દરેક ક્ષેત્રમાં સફળતા - 17 Amit R Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

દરેક ક્ષેત્રમાં સફળતા - 17

ભાગ 17
ગેર માન્યતાઓ દુર કરો


માણસને સાચી પરીસ્થિતિ સમજતા અટકાવનારુ, ખોટી દિશા તરફ વાળનારુ અને તેના વિકાસને રુંધનારુ કોઇ પરીબળ હોય તો તે છે તેની ખોટી, ભુલ ભરેલી માન્યતાઓ. આવી માન્યતાઓને કારણેજ વ્યક્તી સત્ય પામવાનો પ્રયત્ન કરતા હોતા નથી અથવાતો તેનાથી દુર રહી જતા હોય છે જેથી તેમના નિર્ણયો ભુલ ભરેલા રહી જવાથી તેઓ નિષ્ફળતાના શીકાર બનતા હોય છે. દા.ત. ઘણા વ્યક્તીઓને એવી માન્યતા હોય છે કે સાચુ સુખ તો માત્ર રખડપટ્ટી કરવામા અને મન ફાવે તેમ બીંદાસ વર્તન કરવામા કે મન પડે તેટલુ સુતા રહેવામાજ છે, શીસ્તબદ્ધ જીવન જીવવામા કે ૧૦-૧૨ કલાક કામ કરવામા વળી શુ મજા હોઇ શકે? તો આવી ભુલ ભરેલી માન્યતાઓને કારણે તે વ્યક્તી વધુને વધુ બેશીસ્ત અને દુરાગ્રહી બની જતા હોય છે, મન ફાવે તેમ સમયને વેળફી નાખતા હોય છે, આખો દિવસ રખડ પટ્ટી, ગપ્પાબાજી જેવાતો કંઇક ફંદા કરતા હોય છે અને પાછુ ઉપરથી તેના દુશ્પરીણામોથી બચવા એક જુઠ છુપાવવા ૧૦૦ જુઠ બોલવા જેવા હવાતીયા પણ મારવા લાગતા હોય છે, પછી જ્યારે આવી વ્યક્તીઓ પર જવાબદારીઓ આવી પડતી હોય છે ત્યારે તેઓ સફાળા જાગી બોલી ઉઠતા હોય છે કે અરેરે !! હવે હું શું કરીશ ? મારુ શું થશે ? જ્યારે ભણવાનો કે કામ કરવાનો સમય હતો ત્યારે તો મે મોજ મસ્તી કરવામા ને સુવામા તેને બર્બાદ કરી નાખ્યો અને તલભારનુય જ્ઞાન કે અનુભવ મેળવ્યો નહી, તો હવે હું કમાઇશ કેવી રીતે? હવે મારુ શું થશે? સમાજમા હું કેવી રીતે મોઢુ બતાવીશ? હવે હું ઘર કેવી રીતે ચલાવીશ? આવક ક્યાંથી મેળવીશ? વગેરે જેવા વિચારો અચાનકથી વ્યક્તીના મન પર મારો કરવા લાગતા હોય છે, પણ સમય હાથમાથી સરકી ગયો હોવાથી તેમજ કોઇ ખાસ આવળત ન હોવાથી અથવાતો કશુજ સમજમા ન આવવાથી વ્યક્તીની બુદ્ધી બહેર મારી જતી હોય છે અને છેવટે તેઓની પાસે કોઇજ ઓપ્શન ન રહેતા તેઓ ચોરી, લુંટફાટ, દગાખોરી, શોર્ટકટ જેવી પ્રવૃતીઓ શરુ કરી બદનામ, ગુમનામ કે ગુનેગાર બની જતા હોય છે. તો આ રીતે તેઓ સમાજમા બદનામ થવા લાગતા હોય છે અને છેવટે તેઓ સમાજમાથી ફેંકાઇ પણ જતા હોય છે. પછી આવી વ્યક્તીઓ વ્યસનો અને વિકૃતીઓનો સહારો લીધા વગર નિર્દોષ આનંદ મેળવી શકતા હોતા નથી જેથી આમને આમ તેઓની જીંદગી ગુમનામી, અપમાન, અસંતોષ, અવિશ્વાસ, અનેક પ્રાકારના વણ ઉકેલ્યા પ્રશ્નો અને ફર્યાદોમાજ પુરી થઇ જતી હોય છે.

ઘણા લોકોને એવી માન્યતા હોય છે કે મર્યા પછી સાથે કશુજ લઇ જવાનુ નથી એટલે વધારે મહેનત કરવાને બદલે, ભવિષ્યની ચીંતા કરવાને બદલે ખાવુ, પીવુ અને મોજ કરવી જોઇએ, શા માટે આપણે ખાલી ખોટુ વહેલા ઉઠવાના અને શીસ્તમા રહેવાના નિયમો પાળીને ટેન્શન લેવા જોઇએ? જીંદગી મળી છે તો મન મુકીને સમાજની પરવા કર્યા વગર જલસા કરી લેવા જોઇએ. તો આવી વિચારસરણી ધરાવતી વ્યક્તીએ એટલુ જરુરથી સમજવુ જોઇએ કે દરેક વ્યક્તી પોતાના પરીવાર, સમાજ અને દેશનુ ઋણ ચુકવવા બંધાયેલા હોય છે. માત્ર મોજ મસ્તી કરવી કે ક્ષણભંગુર સુખો પાછળ આંખો બંધ કરીને દોળ્યે જવુ એ જીવન નથી પણ સમાજમા નામના, સુખ, શાંતી, સંતોષ, સભ્યતા, સફળતા મેળવવી બધા સાથે પ્રેમથી રહેવુ, પોતાની શારીરિક અને માનસીક શક્તીઓને ખીલવી, દેશ પરીવારની રક્ષા કરવી તેમજ સતત આગળ વધતા રહેવુ એજ ખરુ જીવન છે. લોકો તમને વર્ષો સુધી યાદ રાખે એ સાચુ જીવન છે. બાકીતો રોજે કેટલાય લોકો જન્મે છે અને કેટલાય લોકો મરે છે, આવુ બધુ ક્યાં કોઇ યાદ રાખે છે ? એના કરતા દેશ, પરીવાર કે સમાજ માટે કંઇક કરી બતાવ્યુ હોય તો પેઢીઓને પેઢીઓ આપણા કામમાથી પ્રેરણા મેળવતી હોય છે. આમ મોજ મજા એ જીવનનો એક ભાગ છે, તેજ સંપુર્ણ જીવન નથી. પોતાના કાર્યની સાથે સાથે આનંદ પ્રમોદની ઉજવણી કરવી કે આનંદ–કીલ્લોલ કરતા કરતા પોતાના કાર્યો પુરા કર્યે જવા એ સાચી જીંદગી છે. મોજ મજા માટે સઘળા કાર્યોનો ત્યાગ કરી દેવો તેનેતો ચોખ્ખી મુર્ખાઈજ કહી શકાય.
દા.ત. આપણે કોઇ ગામે જવા નિકળયા હોઇએ તો તે ગામ એ આપણી મંજીલ છે. આવી મંજીલે પહોચવાના માર્ગમા આનંદ કીલ્લોલ કરતા કરતા જવુ એ જીંદગી છે પણ આનંદ પ્રમોદને ખાતર પોતાના ગંતવ્ય, હેતુ કે આત્મસમ્માનને ભુલી જઇએ તો એ મહામુર્ખામીજ કહેવાશે. વિદ્યાર્થીઓએ આ વાત ખાસ સમજવા જેવી છે કારણ કે તેઓના જીવનમા આવા પ્રસંગો સૌથી વધારે બનતા હોય છે. એટલે કે વિદ્યાર્થીઓએ હસીમજાક કરતા કરતા અભ્યાસ કરવો જરુરી છે પણ માત્ર બે ઘડીના મનોરંજનો માટે અભ્યાસ છોળી દેવો, તેની ટીકાઓ કરવી કે તેનુ અવમુલ્યન કરવુ એ જીવનની સૌથી મોટી ભુલ સાબીત થતી હોય છે. જો ખરેખર ખાવુ, પીવુ અને મોજ કરવી એજ જીવન હોય તો પછી જ્યારે વ્યક્તીનુ અપમાન થાય છે ત્યારે તે કેમ બધુ ભુલીને પોતાનુ માન પાછુ મેળવવા ધમપછાળા કરવા લાગે છે? શા માટે તે મહેનત કરવા લાગે છે? શા માટે તે બદલો લેવા દોળે છે? શા માટે તે પોતાના મદદગાર વ્યક્તીઓને આભાર માને છે? આ વાતજ દશાવે છે કે આનંદ પ્રમોદ કરતા પણ જીવનમા ઘણુ બધુ છે જેને અવગણી શકાય તેમ નથી.
મારા મત મુજબતો હસીમજાક કરતા કરતા સંતોષ રાખી પોતાની જવાબદારીઓ નિભાવ્યે જવુ એજ સાચુ જીવન હોઇ શકે, તેમાના કોઇ પણ પરીબળનો વધારો એ નાદાની અને ઘટાળો એ અધુરા જીવનની નીશાની બની જતી હોય છે એટલેકે માત્ર મનોરંજનો કર્યે જવા, માત્ર સંતોષી થઇને ફરવુ કે માત્ર જવાબદારીઓજ નિભાવ્યે જવી એ જીવન નથી પરંતુ આ ત્રણેય રસોનો યોગ્ય સમન્વય એજ ખરુ સફળ જીવન હોઇ શકે છે.

માત્ર જલસા કરવામા ગુંચવાયેલા લોકોનુ જીવન અસ્ત વ્યસ્તતા, અપમાન, નિરાશા, દંભ અને ભ્રમોથી ભરેલુ હોય છે. આવા વ્યક્તીઓને મોટે ભાગે એવો ભ્રમ હોય છે કે પોતે રાજાશાહીનુ જીવન જીવી રહ્યા છે પરંતુ હકીકતમાતો તેઓ રંક કરતા પણ વધુ બદતર જીવન જીવી રહ્યા હોય છે કારણ કે સમાજમા તેઓની કોઇ કદર હોતી નથી.

આવા વ્યક્તીઓના લક્ષણો નીચે પ્રમાણે હોઇ શકે.
૧) આવા લોકોએ મોટે ભાગે તમામ પ્રકારની શરમ, સંકોચ કે શીષ્ટાચાર મુકી દીધેલા હોય છે જેથી તેઓ પોતાના મોજશોખ માટે વિકૃતીઓની કોઇ પણ હદ પાર કરી જતા હોય છે.

૨) આવા વ્યક્તીઓ વિદ્યાભ્યાસ કરતા લોકોને મેણા ટોણા મારી એવુ કહેતા જોવા મળશે કે આવા બધા જ્ઞાનથી કશુજ વળવાનુ નથી, અત્યારે આપણી ઉમર જલસા કરી લેવાની છે કારણકે પછી આવો સમય પાછો આવશે નહી, પણ આવા લોકો એક વાત સમજતા હોતા નથી કે વિદ્યા અને આવળતો પ્રાપ્ત કરવાનો સમય પણ પાછો આવતો હોતો નથી.

૩) આવા વ્યક્તીઓ દારૂ, જુગાર, વ્યસનો અસામાજીક પ્રવૃતીઓ કે વિકૃતીઓમાજ ખુંપી ગયેલા જોવા મળશે, તેઓને પ્રકૃતીના નીર્દોષ આનંદમાતો મજાજ નહી આવે.

૪) તેઓ મોટેભાગે લાલચુ, દગાખોર અને સ્ત્રી લોલુપ જોવા મળશે, સ્ત્રીઓ વિશે અભદ્ર ચર્ચાઓ કરવી, તેઓની હાંસી ઉડાવવી, અપમાન, મારજુડ, ઉપયોગ અને શોષણ કરવુ એ તેઓની સૌથી મોટી ખુબી તરીકે જોવા મળશે.

૫) આવા વ્યક્તીઓ અભ્યાસુ, જ્ઞાની, શીષ્તબદ્ધ અને દેશપ્રેમી વ્યક્તીઓને એમ કહીને હાંસી ઉડાવતા જોવા મળશે કે તમારી જીદગી તો સાવ એળે ગઇ છે, તમે અત્યાર સુધી જેટલી મોજ મજા નહી કરી હોય તેટલી મજા તો અમે એક મહીનામાજ કરી લઇએ છીએ. આવી વાતો કરી કરીને પેલા અભ્યાસુ વ્યક્તીને ખુબ મોટો ગુનેગાર બનાવી તેની દિશા પણ ભટકાવવાનુ કામ કરતા હોય છે.

૬) આવા વ્યક્તીઓ મોટે ભાગે ગુનાહીત પ્રવૃતીઓ ધરાવતી કે બજારુ સ્ત્રીઓ સાથે સંપર્કો ધરાવતા હશે તેમજ પોતાના નાણા, સામર્થ્યો કે સંપર્કોનો રોફ ઝાળતા જોવા મળશે.
ક્રમશઃ