સંબંધો નુ સોગંદનામું - 3 Gal Divya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંબંધો નુ સોગંદનામું - 3



સંબંધોનુ સોગંદનામું ૩


વિજય અચાનક આવી ગયો એ જોઇ સમીર અને સાક્ષી બન્ને ચોંકી ગયા, અને ઉપરથી તે આ‌ અજાણી એક્સીડન્ટ વાળી છોકરી ને નિયતિ ક‌ઇ રહ્યો હતો, સાક્ષી વિજય ને જોઈ બોલી, તમે અહીં? વિજય સાક્ષી સામે જોઈ રહ્યો, આટલા સમય થી જેને તે શોધી રહ્યો હતો તે સાક્ષી તેની સામે ઊભી હતી.
સમીરે વિજય ને સિધ્ધો સવાલ કર્યો તુ આને ઓળખે છે? વિજય બોલે તે પહેલાં જ સાક્ષી બોલી હા, પણ સાયદ ભુલી ગયા લાગે છે! શહેરમાં આવેલી નવી છોકરીને મદદ નો વાદો કરી ભુલવા ની આદત લાગે છે.
સમીર કાંઇ સમજીયો નહીં આથી બોલ્યો " વિજય આ શું છે બધુ? અને આ નીયતી વળી કોણ છે" આ સાંભળી વિજય અને સાક્ષી બન્ને એ નિયતિ ને જોઈ. અને વિજય બોલ્યો હા આ નિયતિ છે, જે મારા માટે સૌથી મોટી મુસિબત છે , સમીર આ એ જ નિયતિ છે. આ સાંભળી સમીર ગંભીર થઈ ગયો.
સાક્ષી હજુ કાંઈ પણ સમજી ના હતી આથી તે બોલી આ શું નિયતિ-નિયતિ ચાલે છે મને પણ તો સમજાવો. વિજય સાક્ષી ને શાંત પાડી રહ્યો હતો, ત્યારે સમીર બોલ્યો હા બધી વાત કરીએ પણ કોઈ શાંત જગ્યાએ જ‌ઈ એ પેલા, બધા આપણી સામે એ રીતે જોઈ રહ્યા છે જાણે આપણે પાગલ છે.
આ સાંભળી સાક્ષી બોલી મારી ઓફિસમાં જઈ ને વાત કરીયે. સાક્ષી એ વિચારતી હતી કે આ નિયતિ કોણ છે? સમીર વિચાર તો હતો કે આ ડૉક્ટર કોણ છે? અને વિજય વિચાર રહ્યો હતો કે નિયતિ અહીં ક‌ઈ રીતે પહોંચી?
ઓફિસમાં ચા આવી આથી માહોલ થોડો હળવો થયો. ચા પીધા પછી સમીરે વિજય ને પુછ્યુ કે શું આ સાક્ષી છે? આ સાંભળી સાક્ષી બોલી આ મને ઓળખે છે? વિજય એ સમીરને જણાવ્યું કે હા આ સાક્ષી જ છે અને સાક્ષી ને જણાવ્યું કે આ તેનો ખાસ મિત્ર સમીર છે‌.
હવે આ કોણ વાળો ગોટાળો સાક્ષી થોડો સમજી હતી, હવે બસ એક સવાલ એ હતો કે આ નિયતિ કોણ છે?
વિજય બોલ્યો આ નિયતિ જ મારી બધી મુશ્કેલીઓ ની જળ છે, સાક્ષી આપણે મળ્યાં ત્યારે હું જે મારા હાથ ને નુકસાન પહોંચાડતો હતો તેનુ કારણ પણ આ નિયતિ જ છે.
સાક્ષી કાંઈ સમજી નહીં, તે બોલી કે પહેલાથી માડી ને વાત કર આ નિયતિ કોણ છે અને એ ક‌ઈ રીતે તારી બધી મુશ્કેલીઓ ની જળ છે?
આથી વિજય એ કહ્યું " હુ અને નિયતિ એક વર્ષ પહેલાં એક પાર્ટીમાં મળ્યા હતા." મારા એક મિત્ર નો બર્થ-ડે હતો અને હુ ત્યા પહોંચ્યો ત્યાં મારી નજર નિયતિ પર પડી.....
બ્લેક જીન્સ, વાઇટ શુઝ
બ્લેક કોટી, વીથ વાઇટ ઈનર
ઓપન હેર, બ્લેક ગોગલ્સ
અને
હોઠ પર લાલ લાલ લિપસ્ટિક.........
હાયય... આટલુ તે ઓછુ હતુ કે તે હજી બુલેટ ચલાવી મારી તરફ આવતી હતી, એકદમ નજીક આવી ને બ્રેક મારી એણે.... હાય.... કોઈ પણ આ બવાલ ને જોઈ તબાહ થવા સામેથી તૈયાર થઈ જાય....મારી તો જાણે બોલતી જ બંધ થઈ ગય હોય એ રીતે બસ એને જોઈ રહ્યો. અને તે કાંઈ પણ બોલ્યા વગર બસ નીકળી ગઈ.
એ બાદ ભરી એના પર મારી નજર પડી તે ડાંસ ફ્લોર પર હતી.....
તેની આંખ બંધ હતી,
હાથ ઉપર હવામાં ઝુલતા હતા,
પગ પણ સંગીત સાથે તાલ મેળવતા હતા,
અને ગીત વાગી રહ્યુ હતું,
" લેલા મે લેલા, એસી હુ લેલા...."


..........‌‌‌‌‌‌.....................................................
આગળ શું થયું, આ નિયતિ કોણ છે જે વિજય ની જિંદગી ની બધી મુશ્કેલીઓ ની જળ છે...
આ જાણવા વાંચો...
સંબંધો નુ સોગંદનામું-૪...