કોલ સેન્ટર (ભાગ-૨૧) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

  • ભિષ્મ પિતામહ

    पितामह भीष्म अने मकरसंक्राती   રાત્રી નો બીજો પહોર છે... આરત...

શ્રેણી
શેયર કરો

કોલ સેન્ટર (ભાગ-૨૧)

યસ..!!!કેમ નહિ હું તૈયાર થઈને થોડીવારમાં તને મેસેજ કરુ.

ઓકે હું તારા મેસેજની રાહ જોશ..!!!


*********************************

પલવી થોડીવારમાં જ તૈયાર થઈ ગઈ,અને અનુપમને મેસેજ કર્યો,આઈ એમ રેડી અનુપમ..!!!અનુપમ પલવીનો મેસેજ જોતા જ તે બહાર નીકળ્યો.પલવી તેની સામેં જ ઉભી હતી.બંને લિપની અંદર ગયા.

આ ડ્રેસ તને મસ્ત લાગે છે...!!અને સાથે સાથે તું પણ..!!એટલી જ..!!

બોવ વખાણ ન કર એટલી જલ્દી હું તને "હા" પણ નહીં પાડી દવ.તારે પહેલા કોઈ ગર્લફ્રેન્ડ હતી?

કેમ પલવી તું આવો સવાલ કરે છે?અનુપમે લીપનો દરવાજો અને બંને લિપની બહાર નીકળ્યા.

પહેલી જ મુલાકાતમાં તું મારા વખાણ કરવા લાગ્યો એટલે મને સવાલ થયો.કેમ તારા હું વખાણ પણ ન કરી શકું?નહિ એવું કહી નથી અનુપમ પણ સ્ત્રીઓને કોઈ તેના વખાણ કરે તે ગમે..!!તને કેવી રીતે ખબર પડી.માટે મેં તને સવાલ કર્યો.

તારી સાથે મારે થોડું ચાવચેત રહેવું પડશે..!!
કેમ?તું સવાલ માંથી સવાલ ઉભા કરે છો.હા,પણ તો તું કહી દે ને કે તારે ગર્લફ્રેન્ડ હતી.મને કોઈ પ્રોબ્લમ નથી,સવાલ હું પણ આગળ નહિ કરું.અનુપમ અને પલવી હોટલની બહાર નીકળી ટેક્સી કરાવી.

તું મને ક્યાં લઇ જાય છે?સરપ્રાઇઝ પલવી..!!!
આજ હું તને સરપ્રાઈઝ આપવા માંગુ છું.એવી જગ્યા પર તને હું લઇ જવા માંગુ છું કે ત્યાં જઈને તું ખુશ થઈ જશ.મેં તને ફક્ત ડિનર સાથે લેવાની જ પરમિશન આપી હતી.


હા,તો ડીનર પણ લેશું સાથે..!!!મેં ક્યાં ના પાડી તું એમ સમજે કે હું તને આજે ડિનર પર લઇ ગયો હતો.મજાક કરવામાં તને કોઈ નહી હરાવી શકે..!!!આજ સુધી કોઈ સાથે હાર્યો પણ નથી.બસ બસ અહીં જ.કેટલા રૂપિયા થયા? સર ૧૫૦..!!અનુપમ તેના પર્સ માંથી પૈસા નીકાળી ટેક્સી ડ્રાઈવરને આપ્યા.

અહીં તો આસપાસ કોઈ એવી જગ્યા નથી,કે હું તે જોઈને ખુશ થાવ,સામે એક હોટલ દેખાય છે..!!તે આપણા બંને માટે રૂમ બુક નથી કરાવીને?નહિ એ તો વિશાલસરે બુક કરાવી આપી છે,મારે કોઈ બીજી હોટલમાં બુક કરવાની જરૂર નથી.

એ હોટલની પાછળ એક સરસ મજાનું અલ્સોર તળાવ છે,એ તળાવ પણ સુંદર છે,અને ત્યાં બેસીને આથમતા સૂર્યને જોવાની એક ઓર મજા આવે છે.થોડીજવારમાં તળાવની નજીક પોહચી ગયા.વાહ અનુપમ અહીંની પ્રાકૃતિક સુંદરતા અદભુત છે,આમ પણ મને એકાંત વધુ પસંદ છે.અહીં જ બેસી જા અહીંથી આથમતા સૂર્યને જોવાની મજા આવશે.

નહીં,પલવી હજુ તો સૂર્યને આથમવાને ઘણીવાર છે,એ પહેલાં તને હું આ નૌકાવિહારમાં બેસીને અહીંની પ્રાકૃતિક સુંદરતા દેખાડવા માંગુ છું.

તને ડર તો નહીં લાગે ને? નહીં, મને કહી થાય તો તું છે જ ને..!! ઓહ,એટલો બધો વિશ્વાસ મારી પર એક દિવસમાં તને આવી ગયો.નૌકાવિહાર કરાવનારને પૈસા આપી અનુપમે પલવીનો હાથ થોભી તેને બોટની અંદર બેસારી.

ધીમે ધીમે આગળ ચાલી રહ્યા હતા,પલવી કુદરતી સૌંદર્યની મજા લઇ રહી હતી.અચાનક અનુપમની નજર કોઈ વ્યક્તિ પર પડી તે કોઈ બીજું નહિ પણ વિશાલસર હતા.અનુપમને થયું વિશાલસર અહીં શું કરી રહ્યા છે?અમને બંનેને જોય જશે તો બેંગ્લોરથી મુંબઈ રવાના કરી દેશે.પલવી ડરી જશે એ બહાને પલવીને કહેવાનું પસંદ ન કર્યું.

પણ અચાનક ફરી મારી નજર વિશાલ સર પર પડી તે કોઈ છોકરી સાથે વાત કરી રહ્યા હતા,એ છોકરી એટલી તેની નજીક હતી કે જાણે તેની ગર્લફ્રેન્ડ હોઈ.હું તે છોકરીનો ચેહરો સ્પષ્ટ જોય શકતો ન હતો,પણ તેણે બ્લ્યુ ડ્રેસ પહેર્યો હતો,તે ડ્રેસ મને દુરથી પણ દેખાય રહ્યો હતો.શાયદ પાયલ પણ હોઈ શકે અને માનસી પણ હોઈ શકે અને કોઈ બીજું પણ હોઈ શકે કહેવું મુશ્કેલ હતું.

ઓય અનુપમ કોને જોય રહ્યો છે ત્યાં મારાથી પણ સુંદર કોઈ છે?નહીં પલવી બસ એમ જ એ તરફ જોય રહ્યો હતો.બધું ભૂલી અનુપમ પલવી સાથે પ્રાકૃતિક સૌંદર્ય માણવા લાગ્યો.થોડીજવારમાં નૌકાવિહાર કરી કોઈ સારી જગ્યા ઉપર બેઠા સૂર્યને આથમવાને થોડિજવાર હતી.

ફરીમેં પહેલી બાજુ નજર કરી પણ ત્યાં કોઈ દેખાય રહ્યું ન હતું.મેં અને પલવી એ આથમતા સૂર્યના પ્રાકૃતિક સૌંદર્ય માણવાની મોજ લીધી.આજ પલવી મારી સાથે ખુશ હતી,અમે બંને સારી હોટલમાં જઈને રાત્રીનું ડિનર લઇ ફરી અમારી રૂમમાં આવી ગયા.

***********ક્રમશ**************


લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup)