દરેક ક્ષેત્રમાં સફળતા - 16 Amit R Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

દરેક ક્ષેત્રમાં સફળતા - 16

ભાગ 16
૧૬) હંમેશા પોતાના મુખ્ય હેતુને વધારે મહત્વ આપો. તે કાર્ય પુર્ણ થઇ ગયા બાદજ ફ્રેશ થવા માટે આનંદ પ્રમોદ કે મનોરંજનનો સહારો લેવો જોઈએ. મહત્વના કાર્ય કરતા મનોરંજનના પ્રમાણને ક્યારેય વધવા ના દેવુ જોઈએ.

૧૭) દરેક કાર્યને ચીવટતાથી વ્યક્તીગત રીતે ધ્યાન આપીને પુર્ણ કરવાનો પ્રયત્ન કરો.

૧૮) ખરાબ કે નિષ્ફળતાના સમયમા ફર્યાદો અને આરોપો નાખવાને બદલે નિષ્ફળતાના કારણો ગોતો અને દુ:ખના સમયમા રો કકળ કરવાને બદલે શું સુધારી શકાય તેમ છે તેના પર વધારે ધ્યાન કેન્દ્રીત કરી તેના પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરો.

૧૯) મન મરજી મુજબ આડેધડ જીવન જીવવા કરતા નીતિ નિયમો, સિદ્ધાંતો અને માનવ મુલ્યોની કાળજી રાખીને જીવન જીવવાનો પ્રયત્ન કરો.

૨૦) નકલ પણ અકલથી કરો.

૨૧) નકામી બાબતોમા કે ભવિષ્યમા ઝઘડાઓ, મનદુ:ખ કે ગેરસમજણ થાય તેવી બાબતોમા ન પડો અથવાતો તેવી પ્રવૃતીઓથી દુર રહો.

૨૨) નકામી દલીલો કે ચર્ચાઓમા પળવા કરતા સંબંધો, હેતુઓ અને કાર્યોને વધારે મહત્વ આપો.

૨૩) લોકોને નળતરરૂપ થવાને બદલે બને ત્યાં સુધી સાથ સહકારથી કામ કરો.

૨૫) કોઇના પણ ઉશ્કેરાટમા ન આવો અને બન્ને પક્ષોના દ્રષ્ટીકોણ જાણ્યા બાદજ કોઇ તારણ પર પહોચો.

૨૬) કોઇ પણ બાબતમા તાત્કલીક રીએક્શન આપવાને બદલે પોતાના કે યોગ્ય સમયની રાહ જુઓ અથવાતો સમય પોતાના પક્ષમા આવે તેની રાહ જોવા કરતા સમયને પોતાના પક્ષમા લાવવાનો પ્રયત્ન કરો.

૨૭) સીધોજ ઠેકળો મારવાને બદલે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો.
૨૮) દરેક બાબતની સુરક્ષા અને ગુપ્તતા જાળવીનેજ કામ કરો.
૨૯) યોગ્ય નફા નુક્શાન અને પુરતા વળતરની ગણતરીઓ કરીનેજ કોઇ એક્શન લ્યો.

૩૦) લોકોની ઇચ્છા, પસંદ નાપસંદ, ગમા અણગમાને ધ્યાનમા રાખીને વર્તવાની સાથે સાથે પોતાનુ આત્મસમ્માન જળવાઇ રહે તેનુ પણ ખાસ ધ્યાન રાખો.

૩૧) વિનમ્રતા, વફાદારી, પ્રામાણિકતા, શીસ્ત જેવા ગુણોના મહત્વને આત્મસાત કરો.

૩૨) સમજી વિચારીને પૈસા વાપરો, વધુમા વધુ બચત કરો અને એકે એક રુપીયાનુ વળતર પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો.

૩૩) બુદ્ધી અને આયોજનથીજ કામ કરો, દરેક સ્ટેપ સમજી વિચારીનેજ લેવાનો પ્રયત્ન કરો.

૩૪) હંમેશા પોતાના હેતુઓ, સમગ્ર પ્રક્રીયા, સમસ્યા અને દુર્ઘટનાઓને નજર સમક્ષ રાખીને વિચાર કરો.

૩૫) શો ઓફની જીંદગીથી દુર રહો, તેમ ન કરવાથી માણસની બુધ્ધીશક્તી, સમજશક્તી ઓછી થઈ જતી હોય છે, લોકોનુ વર્તન અવ્યવહારુ, અતાર્કીક અને દંભથી ભરેલુ બની જતુ હોય છે. પછી તેઓ સાચા-ખોટા, યોગ્ય–અયોગ્યનો ફર્ક સમજી શકતા હોતા નથી. આમ સમ્માન મેળવવાની નીરર્થક દોટ લગાવવાને બદલે તમે તમારા કાર્યમા સફળ થઈ બતાવો તો લોકો સામેથીજ તમને મળવા આવશે અને ઉત્ક્રુષ્ટ સમ્માન આપશે.

૩૬) આખા ભરેલા ઘડાની જેમ શાંતીથી પોતાનુ કામ કરવાનો પ્રયત્ન કરો.

૩૭) જયાં જરુર હોય ત્યાંજ હાર્ડ વર્ક કરો નહીતર સ્માર્ટ વર્ક અને ટેક્નીક્સને વધારે મહત્વ આપો.

૩૮) દરેક વ્યક્તીમા કઇંકને કઇંક ખામીતો હોવાનીજ છે માટે લોકોમા ખામીઓ ગોતવાને બદલે તેઓની ખાસીયતો જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો તેમ નહી કરો તો લોકો સાથે ક્યારેય અનુકૂલન સાધી નહી શકો અને એકલા પડી જશો. આવી નાની નાની બાબતોને અવગણવામા કે માફ કરી સંબંધો જાળવી રાખવામા વધુ શાણપણ છે.

૩૯) સમય, શક્તી, નાણા, સંપતી અને વિચારોનો બગાળ ન થવા દેવો તેમજ તેનુ મહત્તમ વળતર પ્રાપ્ત કરતા કે ટીપે ટીપે સરોવર ભરતા શીખી લેવુ જોઈએ.

૪૦) દરેક પ્રકારની અણધારી પરીસ્થીતીઓ, આફતો કે સમસ્યાઓનો પહેલેથીજ વિચાર કરી તેના ઉપાયો હાથવગા રાખવા જોઈએ.

૪૧) શું થઇ શકે અને શું ન થઇ શકે તે મુજબ સાચા ખોટાની પરખ કર્યા બાદજ અથવાતો પુરતી માહીતી પ્રાપ્ત કર્યા બાદજ પોતાના અભીપ્રાયો, નિર્ણયો કે પક્ષ લેવો જોઈએ.

૪૨) તમે ગમે તેટલા જઘડાઓ કરો પણ આખરેતો વાતચીત દ્વારાજ સમસ્યાઓ ઉકેલાતી હોય છે માટે પહેલેથીજ વાતચીતનો રસ્તો અપનાવો જેથી વહેલુ સમાધાન ઓછી નુક્શાનીએ આવે.

૪૩)‌ નાની નાની બાબતો કે વ્યક્તીઓને પણ પુરતુ મહત્વ આપો.

૪૪) દરેક ઘટનાના કારણો, અસરો, ઉપાયો કે મહત્વતા આંકતા રહો, પરીસ્થીતિઓ પર સતત નજર રાખો અને સમય રહેતા કે શાંતીકાળમા તમામ જરુરી સામર્થ્ય મેળવી રાખો જેથી કરીને યુદ્ધ કે કટોકટીના સમયે યોગ્ય નિર્ણયો લઇ સુપરફાસ્ટ એક્શન લઇ શકાય.

૪૫) પોતાની બુદ્ધી અને સંપતીઓનો હંમેશા સદ્ઉપયોગ કરો અને તેને સાચી દિશામાજ વાપરો. જો તેને લોકહીતમા વાપરવામા આવે તો મોટુ સામ્રાજ્ય ઉભુ કરી શકાતુ હોય છે પણ જો તેને લોકોના અહીત માટે વાપરવામા આવે તો ગમે તેવળુ મોટુ સામ્રાજ્ય હશે તો પણ તે પડી ભાંગશે.

૪૬) સત્તાધારી, સામર્થ્યવાન, સત્ય અને ગૃપમા રહેવામાજ શાણપણ સમજો.

૪૭) સમય રહેતા જ્ઞાન, આવળત, સામર્થ્ય કે ઉપયોગીતા પ્રાપ્ત કરી લ્યો નહીતર ફેંકાઇ જવાનો સમય આવી શકે છે.

૪૮) માત્ર વાતો કરવા ખાતર કે સિંપથી મેળવવાના ઇરાદાથી ક્યારેય પણ નકામા માણસને તમારી સમસ્યાઓ, શક્તીઓ કે ગુપ્ત વ્યક્તીગત માહિતીઓ ન જણાવો.

૪૯) કોઇની પણ જાહેરમા પીઠ પાછળ બુરાઇઓ ન કરો, જેમને તમે સુધારવા માગો છો તેમની સાથે સ્પષ્ટતાથી વાત કરો તેમજ દરેક વ્યક્તી સાથે અથવાતો દુશ્મન સાથે પણ ભલે ઉંડાણથી સંબંધો ના રાખો પણ એક બીજાને મદદ રૂપ થવાનો દરવાજો હંમેશા ખુલો રાખો.

૫૦) વ્યક્તીની માત્ર વાતો સાંભળવાને બદલે તેના ઇરાદાઓ, પ્રવૃતીઓ, ભુતકાળ અને વિશ્વાસપાત્રતાની ચકાસણીઓ કર્યા બાદજ તેઓ પર સંપુર્ણ વિશ્વાસ મુકો, તેમ છતા કોઇના પર આંખ બંધ કરીને આંધળો વિશ્વાસ ન મુકો.

૫૧) જીવનમા સુખ, સફળતા અને શાંતી મેળવવા માટે પહેલા ખુબજ રસ પુર્વક મહેનત કરો અને ત્યાર બાદજ તેમાથી ફ્રેશ થવા માટે ઉજવણીઓ કે મોજ શોખની પ્રવૃતીઓ કરો. માત્ર મહેનત કર્યે જવાથી કે મોજશોખ કર્યે જવાથી જીવનમા કાંતો અસંતોષ રહી જશે અને કાંતો જીવનજ બર્બાદ થઇ જશે. માટે બન્નેને બેલેન્સમા રાખીને જીવન જીવતા રહેવામાજ શાણપણ સમજો.
૫૨) શરમ, સંયમ, અને સંકોચ વગરની બેજવાબદાર ઉડાઉ વ્યક્તી તમને ભલે ગમ્મે તેટલા જલસા કરાવી દે પણ તે એક વખત તો તમારી સાથે દગો કરશેજ કારણ કે એજ તેનો મુળ સ્વભાવ છે. આવા લોકો શોર્ટકટ અને અસામાજીક પ્રવૃતીઓ તરફ વધારે આકર્ષાતા હોય છે અને તેઓ તેમ કરી પણ બતાવતા હોય છે. જો આવા લોકો સાથે સબંધો રાખવા પડે એમ હોય તો એક મર્યાદામા રહીને કે માત્ર કામ પુરતાજ સંબંધો રાખવા જોઈએ, તેમ કરવામાજ ખરુ શાણપણ છે.
૫૩) તમારા વિરોધીઓને ધ્યાનમા રાખીને કામ કરો. તમારુ કામ કે વર્તન તમારા વિરોધીઓ માટે કેટલુ ફાયદાકારક રહેશે તેની ગણતરી કરીને કામ કરશો તો તમે કોઇ ખોટુ સ્ટેપ લેતા બચી જશો.

૫૪) લોકો આપણો સાથ ન આપે તો ચાલશે પણ તેઓ આપણા વિરોધીતો નજ બનવા જોઇએ.

૫૫) કઈ ઘટના કોને સબંધીત છે, આમ થાય તો શું થાય, અથવાતો શું થાય તો આમ થઈ શકે તે ગોતવાની, સમજવાની શક્તી વધારો.

૫૬) બુધ્ધીશાળી લોકો પોતાનો થાક ઉતારવા કે ફ્રેશ થવા માટે મનોરંજનોનો ઉપયોગ કરતા હોય છે, તેના ગુલામ બની પોતાની જીંદગી બરબાદ કરવાની ખુલી છુટ તેને આપતા હોતા નથી.

૫૭) દરેક વાતને પોજીટીવ દ્રષ્ટીકોણથી સમજો અને તે રીતેજ પોતાની વાત રજુ કરતા શીખો.

૫૮) કુશળ નિર્ણયશક્તી વિકસાવો.

૫૯) પોતાની અને લોકોની ભુલો પરથી સતત નવુ નવુ શીખતા રહો.

૬૦) બુદ્ધીશાળી લોકો મોટે ભાગે નાની નાની બાબતોમા લેટ ગો કરવામા અને સમાધાનકારી વલણ અપનાવવામા માનતા હોય છે, જ્યારે કમઅક્કલ લોકો નાની નાની બાબતોમા આક્રમક થઈ જતા હોય છે અને આખરે પોતાનેજ નુક્શાની પહોચાળી બેસતા હોય છે. માટે બને ત્યાં સુધી બન્ને પક્ષને લાભ થાય એ રીતે સમાધાનકારી વલણ અપનાવો અને જરૂર હોય તોજ આક્રમકતા ધારણ કરો.