Prince and Priya - 6 books and stories free download online pdf in Gujarati

પ્રિન્સ અને પ્રિયા - ભાગ -૬ - પ્રેમ નો અહેસાસ

ઘરે ગયા પછી પણ પ્રિયા પ્રિન્સની એકસીડન્ટ ના કારણે થયેલી હાલત વિષે વિચારે છે અને ચિંતા કરે છે. બીજી તરફ પ્રિન્સ પણ ઘરે જઈને પ્રિયાએ ક્લાસમાં તેની જે મદદ કરી હતી તેના વિશે વિચારે છે. આમ બંને દિવસ-રાત હવે એકબીજાના વિશે વિચાર કરવા લાગે છે. કિસ્મત ના ખેલ થી અજાણ પ્રિયા અને પ્રિન્સ બંને સમજી નથી શકતા કે તેઓ એકબીજા વિશે કેવી લાગણી મહેસૂસ કરી રહ્યા છે. વળી પ્રિન્સને વાગેલુ હોવાને કારણે થોડા દિવસ માટે ટીચર પ્રિન્સને પ્રિયાની જોડીને કાયમ કરી દે છે. આ દિવસો દરમ્યાન પ્રિન્સ અને પ્રિયા બંને એકબીજાને થોડું વધારે સારી રીતે જાણવાની કોશિશ કરે છે અને બંને એકબીજાને થોડા વધારે પસંદ કરવા લાગે છે. બીજી તરફ નીરવ પ્રિન્સની અને પીંકી પ્રિયાની મજાક ઉડાવે છે. જે લોકો તેમને જુએ એ લોકોને એવું જ લાગે કે જાણે તે બંને રિયલ લાઇફમાં પણ પાર્ટનર હશે. પરંતુ હજુ સુધી પ્રિયા અને પ્રિન્સ પોતાની આ લાગણીને સમજી શક્યા ન હતા કે ના તો તેમણે આ વાતનો સ્વીકાર કર્યો. બંનેને તેમના મિત્રો દ્વારા વારંવાર કહેવા છતાં પણ તે બંને પોતપોતાના મિત્રોને અમારા વચ્ચે એવું કંઈ નથી એમ કહીને જ વાત ને ટાળી દેતા હતા.

૩-૪ દિવસો પછી જ્યારે પ્રિન્સ નો પાટો છૂટી જાય છે, ત્યારથી ટીચર પ્રિન્સ અને પ્રિયાને સાથે બેસવાના બંધનમાંથી મુક્ત કરે છે અને બીજા સ્ટુડન્ટસની જેમ જ તે લોકો ની જોડી પણ ચિઠ્ઠી ના ભરોસે જ નક્કી કરે છે. તે દિવસે પ્રિન્સ ની જોડી પ્રિયાની મિત્ર પિન્કી સાથે બને છે. અને પ્રિયાની જોડી તેની અન્ય એક સખી સાથે બને છે. પ્રિયા આ વાતથી ખુશ થતી નથી. હંમેશા જે પ્રિયા પોતાનું ક્લાસ વર્ક સૌથી પહેલા પૂરું કરી દેતી હતી, તે પ્રિયા આજે ક્લાસમાં સરખું ધ્યાન આપી શકતી નથી અને ક્લાસ વર્ક માં પણ સૌથી પાછળ રહી જાય છે. એટલું જ નહીં પણ તેના એક-બે જવાબ પણ ખોટા પડે છે. આ બધું જોઇને પ્રિન્સને પ્રિયાની ચિંતા થાય છે. આટલા દિવસ પ્રિયાની સાથે બેઠા પછી પ્રિન્સ એટલું તો સમજી ગયો હતો કે પ્રિયા ખૂબ જ હોંશિયાર છોકરી છે તેથી તે વિચારે છે કે આજે કેમ પ્રિયા સાથે આવું થઈ રહ્યું છે તે બરાબર તો હશે ને. ક્લાસ પુરા થયા પછી પણ પ્રિયા તેની કોઇ જ મિત્ર સાથે વાત કરવા ઊભી રહેતી નથી અને પાર્કિંગમાં ઉભેલા પ્રિન્સ સામે પણ જોયા વગર જ તે પોતાના ઘરે જતી રહે છે.

પ્રિયા પોતાને શું થઈ રહ્યું છે તે કંઈ સમજી શકતી નથી અને ઘરે જઈને પણ કંઈ જ ખાધા-પીધા વગર પોતાની તબિયત ખરાબ છે તેવું જણાવી ને પોતાના રૂમ માં જઈને સૂઈ જાય છે. બીજી તરફ પ્રિન્સ પણ પ્રિયાના આવા વર્તનને સમજી શકતો નથી અને તે વિચારે છે કે એવું તો શું થયું હશે કે પ્રિયા આજે આવી રીતે ઘરે જતી રહી. તેની તબિયત તો બરાબર હશે ને. ક્યાંક તેને મારી કોઈ વાતથી ખોટું તો નહીં લાગ્યુ હોય ને. પ્રિયાની બેચેની પ્રિન્સને પણ બેચેન કરી દે છે.

બીજા દિવસે પ્રિન્સને તેનું બાઈક રિપેર થઈ ગયું હોય છે તેથી તે લઈને આવવાનું હોય છે અને તેને ક્લાસમાં આવવામાં થોડું મોડું થઈ જાય છે. આખા રસ્તે તે એજ વિચારતો હોય છે કે એક તો ગઈકાલે પ્રિયાનો મૂડ ખરાબ હતો અને આજે પણ મારે જવામાં મોડું થશે તો પ્રિયા ને શું થયું હતું તે હું જાણી નહીં શકું અને કદાચ તેની સાથે બેસવાનો મોકો પણ ગુમાવી દઇશ. આમ વિચાર કરતા કરતા પ્રિન્સ ક્લાસમાં પહોંચે છે અને પાર્કિંગ માં પોતાનું બાઈક પાર્ક કરતો હોય છે એટલામાં પાછળથી કોઈ વાહનનો અવાજ આવે છે અને પ્રિન્સ પાછળ વળીને જુએ છે તો તે પ્રિયા હોય છે. તે દિવસે પ્રિયા અલગ દેખાતી હોય છે. તે થોડી વધારે અને રોજ કરતાં અલગ તૈયાર થઈ હોય છે અને અલગ પ્રકારના એટલે કે ખાસ પ્રસંગ માં પહેરવાના હોય તેવા કપડાં પહેર્યા હોય છે. પ્રિયા આજે ખૂબ જ સુંદર લાગતી હોય છે. પ્રિન્સ તો તેને બસ જોતો જ રહી જાય છે. પ્રિયા નો મૂડ પણ હવે થોડો સારો હતો અને પ્રિન્સને પાર્કિંગ માં જોઈને થોડો વધારે સારો થઈ જાય છે. પ્રિન્સ તો આજે પ્રિયા સાથે કંઈ બોલી જ નાં શક્યો. આજે તો પ્રિન્સ પોતાની નજરને પ્રિયા ઉપરથી ફેરવી જ નહોતો શકતો. બંને હવે સાથેજ સીડી ચડીને ક્લાસરૂમ તરફ જાય છે. પાર્કિંગથી ક્લાસરૂમ સુધીના ૨ મીનીટનાં સફરમાં પ્રિન્સ અને પ્રિયાનું દિલ તેમને સંકેત આપે છે કે તેઓ એક બીજા માટે જ બન્યા છે. આ ૨ મીનીટનાં સફરમાં કોઈ કંઈ જ બોલી શકતા નથી. અને બંને નું દિલ ખૂબજ ઝડપથી ધડકવા લાગે છે. પ્રિન્સ અને પ્રિયા પોતાના દિલનાં આ ઈશારાને સમજી જાય છે.

ક્લાસ માં મોડા પહોંચવાના કારણે ટીચર તે બંનેને જ સાથે બેસવાનું કહે છે. પહેલા અનેક વખત પ્રિન્સ અને પ્રિયા ક્લાસ માં પાર્ટનર બન્યા હતા, પણ પહેલાંની વાત અલગ હતી. સાથે બેસવાની વાત સાંભળીને પ્રિન્સ પ્રિયા તરફ જુએ છે અને પ્રિયા થોડું શરમાઇને નીચું જોઈ પોતાની જગ્યા ઉપર બેસી જાય છે. પ્રિન્સ પણ સ્વભાવે શરમાળ હોવાથી સાથે બેસવા છતા તે પ્રિયા સાથે કોઈ પણ વાત કરી શકતો નથી. બંને બસ પોતપોતાના મનમાં જ પહેલા પ્રેમનાં એ પહેલા અહેસાસ નો રોમાંચ અનુભવી રહ્યા હતા. ક્લાસ પુરો થયા પછી પણ બંને કોઈની સાથે કંઈજ બોલ્યા વગર પ્રેમનાં અહેસાસ ને સાથે લઇને પોતપોતાના ઘરે જતાં રહે છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED