સપનું Megha gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

સપનું

"કાલે મને એક સપનું આવ્યું , એક વિચિત્ર સપનું. એક પક્ષી આકાશમાં મસ્તમોલા પાંખો પસારતું અને હવાને ચીરતું ઉડતું હતું. કોઈક વખત પક્ષીઓના ટોળા સાથે તો કોઈક વખત એકલું. હું છત પર બેઠા બેઠા તેની સામે જોતી હતી. ખુલ્લા આભમાં બેફિકરી થી તેને ઉડતા જોઈ મને આનંદ આવતો હતો. થોડી ક્ષણો સુધી મેં તે પક્ષીનું નિરીક્ષણ કર્યું. આટલા મોટા આભમાં તે અમુક મીટરના નિશ્ચિત એરિયામાં જ ગોળ ગોળ ચક્કર લગાવતું હતું. જ્યારે બીજા પક્ષીઓના ટોળા આખા આકાશને પોતાનું ઘર બનાવતા હતા પણ પેલું પક્ષી તે બધાથી અલગ એક જ જગ્યાને જ પોતાનું ઘર સમજી ઉડતું હતું.

થોડા સમય બાદ જ્યારે પક્ષીની પાંખો થોડી થાકી ત્યારે તે આપણા ઘરની પાસે વાળી છત પર જઈ અને પાળી પર બેઠું. હું તેને જોવા ઉભી થઇ. કોઈક વ્યક્તિએ તેને બંને હાથે પકડી અને એક પાંજરાની અંદર મૂક્યું. અને તે પાંજરું ઘરની અંદર લઈ ચાલતો થઈ પડ્યો.



બીજો દિવસ થયો ફરી તેને પક્ષીને ખુલ્લું છોડ્યું, ફરી તે આકાશમાં ઉડયું , ફરી થાકયું અને ફરી પાંજરામાં પુરાઈ ગયું. થોડા દિવસ સુધી નિરંતર આ ચાલ્યું પણ આ દિવસોની અંદર મેં એક વાત નોટિસ કરી કે તે પક્ષી તેના અમુક નિશ્ચિત એરિયાથી થોડું થોડું આગળ વધવા લાગ્યું. શાયદ તે તેના નિશ્ચિત ઘરને છોડી આભને તેનું ઘર બનાવવા માંગતું હતું. થોડું થોડું આગળ જાય અને થાકીને પાછું પાંજરામાં પુરાવવા ચાલ્યું આવે.



એક દિવસ તે પક્ષી ઉડયું અને ત્યારબાદ પાછું ફર્યું જ નહીં. આભમાં ઉડતા ઉડતા ઘણું આગળ નીકળી ગયું. પેલા વ્યક્તિએ સૂરજ ઢળવા સુધી રાહ જોઈ પણ તે પક્ષી ન આવ્યું.


બીજો દિવસ થયો તે પક્ષી પેલા વ્યક્તિની છતની પાળી પર આવીને બેઠું. તે વ્યક્તિએ તેના માથા પર હાથ ફેરવ્યો પણ પાંજરામાં ન પૂર્યું અને તે પક્ષી થોડી ક્ષણો બાદ ત્યાંથી આભમાં દૂર ક્યાંક ઉડી ગયું. " રિમા એક શ્વાસે બધું બોલી ગઈ.



"તો એમાં વિચિત્ર શું છે ?" મમ્મી-પાપાએ લગભગ એકસાથે પૂછ્યું.


"તે પક્ષી શા માટે જતું રહ્યું ? અને દરરોજ તે પક્ષી થોડું થોડું આગળ જતું હતું તો પેલો વ્યક્તિ શા માટે દરરોજ તેને પાંજરામાંથી મુક્ત કરતો ?" સોળ વર્ષની રિમા આવા સામાન્ય પ્રશ્નને સાંભળી મમ્મી-પાપા પણ વિચારમાં પડ્યા.


"રિમા આવા સામાન્ય પ્રશ્નોના જવાબ તો તું ખુદ શોધી શકે છે. એ પક્ષી છે ભગવાને તેને પાંખો આપી છે તો પાંજરામાં પૂરી કુદરતની આ રચનાને શોભા બનાવી શા માટે રાખવી ? તે વ્યક્તિએ એવું વિચાર્યું હશે." મમ્મી સમજાવતા બોલી.


"અને પક્ષીનું ઘર ખુલ્લું આભ છે પાંજરું નહીં. આ વાત પક્ષીની સમજમાં આવી ગઈ હશે એટલા માટે તે પક્ષી પેલા વ્યક્તિને છોડીને તેની જિંદગી માણવા ઉડી ગયું." પાપા પણ રિમાના પ્રશ્નોના જવાબ આપતા બોલ્યા.


"તો તે વ્યક્તિએ પક્ષીને પાંજરામાં પૂર્યું જ શા માટે ?" રિમાએ નવો પ્રશ્ન પૂછ્યો.


"ઘણા કારણો હોય શકે જેમ કે તે પક્ષી જ્યારે નાનું હોય ત્યારેથી પેલો વ્યક્તિ તેની સારસંભાળ કરતો હોય , અથવા તો પક્ષી ઘાયલ થયું હોય અને તેની ઠીક થવાની રાહમાં તેને પાંજરામાં પૂર્યું હોય. કે પછી એવું પણ બની શકે કે પેલા વ્યક્તિને શોખ હોય પક્ષી પાળવાનો પણ પછી આગળ જતાં સમજાયું હોય કે તે પક્ષીની જગ્યા પાંજરું નહીં ખુલ્લું આભ છે. એટલા માટે તેને છોડી દીધું હોય." પાપા સમજાવતા બોલ્યા.


"રિમા આજે કેમ આવા સામાન્ય પ્રશ્નો અને વાતો તને નહીં સમજાતી? તારાથી નાના બાળકો હોય તેને પણ આ સપનાનો અર્થ સમજાય જાય." મમ્મી ટોકતા બોલ્યા.


"જો આ વાત આટલી સિમ્પલ જ છે તો તમને કેમ નહીં સમજાતી ?

પેલો વ્યક્તિ જાણતો હતો કે એક દિવસ આ પક્ષી તેને છોડી પોતાની જિંદગી જીવવા માટે ઉડી જવાનું છે છતાં તે તેની સારસંભાળ કરતો. એવુંતો નહતું કે તે વ્યક્તિ પેલા પક્ષીને પ્રેમ ન કરતો. એ એટલો જ પ્રેમ કરતો હતો જેટલો તમે મને અને દીદીને કરો છો. છતાં તે વ્યક્તિએ સમજ્યું કે ભગવાને તેને પાંખો ઉડવા માટે આપી છે , પાંજરામાં પુરાવવા માટે નહીં , ઘરની શોભા વધારવા માટે નહીં. તમે જો દીદીને બહાર બીજા શહેરને ભણવા નહીં જવા દેતો એનો મતલબ એમ કે તમે એમને પાંજરામાં પૂરી રાખવા માંગો છો. પેલા પક્ષીને પણ પાંજરામાં પુરાઈને પ્રેમ મળતો જ હતો પણ 'જીંદગી જીવવા માટે ખાલી પ્રેમ પૂરતો નથી.

આઝાદી પણ આટલી જ જરૂરી છે.' જ્યારે તે વ્યક્તિને એ વાત સમજાય તેને તુરંત પેલા પક્ષીની આઝાદી તેને સોંપી દીધી.

પણ તમે જોયું પાપા તે પક્ષીને આઝાદી મળ્યા બાદ પણ પેલા વ્યક્તિને તે મળવા આવ્યો ' કારણકે આઝાદી આપવાથી ક્યારેય પ્રેમ ઓછો નથી થતો ઉલ્ટાનો પ્રેમ અને રિસ્પેક્ટ વધે છે. "


રિમાની આ વાત સાંભળી મમ્મી પાપા કાંઈ ન બોલ્યા બંને બસ એકબીજા સામે જોવા લાગ્યા. થોડી ક્ષણોના મૌન પછી મમ્મીએ નિશાને અવાજ લગાવી બહાર બોલાવી.


અઢાર વર્ષની નિશા બહાર આવી ત્યાં મમ્મીએ તેને પ્રશ્ન પૂછ્યો , " નિશા તારે આગળ ભણવા માટે બીજા શહેરમાં જવું છે કે નહીં ? શું વિચાર છે તારો ?"


"મમ્મી-પાપા તમારી મંજૂરી વિના હું ક્યાંય નથી જવાની. જો તમારું મન ના હોય તો હું અહીંયા રહીને કંઈક ને કંઈક આગળ સ્ટડી કરી લઈશ." નિશા સ્થિર અવાજે બોલી.


"બેટા તને ખબર છે અમે માતાપિતા તમારા પર પાબંધી લગાવવા નથી ઇચ્છતા પણ શું કરીએ અમારી ચિંતા અને સમાજની હાલાત જોય અમે પાબંધી લગાવીએ છીએ. તમે લોકો આગળ વધો, જીવનમાં કંઈક કરો ,કંઈક બનો તો અમારાથી વધુ ખુશી બીજા કોને થાય. પણ આજકાલનો માહોલ જોય અમને ડર લાગતો હોય કે ક્યાંક બહાર નીકળી અમારી દીકરીઓ અમારાથી દૂર તો નહીં થઈ જાય ને.

પણ અમે મા-બાપ અમારા ડર અને ચિંતાના ચક્કરમાં એ ભૂલી જઈએ છીએ કે અમારા બાળકોની પણ પોતાની એક જિંદગી છે. જે એમને ખુલ્લીને જીવવાનો પૂરતો હક છે. અમે તમને રોકવાનો હક નથી ધરાવતા બસ વાત વાત પર ટોકવાનો હક ધરાવવીએ છીએ.


બાકી તમારી જિંદગી તમારી છે. તમારા નિર્ણય પર અમે સલાહસુચન આપી શકીએ પણ પાબંધી ન લગાવી શકીએ." પાપા નિશાની માથે હાથ મૂકતા બોલ્યા.


"અરે તમે શું ગોળ ગોળ વાતો કરો છો ?"મમ્મી નિશાની પાસે આવતા બોલી. "સીધું કહી દો ને કે જો બેટા તારી ઈચ્છા હોય તો તું કોલેજમાં ભણવા બીજા શહેરમાં જઈ શકે છે.


સાંભળતા નિશા તેના મમ્મી પાપને ગળે મળતા બોલી પડી , "થેન્ક યુ સો મચ. તમે દુનિયાના સૌથી સારા માતા-પિતા છો."


"અને હું વર્લ્ડની બેસ્ટ નાની બહેન." રિમા આગળ આવતા બોલી.


"તમે તો અમારા ઘરના દાદીમા છો રિમાદેવી." કહેતા નિશા રિમાને પણ ગળે મળી અને બધા હસવા લાગ્યા.