janmdivasni bhet books and stories free download online pdf in Gujarati

જન્મદિવસની ભેટ

આ વાત 15 વર્ષ પહેલાં ની છે. ઇન્દુ અને આસિફ કોલેજ માં સાથે ભણતા. આમ તો બન્ને સ્કૂલ થી જ સાથે ભણતા... બન્ને બહુ જ સારા મિત્રો હતા. બન્ને એકબીજા ના ઘરે આવતા જતા રહેતા... ક્યારેક નોટ્સ લેવા તો ક્યારેક એમજ... બન્ને એકબીજા ના તહેવાર ઉજવવા એકબીજા ના ઘરે જતા... ઇન્દુ હિન્દૂ હતી અને આસિફ મુસ્લિમ... દિવાળી વખતે આસિફ ઇન્દુ ના ઘરે મીઠાઈ ખાવા જતો... જ્યારે ઇદ વખતે ઇન્દુ આસિફ ના ઘરે ઈદી ખાવા જતી... બન્ને ની દોસ્તી બઉ જ પાક્કી...

કોલેજ માં આવ્યા પછી આ દોસ્તી, દોસ્તી નહિ પણ પ્રેમ માં પરિણમી... બંને એક બીજા ને ખૂબ જ ચાહવા લાગ્યા... પણ પહેલ કોણ કરે... છેવટે ઇન્દુ એ નક્કી કર્યું કે આજે તે આસિફ ને પોતાના દિલ ની વાત જણાવી જ દેશે... કોલેજ થી ઘરે આવ્યા પછી ઇન્દુ એ નક્કી કરી જ લીધું... ઇન્દુ સરસ તૈયાર થઈ અને નીકળી આસિફ ના ઘરે જવા... આસિફ નું ઘર તેના ઘર થી 6 કિમિ દૂર હતું...

ઇન્દુ પાસે સ્કુટર હતું... તે સ્કુટર લઈને નીકળી પડી... વિચારો કરતી જતી હોય છે... બહુ જ ખુશ હોય છે... એવા માં જ કોઈ કૂતરું રસ્તા માં આવી જાય છે અને તે અચાનક વિચારો માંથી બહાર આવે છે અને કૂતરા ને બચાવવા માટે શોર્ટ થી બ્રેક મારે છે... કૂતરું તો બચીને નીકળી જાય છે... પણ ઇન્દુ સ્કુટર સાથે ઘસડાઈ ને થોડી દૂર પડે છે... પગ પર થોડું વાગે છે... દર્દ તો થતું હતું પણ તેને થયું જો આજે નહિ કહું તો કદાચ કાલે મોડું ના થઇ જાય... અકસિડેન્ટ ના કારણે આજુ બાજુ લોકો ભેગા થઈ ગયા હતા... બધા તેને ઉભી કરી ને પૂછતાં હતા,' બેટા વાગ્યું તો નથી ને...' પણ ઇન્દુ ના મન માં તો આસિફ ના સિવાય કંઈ વિચાર જ નહતો આવતો... કોઈને જવાબ આપ્યા વગર સ્કુટર ઉભું કરી કિક મારી ફરી નીકળી પડી...

ઇન્દુ આસિફ ના ઘરે આવી ગઈ... આસિફ ઇન્દુ ને જોઈને ઉભો થઇ ગયો... આસિફ ઘરે એકલો જ હતો... તે સોફા પર બેઠો બેઠો ટીવી જોતો હતો... અને ઇન્દુ ને જોઈ ઉભો થઇ ગયો...

આસિફ: ઇન્દુ... તુ અત્યારે અહીં... તારી નોટ્સ તો પુરી છે... મેં જ તારા માંથી લખ્યું હતું... અરે તારા કપડાં કેમ ગંદા થયા છે... તને કાઈ વાગ્યું તો નથી ને... અરે જો તો તારા પગ માંથી લોહી આવે છે... તું પાગલ છે... કંઈ જવાબ તો આપ...

ઇન્દુ: તું મને બોલવાનો મોકો તો આપ પહેલા...

આસિફ: હા સોરી હવે જલ્દી બોલ...

આસિફ અધીરો થઈને ઇન્દુ સામે જોઈ રહ્યો... ઇન્દુ આટલું વાગ્યું હતું છતાં બહુ જ ખુશ હતી... ક્યાં થી શરૂ કરવું એ એને સમજ નતી પડતી...

આસિફ: અરે આમ હસે છે શું??? જવાબ આપ પહેલા... અરે સોરી પહેલા તું અહીં બેસ હું તને વગેલા પર પાટો બાંધી આપું છું...

આસિફ રૂમ માં ફર્સ્ટ એડ કીટ લેવા જાય છે... ઇન્દુ પણ તેની પાછળ જાય છે...

આસિફ: અરે તું રૂમ માં આવી ગઈ... ચાલ તું અહીં બેડ પર બેસ હું તને પાટો બાંધી આપું છું...

ઇન્દુ આસિફ નો હાથ પકડે છે અને કહે છે... આ તરફ બંને હોલ નો દરવાજો ખુલ્લો મૂકી ને જ રૂમ માં આવી ગયા હોય છે... ત્યાં આસિફ ના પપ્પા ઘરમાં આવી જાય છે... તે રૂમ માં જવાના જ હોય છે પણ અંદર તે ઇન્દુ અને આસિફ ને જુવે છે... અને તે બંને ની વાત સાંભળવા બહાર કાન રાખીને સાંભળે છે...

ઇન્દુ: આસિફ , હું તને જે કહેવા આવી છું... તે મને કહેવા દે... માંડ આજે હિમ્મત કરી છે....

આસિફ: પણ ઇન્દુ આ લોહી...

ઇન્દુ: શશશશ... ચૂપ રહે થોડી વાર... મને સાંભળ... આસિફ મને ખબર છે કે તું પણ મને ચાહે છે... અને મને એ પણ ખબર છે કે જ્યાં સુંધી હું નહિ કહું તું નહિ બોલે... તો સાંભળ... હું તને ખૂબ જ ચાહું છું... તારા વિના જીવવું અશક્ય છે... હું જાણું છું આપણો સમાજ આ નહીં સ્વીકારે... પણ હું મારા પપ્પા મમ્મી ને મનાવી લઈશ... હવે તું તારા મન ની વાત જણાવ...

આસિફ તો ઇન્દુ ની વાત સાંભળી એમજ ચૂપચાપ ઉભો હોય છે... કાંઈ જ બોલતો નથી...

ઇન્દુ: જો આસિફ તું આમ ચૂપ ના રહીશ જો તને હું પસંદ નથી તો મને ના પાડી દે... આપણી મિત્રતા પહેલા જેવી જ રહેશે...

આસિફ: ના ઇન્દુ... હું તને ખૂબ જ ચાહું છું... પણ આ વાત હું તને કહી નહોતો શકતો... પણ તે કેટલી આસની થી તારા મન ની વાત કહી દીધી... મને ઘણી વાર મન થતું કે હું તને જણાવું પણ ફરી એમ થતું કે કદાચ તું મને મિત્ર થી વધુ નહિ માનતી હોય તો...

ઇન્દુ: અરે પાગલ એક વાર કહેવું તો હતું... ચાલ હવે મેં કહી દીધું...

આસિફ ઇન્દુ નો હાથ ખેંચી ને પોતાની બાહો માં ભરી લે છે... આ બધું આસિફ ના પિતા જોઈ રહ્યા હતા... તેઓ બહુ જ ગુસ્સા માં હતા... તેમને લાગ્યું કે આ છોકરી એ જ મારા દીકરા ને બગાડ્યો છે... તેઓ ત્યાં થી ગુસ્સા માં નીકળી જાય છે... આ તરફ આસિફ અને ઇન્દુ એકબીજા ની બાહો માં જ રહેલા હતા...

આસિફ અને ઇન્દુ તો જાણે એકબીજા માં સમાઈ ગયા હતા... થોડા સમયે બંને ને ભાન થયું... અને પાછા વાસ્તવિક દુનિયામાં આવી ગયા...

આસિફ: ઇન્દુ, આપણો આ સંબંધ આપણાં ઘર ના માનશે?

ઇન્દુ: આસિફ, એની તો મને પણ ખબર નથી પણ આપણે પ્રયત્ન કરીશું... પ્રેમ સાચો હોય તો કોઈ ના તોડી શકે...

આસિફ: હું આજે જ મારા પપ્પા ને કહી દઈશ...

ઇન્દુ: હા હું પણ... ચાલ હવે હું જાઉં... બહાર જો અંધારું થઈ ગયું છે...

આસિફ: અરે આપણી વાતો માં તને પાટો બાંધવા નું તો રહીં જ ગયું... લાવ બાંધી આપું...

ઇન્દુ: ( હસીને ) અરે પાગલ હવે તો લોહી પણ બન્ધ થઈ ગયું... ચાલ હવે હું નીકળું...

આસિફ: ચાલ હું તને તારા ઘર સુધી મૂકી જાઉં...

ઇન્દુ: ના તારે હેરાન નથી થવું હું જતી રહીશ...

આસિફ: પણ અંધારું થઈ ગયું છે અને તને વાગ્યું પણ છે... હું આવુ છું તારી સાથે...

ઇન્દુ: સારું ચાલ...

ઇન્દુ અને આસિફ રૂમ ની બહાર આવે છે... હોલ માં આસિફ ના પપ્પા બેઠા હતા... ગુસ્સા વાળો ચહેરો થોડો સરખો કરી ને ખોટું ખોટું હસી ને કહે છે...

" અરે ઇન્દુ બેટા , ક્યારે આવી તું... બેસ બેસ... "

ઇન્દુ: ના અંકલ મારે મોડું થાય છે એટલે જવું પડશે...

આસિફ ના પપ્પા: ભલે ત્યારે આવજે...

ઇન્દુ: આવજો અંકલ...

આસિફ: (તેના પપ્પા તરફ જોઈને) અબ્બુ, હું ઇન્દુ ને ઘરે મૂકી આવું... અંધારું બહુ થઈ ગયું છે...

આસિફના પપ્પા: પણ બેટા, તારે તારી અમ્મા સાથે બહાર જવાનું છે...

આસિફ: પણ અબ્બુ...

ઇન્દુ: (આસિફ ની વાત કાપીને બોલે છે) વાંધો નઇ આસિફ તું અમ્મી i mean આંટી સાથે જઇ આવ હું જતી રહીશ.

આસિફ: સારું , ચાલ સ્કુટર સુધી મુકવા આવું...

ઇન્દુ: ઓકે અંકલ બાય...

આસિફના પપ્પા: બાય બેટા ધ્યાન થી જજે...

ઇન્દુ: ( સ્માઈલ સાથે ) જી અંકલ...

ઇન્દુ અને આસિફ ઘરની બહાર જાય છે.. આસિફ ના પપ્પા કોઈને ફોન કરે છે અને કહે છે : તૈયાર રહેજો એ આવે છે , જરા સંભાળી ને, બહુ ચાલાક છોકરી છે...

ઇન્દુ અને આસિફ સ્કુટર પાસે આવી જાય છે...

ઇન્દુ: તને યાદ છે 4 મહિના પાછી શુ છે...

આસિફ: ( જાણે ઇન્દુ ને ખીજવતો હોય એમ ) શુ છે મને નથી ખબર...

ઇન્દુ: ( મો મચકોડીને ) તું કેટલો ખરાબ છે... તને મારો બર્થડે પણ યાદ નથી...

આસિફ: ( હસીને ) અરે બાબા યાદ છે... મારી બેબી નો બર્થડે હું ભૂલી શકું???

ઇન્દુ: ( શરમાઈ ને ) તો હવે મને શું ગિફ્ટ આપીશ??

આસિફ: એ તું એ દિવસે જ જોઈ લેજે... તને હંમેશા યાદ રહેશે એવી ગિફ્ટ આપીશ..

ઇતઇન્દુ: સારું ચાલ એ દિવસે જોઈશું... હવે હું નીકળું...

આસિફ: ( ફ્લર્ટ કરતો હોય એમ બોલ્યો ) રોકાઈ જાને... આ પણ તો તારું જ ઘર છે...

ઇન્દુ: હા જાન જોડી ને લેવા આવજે પછી આ ઘર માંથી ક્યારેય પાછી નઇ જાઉં... અત્યારે જઈશ ત્યારે પપ્પા ને તારા વિશે વાત કરીશ ને...

આસિફ: સારું ત્યારે જા... પણ સાંભળ પહોંચી ને ઘરના લેન્ડલાઈન નંબર પર ફોન કરી દેજે...

ઇન્દુ: સારું... બાય.

આસિફ: બસ બાય???

ઇન્દુ: i love you babu

આસિફ: i love you too baby...

ઇન્દુ ઘરે જવા નીકળે છે... જ્યાં સુધી ઇન્દુ દેખાતી બંધ ના થઇ ત્યાં સુધી આસિફ એને જોતો જ રહે છે... પછી એ ઘર માં જાય છે...

આ તરફ ઇન્દુ બહુ જ ખુશ થતી પોતાના મસ્ત મૂડ માં ગીતો ગાતી નીકળે છે... ત્યાં જ સુમસામ રસ્તો આવે છે... પણ ઇન્દુ ને તો આજે કાઈ જ ફરક પડતો નથી... એ તો એટલી ખુશ છે કે પોતાને પગ ની પીડા પણ ભૂલી ગઈ છે... રસ્તો એટલો સુમસામ હતો કે ત્યાં કોઈ પશુ ની પણ અવરજવર દેખાતી નહોતી...

તેવા માં જ પાછળ થી 4 બાઇક લઈને 8 લોકો આવે છે... અને ઇન્દુના સ્કુટર ને ઘેરી વડે છે... હા આ એ જ લોકો હતા જે આસિફ ના પપ્પા એ મોકલ્યા હતા... ઇન્દુ આમ આ લોકો ને જોઈને ગભરાઈ જાય છે... આજુ બાજુ નજર કરે છે પણ ક્યાંય થઈ નીકળી શકાય એવો રસ્તો દેખાતો નથી... ના તો કોઈ માણસ હતું... સ્કુટર ઉભું રાખે છે... બધા બાઇક પરથી નીચે ઊતરી એના સ્કુટર પાસે આવે છે... અને સ્કુટર ની ચારે તરફ હસતા હસતા ફરવા લાગે છે... રસ્તા માં એટલો અંધકાર હતો અને બધાના મોઢા બાંધેલા હતા એટલે એક પણ ના મોઢા સરખા દેખાતા નહોતા...

ઇન્દુ ખૂબ જ ડરી ગઈ હતી... તે મદદ માટે બુમો પાડે છે... પણ એને સાંભળે કોણ... રસ્તા માં તો કોઈ હતું નહીં... રસ્તા ની આજુબાજુ ખેતરો હતા... આ સમયે ત્યાં પણ કોઈ નજરે નહોતું ચડતું... અંધકાર પણ ખૂબ જ હતો...

ઇન્દુ: તમને શું જોઈએ છે??? મારી પાસ કાઈ નથી... અને હું તમને ઓળખતી પણ નથી... મેં તો તમારું કાઈ બગાડ્યું પણ નથી... તો તમે શું કામ મારી પાછળ પડ્યા છો...

ત્યાં જ એક ભાઈ હસતા હસતા બોલ્યો , " તારી પાસે એ છે જે અમને જોઈએ છે... પ્રેમ થી અમારી પાસે આવી જા મારી રાણી..." એમ કહીને તે ઇન્દુ ના હાથ ખેંચે છે...

ઇન્દુ ચીસો પાડે છે... પણ કોઈ હોતું જ નથી તો કોણ આવે મદદ માટે... તે 8 લોકો કૂતરા જેમ પંખી ને પિંખી નાખે તેમ ઇન્દુ ને પિંખી નાખે છે... એક પછી એક બધા એના પર બળાત્કાર ગુજારે છે... ઇન્દુ રોતી રહી... કરગરતી રહી... પણ એના પર કોઈને દયા ના આવી... રસ્તા વચ્ચે ઇન્દુ નો બળાત્કાર કરીને એ લોકો જવાના જ હતા... ઇન્દુ ની હાલત નહોતી કે તે ઉભી થઇ શકે પણ એ નગ્ન હાલત માં રસ્તા માં પડી પડી હિમ્મત કરી ને બોલી, " હું પોલીસ ને બધું જ જણાવી દઈશ."

આ સાંભળી બધા ડરી ગયા... પણ એમાંથી એક બોલ્યો , " એના બોલવા જેવી રાખશું તો બોલશે ને... એને મારી જ નાખીએ..."

બીજો બોલ્યો," જો મારી જ નાખવી છે તો ફરી એક વાર મજા લઈને મારીએ ને... " અને બધા જોર જોર થી હસવા લાગ્યા...

બધાએ ફરી એક વાર એક પછી એક એના પર બળાત્કાર કર્યો... ઇન્દુ માં હવે કોઈ હોશ બાકી ના હતા... ચીસો પાડીને એનું ગળું બેસી ગયું હતું... હાથ પગ મારી ને એ પણ થાક્યા અને છેલ્લે પેલા નરાધમો એ બિચારી ફૂલ જેવી ઇન્દુ નું ગાળું દાબીને મારી નાખી... અને નગ્ન હાલત માં જ ત્યાં છોડી તેઓ નીકળી ગયા...

આ તરફ આસિફ ની ખુશી નો પાર જ નહોતો... એ તેના પપ્પા પાસે જઈ બેઠો અને વાત ચાલુ કરી...

આસિફ: અબ્બુ તમારા સાથે એક વાત કરવી છે...

આસિફ ના પપ્પા: ઇન્દુ સાથે નિકાહ... એ જ ને???

આસિફ આ સાંભળી ચોંકી ઉઠે છે અને કહે છે , " તમને કઈ રીતે ખબર પડી?? "

આસિફ ના પપ્પા: મેં તમારી વાતો સાંભળી હતી... બેટા મને કોઈ વાંધો નથી... પણ એક વાર ઇન્દુ ને એના પિતા સાથે વાત કરી લેવા દે પછી આપણે એમની સાથે વાત કરીશું.

આસિફ બઉ જ ખુશ થઈ જાય છે અને એની ખુશી નો પાર નથી રહેતો...

આસિફ: થેન્ક યુ અબ્બુ... મને તો વિશ્વાસ નથી થતો કે તમે મંજૂરી આપી દીધી... અબ્બુ તમે ખૂબ સારા છો...

આસિફ ના પપ્પા: જા બેટા ઇન્દુ ને કહી દે કે એના ઘરે વાત કરી લે...

આસિફ: હા હમણાં જ કહું છું... અરે ઇન્દુ નો હજુ ફોન ના આવ્યો ઘરે પહોંચી એનો...

આસિફ ના પપ્પા: બેટા વાત કરી લે તું...

આસિફ ઝડપ થી ફોન પાસે જાય છે... આ તરફ એના પપ્પા ના ફોન માં કોઈનો ફોન આવે છે... એ બહાર ફોન લઈ જતા રહે છે... ફોન પર કહે છે, " થઇ ગયું કામ... સાવ તમામ કર્યું??? અરે તમે લોકો કેમ સમજતા નથી... આવું નહોતું કરવાનું... સારું ચાલ જવા દે હવે હું જોઈ લઈશ બધું... અહીં ના એમ એલ એ મારા જાણીતા છે... અને હા હમણાં થોડા દિવસ મને મળતા નહિ... હા હવે તમારા રૂપિયા મળી જશે... અડધા મળી ગયા છે ને... મુક હવે..."

તેમની ફોન પરની બધી વાત બહાર થી આવતી આસિફ ની અમ્મી સાંભળી લે છે... પણ એમને એમ કે આ તો એમજ ધંધાની કૈક વાત હશે... તેઓ વધુ વિચાર્યા વગર અંદર જતા રહે છે...

આસિફ ઇન્દુ ના ઘરે ફોન કરે છે...

ઇન્દુ ના પપ્પા: હેલ્લો... કોણ?

આસિફ: અંકલ, આસિફ બોલું છું... ઇન્દુ આવી ઘરે???

ઇન્દુ ના પપ્પા: ના બેટા એ તો તારા ઘરે કંઈક નોટ્સ લેવા આવી હતી ને... હજુ આવી નથી ઘરે... ક્યારે નીકળી એ તારા ઘરે થી...

આસિફ: અંકલ એને નીકળ્યા ને ઘણો સમય થઈ ગયો છે... અત્યાર સુધી માં તો પહોંચી જવી જોઈએ...

ઇન્દુ ના પપ્પા: સારું હું એની મિત્ર ને ફોન કરું છું કદાચ ત્યાં જતી રહી હશે...

આસિફ: ઓકે અંકલ, હું પણ કરું છું અને જેવી ખબર પડે મને જણાવજો...

વાત પતાવી આસિફ ઇન્દુ ની ફ્રેન્ડ ક્રિશ્ના ને ફોન કરે છે... બધી જગ્યા એ ફોન કરે છે પણ કોઈને ખબર નથી કે ઇન્દુ ક્યાં છે... હવે આસિફ ને ચિંતા થવા લાગી હતી... તેણે ફરી ઇન્દુ ના ઘરે ફોન લગાડ્યો... પણ કોઈએ ઉપાડ્યો નહિ... એટલે આસિફ ઇન્દુ ના ઘરે જવા નીકળે છે... આસિફ ના અબ્બુ એ પૂછ્યું એટલે આસિફ બધું જલ્દી માં બોલી ત્યાં થી ઇન્દુ ના ઘરે જવા નીકળી ગયો...

આસિફ જતો હતો ત્યારે એના અબ્બુ એ તેને પોતાની ગાડી લઈ જવા કહ્યું... ગાડી લઈ આસિફ જતો હતો... તે રસ્તો આવ્યો જ્યાં ઇન્દુ નો બળાત્કાર થયો હતો... તે રસ્તા પર બઉ બધા લોકો ઉભા હતા અને જોર જોર થી 3-4 જણ નો રોવાનો અવાજ આવતો હતો... આસિફ બહાર નીકળી ને જુવે છે તો ત્યાં ઇન્દુ ના પપ્પા મમ્મી અને બહેનો હોય છે... બધા બહુ રડતા હતા... આસિફ નજીક જાય છે... અને ઇન્દુ ને જોતા જ ત્યાં જ ફસડાઈ પડે છે... આસિફ ને ચક્કર આવી જાય છે... ઇન્દુ ના મોઢા પર જાણે કોઈએ નખ માર્યા હતા... એના હાથ ઘવાયેલા હતા... બાકી નું શરીર નગ્ન હોવાથી ત્યાં ભેગા થયેલા લોકો માંથી કોઈએ ઓઢણી ઓઢાડી હતી...

તેના ગળા માં કોઈએ ટુંપો દીધો હોય તેવા નિશાન હતા... ઇન્દુ નું સ્કુટર થોડું દૂર ઉભું કરેલું હતું... આ બધું જોઈ ને આસિફ તો ત્યાં જ બેહોશી ની હાલત માં પડી ગયો... ત્યાં ના લોકોએ તેના પર પાણી છાંટી ને તેને ઉભો કર્યો અને જેવો તે ઉભો થયો તે જોર જોર થી રડવા લાગ્યો... મારી ઢીંગલી, મારી ઢીંગલી ને શુ થઈ ગયું... ઉઠ ને મારી ઢીંગલી... આમ ન સુઈ રે... તારી આ હાલત કોણે કરી... તું મને કહે હું એને જીવતો નઇ છોડું... બોલ ને મારી ઢીંગલી... આસિફ ના આવા શબ્દો થી ત્યાં ઉભેલા બધાની આંખ માં આંસુ આવી ગયા... લોકોએ હિમ્મત કરીને તેઓ ને ઘર લઇ ગયા...

એ ટોળા માંથી કોઈએ પોલીસ ને ફોન કરી ને બધું જણાવી દીધું હતું... જેના કારણે ઇન્દુ ના ઘરે પોલીસ આવી અને બધી હકીકત જાણી... પોસ્ટ મોર્ટમ રિપોર્ટ કરાવ્યા... રિપોર્ટ પરથી જાણવા મળ્યું કે ઇન્દુ પર ઘણા લોકોએ બળાત્કાર ગુજાર્યો છે... આસિફ અને ઇન્દુ ના ઘર ના લોકો માં તો હિમ્મત જ નહોતી રહી...

જેમ તેમ કરી ને તેઓ એ ઇન્દુ ની ક્રિયાવિધિ પુરી કરી અને ઘરે આવ્યા... આસિફ પણ પોતાના ઘરે આવ્યો... પણ એની આંખો રોઈ રોઈ ને સુજાઈ ગઈ હતી... તેની આવી હાલત જોઈને તેની અમ્મી એ કહ્યું, " બેટા એક દિવસ બધા એ અલ્લાહ પાસે જવાનું જ છે... ત્યાં તેના આત્મા ને શાંતિ મળે તેની અરજ કર... આમ રોવે દિવસો નઇ નીકળે... "

અમ્મી આસિફ માટે જમવાનું રૂમ માં જ મૂકે છે... પણ આસિફ જમતો નથી... અને સવાર સુધી તે રડ્યા જ કરે છે... એને મન માં ખૂબ ગુસ્સો ભરાયેલો હતો... પોતાની પ્રેમિકા જેની સાથે એ હજુ પ્રેમ ના પગલાં માંડવા જ જતો હતો... અને એ વ્યક્તિ જ છીનવાઈ ગઈ... એ રાત ભર રડ્યો બીજા દિવસે સવારે એ ઇન્દુ ના ઘરે ગયો... ત્યાં પણ બધાની હાલત આસિફ જેવી જ હતી... એટલા માં જ પોલીસ આવે છે... તેઓ જણાવે છે કે જો તમે ઇચ્છતા હોય તો પોલીસ કેસ કરી શકો...

ઇન્દુ ના પપ્પા તો તૈયાર થઈ જાય છે પણ ઇન્દુ ની મમ્મી ના પાડે છે... એમનું માનવું છે કે એક દીકરી તો ખોઈ દીધી બીજી 2 દીકરીઓ ના ખોઈ નાખીએ...

પણ આસિફ બધાને હિમ્મત આપે છે અને કહે છે તમારી બંને દીકરીઓ ને હું કાંઈ નહી થવા દઉં... તમે થોડી હિમ્મત કરો તો આપણે પેલા નરાધમો ને જેલ ભેગા કરીએ અને ફાંસીએ ચડાવીએ... આસિફ ની આપેલી હિમ્મત થી ઇન્દુ ના મમ્મી કેસ કરવા તૈયાર થઈ ગયા...

પોલીસ કેસ કર્યો... અઠવાડિયે કોર્ટ કચેરી ના ચક્કર ચાલુ થયા પણ કોઈ પરિણામ આવતું ન હતું... કોઈ પકડાતું ન હતું... સાડા ત્રણ મહિના થઈ ગયા ઇન્દુ ને ગયા ને પણ હજુ કાઈ બહાર આવ્યું નતું... ઘણા પ્રયત્નો કર્યા પણ કાંઈ જ હાથ ના લાગ્યું...

એક દિવસ આસિફ ના અબ્બુ હોલ માં બેઠા હતા અને કોઈનો ફોન આવ્યો તો એ ફોન ઉપાડવા છત પર ગયા... આમ અચાનક કોઈનો ફોન આવ્યો અને એ છત પર ગયા એ વાત આસિફ ના અમ્મી ને અજીબ લાગી... તેઓ પણ છુપાઈ ને તેમની પાછળ ગયા... અને સીડી પર કાન છત પર રાખી ઉભા રહ્યા અને વાતો સાંભળતા રહ્યા...

આસિફ ના અબ્બુ છત પર વાત કરતા હતા , " તમને ના કહી છે ને મને ફોન નહિ કરવાનો... હમણાં થોડો સમય આમ જ છુપાઇ ને રહેજો... હજુ કેસ ચાલુ જ છે... હજુ આ લોકોને હાથ માં કાંઈ આવ્યું નથી... અને આવશે પણ નહીં... હા હવે ખબર છે પૈસા આપવાના બાકી છે... પણ પૈસા માટે ફોન કરશો તો હું તો પકડાઈશ ને સાથે તમે પણ... અને હું તો પૈસા આપી છૂટી જઈશ તમને કોણ છોડાવશે... મેં તો તમને ફક્ત બળાત્કાર કરવા કહ્યું હતું... તમે તો મારી નાખી ભૂલ તમારી છે... છતાં હું બચીને રહું છું... ચાલ હવે મુક ફોન... 4-5 દિવસ માં પૈસા આપી દઈશ..."

આસિફ ની મમ્મી આ સાંભળી ને બધું સમજી જાય છે... તે બધી જ વાત આસિફ ને કહે છે... આસિફ ને ખૂબ જ આઘાત લાગે છે... પોતાના જ અબ્બુ એ પોતાની જ પ્રેમિકા ને મરાવી નાખી... અને આટલી ખરાબ હાલત માં ... આસિફ ને બહુ જ ગુસ્સો આવે છે... પણ તે થોડો શાંત બેસે છે... અને એના અબ્બુ નીચે આવે છે ત્યારે પૂછયું,

જાણે કાઈ બન્યું ના હોય તેમ બોલ્યો...

આસિફ: અબ્બુ કોનો ફોન હતો??

આસિફ ના અબ્બુ થોડા ગભરાઈ જાય છે... અને ગલ્લા ટલ્લા કરવા લાગે છે, આસિફ અને તેની મમ્મી સમજી જાય છે કે જૂઠ ના પગ કાચા જ હોય... પણ છતાંય સાંભળે છે...

આસિફ ના અબ્બુ: એ તો... એ તો... પે... પેલા કરીમ... કરીમ નો ફોન હતો... કાલે માલ પહોંચાડવાનો છે... એટલે બધું જણાવતો હતો...

આસિફ: સારું અબ્બુ... આતો તમને પસીનો આવી ગયો એટલે મને એમ કે કોઈ પ્રોબ્લેમ તો નથી...

આસિફ ના અબ્બુ: ના ના બેટા કાંઈ નહિ...

આસિફ ના અબ્બુ નું મન શાંત થાય છે... આસિફ હવે વિચારી લે છે કે તે હવે પોલીસ ને બધું જ જણાવી દેશે... પોતાના પિતા છે તો શું... ખોટું કામ કર્યું છે તો સજા મળવી જ જોઈએ...

આસિફ તરત જ પોલીસ સ્ટેશન જઇ બધુ જ જણાવી દે છે... આસિફ ના અબ્બુ ને બીજા દિવસે કોર્ટ માં હાજર થવા નોટિસ મળે છે... આસિફ ના અબ્બુ ની બહુ જ પૂછપરછ કરે છે પણ તેઓ સાચું બોલતા નથી... કોર્ટ ના ફેસલા મુજબ તેઓ ને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવે છે...

પોલીસ ખૂબ મારે છે ખૂબ જુલમ ઉતારે છે ત્યારે તેના અબ્બુ બધું કબુલ કરે છે... અને તેના સાથીઓ ના નામ પણ જણાવે છે જેઓએ આ કામ કર્યું હતું...

આસિફના અબ્બુ પોલીસ ને પૂછે છે કે તેમને પોતાની જાણ કોણે કરી... ત્યારે જ આસિફ ત્યાં હાજર થાય છે અને રડતા રડતા કહે છે...

આસિફ: અબ્બુ મેં કહ્યું... મને તો તમને અબ્બુ કહેતા પણ શરમ આવે છે... અલ્લાહ તમને ક્યારેય માફ નહિ કરે અબ્બુ... તમે મારી ઇન્દુ ને મારા થી દુર કરી દીધી... હું તમને નફરત કરું છું...

અને આસિફ ખૂબ રડે છે... આસિફ ના અબ્બુ ને ખૂબ પછતાવો થાય છે પણ હવે શું... ઇન્દુ નો બળાત્કાર કરવા વાળા પણ પકડાઈ જાય છે... બધા સાચું કબૂલ કરે છે... અને તેઓ ને 10 દિવસ પછી ફાંસી ની સજા આપવા માં આવે છે... આસિફ ના અબ્બુ ને આ જીવન જેલ ની સજા મળે છે... ઇન્દુ ના મમ્મી પપ્પા નું દુઃખ જતું તો નથી રહેતું પણ પોતાની દીકરી ના ખૂની ને સજા થઈ તેના થી મન ને સંતોષ થયો... અને આસિફ ની હિમ્મત જોઈ તેમણે આસિફ નો ખૂબ આભાર માન્યો...

જે દિવસે બળાત્કારીઓ ને ફાંસી ની સજા થઈ એ દિવસે ઇન્દુ નો જન્મ દિવસ હતો... ત્યારે આસિફ આકાશ માં જોઈને રડતા અવાજે બોલ્યો...

" તારા જન્મ દિવસ ની ભેટ "


બીજા રસપ્રદ વિકલ્પો