હું છું સ્ત્રી Thakkar Akta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

શ્રેણી
શેયર કરો

હું છું સ્ત્રી

" ના મમ્મી તું જમી લેજે મને ઘરે આવતા મોડું થશે. ઓફીસ માં થોડું કામ વધારે છે. ઓકે મમ્મા બાય. ઘરે આવી ને વાતો કરીએ", શ્રુતિ કમ્પ્યુટર પર ટાઈપ કરતાં કરતાં તેની મમ્મી સાથે વાતો કરતી હતી. સવારે 9 વાગ્યા થી ટિફિન લઈને ઓફીસ આવી છે સાંજ ના 7વાગી ગયા પણ હજુ એ ટિફિન ને ખોલ્યું નથી. બસ સવારે થી ચા ની ચુસ્કી સાથે કામ કરે છે. આ વાત બીજા કોઈ ની નહિ રમીલાબેન ની લાડકવાઈ દીકરી શ્રુતિ ની છે.

છઠ્ઠા ધોરણ માં હતી જ્યારે શ્રુતિ ના પિતા નું હ્રદય રોગ ના હુમલા થી અવસાન થયું. પિતા હતા ત્યારે જ માંડ ઘર ચાલતું. અને હવે તો એ પણ નથી રહ્યા. તેમના અવસાન પછી નજીક ના સગા વ્હાલા દૂર જ રહ્યા અને દૂર ના એ પાસે આવવા નું વિચાર્યું જ નહીં. બધાને જાણે એમ કે રમીલાબેન ક્યાંક પૈસા ની મદદ ના માંગે. પણ બધાને શુ ખબર કે આ તો ખુમારી થી જીવવા વાળા માણસ. થોડા દિવાસતો ઘર માં હતું તે જમ્યા.

પણ હવે આગળ શું???... આ પ્રશ્ન રમીલાબેન ને કોરી ખાતો. ના તો પોતે ભણ્યા હતા ક કાઈ સારી એવી નોકરી મળે. 4-5 ઘર નું કામ બાંધી રમીલાબેન એ શ્રુતિ ને ભણાવવા નું ચાલુ રાખ્યું. કંઈ કેટલા કામ કર્યા લોકો ના ઘર ના કામ, સિલાઈ કામ, હોટેલ માં એંઠા વાસણો ધોવાના કામ આમ ને આમ કામ કરતા કરતા શ્રુતિ ને ભણાવી ગણાવી. શ્રુતિ પણ ભણવા માં એટલું જ મન લગાવી ને ભણતી. એ જાણતી હતી એની મમ્મી ના પરિશ્રમ ને.

આજુબાજુ ના લોકો રોજ કેહતા કે તમે આના ભણવા માટે આટલી તકલીફ ઉઠાવો છો આ તો છોકરી છે એક દિવસ સાસરે જતી રહેશે પછી તમને કાંઈ થોડી પૈસા કમાઈ ને આપશે. આને ભણાવવા કરતા ઘર ના કામ શીખવો. કૈક તો કામ લાગશે. જો કામ નઇ આવડે તો સાસરી વાળા કાઢી મુકશે. પણ રમીલાબેન કોઈનું કહ્યું માને નહિ બસ એ તો પોતાની દીકરી ને ભણાવવા માંગતા હતા.

શ્રુતિ એ એમ.બી.એ કરી લીધું, અને તેને સારી એવી કંપની માં જોબ મળી ગઈ. પછી એને રમીલાબેન ને આરામ કરવા કહ્યું અને બસ પોતે આગળ વધતી ગઈ. તેનું પ્રોમોશન થતું ગયું અને તે કંપની માં સી.ઇ. ઓ. બની ગઈ. ધીરે ધીરે શ્રુતિ એ એટલી બધી સિદ્ધિ પ્રાપ્ત કરી કે એમની આવી પરિસ્થિતિ જોઈ નજીક ના સંબંધી તો આવી ગયા પરંતુ દૂર ના પણ નજીક આવવા લાગ્યા.શ્રુતિ 28 વર્ષ ની થઈ ગઈ છે.તેથી તેની મમ્મી શ્રુતિ ને લગ્ન માટે કહે છે પણ તે હજુ હમણાં નહિ એમ કહી ને ટાળી દે છે.

આજે શ્રુતિ ઓફીસ માં વ્યસ્ત હોવાને કારણે જમ્યુ નહોતું. રમીલાબેન સવારે થી જાણતાં હતા જ્યારથી એ ઉતાવળી થઈ ઓફીસ નીકળી હતી, કે આજે આ છોકરી જમશે નહિ. તેથી તે વારે વારે ફોન કરતા હતા જમવા માટે. પણ શ્રુતિ પાસે તો સમય જ નહોતો જમવાનો. ઓફીસ થી નીકળતા 9 વાગી ગયા. ઓફીસ માં ફક્ત રામુકાકા જે પ્યુન છે એ હતા અને શ્રુતિ હતી. શ્રુતિ જલ્દી થી ઘરે જવા નિકળી. પાર્કિંગ માંથી ગાડી નીકાળી શ્રુતિ હાઈ વે પર થી ઘર ના રસ્તે નીકળી.

રસ્તા માં ગાડી ને પંચર પડ્યું અને ત્યાં તેણે દૂર સુધી નજર કરી આગળ જ કોઈ પેટ્રોલપંપ દેખાયો. ગાડી રસ્તા ની સાઈડ માં કરી ડીપર લાઈટ ચાલુ રાખી તે પેટ્રોલપંપ પાસે જતી હતી ત્યાં જ તેને કોઈ અવાજ સંભળાયો..." જવા દો મને... હાથ જોડું છું જવા દો મને..." કોઈ સ્ત્રી નો કરુણ અવાજ શ્રુતિ ના કાન પર પડ્યો . એ રસ્તા માં અંધકાર હતો. ફક્ત ગાડી ના ડીપર ની લાઈટ હતી. શ્રુતિ ને પહેલા તો ડર લાગ્યો પણ પછી એણે હિમ્મત કરી અને જ્યાંથી અવાજ આવતો હતો ત્યાં પગલાં માંડ્યા. જેમ નજીક જતી હતી તેમ વધુ ને વધુ અવાજ આવવા લાગ્યો. શ્રુતિ આખરે તે અવાજ ની સાવ નજીક પહોંચી ગઈ.

શ્રુતિ છુપાઈ ને જોઈ રહી હતી. 2 છોકરા 1 છોકરી ને એક બીજા ને સામ સામે ફેંકતા હતા. અને ખરાબ અડપલાં કરતા હતા. શ્રુતિ ને ખૂબ જ ગુસ્સો આવ્યો પણ આ સમયે ગરમ મિજાજે કામ નહોતું કરવાનું એટલે એ વિચારવા લાગી . ત્યાં જ એને એક વિચાર આવ્યો. તેણે મોબાઈલ નીકાળી internet ના માધ્યમ દ્વારા પોલીસ ની ગાડી ના સાયરન જેવો અવાજ નીકળ્યો. અને તે બે છોકરાઓ ગભરાઈ ગયા.એ તે છોકરી ને ત્યાં જ મૂકી ને ભાગી ગયા.

જેવા તે ગયા શ્રુતિ તે છોકરી પાસે ગઈ . 19-20 વર્ષ ની એ છોકરી, દેખાવે ઘઉંવર્ણી , મેલા ઘેલા કપડાં અને દુબડી પતળી કાયા. એ છોકરી બહુ જ ડરેલી હતી. શ્રુતિ એ એની પાસે જઈ એનો હાથ પકડ્યો અને કહ્યું , " ચાલ જલ્દી અહીં થી..." શ્રુતિ તે છોકરી ને પોતાની ગાડી પાસે લાવી અંદર બેસાડી પાણી આપ્યું અને પૂછ્યું તારું નામ શું છે??... અત્યારે અહીં શુ કરતી હતી???... અને આ લોકો કોણ હતા???... તારું ઘર ક્યાં છે???..."છોકરી બઉ જ ગભરાયેલી હતી . એટલે વધુ કાઈ બોલી ના શકી બસ એટલું જ કહ્યું, "તમારો ખૂબ ખૂબ આભાર" . થોડી વાર બંને ગાડી માં જ બેસી રહ્યા. પછી બંને પેટ્રોલપંપ પાસે જઈને મિકેનિક ને ગાડી ની ચાવી આપી ને ત્યાં જ બેઠા 20 મિનિટ માં ગાડી સરખી થઈ ગઈ. અને બંને ગાડી માં બેસી ને નીકળ્યા. હવે તે છોકરી થોડી બરાબર હતી.

શ્રુતિ એ ફરી એ જ સવાલ કર્યા. તેણે કહ્યું કે " મારું નામ હેતલ. આગળ એક ઝૂંપડી માં રહું છું. મા-બાપ નથી. એક મોટો ભાઈ અને ભાભી છે. ભાભી ને હું ઘરે રહું એ ગમતું નથી એટલે અહીં ધાબા પર લોકો ના એંઠા વાસણ ધોવા આવું છું. આ બંને જેઓએ મારી સાથે ખરાબ વર્તન કર્યું તેઓ તે જ ધાબા માં રસોઈ બનાવવા માં મદદ કરે છે. અને આજે બંને એ મને રસ્તા માં એકલી જતી જોઈ અને પકડી લીધી મેં બઉ જ બુમો પાડી પણ કોઈએ સાંભળી નહિ . ભગવાન નો ખુબ ખુબ આભાર જેથી તમે સાંભળી લીધું." એમ કહી હેતલ રડવા લાગી.

શ્રુતિ એ એકદમ મક્કમ અવાજ માં કહ્યું "આજે મેં તને બચાવી કાલે શુ થશે ???" આ સાંભળી હેતલ ડરી ગઈ. એને તો રોજ એ જ જગ્યા એ કામ કરવા જવાનું હોય છે. જો નહિ જાય તો ભાભી રહેવા નહિ દે. હેતલ રડમસ થઈ ગઈ . શ્રુતિ એના મન ની વાત જાણી ગઈ હતી. થોડી જ વાર માં શ્રુતિ એ ગાડી ઉભી રાખી અને હેતલ ને કહ્યું "ચાલ મારી સાથે..." પોલીસ સ્ટેશન ની બહાર ગાડી ઉભી કરી શ્રુતિ અને હેતલ બન્ને પોલીસ સ્ટેશન માં આવ્યા . હેતલ ને હિમ્મત આપી શ્રુતિ એ જે ઘટના બની તે જણાવવા કહ્યું. રાત બહુ થઈ હોવાથી રમીલાબેન ના ફોન ચાલુ થઈ ગયા હતાં. શ્રુતિ એ કહ્યું બસ આવું જ છુ.

ફરિયાદ લખાવી શ્રુતિ હેતલ ને તેની ઝૂંપડી પાસે લઈ ગઈ અને તેની ભાભી ને બહાર બોલાવી કહ્યું, " આજ થી હેતલ મારા ઘર નું કામ કરશે અને ત્યાં જ રહેશે" . હેતલ ના ભાભી ને તો જાણે એક ભાર ઓછો થયો તેમ કહી દીધું "લઈ જાઓ અમારે જરૂર નથી..." આવા શબ્દો સાંભળી હેતલ કંઈજ બોલ્યા વિના શ્રુતિ સાથે જતી રહી.

ઘરે આવી શ્રુતિ એ એની મમ્મી ને બધું જ જણાવ્યું. અને પછી રમીલાબેન એ બંને ને પેટ ભરી જમાડયું. બીજા દિવસે પોલિસ સ્ટેશન થી ફોન આવ્યો આરોપીઓ પકડાઈ ગયા હતા. કોર્ટ કચેરી ના ચક્કર પતાવી બંને આરોપીઓ ને સજા અપાવી. અને કોર્ટ ની બહાર આવી હેતલે શ્રુતિ ના વખાણ કરતા કહ્યું..., " આપે જ મને શીખવ્યું એક સ્ત્રી ક્યાંય પછી ના પડે... મેડમ હાં હું સ્ત્રી છું... પણ હવે કોઈ કામ માં પાછી નહિ પડું અને દરેક પરિસ્થિતિ માંથી નીકળતા શીખીશ..." શ્રુતિ તરત હેતલ ને ગળે લગાવે છે અને બંને સાથે બોલે છે ..

હું સ્ત્રી છું.....