MY BLOOD SHARE Ankit Chaudhary શિવ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

MY BLOOD SHARE

હું આજે એક સત્ય ઘટના લઈને આપની સમક્ષ આવી ગયો છું. જેમાં અમન અને ડેવિલ નામના બે અજનબી માણસોની દોસ્તી થોડા જ દિવસોમાં એટલી બધી ગાઢ થઈ ગઈ હતી એ પણ એક બીજા ને વગર મળે ! આ દોર એટલી મજબૂત હતી કે દુનિયા ની કોઈ પણ તાકાત આ દોસ્તી તોડી શકે એમ નોહતી.



My Blood Share




સમજ અને સબંધ થી અજાણ હતો !
તારા મળ્યા પછી મને ઓળખાણ થઈ.

અમન એક સીધો સાદો અને ખૂબ જ દેખાવડો ૨૪ વર્ષ નો યુવાન છે. અમન એકલો રહેવા માં માનવા લાગ્યો હતો કેમકે એ વધારે પડતો દયાળુ હતો જેના લીધે બસ બધા લોકો એનો ફાયદો જ ઉઠાવતા. અમન એ આજ સુધી કોઈનું દિલ દુભાવ્યું નોતું કેમકે એ જાણતો જ ના હતો કે લોકો ની ભાવનાઓ સાથે કઈ રીતે વિશ્વાસઘાત કરવો. અમન ને સબંધ શું એની પણ ખબર નોહતી એટલે તો એ કોઇપણ સબંધ ને સમજવામાં પણ પૂરેપૂરો અજાણ હતો.

અમન ક્યારનોય એક સારા મિત્ર ની તલાશ માં હોય છે કે જેની સાથે એ પોતાની ખુશી અને દુઃખ વેહચી શકે. કેમકે અત્યાર સુધી અમન ને જે પણ દોસ્તો મળ્યા હતા એમને અમન નો વિશ્વાસ ચકનાચૂર કરી દીધો હતો. અમન ની અંદર હવે વિશ્વાસ વધ્યો જ નો હતો! એની સાથે જે પણ વાત કરે એને અમન શક ની નજર થી જ જોતો હતો. પણ હવે અમન બદલાવાનો હતો કેમકે અમન ની ઝીંદગી માં કોઈ એવું આવાનું હતું જે અમન ની જિંદગી માં ખુશીયો ભરી દેવાનું છે.

જોત જોતામાં દિલ માં ઘર કરી ગયો !
પોતાના થી પણ વધારે અણમોલ થયો.

જિંદગી માં ખુશીયો લાવનાર ખાલી છોકરીઓ નથી હોતી મિત્રો ! એક છોકરો પણ હોય છે જે તમારી જિંદગી માં ખુશીયો ભરી દે છે એક સારો મિત્ર બનીને ! માયુસ અને દુઃખી રેહનારો અમન હવે હમેશા ખુશ રેહવાનો હતો કેમકે અમન ની ઝીંદગી માં હવે એક અણમોલ મિત્ર આવવાનો હતો જે એની માયુસી ને દૂર ફેંકી દેવાનો હતો.

એક દિવસ અમર ફેસબૂક પર ઓનલાઈન હોય છે એ સમયે તેને ડેવિલ ની ફ્રેન્ડ રીકવેસ્ટ આવે છે. ત્યારે પહેલા તો અમન તે રિકવેસ્ટ સ્વીકારવા નથી માગતો પણ એનું મન બદલાઈ જાય છે અને એ ડેવિલ ની દોસ્તી નો સ્વીકાર કરી લે છે. અમન અને ડેવિલ હવે ફેસબુક ઉપર મિત્રો બની ચૂક્યા હતા. પણ હજુ સુધી એમની વાતચીત શરૂ થઈ નોહતી.

જેને ખોવું શું ને પામવું શું ? ખબર નોતી !
આજ એ તને ખોવાથી ડર તો થઈ ગયો.

રાત્રે ડેવિલ નો મેસેજ આવે છે " હેલ્લો " કરીને અને પછી ધીરે ધીરે અમન અને ડેવિલ ની વાતો શરૂ થાય છે. અમન અને ડેવિલ ની દોસ્તી ની શરૂઆત હવે થવા લાગી હતી. ૨-૩ કલાક સુધી સતત વાતો કરીને એક બીજા વિશે બંને ઘણું જાણી ચૂક્યા હોય છે. બંને ને એક બીજા સાથે વાત કરવી પસંદ આવી રહી હતી એટલે બંને રાત્રે મોડા સુધી વાતો કરી હતી પહેલા દિવસે.

બીજા દિવસે સવારે બંને એક બીજાને વિડિયો કોલ માં વાત કરવા ની ઇશ્યા વ્યક્ત કરે છે ને પછી બંને જણા ખૂબ જ મોડા સુધી વિડિયો કોલ માં વાત કરે છે. હવે બંને ને એક બીજા ઉપર દોસ્ત ની ફિલિંગ આવી ગઈ હતી એટલે હવે બંને એ એક બીજા સાથે પોતાના નંબર શેર કરી દીધા.

ડેવિલ અને અમન હવે વિડિયો કોલ , ચેટ અને ઓડિયો કોલ કલાકો સુધી કરવા લાગી ગયા હતા. બીજા દિવસે અમન ને ખબર પડે છે કે ડેવિલ ની હાલત અમે મળ્યા એ પહેલાં ની જ ખરાબ છે. અમન ગભરાઈ જાય છે કેમકે અમન પહેલેથી જ પોતાના ઓ માટે ભાવુક હોય છે. હવે વધારે પડતો ડેવિલ માટે ભાવુક થવા લાગ્યો હતો કેમકે બંને ની દોસ્તી ધીરે ધીરે બહુ જ ગહેરી થઈ ગઈ હતી. ડેવિલ બીમાર હતો તો પણ એને અમન ને કોલ કર્યા વગર ન ચાલતું. ઘર નું કોઈ જેવું જ આઘુ પાસું થાય કે તરત જ ડેવિલ સીધો અમન ને કોલ કરી દે પછી તો બંને મોડા સુધી વાતો કરે જેનાથી ડેવિલ ને પણ સારું ફીલ થતું. ડેવિલ બીમાર હતો ને જ્યાં સુધી પૂરી રીતે ઠીક ના થયો ત્યાં સુધી અમન બસ ડેવિલ ની જ ચિંતા કરતો. ધીરે ધીરે બંને ની મિત્રતા એટલી ઘાઢ બની ગઈ કે બંને એક બીજા ને સોના ચાંદી થી પણ અણમોલ માનવા લાગ્યા.

કીમતી શું ને સસ્તું શું ? જાણતો નોતો !
આજે સોના ચાંદી થી કીમતી તું થઈ ગયો.


ડેવિલ કે અમન ની ૨૪ વર્ષ ની જિંદગી માં આજ સુધી કોઈ એવો મિત્ર નોહતો આવ્યો જે ખરેખર એક ખરા મિત્ર ની ભૂમિકા નિભાવી શકે. થોડા જ દિવસ માં બંને એક બીજા ને એટલા ઓળખવા ને સમજવા લાગ્યા હતા કે હવે બંને ને એક બીજા માં મિત્ર જેવો સગો ભાઈ દેખાવા લાગ્યો. ડેવિલ હમેશા એવું જ કહેતો કે હું ભગવાન પાસે અમન જેવો ભાઈ માગતો ને હવે ભગવાને મારી આશા ૨૪ વર્ષ ની ઉંમરે પૂરી કરી મને અણમોલ ભાઈ આપી દીધો.

ડેવિલ અને અમન ની દોસ્તી હવે એટલી ગહેરી બની ગઈ હતી કે હર સીમા સુધી પોહચી ગઈ હતી.બંને નો આદર અને પ્રેમ એક બીજા માટે વધતો જ જતો હતો. ડેવિલ એની ફેમિલી ને યાદ કરે પણ એના કરતાં અમન ને વધુ યાદ કરતો કેમકે અમન એના માટે પ્રાણવાયુ બની ગયો હતો. ને બીજી તરફ અમન ની પણ એવી જ હાલત હતી કે પોતાનો ભાઈ એટલે ડેવિલ. જેની માટે અમન પોતાનો જીવ પણ હાથ માં મૂકી દેવા તૈયાર હતો.

ડેવિલ અને અમન ની દિવસ માં કલાકો સુધી કોલ અને ટેસ્ટ માં વાત થતી હતી પણ બંને એક બીજા થી ક્યારેય પણ બોર ન થતા કેમકે બંને ને એક બીજા સાથે વાત કરવી હિતકારી લાગતી હતી. બંને એક બીજાની ખુશી કે ગમ બધું જ એક બીજાને કહેવા લાગ્યા. બંને ની દોસ્તી પણ દિન પ્રતિદિન ગહેરી થતી રહી છે.


ઠોકરો ખાનાર ને પડી જનાર હું અમન !
ઉઠતા ને સાંભળતા શીખવી ગયો ડેવિલ.

એક દિવસ રાત્રે અમન અને ડેવિલ વાત કરતા હોય છે ત્યારે અમન ને મસ્તી સુજે છે કે ચાલ ડેવિલ ની દોસ્તી ને આજમાઈ લઈએ.ત્યારે અમન ડેવિલ ને કહે છે કે મારી ઉપર કોઈ બે લોકો એ કાળો જાદુ કરાવ્યો છે. ત્યારે ડેવિલ ખૂબ જ ગભરાઈ જાય છે કેમકે ડેવિલ પહેલેથી જ અમન ના વર્તાવ થી હેરાન હતો. કેમકે અમુક સમયે અમન એવો વર્તાવ કરતો કે જાણે ડેવિલ આ અમન ને ઓળખાતો જ નથી. અમન કહે છે કે મને આને( અમન ) બરબાદ કરવા મોકલી છે. ત્યારે ડેવિલ વિચારોમાં પડી જાય છે કે કોને મોકલી હશે આને ? ને શું કામ ? ડેવિલ વિનંતી કરવા લાગી જાય છે કે મારા ભાઈ ને છોડી ને તમે ચાલ્યા જાઓ , એ બઉ સારો માણસ છે , એને ક્યારેય કોઈનું કંઈ નઈ બગાડ્યું.


પછી થોડી વાર માં અમન એવો વર્તાવ કરે છે કે એને અને ડેવિલ ને આગળ શું વાત થઈ એની ખબર જ નથી. અમન ડેવિલ ને કહે છે કે આ બધું તું શું બોલી રહ્યો છે ? હું તારા ભાઈ ને નુકસાન કેમ પોહચડિશ? ત્યારે ડેવિલ સમજી જાય છે કે હવે આત્મા નઈ પણ મારો ભાઈ અમન છે. ત્યારે ડેવિલ કહે છે કે કઈ નથી થયું ભાઈ. ત્યારે અમન વારંવાર પ્રશ્નો કરે છે પણ ડેવિલ કઈ જ કહેતો નથી.


પછી અમન ડેવિલ ને કસમ આપે છે કે તને મારી કસમ કે શું થયું ? ત્યારે ડેવિલ કઈ કે એના પહેલા અમન ફરી વાર આત્મા નો ઢોંગ કરે છે , જો આને ( અમન ) મારા વિશે કઈ કીધું તો હું એને હેરાન કરીશ ! અને એના બાલ પણ ખેચિશ. ત્યારે ડેવિલ ખૂબ ગભરાઈ જાય છે ને કહે છે , હું આને નઈ જણાવું પણ તમે મારા ભાઈ ને કઈ ના કરતા મહેરબાની કરીને. ત્યારે ફરી વાર અમન અમન બની ને કહે છે ડેવિલ મને બચાવ મારા કોઈ બાલ જોરથી ખેચી રહ્યું છે.


ત્યારે ડેવિલ પેલી કાળી આત્મા ને આજીજી કરે છે તમારે જે કરવું હોય એ મારી સાથે કરો પણ પ્લીઝ મારા ભાઈ ને કઈ ના કરતા. ને આખરે અમન ને લાગે છે કે ડેવિલ બઉ વધારે ડરી ગયો છે ત્યારે તે તેનો ડરાવની રમત બંધ કરે છે ને અમન ને બધું સાચું કઈ દે છે કે એ તો મજાક કરતો હતો. ત્યારે ડેવિલ ના જીવ ને શાંતિ થાય છે.


જાન થી પણ વધારે ને કિસ્મત નો ધણી

મારો ભાઈ દિલ નો નાતો જોડી ગયો ડેવિલ.


મિત્રો અત્યારે આવા મિત્રો ક્યાં મળે છે , જે વગર મળે પણ આટલા દિલ ના નજીક હોય છે. અમન અને ડેવિલ ફેસબૂક ઉપર મળ્યા હતા પણ આજે એ એક બીજા માટે પોતાનો જીવ આપવા માટે પણ તૈયાર હતા. બંને દિલ અને દિમાગ થી એટલા બધા નજીક હતા કે એક બીજા વગર સમય પસાર કરવો એ એમના માટે ખૂબ જ કઠિન હતો. ડેવિલ ને પોતાની નોકરી ઉપર પણ મન ના લાગ્યું જ્યાં સુધી એ અમન નો અવાજ ના સાંભળી લે !


ક્યાં મળે છે અત્યારે આવા મિત્રો જે થોડા જ સમય માં પોતાના બની જાય જેને આપડે કહીશું My Blood Share.


તમારી પણ કોઈ આવી જ કહાની હોય તો મને મોકલી શકો છો મારા વોટ્સએપ અને Gmail ઉપર જેને હું શેર કરીશ મારા અંદાજ માં..


WhatsApp :- 9624265491

Gmail :- iamsoankit@gmail.com