3 Hour in Exam books and stories free download online pdf in Gujarati

પરીક્ષાના ત્રણ કલાક

જૂના સમયમાં ‘કાળગણના’ જુદી રીતે હતી. ‘એક ઘટિકા’ ‘એક ચોઘડિયું’ દોઢ ઘટિકા એવું સમજતા લોકોમાં આ ચોઘડિયું દોઢ કલાકના સમયગાળો એવું સમજતો થયો. માણસ લગભગ શિક્ષણનું મહવ સમજતો થયો ત્યારે, પરંતુ હવે મોટા ભાગે દરેક વ્યક્તિના જીવનમાં આ ત્રણ ક્લાક એટ્લે પરીક્ષા ખંડમાં પરીક્ષા વખતે અપાતા પેપરને લખવા માટે આપતો સમયગાળો એટ્લે ત્રણ કલાક.

રાજ કોલેજ કેમ્પસ માં દાખલ થાય છે, ગ્રેજયુએશનનું તેનું છેલ્લું વર્ષ અને છેલ્લું પેપર આજે આપવા માટે ઉતાવળે ડગ ભરતો લગભગ શ્વાસભેર ચાલી રહ્યો છે. કાએરણકે પેપરનો સમય થઈ ગયો છે અને તે લગભગ પા ક્લાક મોડો પડ્યો છે. પણ તે જરા જુદી પ્રકૃતિ ધરાવતો યુવાન છે, અલગારી કહી શકાય તેવો તેનો સ્વભાવ છે અને તે વિચારશીલ યુવાન ધૂની કહી શકાય એ હદે રસ્તામાં જ બંને બાજુએ ઉભેલા વૃક્ષો પર તેની નજર પડે છે અને લીલાછમ વૃક્ષો, પાંદડા જોઈને વિચારે ચડે છે. આટલા તડકામાં માણસની ત્વચા બળીને કાળી પડે છે. તો આ વૃક્ષો બળીને કેમ સુકાવા માંડતા નથી ? આવા વિચારોમાં વિચારો એ મોડો પડે છે. તેના આ સ્વભાવ વીશે કોલેજના પ્રોફેસરો તેમજ તેનું મિત્ર સર્કલ પણ જાણે છે.

તે પરીક્ષા ખંડમાં દાખલ થાય છે. તેના માનસમાં વિચાર વલોણું આજ નિયંત્રણમાં નથી. પરીક્ષક આવી ગયા છે. બીજા વિદ્યાર્થીઓએ પેપર લખવાનું શરૂ કરી દીધું છે. કોલેજમાં તેના મિત્રો બહુ ઓછા હતા. પરંતુ હમેશાં નિજાનંદમાં ફર્યા કરતો. મેડમની ટકોર સાંભળી ન સાંભળી અને એ પેપર લખવા પ્રવૃત થયો.

અનાયાસે તેની નજર પરીક્ષા મેડમના ચહેરા પર પડી. મેડમના ચહેરાના હાવભાવ પરથી સમજ્યોકે મેડમનો ચહેરો અણગમો (નફરત) ભર્યો દેખાયો.કદાચ પોતે મોસો પડ્યો એટ્લે હશે. એવું અનુમાન કરી લખવા માડયું ! પરંતુ લખતા લખતા એમની સામે ફરી જોયું તેના મનમાં કુતૂહલ પેદા થયું ! મેડમ ઘડિયાળમાં જોતાં હતા અને પછી પરીક્ષા હોલમાં આંટા મારતા હતા પરંતુ ચહેરા પરની નારાજગી ઓછી થતી નહોતી. મેડમના ચહેરા પર નારાજગીના ભાવ એકાદ કલાકનો બેલ સાભળ્યા પછી પણ એવાને એવા સ્પષ્ટ દેખાતા હતા. રાજને આ નારાજગી તેના મોડા પદને કારણે નથી તેવું લાગ્યું.

ક્લાસમાં દાખલ થયો પેપર લખતા લખતા પણ તેની પકૃતિ પ્રમાણે તેનું માણસ ઝડપથી વિચારોમાં પારોવાય છે. એઝામના પહેલા જ દિવસે એક ખડૂસ સર પરીક્ષક આવ્યા હતા. વગર કારણ બધા ઉપર ગુસ્સે થતાં. કદાચ ઘરમાં ઝઘડીને આવ્યા હશે ! અને બધો ગુસ્સો અહિયાં નીકળ્યો હશે. કેવા ઊંડા શ્વાસ લેતા હશે. હવે તેની નજર પરીક્ષક મેડમ પર પડી તેમની નારાજગી અને નજર બંને પોતપોતાને સ્થાને પહેલાની જેમ જ અકબંધ હતા. એમને કદાચ આ રીતે પરીક્ષક બનવું પસંદ નહીં હોય અને ફરજના ભાગ રૂપે આવવું પડ્યું હશે એવું પણ બને. લગભગ દરેક વ્યક્તિને પોતાને મળેલ કાર્ય અણગમતું બની જાય છે. જે કાર્યક્ષેત્ર છે તે પોતાને માટે નથી અને બીજાનું કાર્યક્ષેત્ર પોતાને મળી જાય એવી અપેક્ષા રાખે છે.

રાજ આગળ વિચારે છે એકઝામમાં લખવા માટે ત્રણ કલાક ઓછા પડે છે જ્યારે પરીક્ષકને સાયં જ ના જાય એવું પણ બને. આ ત્રણ કલાકમાં એ કેવું વિચારતા હશે. પેલા ગુસ્સાવાળા સર ધીમેથી શાંત થઈ ગયા હતા. તે કદાચ ત્રણ કલાક મનોમંથન કરીને પોતાની સમસ્યાનો ઉકેલ મેળવીને ગુસ્સાને કંટ્રોલ કર્યો હશે. એક દિવસ થોડા ભારે શરીરવાળા મેડમ એટલા ઝડ્પથી ક્લાસમાં સતત આંટા મારતા હતા. એમને એ દિવસે જાણે પરીક્ષા ખંડમાં એકસરસાઈઝનો સમય બચાવી લીધો હશે. બધાજ પરિક્ષકો આ રીતે પોતાને મળેલ સમણું અનુકૂળ ન સાધી કેટલું (મનોમંથન ) શારીરિક-માનસિક સંતુલન કરી યોગા કરી લેતા હશે. કેટલાક શિક્ષકો પોતાના કાર્યનું શિડ્યુલ , કામગીરીનું મંથન કરવાનો સમય મળી ગયો, કેટલાક શિક્ષકો પોતાના મનમાં ઇષ્ટ દેવનું રતન કારતા હોય છે. મતલબ મોટાભાગના શિક્ષકોનું તન વર્ગમાં પરંતુ મન પોતાના કાર્યમાં મગ્ન હોય છે.

બે કલાક થયાનો બેલ સંભળાયોને વળી પરીક્ષક મેડમની ટકોર સંભળાઇ તને કહ્યું ને કે આડા-અવળા વિચારે ના ચઢતો પણ કઈ જાણે કઈ સમજતો જ નથી. હવે ફટાફટ લખવા માંડ, માત્ર એક કલાક જ રહ્યો. નહીં તો પછી નાપાસ થવું હોય તો તું જાણે ! અત્યારે તારા આ વિચારો પરીક્ષામાં કામ નહીં આવે. રાજે ફરીથી ચૂચાપ લખવા માડ્યું !.

બીજા રસપ્રદ વિકલ્પો