નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે ધરા અને મોહિત ઊંઘતા હોય છે ત્યારે અચાનક બારીઓ ખુલી જાય છે , જોરદાર પવન ફૂંકાય છે. બધુ શાંત થયા પછી ધરા બારીઓ બંધ કરી ને બેડ તરફ આવતી હોય છે તો બેડ પર મોહિની ને જોવે છે. એને સમજણ નય પડતી કે એ શુ કરે એ મોહિની ને જોયા જ કરે છે હવે જોઈએ આગળ. . . . . . . .
મોહિની : શુ થયુ ધરા તુ મને આમ કેમ જોયા કરે છે, મારુ આવવાનુ તને ના ગમ્યુ?
ધરા : અરે ના ના એવુ નથી એ તો હુ ઊંઘ મા હતી એટલે ખબર જ ના પડી કે મારી સામે તુ છે.
મોહિની : સારુ તારી વાત માની ને તને મોહિત સાથે રહેવાનો સમય આપ્યો હવે એ સમય પુરો થયો હુ મોહિત ને લેવા આવી છુ.
ધરા : મોહિની હુ તને એક વિનંતિ કરુ છુ કે મોહિત ને મારા થી દૂર ના કરીશ હુ એમને ખૂબ જ પ્રેમ કરુ છુ. તુ મને બહેન માને છે તો તુ આવુ કેવી રીતે કરી શકે?
મોહિની : (ગુસ્સા મા) ધરા તને પહેલા જ કહ્યુ હતુ કે હુ મારો બદલો લેવા અને મોહિત ને લેવા આવી છુ. અને તુ કહે છે કે હુ એને ના લઈ જઉ અરે એની માટે તો હુ તડપી રહી ઼છુ. એ વાત સાચી કે તને હુ બહેન માનુ છુ અને એટલે તો તને સમય આપ્યો, કે તુ થોડા દિવસ મોહિત સાથે રહે.
ધરા : હા પણ હવે મારુ મન બદલાઈ ગયુ છે હુ મોહિત ને ખૂબ જ પ્રેમ કરુ છુ મોહિત પણ મને પ્રેમ કરે છે. હવે મોહિત ને હુ દૂર કરવા નય માંગતી.
મોહિની : ધરા તુ હદ વટાવે છે તુ મને નય રોકી શકે મોહિત મારો છે અને મારો જ રહેશે.
ધરા : તારો, વહેમ છે મોહિત હવે તારો નથી મારો છે.
મોહિની ને ખુબ જ ગુસ્સો આવે છે, એ હાથ લાંબો કરી ધરા ને ગરદન થી પકડી ઊંચકી લેય છે. ધરા ના મોઢે થી ચીસ પડઈ જાય છે. ધરા ની ચીસ સાંભળી મોહિત જાગી જાય છે અને જોવે છે કે મોહિની ધરા ને મારવાની કોશિશ કરે છે, મોહિત તરત જ ઊભો થઈ ને મોહિની સામે આવે છે.
મોહિત : મોહિની શુ કરે છે તુ? છોડી દે એને અને તુ ક્યા હતી આટલા દિવસ થી તને કેટલી શોધી મે.
મોહિની : હુ બધુ કહીશ પછી તમને પણ આને નય છોડુ એની હિમ્મત તો, જો મને કહે છે કે તમે એને પ્રેમ કરો છો એને નય
મોહિત : હુ તને જ પ્રેમ કરુ છુ મોહિની મારી માટે એને છોડી દે મારી વાત નય માને તુ?
મોહિત ની વાત સાંભળી એ ધરા ને છોડી દે છે. પછી એ મોહિત ને જોયા કરે છે. ધરા થોડી સ્વસ્થ થઈ ને ઊભી થાય છે અને મોહિત સામે જોવે છે.
ધરા : મોહિત આ શુ છે બધુ તમે મને પ્રેમ કરો છો ને?
મોહિત : ના હુ તને પ્રેમ નથી કરતો હુ તો મોહિની ને પ્રેમ કરુ છુ તારી સાથે તો મે મજબૂરી મા લગ્ન કર્યુ. ( આમ વાત કરતા કરતા એ ધીમે થી ધરા ને ઈશારા મા ફોન કરવા નુ કહે છે , ધરા સમજી જાય છે કે કોને ફોન કરવા નો ઼છે. )
ધરા : મોહિત તમે મારા છો હુ તમને પ્રેમ કરુ છુ.
મોહિત : હુ તને પ્રેમ નથી કરતો. મોહિની આવ બેસ આપડે બેસી ને વાત કરીએ ધરા ને જે કરવુ હોય એ કરવા દે.
મોહિત અને મોહિની બેડ પર બેસે છે. મોહિત બધુ જાણતો જ હોય છે તો પણ અજાણ બની મોહિની ને બધુ પુછે છે અને મોહિની બધુ એને કહે છે. ધરા મોહિત નો ઈશારો સમજી રનજીતસિંગ ને ફોન કરે છે અને જે વાત પહેલા કરી હતી અને મદદ માંગી હતી એ કહે છે. રનજીતસિંગ એમના કામે લાગી જાય છે. મોહિની ની બધી વાત પુરી થાય છે પછી મોહિત એને ઊભી કરે છે એને ગળે લગાડે છે અને બેડરુમ ના વચ્ચે આવી ને ઊભા રહે છે.
મોહિત : મોહિની હુ તને ખુબ પ્રેમ કરુ છુ હુ તારી સાથે આવવા તૈયાર છુ પણ હુ તને એક સરપ્રાઈઝ આપવા માંગુ છુ શુ તુ એનો સ્વીકાર કરીશ?
મોહિની : હુ બધુ જ સ્વીકાર કરીશ.
મોહિત : સારુ તો તુ આંખો બંધ કર અને હુ કહુ ત્યારે જ આંખો ખોલજે .
મોહિની આંખો બંધ કરે છે. તરત જ મોહિત એક ભભૂતી કાઢે છે અને મોહિની ની ચારે બાજુ એ ભભૂતી થી ગોળ કુંડાળુ કરી દે છે અને પછી થોડી ભભૂતી ધરા ને આપે છે અને થોડી એની પાસે રાખે છે અને ધરા ને વળગી ને ઊભો રહે છે પછી મોહિની ને આંખો ખોલવા કહે છે. મોહિની આંખો ખોલે છે અને મોહિત ને ધરા સાથે વળગેલો જોવે છે તો એ ગુસ્સે થઈ જાય છે એ જેવી મોહિત પાસે જવા જાય છે તો એનો પગ ભભૂતી પર પડતા જ એ નીચે પડી જાય છે.
મોહિત : મોહિની તુ હવે કશુ નય કરી શકે મને લઈ જવાની વાત તો દૂર પણ તુ મારી પાસે આવી પણ નય શકે.
મોહિની : તમે લોકો એ મારી સાથે રમત રમી અરે મે શુ બગાડ્યુ છે તમારા લોકો નુ પહેલા મારી હત્યા કરી મારા પ્રેમ ને દૂર કર્યો અને હવે હુ મારા પ્રેમ ને પામવા આવી તો મને બંધન મા બાંધી દીધી.
મોહિત : મોહિની તારા પ્રત્યે મને હમદર્દી છે કે તારી સાથે બોવ ખોટુ થયુ. પણ હવે હુ તારો નય થઈ શકતો કેમ કે તુ હવે સ્ત્રી નય એક આત્મા છે. અને મને તારો થવા માટે આત્મા થવુ પડશે અને આત્મા થવા માટે મારે મરવુ પડશે પણ હુ મરવા નય માંગતો.
મોહિની : હુ તમને કોઈને નય છોડુ.
મોહિની જેવી ઊભી થાય છે કે અચાનક એ બળવા લાગે છે. એ જોર થી ચીસો પાડે છે એ ભાગવાની કોશિશ કરે છે પણ ભભૂતી ના કારણે બહાર નીકળી નય શકતી. બોવ તડપ્યા પછી એ નીચે પડી જાય છે , થોડીવાર પ઼છી મોહિત અને ધરા એમના હાથ મા રહેલી ભભૂતી મોહિની પર નાંખે છે . તો મોહિની નો આત્મા ધૂમાડો બની ધીમે ધીમે હવા મા વિલિન થતો જાય છે. મોહિની જતા જતા બોલે છે કે તમે લોકો એ મારી સાથે સારુ નય કર્ધયુ હુ આવીશ પાછી આવીશ હુ તમને કોઈ ને નય છોડુ .પછી એ હવા મા વિલિન થઈ જાય છે. ધરા અને મોહિત ને શાંતિ થાય છે.
મોહિત : ધરા ભગવાન નો પાર માનીયે એટલો ઓછો છે કે આપણે આ સંકટ માથી બહાર આવી ગયા.
ધરા : હા સાચી વાત અને રનજીતસિંગ નો પણ પાર માનવો પડે જો એમણે આપણુ કામ ના કર્યુ હોત તો કદાચ આ મુસિબત હજી આપણા માથે હોત.
મોહિત : હા બરાબર છે આપણે એમની પાસે જઈ એમનો આભાર માનવો જોઈએ.
ધરા : હા ચાલો, હમણા જ જઈએ એ એમના ઘરે પહોંચી ગયા હશે.
ધરા અને મોહિત રનજીતસિંગ ના ઘરે જાય છે. રનજીતસિંગ એમને ઘર મા બોલાવી બેસાડે છે.
રનજીતસિંગ : બોલો, કેમ આવવાનુ થયુ?
મોહિત : સર અમે આપનો આભાર માનવા આવ્યા છે જો તમે અમારુ કામ ના કરતા તો કદાચ હુ હમણા તમારી સામે ના હોત.
રનજીતસિંગ : અરે એ તો મારી ફરજ હતી એમા આભાર ના માનવાનો હોય. સારુ ફરી કઈ પણ કામ હોય તો કહેજો.
ધરા : હા સર ચોક્કસ કહીશુ .
થોડીવાર બેસી ને મોહિત અને ધરા અજય ના ઘરે આવે છે. અજય ભગવાન ની પુજા મા વ્યસ્ત હોય છે. થોડીવાર પછી અજય ઊભો થાય છે. ધરા અને મોહિત ને જોઈને ખુશ થાય છે.
ક્રમશ: . . . . . . . . . . . . . . . . . . . .
મિત્રો તમને બધા ને થતુ હશે કે મોહિત એવો તો શુ રસ્તો શોધી લાવ્યો, હતો કે મોહિની ને શાંત કરી એનો આત્મા વિલિન કરી દીધો. એ બધુ જ તમને જાણવા મળશે આગળ ના ભાગ મા જે આ ધારાવાહિક નો છેલ્લો ભાગ હશે. વાંચવાનુ ચુક્તા નય મિત્રો. . . .