Featured Books
શ્રેણી
શેયર કરો

સેતુ - કુદરત નો એક અદ્દભુત ચમત્કાર - 10

ભાગ - 10

અમે અમારી બધી આપવીતી મારા પતિના, ડૉક્ટરમિત્રને જણાવી, પરંતું આગળ જણાવ્યું તેમ આ બાબતે તેઓ અમારી કોઈ મદદ કરી શકે તેમ ન હતાં. તેમજ તેમની પાસે અત્યારે એવો સમય પણ ન હતો. કેમકે અત્યારે તેમને, બાજુનીજ એક મોટી હોસ્પિટલમાં એક બીજી પ્રસૂતિ માટે જવાનું હતું. એ પ્રસૂતિ તેજ હોસ્પિટલનાડોક્ટર શાહના પત્નીની હતી અને આ ડૉક્ટર, ડોક્ટરશાહનાં જીગરી મિત્ર પણ હતા. જતા-જતાં ડોક્ટર અમને આ બાબતે ધીરજ અને શાંતિથી વિચારવાનું કહી, સાથે-સાથે હિંમત રાખવાનું અને પ્રભુ પર શ્રદ્ધા રાખવાનું કહી તેઓ મોટી હોસ્પિટલ જવા નીકળ્યા. એમણે કહેલ ધીરજ રાખવાની વાતમા એકવાર અમે તો અત્યારે ધીરજ રાખી લઇએ પણ, આ સમયે જેમને ખરેખર ધીરજ રાખવાની છે એમને કોણ સમજાવે ? મારી સાસુને આજની હકીકત જણાવવાની હિંમત મારામાં અને મારા પતીમાં, અમારાં બંનેમાં હતી, પરંતું મારા સાસુને અમે અમારી હકીકત જણાવીએ અને પછી એનાં પરિણામ સ્વરૂપે જે "કિંમત" ચુકવવાની ઊભી થતી હતી એનાં લીધે અત્યારે અમારી "હિંમત" તુટી રહી હતી. હા, "સજા" જો અમને બંનેને મળવાની હોત તો એકવાર અમે હિંમત કરી લઇએ. પરંતું તેની કિંમત મારા ઘરડા મા-બાપને પણ ચુકવવાની હતી. એકવાર એ પણ આ કિંમત ચૂકવવા તૈયાર થઈ જાય, પરંતું એથીયે વિશેષ ખરી ચિંતા અત્યારે અમને મારી કુખે જન્મેલ ફુલ જેવી બાળકીની થતી હતી. ડોક્ટરે જતા-જતા અમને જે શાંતી રાખવાનું કહ્યુ તો અત્યારે અમારી પાસે શાંતી રાખવા સીવાય કંઇ હતૂજ નહીં. પરંતું અમારી સામે આવેલ આ સમય વખતની શાંતીએ અમને જીવતી લાશ જેવા કરી દીધાં હતાં. અમારી શાંતી પોતે "શાંત" થઈ ગઇ હતી. હા પણ જતા-જતા ડોક્ટરે અમને આપેલ છેલ્લી શિખામણ "પ્રભુ પર શ્રદ્ધા રાખો બધુ સારુ થઈ જશે" બસ અત્યારે આજ એક આશરો વધ્યો હતો. અને એનાં સીવાય કોઈ કંઈ કરી શકે એમ પણ ન હતુ. અમારી પાસે પ્રભુની મરજી અને દેવની કૃપા-દ્રષ્ટિ, એમાજ અમને બન્નેને પૂરો ભરોશો પણ હતો. ડૉક્ટરનાં જતા હું અને મારા પતિ શુ કરવું ? શુ નાં કરવું ? ની સ્થિતિમાં બિલકુલ સુન અને નિઃસહાય થઈ ગયા હતાં. અમારાં માટે આજે એવો અગ્નિપરીક્ષાનો સમય હતો કે ગમે તેવા અગ્નિનાં દાવાનળમાં પણ જો અમારી સમસ્યા નું નિરાકરણ હોય તો પણ અમે હસતાં મોઢે અને ખુલ્લા પગે એ દાવાનળમાંથી પણ સમાધાન લઈ આવીએ. અમારા બન્નેનાં ભીતરમાં અત્યારે એવો અગ્નિ સળગી રહ્યો હતો કે તે અગ્નિથી અમારું બાહય શરીર નાસુર થઈ ગયુ હતુ. અમે બન્ને અત્યારે એવી કપરી પરિસ્થિતિમાં હતાં કે "કોંઈતો શુ ?" અમે પોતે એકબીજાની મદદ કરવાની હાલતમાં ન હતાં. અમે પુરેપુરા ચિંતામાં અને વિચારોમાં હતા અને ત્યાંજ એકાદ કલાકમાં જ પેલા ડોક્ટર જે મારા પતિના મિત્ર હતા, અને તે પેલી મોટી હોસ્પિટલમા તેમનાં ડૉક્ટરમિત્ર શાહની પત્નીનાં પ્રસુતિનાં ઓપરેશન માટે ગયા હતાં, તેમનો ફોન આવ્યો. એ એક ફોન અને એ વખતે ડોક્ટરે કરેલ વાતે અમને બન્નેને ઝંઝેડી નાખ્યા. અમારાં બન્નેના શરીર પર જાણે હેવી વોલ્ટેજનાં તાર કસકસાવીને બાંધ્યા હોય અને જેમ એક ઝાટકે વીજકરંટ આપી દીધો હોય તેવી અમારી હાલત થઈ ગઇ. આમતો એમની વાતમાં અમારાં પ્રશ્નનું નિરાકરણ હતુ. પરંતું એમણે બતાવેલ રસ્તા દ્રારા અમારે અમારાં પ્રશ્નનાં હલ સુધી પહોંચવું કપરું અતી કષ્ટદાયક/પીડાદાયક હતુ. એ રસ્તો આમતો ખુબજ ટૂંકો હતો પણ તે રસ્તા પર ચાલવા જીગર ખૂબ લાંબુ(મોટુ) જોઈએ. બીજી બાજુ એ રસ્તો અપનાવવા, કે કોઈ નિર્ણય લેવા માટે જે સમય જોઈએ એતો ખુબજ ઓછો હતો, કે પછી એમ કહીએ તો પણ ચાલે કે વિચારવાનો સમય હતોજ નહીં. એમા થયુ એવું હતુ કે.......
બાકી ભાગ 11 માં