Prince and Priya - 3 books and stories free download online pdf in Gujarati

પ્રિન્સ અને પ્રિયા - 3

ભાગ - ૩ - પહેલી વાતચીત

ક્લાસના પહેલા દિવસે તો માત્ર એકબીજાનો પરિચય આપવાનું અને મટીરીયલ વિતરણનું કામ થયું હતું. હવે આજથી એટલે કે બીજા દિવસથી ક્લાસમાં ઇંગ્લિશ સ્પીકિંગનું ભણવાનું ચાલુ થવાનું હતું. પણ ટીચરે જોયું કે હજુ સુધી ક્લાસમાં બધા એકબીજા સાથે હળીમળી શક્યાં નથી. તેથી તેમણે એક તરકીબ અપનાવી. તેમણે બધા સ્ટુડન્ટ્સને કીધું કે તમારું નામ એક ચિઠ્ઠીમાં લખીને વાળીને મને આપી જાવ. બધા જ લોકો ટીચરના કહ્યા પ્રમાણે પોતાનું નામ લખીને આપી જાય છે અને પછી ટીચર એક સાથે કોઈ બે ચિઠ્ઠી ઉપાડે અને તેમાં જે બે લોકોનું નામ નીકળે તે બંને લોકોએ સાથે બેસવાનું એવું નક્કી કરે છે. કિસ્મતે તો પ્રિન્સ અને પ્રિયાને મેળવવાનું જાણે નક્કી જ કરી લીધું હોય તેમ તેમનું નામ જ જોડે આવે છે અને છેલ્લી બેંચ પર બેસેલો પ્રિન્સ આગળ આવીને પ્રિયા પાસે બેસી જાય છે. એમાં પાછું પ્રિન્સ પાસે બુક્સ નાં હોવાથી તેણે અને પ્રિયાએ એક જ બુક શેર કરવાની હતી. ટીચરે ક્લાસમાં થોડું શીખવ્યા બાદ જે બે લોકોની જોડી બનાવી હતી તે બંનેને ક્લાસમાં એક સાથે કરવા માટે ક્લાસ વર્ક આપ્યું હતું જેથી કરીને ક્લાસમાં દરેક સ્ટુડન્ટ્સ એકબીજા સાથે સરખી રીતે હળી મળી જાય. પ્રિયાનું ઇંગ્લીશ થોડું સારું હતું જેથી કરીને તેણે ફટાફટ પોતાનું ક્લાસ વર્ક પતાવી દીધું. જે જોઈને પ્રિન્સ તેનાથી થોડો ઈમ્પ્રેસ થઈ જાય છે.

પ્રિન્સ વચ્ચે વચ્ચે નિરવ સામે જોતો રહે છે અને નિરવ આંખોના ઇશારાથી તેની મજાક ઉડાવતો રહે છે. આજનો ક્લાસ પૂરો થાય છે અને પ્રિન્સ આજે પણ કંઈ જ બોલ્યા વગર નીચી નજરે ત્યાંથી જતો રહે છે. તેની સાદગી અને શરમાળ સ્વભાવ જોઈને પ્રિયા પણ થોડી ઘણી તેનાથી ઈમ્પ્રેસ થાય છે. હવે પ્રિંસને ક્લાસમાં જવાથી વાંધો નહોતો. પહેલા તો તે પરાણે ઘરવાળાના કહેવાથી જતો હતો. પણ હવે ધીમે-ધીમે ક્લાસમાં જવાનું એને ગમવા લાગ્યું હતું.

ત્રીજા દિવસે પણ રોજનાં સમયે જ પ્રિન્સ, તેનાં ભાભી, અને નિરવ ક્લાસમાં સહેજ મોડા પહોંચે છે. પ્રિન્સ પાછળ પોતાની જગ્યા જુવે છે તો બીજા કોઈ ત્યાં બેસી ગયા હોય છે. પછી ટીચર તે ત્રણેય ને આગલા દિવસે જેમ જોડી બનાવી ને બેઠા હતા, તે જ પાર્ટનર સાથે બેસવાનું કહે છે. અને પ્રિન્સ તરત જ પ્રિયાની તરફ નજર ફેરવી ને જુવે છે. પછી ચૂપચાપ પ્રિયાની બાજુમાં પોતાની જગ્યા ઉપર જઈને બેસી જાય છે.

ક્લાસમાં મોડા પહોંચવાના કારણે જે થોડું ઘણું સમજવાનું રહી ગયું હતું, તે શીખવા માટે પ્રિન્સ પ્રિયાની નોટબૂક તરફ નજર કરીને સમજવાની કોશિશ કરે છે. પ્રિયા ફરીથી તેના મૌનને સમજી જાય છે અને સામેથી જ પ્રિન્સને પોતાની નોટબૂક આપે છે. પ્રિન્સ સહેજ સ્મિત સાથે પ્રિયાની નોટબૂક માંથી બધું લખવા લાગે છે. પણ પછી કંઈ સમજાયું નહીં એટલે માથું ખંજવાળીને નિરવ સામે જુવે છે. તો નિરવ પણ ઈશારાથી એને જવાબ આપે છે કે તેને પણ કંઈ ખબર પડી નહીં. ક્લાસ વર્ક બંને લોકોએ સાથે મળીને કરવાનું હતું, અને પ્રિન્સને આમ મુંજવણમાં જોઈને પ્રિયા તરત જ પ્રિન્સને બધા સાચા જવાબો લખાવે છે જેથી કરીને ક્લાસમાં બધાની વચ્ચે પ્રિન્સ નાં આવડવાના કારણે શરમ નાં અનુભવે.

પ્રિયાએ સામે ચાલીને પ્રિન્સની મદદ કરી અને આખા ક્લાસમાં પ્રિન્સ ની મજાક ના બને તેનું ધ્યાન રાખ્યું તેથી પ્રિન્સ મનમાં જ પ્રિયા થી ઘણો ખુશ થાય છે. પછી પ્રિયા ધીમેથી પ્રિન્સ ને પૂછે છે કે તને આમાં કંઈ સમજાયું કે પછી ના સમજાયું? પ્રિન્સ થોડું હસીને માથું હલાવીને ના પાડે છે. એટલામાં જ એ દિવસનો ક્લાસ પતી જાય છે અને ઘરે જવાનો સમય થઇ જાય છે. પ્રિન્સ પાછળ વળીને તેના ભાભી અને નિરવ તરફ જુએ છે તો બંને પોતપોતાના ક્લાસના સાથી સાથે મોડા આવવાના કારણે જે સમજવાનું રહી ગયું હતું તે જ સમજી રહ્યા હતા. તેથી પ્રિન્સ પણ પહેલી વખત થોડી હિંમત કરીને પ્રિયા સાથે વાત કરવાની કોશિશ કરે છે. અને તે પ્રિયાને પૂછે છે, જો તને વાંધો ના હોય અને ઘરે જવાનું મોડું ના થતું હોય તો શું તું મને આ થોડું શીખવાડીશ? પ્રિયાએ થોડું હસીને જવાબ આપ્યો હા જરૂર શીખવાડીશ.

તો આ રીતે આજના ક્લાસથી પ્રિન્સ અને પ્રિયા વચ્ચે મૌન વાતચીતના બદલે શાબ્દિક વાતચીત શરૂ થઈ. પ્રિયા બહુ જ સરળ રીતે અને શાંતિથી પ્રિન્સને બધું સમજાવે છે અને પછી ખૂબ જ વિનમ્રતાથી પ્રિન્સ ને પૂછે છે તને સમજાયું તો ખરું ને મેં જે સમજાવ્યું છે તે? ના સમજાયું હોય તો ફરીથી સમજાવું? પ્રિન્સ પણ પછી એટલી જ વિનમ્રતાથી જવાબ આપે છે, નાના તે આટલી સરસ રીતે સમજાવ્યું તો પછી સમજાય જ જાય ને. બંનેના ચહેરા ઉપર હળવું સ્મિત હોય છે. અને પછી ઘરે જતા પહેલા પ્રિન્સ પ્રિયાને થેન્ક્યુ કહે છે.
પ્રિન્સ અને નિરવ બન્ને પોતપોતાના બાઈક લેવા પાર્કિંગમાં જાય છે ત્યાં પ્રિન્સ જુવે છે કે પ્રિયા તેને શીખવાડવા માટે રોકાઈ હોય છે તેથી તેના બધા મિત્રો ચાલ્યા ગયા હોય છે અને તે એકલી તેનું સ્કુટી લેવા માટે પાર્કિંગમાં જતી હોય છે. ક્લાસ એક જૂની સ્કૂલ માં ચાલતા હોવાથી સાંજે ત્યાં બહુ કોઈ વ્યક્તિ હોતા નથી. પ્રિયા પાછળથી એકલી ના રહી જાય તેથી પ્રિન્સ જાતે કરીને તેનું બાઈક કાઢવામાં થોડી વાર લગાડે છે. પ્રિન્સની આ આ વાતને પ્રિયા સમજી જાય છે અને પોતાના પ્રત્યેનો પ્રિન્સનો આટલો કન્સર્ન જોઈને પ્રિયા મનમાં જ ખુશ થઈને પ્રિન્સને સામે એક હળવું સ્મિત આપીને ઘરે જતી રહે છે. આ બધું જોઇને નિરવ ફરીથી પ્રિન્સની મજાક ઉડાવે છે અને પ્રિન્સ હળવાં સ્મિત સાથે ભાભી ને પોતાના બાઈક ઉપર બેસાડીને ઘરે જતો રહે છે.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED