sambandho nu sogandhnamu - 4 books and stories free download online pdf in Gujarati

સંબંધો નુ સોગંદનામું - 4સંબંધો નુ સોગંદનામું-4સાક્ષી સમજી નહીં એથી બોલી "એક મીનીટ એટલે તારુ કેવુ એમ‌ છે કે આ અત્યારે મારી હોસ્પીટલમાં જે છોકરી એટલે નીયતી એક.....!!!"
સાક્ષી એ આ રીતે અધુરા છોડેલા વાક્યને વિજય એ પુરુ કરતા કહ્યું હા એ એક બાર ડાન્સર જ છે જે બારમા કામ કરે છે અને જો વધુ પૈસા મળે તો પ્રાઇવેટ પાર્ટી માં પણ!!!
જ્યારે મને આ જાણ થ‌ઇ તો મને વિશ્વાસ આવતો ના હતો, કે હમણાં જ બાર જે છોકરી ને જોઈ હુ આકર્ષાયો હતો તે આ જ છે. મને ઘણા પ્રશ્નો થતા હતા કે આ કામ નીયતી એની મરજી થી કરતી હશે, તે શું કામ આ કરે છે? શું હુ એની સાથે વાત કરુ?
હુ આખી પાર્ટી માં બસ એને જ જોતો રહ્યો અને મારો મગજ ખુબ તેજી થી ચાલતો હતો. નીયતી ને લઇ ધારણા બનતી ફરી એ ધારણા ને ખોટી ગણી નવી ધારણા બનાવુ. આ જ પાર્ટી માં ચાલતુ રહ્યું.
અંતે મે તેની સાથે વાત કરવા નો નીર્ણય કરીયો, તે પાર્ટી પુરી થયા પછી પૈસા લ‌ઈ નીકડતી હતી. હુ તેની પાછળ ગયો પણ તે બે પળ મા તો ગાયપ જ થ‌ઈ ગ‌ઈ.
હુ તેને શોધતો હતો ત્યારે જ કોઈએ પાછળ થી હૉન વગાડીયો. ફરી ને જોયું તો એ નીયતી હતી. તે બોલી હવે પાર્ટી પુરી થય ગ‌ઈ છે. હજુ કેટલુ ઘુરશો.
મને મારા ઉપર થોડી સરમ આવી મેં કહ્યું માફ કરજો પણ હુ તમારી સાથે વાત કરવા ઈચ્છતો હતો એટલે...
‌‌વિજયની વાત વચ્ચેથી જ કાપી નીયતી બોલી કે હા હા એ તો હું સમજી ગ‌ઈ. ચાલ આવી જા પાછળ તને પણ મારી સાથે શેર કરાવુ ને જે વાત કરવી હોય તે જલ્દી બોલજે વધુ પેટ્રોલ નહીં બગાડુ તારી પાછળ.
વિજય તેની સાથે બેસતા થોડો અચકાયો, આ જોઈ સાક્ષી બોલી હું નાચું છું લોકો ના મનોરંજન માટે કોઇ ની હવશ માટે મારા શરીર ને વેચતી નથી. જો એ વીચાર હોય તો દુર જ રહેજો.
વિજય બોલ્યો ના ના એવું નથી મારી કાર માં જ‌ઇ એ તો સારું એ વિચાર તો હતો. એટલે સાક્ષી બોલી જો વાત કરવી હોય તો બેસ પાછળ ખોટો હવે મારો ટાઈમ ના‌ બગાડ.
આખરે વિજય તેની સાથે બેસી ગયો. અને નીયતી હવા ની તેજી સાથે બુલેટ ચલાવવા લાગી. નીયતી બોલી બોલ હવે શું પુછવુ છે તારે જલ્દી બોલ.
વિજય એ જરા અચકાતા અચકાતા પુછ્યુ કે તે શું કામ આ કામ કરે છે? શું તેને પૈસા ની જરૂર છે કે કાંઇ મજબુરી છે?
નીયતી બોલી કેમ? જરૂર હોય તો જ કામ કરાય? જેમ‌ તમે કાઇ પણ કામ કરતા હશો તેમ હુ પણ કામ કરુ છુ. આ મારા માટે બીજુ કંઈ નહીં બસ મારુ કામ છે, હા આ પહેલા આ મારી ઇચ્છા ન હતી મજબૂરી હતી. પૈસા ની જરૂર માટે જ શરુઆત કરી હતી. પણ હવે આ મને કા‌ઇ ખરાબ કામ નથી લાગતું.
હુ સારો ડાન્સ કરુ છુ, એટલે આ કરુ છું. જેમ‌ તમે કામ કરો છો તેમ હું પણ કામ જ કરુ છું. તો આમાં ખરાબી શું છે?
આ સાંભળી વિજય થોડો વિચાર માં પડી ગયો. થોડા અચકાટ સાથે બોલ્યો હા પણ બધા જ આવુ તો ના વિચારતા હોય અને તુ ડાંસ કર એ જોવા વાળા તારો ટેલેન્ટ નથી જોતા એની નજર તો....
આ રીતે વિજય એ અધુરા મુકેલા વાક્ય ને નીયતી એ હસતા એમ કહીને પૂરુ કરીયુ કે જોવા વાળા તો કોઈ પણ જગ્યાએ નજર બગાડે છે ઓફિસમાં કામ કરતી છોકરી પણ આ નજર નો સામનો કરે જ છે પણ મને એ બધું સંભાળતા અને નજર ઓળખતા આવડે છે.
વિજય બોલ્યો પણ આના કારણે તમારા લગ્નમાં... વિજય ની વાત વચ્ચેથી જ કાપી નીયતી બોલી ઓ હેલો..
"લગ્ન કોને કરવા છે. મને ખુદ માટે જીવવુ છે. મારી જીંદગી વેચીને બીજાની ખુશી ખરીદવા નો મને કોઈ શોખ નથી. તમને ખબર છે, આપણામાં ખુદ માટે જીવતી હસતી કુદતી ખેલતી છોકરી ને મારી બીજા માટે જીવે એવું મશીન બનવાનું એનુ નામ લગ્ન"

...........................................................................

નીયતી, વિજય, સાક્ષી, સમીર વચ્ચે ના ઊલચતા સંબંધો ની ગુંથી નો હલ જાણવા વાંચો
સંબંધો નુ સોગંદનામું-5

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED