બોર્ડની પરીક્ષા પહેલા અને પરીક્ષા દરમિયાન વિધ્યાર્થીઓએ ધ્યાનમાં રાખવાની મહત્વની બાબતો
પરીક્ષા પહેલાના દિવસોમાં
Ø આ દિવસોમાં નવું શિખવાનું ટાળો જે આવડતું હોય તેના પર વધારે ભાર મુકો .
Ø ઉજાગરા આ દિવસોમાં બિલકુલ ના કરવા, ભોજન અને ઊંઘમાં નિયમિતતા રાખવી.
Ø રિવીઝન કરતી વખતે અગાઉ થયેલી ભૂલ પર ધ્યાન રાખી રિવીઝન કરવું.
Ø પેપર સમય એટલે બપોરે સુવાની ટેવ હોય તો કાઢી નાખશો, હવે પછીના દિવસોમાં આ ટેવ ના પડી જાય તેની કાળજી રાખવી.
પરીક્ષા આપવા જતી વખતે
Ø પરીક્ષામાં બુટ-મોજા પહરેવા નહી, બને તો સ્લીપર કે સેન્ડલ પહેરવા જેથી પગને અકળામણ ન થાય.
Ø પરીક્ષા ની અડધી અડધી ક્લાક પહેલા તૈયારી બંધ કરી દેવી અને પરીક્ષાને લગતા કોઈ પણ વિચારો ના કરવા..
Ø દર વર્ષે અફવાઓ હોય છે. કે પેપર અઘરૂ છે. પેપર લાંબુ છે. કયા સાહેબે કાઢેલ છે. વગેરેમા કદી રસ ન લેવો.
Ø પેપર આપવા જતી વખતે રિસીપ્ટ, પેન, સંચો, રબ્બર, ફુટપટ્ટી, જરૂરી હોય તો કંપાસ અથવા પાઉચ, લઈને જ જ્વું.
Ø મોબાઈલ સાથે લઈ જવો નહિ.
Ø ઘરેથી પારદર્શક બોટલમાં પાણી કે લીંબુનું સરબત સાથે લઈ જ્વું.
પેપર લખતી વખતે
Ø બેન્ચ હલતી હોય તો સુપરવાઈઝરને તાત્કાલિક કહી પેકિંગ મુકાવવું.
Ø ઘડિયાળ કાંડામાંથી કાઢી સામે ગોઠવવી.
Ø રફવર્ક મેઈન નોટના છેલ્લા પાનાં પર કરવું. અથવા પ્રશ્નપત્રમાં રફ કામ માટે જ્ગ્યા આપેલ હોય ત્યાં કરવું.
Ø કોઈપણ પ્રશ્નનો જવાબ લખતા પહેલા પ્રશ્ન બરાબર વાંચવો.
Ø પરીક્ષા દરમ્યાન શાંતચીતે પેપર લખવું પરીક્ષા ખંડમાં વાતચીત કરવી નહીં.
Ø પરીક્ષા ખંડમાંથી ઊભા થતા પહેલા કોઈ વસ્તુ ભૂલથી રહી ના જાય તેની કાળજી રાખવી.
Ø પાઠ્ય પુસ્તક આધારિત જવાબો લખવા..
Ø નવા પ્રશ્નની શરૂઆત નવા પાને થી કરવી.
Ø એક આખો વિભાગ એક સાથે નવા પાન થી શરૂઆત કરવી..
Ø વાંચી શકાય તેવા અક્ષરો અને શબ્દો છૂટા પાડીને લખવું.
Ø એક જ બ્લૂ રંગની શાહીથી લખવું જેલ પેનનો ઉપયોગ ટાળવો.
Ø લખાણમાં બહુ વધારે બાહ્ય ઠઠારો ન કરવો.
Ø લખાણમાં ઓળખાણ છતિ થાય તેવા ચિહનો ટાળવા.
પેપર પૂરું થયા પછી
Ø પેપર પૂર્ણ થાય ત્યારે છૂટવાના સમયે વધુ વાતચીત ન કરવી , તાત્કાલિક ઘર તરફ પ્રયાણ કરવું.
Ø થોડા રૂપિયા સાથે રાખવા જેથી ક્યારેક ઈમરજન્સી સમયે મોડુ થાય ત્યારે ઉપયોગમાં આવી શકે.
Ø ઘરે જઈ થોડો સમય ફ્રેશ થયા બાદ પછીના પેપરનું વાંચવાનું શરૂ કરી દેવું.
બોર્ડની પરીક્ષા પહેલા અને પરીક્ષા દરમિયાન ઘરેથી વાલી ને ધ્યાનમાં રાખવાની મહત્વની બાબતો
Ø શુભેચ્છા આપવા આવતા સબંધી કે ફોન પર બને ત્યાં સુધી વધુ સમય બાળકો ફાળવે નહીં તે કાળજી રાખવી.
Ø પોતાના સંતાનને ચશ્મા હોય તો બીજી એક જોડ તૈયાર રાખવી.
Ø પરીક્ષા દરમ્યાન વાંચન સમયે વાલીએ બાળકને કંપની આપવી.
Ø ઘરના અન્ય સભ્યો આ સમયે મોબાઈલ, ટીવી કે રેડિયાનો ઉપયોગ ઓછો કરે તે ધ્યાન રાખવું.
Ø બાળકના વાંચન સમયે તેને હળવો નાસ્તો દાળિયા, શીંગ, કે ફ્રૂટ્સ યોગ્ય માત્રામાં આપવા.
Ø રિસીપ્ટની બે થી ત્રણ ઝેરોક્ષ કરાવી લેવી. લેમીનેશન ક્યારેય કરાવવી નહીં.
Ø પરીક્ષા આપવા જવા નીકળે ત્યારે રિસીપ્ટ, કંપાસ કે પાઉચ જરૂરી સાધન સામગ્રી લીધી કે નહીં તેની કાળજી રાખવી.
Ø વાલી પાસે શાળાનો નંબર, આચાર્યશ્રીનો નંબર, જે શાળામાં પરીક્ષા આપવાની છે તે શાળાનો નંબર તેમજ ફેમિલી ડોક્ટરના નંબરો હાથવગે રાખવા.
Ø બાળકને કોઈ નિયમિત દવાની જરૂરિયાત રહેતી હોય તો તેની અગાઉથી વ્યવસ્થા કરી લેવી.
Ø બાળકની રિસીપ્ટ બરાબર ધ્યાનથી વાંચવી, તેમાં કોઈ ખામી કે અપૂર્ણ માહિતી લાગે તો શાળાનો તાત્કાલિક સંપર્ક કરવો.
Ø બાળકની રિસીપ્ટમાં તેના વિષયો, બ્લોકની વિગત , દરેક પરીક્ષા એક જ જગ્યાએ છે કે સ્થળ બદલાય છે તે જાણી લેવું.