my birthday books and stories free download online pdf in Gujarati

મારો જન્મદિવસ - મારા અનુભવ

આજથી ૨૪ વર્ષ પહેલાં મહેસાણા જિલ્લા ના ઊંઝા તાલુકાના વણાગલા ગામ ના ચૌધરી પરિવાર માં મારો જન્મ થયો હતો. જન્મ સમયે મારો પરિવાર એટલો સંપન્ન નોહતો જે આ સમયે છે.


પરિવાર :-

મારા પરિવાર માં મારા મમ્મી પપ્પા , હું અને મારી બેન એમ કુલ ચાર લોકો થી અમારુ ઘર સુખી ને સંપન્ન હતું. મારા પપ્પા શિવરામભાઈ સ્વભાવે કળક ને પ્રેમાળ છે જ્યારે મારી મમ્મી હેમીબેન સ્વભાવે દયાળુ પણ ગુસ્સા વાળા છે ને મારી નાનીબેન કાજલ મારી ખુશીયો ની ચાવી છે. પપ્પા નો વ્યવસાય પાર્લર સાથે ખેતી. જ્યારે મમ્મી નો વ્યવસાય પશુપાલન. બેન એ ગ્રેજ્યુએટ ગયા વર્ષે જ પૂરું કર્યું.બાળપણ :-


બંને ભાઈબહેન સાથે સાથે જ રમી ને મોટા થયા. બાળપણ ની કેટલીક યાદો એવી હોય છે જેને આપડે ભૂલી નથી શકતા.બાળપણ માં મામા નું ઘર એક મારું ઘર હતું 🤩. જે જોવે એ મામા એક જ કલાક માં હાજર કરી દેતા હતા. હોસિયારી નું ક્રેડિટ મારી નાની માસી હિરમાસી ને જાય છે જેમને મને નાનપણ માં એકડો ને બગડો શીખવ્યો. મારા સંસ્કારો ની સિંચાઇ કરવા વાળા મારા પપ્પા , મમ્મી , નાની અંબાબેન , બંને મામા અને જેનાથી સૌથી વધારે ડર અત્યારે પણ લાગે છે એ મારા લીલામાસી નેં જાય છે. એમનો ડર ના હોત તો અત્યારે આટલું સારું લેખક નું બહુમાન ના મેળવી શક્યો હોત ! મમ્મી , પપ્પા, નાના , નાની , દાદા , દાદી , માસી , મામા , ફોઈ ને કાકા બધા જાન છે મારી. આ બધા ના લીધે જ બચપણ મારું રંગીન બની ગયું હતું.* પેલું પગથિયું -
૧ ) પ્રાથમિક શાળા

ઠીક પાંચ વર્ષ ની ઉમર માં મમ્મી પપ્પા એ મને તેમનાથી દૂર કરી ને ફોઈ ના ત્યાં એકડું ભણવા મૂક્યો. પણ ત્યાં આપડે કઈ મૂળા વાયા નો હતા કેમકે આપડે તો શનિવાર ની જ રાહ જોતા ! કેમકે શાળા છૂટે ને ફોઈ ના ઘરે પોહચી એટલે તો મામા આવી ને જ બેઠા હોય ને પછી સીધા મામા ના ઘરે ઉચરપી. સોમવાર આવે એટલે રોવા ધોવાનું ને મેવડ પાછું આવી જવાનું. પણ આવું કેટલા સમય સુધી ચાલવાનું હતું ! દર સોમવારે રોવું એટલે મામા ને નાની નો જીવ બળે એટલે ફેબ્રુઆરી માં એક્ડું બંધ ને સીધા મામા ના ઘરે જ આવી ગયો. પછી એક્ડું ત્યાં ઉછરપી જ ભણ્યો. બીજા ધોરણ થી મારા ગામ માં જ ભણવા આવી ગયો પછી દશમા ધોરણ સુધી ગામ માં જ અભ્યાસ કર્યો ને અગિયાર - બાર ઊંઝા માં ભણ્યો.


૨) કૉલેજ :-


ઊંઝા શહેર ની કૉલેજ શ્રી બી.પી. બ્રહ્મભટ્ટ આર્ટસ એન્ડ એમ.એચ. કોમર્સે કૉલેજ ઊંઝા માં મે ૨૦૧૩ ની સાલ માં આર્ટસ માં એડમીશન લીધું ને જેમાં મે મુખ્ય વિષય તરીકે ઇંગ્લિશ ને પસંદ કર્યો. સારા ટકા સાથે મે મારું ગ્રેજ્યુએટ પૂરું કર્યું ને પછી મે આઈ.ટી. સ્માર્ટ ની અંદર વેબ ડિઝાઈનીગ નો કોર્સ કર્યો. પછી મેં ઊંઝા ની જ બી. એડ. કૉલેજ માં પ્રવેશ મેળવી મારું બી.એડ. પૂરું કર્યું ને ફરી વાર મારી પેહલી કૉલેજ શ્રી. બી.પી. બ્રહ્મભટ્ટ આર્ટસ અને એમ. એચ. કોમર્સે કૉલેજ ઊંઝા માં માસ્ટર ઓફ આર્ટસ ઇંગ્લિશ સાથે આ વર્ષે જ શરૂ કર્યું છે.** શોખ **


શોખ તો બઉ ખતરનાક છે હો મારા કેમકે કોઈ વસ્તુ ઉપર એક વૈજ્ઞાનિક ની જેમ રિસર્ચ ના કરી લઉં ત્યાં સુધી મન ને બિલકુલ પણ શાંતિ ના મળે.અરા શોખ બઉ ઓછા છે બસ એક જ સારો એવો જીવનભર નો શોખ એટલે નવા કપડા. ખાવાનું ના મળે તો ચાલે પણ સારા કપડા જોઈએ જ ! બીજો શોખ એટલે લખવાનો શોખ. મોજશોખ ને મસ્તી થી જીવવું એજ શોખ.** સપના ( એમ્બીશન ) ***


નાનપણ થી ખૂબ જ સપના જોતો આવી રહ્યો છું , સૌથી પહેલું સપનું કે મેહસાણા માં પોતાનો બંગલો ને સુખી જીવન ફૂલ ફેમિલી સાથે. બીજું સ્વપ્ન એક આદર્શ શિક્ષક જે હર એક વિદ્યાર્થી ની સાથે સાથે વાલી માટે પણ આદર્શ હોય.


૧) જોઈને ભૂલી ગયેલા સપનાટીવી ફિલ્મો જોઈને એક શોખ ચડી ગયો હતો એક્ટર બનવાનો પણ પપ્પા ની મનાઈ ના લીધે એ સપનું સપનું જ રહી ગયું.*** લગ્ન ***ઠીક આ કોરોના ની પેલા પેલા જ મારા લગ્ન થઈ ગયા નહીતો ક્યારે ચન્સ આવોત ખબર જ ના પડોત ! ખૂબ સમજદાર અને પ્રેમાળ પત્ની મળી છે જેની મને ખૂબ જ ખુશી છે.*** મિત્રો ***


મિત્રો ની જાન બનીને જ રહેવા વાળો હું ગુજરાત ના ખૂણે ખૂણે મિત્રો સુધી પોહચી ચૂક્યો છું. કેટલાક મને રીયલ લાઈફ માં મળ્યા તો કેટલાક મને સોશીયલ લાઈફ માં તો કેટલાક મને લેખક ની દુનિયામાં. બધા જ મિત્રો નો દિલ થી આભાર વ્યક્ત કરવા માગું છું. જમને આવીને મારી આ જિંદગી રંગીન બનાવી દીધી.**** જન્મ દિવસ ની ઉજવણી *****દર વર્ષ ની જેમ આ વર્ષ એ પણ સવારે ઊઠીને મમ્મી પપ્પા ને ખોડીયાર માતા ના આશીર્વાદ સાથે દિવસ ની શરૂઆત ! દર વર્ષે કેક નો ભોગ અપાતો ને મિત્રો પાર્ટી પરંતુ કોરોના ના લીધે એ આ વર્ષે પોસીબલ નથી તો જન્મ દિવસની ઉજવણી પરિવાર સાથે જ કરીશ.
****** ******* ******* ******** ******* ****** ******ખુદા ને ઇસ જહાન મે ,
મુજે ફૂલો કી બહિયા મે ભેજા.
જાન સે અંજાન જહાન મે ,
મુજે મેરે આપનો સે મિલાયા.
પરછાઇ કી તરહ જહાન મે ,
સાથ દેને વાલે ભાઈ સે મિલાયા.


ખુદા તેરા બહુત શુક્રિયા ,
જો તુને મુજે યહ જહાન દિખાયા !
Happy Birthday to mee... 😘😘😘😘

બીજા રસપ્રદ વિકલ્પો