Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રિન્સ અને પ્રિયા - ભાગ - ૫ - પ્રિયાનું અટેન્શન

પ્રિન્સ ને ઘરે લઈ આવ્યા પછી તે થોડું સારૂં ફીલ કરે છે એટલે ભાભી અને નિરવ બંને ક્લાસમાં જવાનો વિચાર કરે છે. પ્રિન્સ પણ ક્લાસમાં જવા માટેની તૈયારી બતાવે છે પરંતુ ઘરના બધા જ ના પાડે છે અને પ્રિન્સનું તેમની પાસે કંઇ ચાલતું નથી. પ્રિન્સ ઘરે તો રહી જાય છે પરંતુ તેનું ધ્યાન ક્લાસમાં શું થયું હશે તે તરફ જ રહે છે. આજે ક્યાંક ફરીથી તો નિરવ પ્રિયા ની પાસે નહીં હોય તો હોય ને? તે પ્રિયાને ઇમ્પ્રેસ કરવાની કોશિશ નહીં કરતો હોય ને? આવા બધા વિચારો પ્રિન્સ ના મન માં આવ્યા કરે છે અને પ્રિન્સ બેચેન થઈ જાય છે.

પ્રિન્સ ટીવી જોઈને અને મ્યુઝિક સાંભળીને પોતાનો સમય પસાર કરવાની કોશિશ કરે છે પણ તે ક્લાસમાં શું થતું હશે તેના વિચારો માંથી પોતાનું ધ્યાન ફેરવી શકતો નથી. બીજી તરફ પ્રિયા ક્લાસમાં માત્ર નિરવ અને ભાભી ને જોઈને વિચાર કરે છે કે કેમ આજે પ્રિન્સ નહીં આવ્યો હોય. વળી ક્લાસ પૂરો થતાની સાથે જ નિરવ અને ભાભી ફટાફટ ઘરે ચાલ્યા જાય છે. ભાભી અને નિરવ ને ક્લાસમાંથી ઘરે આવતા જોઈને પ્રિન્સ ફટાફટ તેમની પાસે જાય છે અને આજે ક્લાસમાં શું કર્યું તે જાણવાના બહાને નીરવ ક્યાંક પ્રિયા ની પાસે તો નહોતો બેઠો ને તે જાણવાની કોશિશ કરે છે. પણ નીરવ દ્વારા તેને ખબર પડે છે કે આજે બહુ મોડા જવાના કારણે નિરવ અને ભાભીએ જ જોડી માં બેસવું પડ્યું હતું. આ સાંભળીને નીરવ ની બેચેની જાણે કે ગાયબ થઈ જાય છે.

બીજા દિવસે સવારે ઊઠતાની સાથે જ પ્રિન્સ વિચારવા લાગે છે કે આજે કેમ કરીને ક્લાસમાં જવા માટે ઘરના લોકોને મનાવવા. તે વારે ઘડીએ ઘરના દરેક સભ્યો ની પાસે પોતે કર્મ રહીને કેટલો કંટાળી જાય છે તે જણાવતો રહે છે. પણ સૌ પોતપોતાના કામમાં વ્યસ્ત હોવાને કારણે તેની વાત ઉપર કોઈ બહુ કંઈ ખાસ ધ્યાન આપતું નથી. હવે સાંજ પડે છે અને ક્લાસમાં જવાનો સમય થઇ આવે છે. તેથી પ્રિન્સ બધાની સામે જ નીરવ ને ફોન કરે છે અને તેને પોતાના બાઈક પાછળ બેસાડીને ક્લાસમાં લઈ જવા માટે કહે છે. કારણકે એકસીડન્ટ ના કારણે નીરવ નું બાઈક બહુ જ ખરાબ રીતે ડૅમેજ થઈ ગયું હોય છે. નીરવ તેને પૂછે છે કે તું સાચે જ ક્લાસમાં જવા માંગે છે? ઘરે રહીને આરામ નથી કરવો તારે? પ્રિન્સ તેને જવાબ આપે છે કે આપણે ક્લાસ માટે થઈને તો નોકરી મૂકી દીધી છે તો પછી ક્લાસ માંતો જવું જ પડે ને. અને આટલી બધી ફી પણ ભરી છે. ઘરના કોઈ સભ્યો તેનો વિરોધ કરતા નથી અને નિરવ પણ તેને લેવા આવવાનો હોય છે તેથી પ્રિન્સ ખુશ થઇ જાય છે.

ઓફિસે ના જવાનું હોવાના કારણે તે દિવસે પ્રિન્સ, નિરવ, અને તેના ભાભી ક્લાસમાં વહેલા પહોંચી જાય છે. પહોંચીને તે લોકો તેમની રોજની જગ્યાએ પાછળ ની લાઈનમાં બેસવા જતા હોય છે પણ વહેલા આવી જવાના કારણે આગળની લાઈનમાં જગ્યા ખાલી હોવાથી ટીચર તેમને આગળ બેસવા માટે કહે છે. જ્યારે તે લોકો આગળ બેસવા માટે આવે છે ત્યારે પ્રિય નું ધ્યાન પ્રિન્સ ના હાથ અને પગ પર બાંધેલા પાટા તરફ જાય છે અને તે ચિંતાતુર થઇ ને પ્રિન્સ તરફ જુએ છે પણ તે કંઈજ પૂછી શકતી નથી. એટલા માંજ ટીચર પ્રિન્સને કાલે કેમ નહોતો આવ્યો અને આ બધું શું થયું છે એવું પૂછે છે. પ્રિન્સ કંઈ જવાબ આપે તેની પહેલાં જ તેના ભાભી પ્રિન્સ ના એકસીડન્ટ વિશે આખી વાત ટીચરને જણાવે છે. પ્રિયા પણ પ્રિન્સ ના એકસીડન્ટ વિશે સાંભળીને દુઃખી થઈ જાય છે અને વિચાર કરે છે કે આટલું વાગવા છતાં તે શું કરવા ક્લાસમાં આવ્યો હશે. એટલામાં જ બધા સ્ટુડન્ટ્સ આવી જાય છે અને ટીચર રોજની જેમ બધાના પાર્ટનર્સ નક્કી કરે છે. પણ પ્રિન્સની વાગેલું હોવાથી ટીચર તેને આગળની લાઈનમાં જ પ્રિયાની સાથે જ બેસવાનું કહે છે. પ્રિન્સ માટે તો જાણે જોઈતું હતું અને વૈદે કીધું તેવું થઈ ગયું. પ્રિયા પણ ટીચરના આ ફેસલા થી ખુશ થાય છે. પ્રિન્સ તેના ભાભી અને નિરવ નો મટિરિયલ આવી ગયું હોવાથી ટીચર ત્રણેયને તેમનો બધું મટીરીયલ આપી દે છે. પ્રિન્સને વાગેલું હોવાથી તે મટીરીયલ પોતાની બેગમાં ભરી શકતો નથી અને આ જોઈને પ્રિયા તરત જ તેને કહે છે લાવ હું તને મૂકી આપુ? પ્રિન્સ પણ ખુશીથી હા પાડે છે. પછી ટીચર ભણાવવાનું ચાલુ કરે છે અને પ્રિન્સ વિચારે છે કે કેમ કરીને પ્રિયા સાથે કંઈક વાતચીત કરૂં. તે એમ પણ વિચારે છે કે નીરવ કેટલું આસાનીથી કોઈપણ વ્યક્તિની સાથે વાતચીત કરી લેતો હોય છે. એટલામાં જ તેના હાથમાંથી પેન નીચે પડી જાય છે અને વાગેલું હોવાના કારણે તે નીચેથી પેન લઇ શકતો નથી. આ બધું જોઇને પ્રિયા તરત જ ઊભી થઈને પ્રિન્સ ની પેન લઈને તેને આપે છે. પ્રિન્સ તેને થેન્ક્યુ કહે છે અને વિચારે છે કે પ્રિયા કેટલી કેરિંગ છે. પ્રિન્સ ની પેન આપતી વખતે ક્રિયાનું ધ્યાન તેની બુક તરફ જાય છે અને તે જુએ છે કે પ્રિન્સ કંઈ જ લખી શક્યો નથી તેથી તે પ્રિન્સ ને કહે છે કે તારાથી ના લખાતું હોય તો તું રહેવા દે હું તને લખી આપું છું. પ્રિયાને આવી રીતે પોતાનું ધ્યાન રાખતા જોઈને અને પોતાની મદદ કરતા જોઈને પ્રિન્સ ના મનમાં પ્રિયા માટે માન ખૂબ જ વધી જાય છે. નીરવ આ બધું જોઈ રહ્યો હોય છે અને ઇશારાઓ કરીને પ્રિન્સ ની મજાક ઉડાવે છે. ક્લાસ પુરો થાય છે અને સૌ પોતપોતાની બેગ ભરીને ઘરે જવા માટે નીકળતા હોય છે. નિરવ અને પ્રિન્સ ના ભાભી પાછળ પોતાના પાર્ટનર સાથે બેઠા હોવાથી તે લોકો પ્રિન્સની કોઈ મદદ કરી શકતા નથી. તેથી પ્રિયા જ પ્રિન્સની બેગ ભરવામાં તેની મદદ કરે છે.

આજે પ્રિયા તરફથી આટલી બધી સહાનુભૂતિ અને અટેન્શન મળવાને કારણે પ્રિન્સની ખુશીનો કોઈ પાર રહેતો નથી. પ્રિન્સને નીરવના બાઈક પાછળ બેસીને જવાનું હતું તેથી રસ્તામાં નીરવ પ્રિન્સને પૂછે છે કે આજે તો બહુ ખુશ હોઈશ ને તું? તારા ગમતા પાર્ટનર સાથે તને બેસવા મળ્યું અને આટલું બધું અટેન્શન પણ મળ્યું. પ્રિન્સ નીરવ ને એવું કંઈ જ નથી એમ કહીને તેની વાતને ટાળી દે છે. કારણ કે તે ખુદ પણ નથી જાણતો હોતો કે તે પ્રિયા પ્રત્યે તેના મનમાં શું અનુભવી રહ્યો છે. પ્રિયા પણ ઘરે જતી વખતે વિચાર કરતી હોય છે કે આટલું બધું વાગ્યું હોવા છતાં પ્રિન્સ ક્લાસમાં શું કરવા આવ્યો હશે?