.પતિ પત્ની ને બાળકો તમામ ને ઊંડો આઘાત લાગ્યો. પણ જીવન હૈ અગર ઝહર તો પીના હી પડેગા ની ફિલસુફી ને સમજતા આ કુટુંબએ વીતતા સમય ની સાથો સાથ દુઃખ ભૂલી ને ફરી ઉભા થવુ પડ્યું.કહે છે ને કે સમય એક એવું મલમ છે જે મોટા મોટા ઘાવો ને ભરી દે છે.

આપણે વાત ને ડાયવર્ટ કરેલી યાદ હસેજ ઝૈબુનનીશા ની વાત માં હમીદા ભુલાઈ ગઈ.કુટુંબ નું આઠમુ ને છેલ્લું સંતાન હમીદા.સુંદર ઢીંગલી જેવી આસપડોસ ના લોકો ની લાડલી છોકરી.એક દિવસ એને મોટા ભાઈ બહેનો હિંચકા પર બેસી રમાડતા હતા, જોડે હિંચકા ખાતા હતા.ત્યાં ના થવા નું થયું કોઈ ના હાથ ની પકડ ઢીલી પડી ને ચાલુ હિંચકે હમીદા ફંગોળાઈ.

પછી શું થયું એ આવતા અંકે ત્યાં સુધી બાય બાય.....