Adhuro Prem. - 60 - last part books and stories free download online pdf in Gujarati

અધુુુરો પ્રેમ.. - 60 - જીવનસાર----છેલ્લો ભાગ

જીવનસાર

પલકનાં જીવનનું આખરી પાનું પણ બંધ થઈ ગયું, એણે પોતાની જાતને કહ્યું કે આજે ભલે અમારો આ "અધુરોપ્રેમ" પુરવાર થયો નહીં. પરંતુ આવતાં ભવે અમારો "અધુરો પ્રેમ" જરૂર પુરો કરીશું.પલકે ભગવાનની સામે દીવાધુપ કરતાં કરતાં પ્રણ લીધું.
આ તરફ આકાશની પત્નીએ પણ પોતાનાં પતીને કોઈની બુરી નજર નાં લાગે એ માટે અનુષ્ઠાન કરાવ્યું. અને સાતે જનમમાં પતી રુપે આકાશનેજ પામવાનો ભગવાન સામે વચને બંધાઈ ગયાં. હવે ભગવાન કોની વાત માનેછે એ તો આવતાં જનમેજ ખબર પડે.

પલક બેઠી બેઠી આખીય જીંદગીનો સરવાળો કરેછે. એનો "જીવનસાર"મેળવેછે.એકેએક પલ જેણે ખુબસુરત લમ્હે જીવનની કોઈ મુશ્કેલી એવી નહોતી જે પલકને કઠણ પડી હોય. હસતાં હસતાં પોતાનાં હરેક દુઃખ સહન કર્યા હતાં. પરંતુ આજે પરીસ્થીતી અલગ હતી.

પલકે નાનપણથી નજર કરી તો એને સાચી સમજણ આજે પ્રતીત થઈ. જ્યારે જ્યારે તમારી પાસે સમય તમારી અનુકુળ હોય ત્યારે ત્યારે આપણે પત્તા અવળાં નાખીએ તો પણ સવળાં પડેછે. પરંતુ જ્યારે જ્યારે વિપરીત સમય હોય ત્યારે તમારી જેટલી હીંમત હોય એટલી ઈશ્વર આંકી લેછે.

પલકની સાથે એવુંતો થયું છે, લગ્ન સુધી એક બાહોશ,નિડર અત્યંત પ્રભાવશાળી અને હસતી ખેલતી એક હીરણીની માફક દોડતી કુદતી હાજર જવાબી વાતવાતમાં લોકોને પોતાની તરફ આકર્ષિત કરી નાખવામાં પાવરધી પલક આજે પોતાની જાતને પણ સંભાળી શકતી નથી.

આજે પોતાનાં પપ્પાને યાદ કરીને ખુબ રડેછે. એણે થયું કે આજે મારી માથે મારા બાપનો હાથ હોતને તો આજે મારી આવી અવદશા નાં થઈ ગઈ હોત.ભાઈ હજી ઘણો નાનોછે.પપ્પાને યાદ કરતી કરતી પલકની આંખો મીંચાઈ ગ્ઈ.
અને પોતે સપનામાં ખોવાઈ ગઈ, એણે જોયું તો પોતે એક પોતાની જાતને પરીસ્તાનની પરીનાં રુપમાં જોઈ.સફેદ કલરનો ખુબસુરત ડ્રેસ, હાથમાં એક સ્ટાર વાળી છડી.બે સફેદ મોટી પાંખો માથે ખુબસુંદર સાચા અનમોલ રત્નો જડીત મુકુટ શોભાયમાન થઈ રહ્યો છે. જાણે પરીસ્તાનની કોઈ રાજાની રાજકુમારી હોય એવું લાગે છે. આકાશ માર્ગેથી હવાનાં ઝોકા સાથે સાથે ઉડીને પોતાની સખીઓ સાથે ભ્રમણ કરી રહીછે.

ખુબ સુંદર ઉપવાનોમાં ભાતી ભાતીનાં ફુલડાં ખીલી રહ્યાં છે. કુદરતની અદભૂત સોંદર્ય છટાં પોતાની આંખોથી નીરખીને આનંદનો અનુભવ કરી રહી હતી. ઘડીભર ફુવોનો પરાગરજ ચુંસતો ભમરને સાથે વાત કરેછે, તો ઘડીક રંગબેરંગી પતંગા સાથે ફુસફુસાહટ કરી રહી છે.

ઉપવનમાં સુવાસ મેળવીને આકાશ માર્ગે ભ્રમણ કરવાં માટે પ્રયાણ કર્યું. અચાનક પલકે જોયું કે સામેથી એનાં પપ્પા એને આવતાં દેખાયાં. પહેલાં તો એને થયું કે નાં આતો મારા મનનો ભ્રમ છે. પણ જેમ જેમ નજીક આવ્યાં એટલે એને નજર એક
થઈ. અને એક દીકરીએ પોતાનાં બાપને ઓળખી લીધાં.

પોતાની જાનથી પણ વધારે પ્રેમ કરવાં વાળો પોતાનો પીતાં મૃત્યુ પામ્યા બાદ આજે એને નજરો નજર જોયાં. પલક એનાં પિતાને જોતાવેંત જ એકદમ છાતીએ વળગીને ફાટ ફાટ હૈયે રુદન કરવાં લાગી. પિતાએ પોતાની લાડકવાયી દીકરીને ખોળામાં બેસાડીને રડવાનું કારણ પુછ્યું. શું થયું મારી પલકને કેમ એક શેરની જેવી હીંમતવાન મારી દીકરી આજે એક ભુહડ જેવી કમજોર દેખાય છે ?

પલકે પપ્પાને કહ્યું પપ્પા મારી સાથે આવું આવું બન્યું છે ? તમારા વગર મને કોણ શાંતવનાં આપે પપ્પા ? પપ્પા આ જગતમાં કોઈ એવું નથી કે જે મારે માથે હાથ ધરી અને મને કહે બેટાં તું જરાય મુંજાઈશ નહીં હું બેઠોછું.હું આજે એકદમ
નિસહાય અને એકદમ એકલી પડી ગઈ છું, પપ્પા મને તમારી પાસે બોલાવી લ્યો પપ્પા હું જીવવાં નથી માગતી.

પોતાની દીકરીને માથે હાથ ફેરવી કહ્યું બેટાં આ મૃત્યુલોકછે.
દરેક જીવે પોતાનાં આગલાં પાછલાં કર્મોનો હીસાબ આપવો પડેછે.અને જે પોતાનાં કરમને હસતાં મોઢે ભોગવી જાણે છે,એને ફરીથી ભગવાન દુઃખ નથી આપતાં એ પોતાનાં દુઃખ જીરવી જાણે એનું જીવન સફળ થઈ જાય છે. અંતે પ્રભુનાં ચરણોમાં સ્થાન પામેછે.

પરંતુ પપ્પા અત્યારે જે દુઃખ ભોગવવું પડેછે, એતો કરમનો બદલો હોય છે. ઠીક માની લીધું પણ મે એવું એકપણ કરમ આ જનમે નથી કર્યું જેનાથી મને આવી જીંદગી મળે.

પલકનો ચહેરાને પોતાનાં હાથમાં લીધો અને કહ્યું બેટાં જે કરમ ભોગવીએ એ આગલાં જનમોનાં પણ હોય શકે.જો રડીને પણ જે કર્મો ભોગવવાનાંછે, એ તો રડીને પણ ભોગવવાં પડે"અને હસીને પણ તો પછી કેમ નહી હસતાં હસતાં ભોગવી લ્ઈએ.

પપ્પાની વાત પલકને ગળે ઉતરી ગ્ઈ"એણે કહ્યું ભલે પપ્પા હવે હું ક્યારેય આંસુ નહી વહાવું બસ તમને વચન આપું છું. હું ગમેતેવા દુઃખ હસતાં હસતાં સહન કરી લ્ઈશ.

શાબાશ"મારી દીકરી હવે થઈ મારો સાવજ તને જોતાં જ જેવાં તેવાનાં ગાઢ મોકળાં થઈ જતાં હતાં. અને એને એક સામાન્ય માણસે હતીનોતી કરી નાખી.મારી દીકરીને કોણે આટલું બધું દુઃખ આપ્યું હશે.પોતાની દીકરીને હળવાં હાથે માથું દબાવીને થોડોઘણો આરામ પહોચાડી રહ્યાં છે.

આજે કેટલાય વર્ષો પછી બાપ દીકરીનું મીલન થયું"થોડીવાર પછી પલકનાં પપ્પાએ કહ્યું બેટાં મારી દીકરી ઉભી થા જોઈ.
મારો સમય પુરો થયો છે, જો સામે મને લેવાં માટે ભગવાનનાં પાર્ષદ આવ્યાં છે. હવે હું તને એકલી છોડીને મારાં લોકમાં પ્રયાણ કરું છું. પરંતુ તું મને એક વચન આપે કે આજ પછી ગમેતેવું દુઃખ પડે ત્યારે હસતાં મોઢે એનો સામનો કરી લેવો.
કોઈદિવસ આંસુ પાડવાથી દુઃખ ઓછાં નથી થતાં. હંમેશાં એ વધતાં જ રહેછે.

હાં પપ્પા હું તમને વચન આપું છું, કે આજ પછી ક્યારેય હું મારી આંખોમાં આંસુ નહી લાવું.

શાબાશ મારી દીકરી ! અને હા હું હંમેશાં તારી સાથે જ છું. જ્યારે જ્યારે તું મને યાદ કરીશ ત્યારે ત્યારે હું તારા હ્લદયમાં પ્રેરણા આપીશ.અને તારી દીકરી તારા કરતાં પણ વધારે રુપાળી છે.એને મારા તરફથી વહાલ કરજે,અને એક બીજી વાત પેલો છોકરો આકાશ પણ મને બહું ગમેછે.

હાં પપ્પા મને પણ હા પપ્પા મને પણ હા પપ્પા મને પણ........
મને પણ.....મને ...પણ.....મને .....પણ....... લગભગ કેટલી વખત એવો બડબડાત કરી રહી હતી.વંદનાએ પલકને હડબડાવી અને જગાડી. કહ્યું મમ્મી શું મને પણ... મને પણ કરેછે. કેટલી બધી વાર એકનો એક શબ્દ બોલી.તું તો સુ્ઈ ગ્ઈ હતી કોની સાથે વાત કરેછે.ગાંડી નથી થઈ ગઈ ને ?
જાગીને જોવે તો પોતાનાં પલંગમાં પડી હતી"પરંતુ એણે આજે પોતાનાં પપ્પાને સગી આંખે અને ધોળાં દીવસે એને હીંમત બંધાવતાં જોયાં છે.ઉભા થઇ અને મોં ધોઈ ને પપ્પાનાં ફોટાં સામે દીવો કરીને બંન્ને હાથથી પ્રણામ કરીને કહ્યું પપ્પા તમે આજે મારી સાથે વાત કરી મને ખુબ આનંદનો અનુભવ થયો છે. મને ખબર છે,આપ હંમેશા મારી સાથે જ છો.આ દુનીયાનું કોઈ દુઃખ એટલું સક્ષમ નથીકે હવે તમારી દીકરીને પછાડી શકે.

હું એકલી રહીશ અને એકલીજ મારી દીકરીને મોટી કરીશ, અને ભણાવીને પગભર કરીશ.મારે આપનાં સીવાય કોઈપણ નાં આશીર્વાદની જરૂર નથી. આજે હું રુબરુ આપની સાથે મળીને ખુબ સુંદર અનુભવ થયો. મારાં હ્લદયનો બધો ઉદ્વેગ એક પલમાં ખતમ થઈ ગયો. જાણે કશુંય નથી બન્યું એવું હળવું ફુલ જેવું શરીર લાગે છે. મારો છેલ્લાં મુશ્કેલીઓ ભરેલાં નવેક વર્ષો નો થાક જાણે પલભરમાં ઉતરી ગયો.

આજે હું નવી તાજગીનો અનુભવ કરી રહીછું, પપ્પા હું હવે કોઈ દિવસ કોઈને પણ શિકાયત નહીં કરું. પપ્પાનાં ફોટાને પ્રણામ કરીને પલકે પોતાનાં હાથમાં પોતાનું દફતર લીધું. અને હંમેશાં રાબેતાં મુજબ ઓફીસ જવું વંદનાને સ્કુલે જવું, ટ્યુશન કરાવવું એ બધું ખૂબ સારી રીતે સંભાળી લીધું.....................સમાપ્ત
મીત્રો આ એક સત્ય ઘટના છે. જે એક સંસારની વાસ્તવિકતા
દર્શાવે છે. આ સમાજમાં ઘણાં લોકો આજે પણ કેટલી સત્રીઓ ને વીનાં કારણે માત્ર શકને આધારે એનું જીવન નર્કમાં ધકેલી દેછે...મારી કલમ થકી મે આ પલક (નામ બદલ્યું છે) નામની છોકરીને ન્યાય આપવાની કોશિશ કરી છે.ઉમીદ છે આપને ગમી હશે......)

મીત્રો એનાં કેસ કોર્ટમાં હજી પણ રાબેતાં મુજબ ચાલે.છે..આ કહાની પુર્ણ થયાં પછી પલકે પોતાનો નંબર બદલી નાખ્યો હોવાથી એની સાથે કોઈ કોન્ટેક્ટ નથી રહ્યો. પછી એની જીંદગીમાં શુ થયું એની મને કોઈ જાણ નથી....

..........................સમાપ્ત...............................

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED