sambandho nu sogandhnamu - 1 books and stories free download online pdf in Gujarati

સંબંધો નુ સોગંદનામું - 1



સંબંધો નુ સોગંદનામું



‌‌‌‌‌ વિજય ખુબ જ ગુસ્સામાં હતો, મંદિરમાં આવી તે દિવાલ પર જ હાથ ની મુઠ્ઠી વાળી મુક્કા મારવા લાગ્યો. તે પોતાના જીવની બધી ફરીયાદ ખુલ્લાં મને મંદિરે આવી ભગવાન ને કરતો, આથી તેના મનમાં ખણી શાંતી થતી. અને પછી મંદિર નુ વાતાવરણ ખુબ મોહક લાગતુ, પણ આજ એવું ના થયું.આજ તો જોત જોતામાં તો એના હાથમાં થી લોહી વહેવા લાગ્યું. ત્યારે જ સાક્ષીની નજર વિજય પર પડી, એક ૬ફિટ ઊંચાઈ ધરાવતો, કશરતથી કસાયેલ સુડોળ શરીર વાળો, ગોરો અને આકર્ષક ચહેરો ધરાવતો યુવાન જોઈ કોઈ પણ યુવતી મોહિત થઈ જાય, સાક્ષી આવા યુવાનોને આ રીતે મુક્કા મારતો પરશેવે રેબઝેબ, અને હાથમાં થી લોહી વહેતું જોઈ, તેની પાસે દોડી ગ‌ઈ. સાક્ષી એ વિજય નો હાથ પકડી લીધો, અને પોતાનો દુપટ્ટો તેના‌ હાથ માં થી વહેતા લોહી પર દબાવી દિધો.
વિજય આ રીતે આવી ને રોકનાર આ યુવતી ને જોઈ રહ્યો, ખુલ્લાં વાળ, કાનમાં જુમકુ, નાકની નથ, પગમાં પાયલ, હાથની બંગડી, ચહેરા ની લાલી, શુ એના હોઠ, અને નશીલી સમુદ્ર જેવી ગહેરી આંખ, ઉપર‌થી સુંદર સલવાર કમીઝ અને રંગીન દુપટ્ટો.... સ્વર્ગ થી ઉતરેલી અપ્સરા જેવી સાક્ષીમાં વિજય ખોવાઈ ગયો. અને સાક્ષી એ તેના હાથમાં થી વહેતા લોહી ને રોકવા દુપટ્ટો દબાવીયો એથી વિજય ની ચીસ નીકળી ગઈ. સાક્ષી તેને પોતાની કાર સુધી લઈ ગ‌ઈ અને હાથમાં દવા લગાવી પાટો વાળી આપીયો, આ સમયે વિજય તો સાક્ષી ને જ જોતો રહ્યો.
સાક્ષી એ જણાવ્યું કે તે ડોક્ટર છે, અને કાલે જ આ શહેર માં આવી છે. વિજય પોતાને સ્વસ્થ કરી, પ્રતિભાવ આપ્યો. અને મદદ માટે આભાર માન્યો. અને જણાવ્યું કે તે વિજય દેશાણી છે અને વર્ષો થી અહીં જ રહે છે. આ નામ સાંભળતાં જ સાક્ષી ચોકિ ગ‌ઈ, અને બોલી "એટલે તમે મુકેશ દેશાણી ભારત ના મોટા બીઝનેશમેન ના એક માત્ર પુત્ર વિજય દેશાણી છો??"
આ ભાવ જોઈ વિજયને હસવું આવી ગયું. તે બોલ્યો "હા અમીર બાપકી એક લોતી બીગડી સંતાન વિજય દેશાણી" ન્યૂઝપેપર માં હેડલાઇન વાંચીને આવીયા લાગો છો. થોડા દિવસ પહેલા ના જ સમાચાર છે. તો યાદ જ હશે.
સાક્ષી થોડી અચકાય, તેને સમજાણું નહીં કે શું જવાબ આપવો, તો પણ બોલી કે "હા સમાચાર તો જોયા છે, પણ એ સાચ્ચા જ હોય એવું નથી માનતી, મંદિરમાં આવનાર છોકરો, નશા નો ધંધો તો શાયદ ના કરે‌."
આ સાંભળી વિજય થોડો ખુશ થયો. અને બોલ્યો કે ચાલો કોઈ તો જીંદગી માં સમજદાર મળ્યું. નહીં તો અહીં બધા મને તો બસ સ્વાથી જ મળ્યા છે. મારા પિતા પણ મને નહીં સમાચાર ને સાચ્ચા માને છે, તે જ વિચારીયુ છે કે મૈં એવું ના પણ કયું હોય.
‌આ સાંભળી સાક્ષી બોલી " મને કોઈ પણ વ્યક્તિ ને જાણીયા પહેલા જ માન્યતાઓ બાંધી લેવી, એ નથી આવડતું. વ્યક્તિને પોતાનો પક્ષ રાખવા નો હક તો હોય જ છે."
વિજય હવે સાક્ષી પ્રત્યે વધુ આકર્ષાયો, એક તો આટલી સુંદર અને વિચારો એથી પણ વધુ સુંદર. આજ સુધી તેને આવી છોકરી મળી ન હતી. હવે તે સાક્ષી ને વધુ જાણવા માંગતો હતો, તેની સાથે રહેવા ઈચ્છતો હતો.
વિજય એ કહ્યું સાક્ષીજી તમારા વિચારો તો તમારા ચહેરા થી પણ વધુ સુંદર છે. આજ સુધી મને તો આવુ કોઈ મળ્યું નહીં.
સાક્ષી અચાનક આ રીતે થયેલા વખાણથી શરમાઈ ગઈ. અને શુ જવાબ આપવો તે વિચાર માં ખોવાઈ ગઈ.
વિજય બોલ્યો આજ સુધી મારા જે મિત્ર બન્યા છે તે વિજય દેશાણી ના છે, મારુ નામ, મારા પિતા ના રૂપીયા જોઇ ને બનેલા મિત્ર, શું સાક્ષીજી તમે મારા ખાલી વિજયના મિત્ર બનશો?

............................................................................


આગળ શું થયું, સાક્ષીએ વિજય ની મિત્રતા સ્વિકારી, વિજય નશો કરતો હશે, વિજય દુ:ખી કેમ છે, એજાણવા વાચો
સંબંધો નુ સોગંદનામું ૨....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED