સંતાનોની સ્વતંત્રતાએ માતા-પિતા Jaimini દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંતાનોની સ્વતંત્રતાએ માતા-પિતા

સમય સાથે ઘણું બધું બદલાય જાય છે! જુઓને હું નાની હતી ત્યારે ઘરથી, મમ્મીથી દૂર જવા ક્યાં ઈચ્છતી! એટલે જ તો ૮માં ધોરણમાં હોસ્ટેલમાંથી પપ્પા મને ઉઠાવી લાવેલા, મારા આંસુ જોઇને જ તો! ભલે ઘરે રહી ભણતી, હવે પરણાવશું ત્યાં સુધી સાથે જ રાખીશું, પરંતુ આજે M.A. કરતાં કરતાં મન થાય છે કે આ ઘર છોડી ક્યાંક ચાલી જઉં!....હા હું હેતલ અત્યારે તો આજ ઈચ્છી રહી છું કારણ કે ઘરના હવે મારા પર હેત ના બદલે શંકા વરસાવે છે. તમે જ કહો આજના યુગમાં મિત્રોના લીસ્ટમાં પુરુષ મિત્રોનું નામ ન હોઈ એવું બને ખરું!? પરંતુ મારા દરેક મિત્રો જે કોલ કરે, મળવા આવે એમાં મારા મમ્મી-પપ્પાને મારો BF દેખાય છે! લગ્ન માટે છોકરો શોધવાની માતા-પિતાને સંમતી આપી છે છતાંયે!? અને આ જ શંકાના આધારે શરૂ થાય છે મારા જ ઘરમાં મારી સાથે ઓરમાયું વર્તન. ક્યાં સુધી ચાલશે આવું? થાય છે ક્યાંય દૂર ચાલી જાઉં. એકલી જ કારણ કે, મારે કોઈ BF નથી.... મને ભણવામાં અને મિત્રો બનાવવામાં રસ છે જાતે જીવનસાથી શોધવામાં નહિ પરંતુ માતાપિતાને આ વાત સમજાતી જ નથી!?

યુવાન સંતાન અને માતાપિતા વચ્ચે આવું મનદુઃખ ઘણાં ઘરો માં જોવા મળે છે. કારણ કે આ સંબધ જ પરસ્પરાવલંબન ,જવાબદારી, સામાજિક સંબધ અને અતૂટ સ્નેહથી જોડાયલો હોય છે. બાળક નાનું હોય, માતાપિતા વુદ્ધ હોય ત્યાં અધિકારભાવ અને સ્વતંત્રતાનો પ્રશ્ન ભાગ્યે જ જોવા મળે છે. પરતું યુવાન સંતાનો અને કમાતા માતાપિતા વચ્ચે મોટાભાગે આ પ્રશ્ન ઉભો થતો હોય છે. આવું કેમ? બાળક જ્યારે નાનું હોય છે, માતા પિતા પર આધારિત હોય છે. એમના પ્રોત્સાહનથી, પ્રયાસથી,પૈસા અને દુનિયા જોવાનો દ્રષ્ટિકોણ જ બાળક માટે પણ હોય છે. એ આધારે જ બાળક મોટું થાય છે. મા-બાપના સમય, નાણું, હેત, વર્તમાનને ભાવિ બાળકોના આસપાસ જ હોય છે. આથી બદલામાં તેમની અપેક્ષાઓ પણ વધતી જ જાય છે કે, "આં મારું બાળક", "મે મોટું કર્યું ", "ઉછેર્યું","એને સારું ભાવિ આપવા મારી જાત ઘસી" , "એ મારા સપના પૂરા કરશે","મને ગૌરવ અપાવશે" "મારું નામ ઊંચું રહે સમાજ માં એવું કામ કરશે", "મારી ઇચ્છા વિરુદ્ધ ક્યારેય નહિ જાય" વગેરે વગેરે .... પરંતુ જ્યારે બાળક મોટું થાય છે તેમ - તેમ પોતાના વિચારો, સમજણ , સાચું-ખોટું અને શું કરવું ભાવિમાં? એ જાતે નક્કી કરતું થાય છે અને પછી જ આ વિચાર અને આચાર નો ઘર્ષણમય કાળ આવે છે.
જો સપના સરખા હોય તો સરળ રહે , અલગ સપના હોઈને માતા-પિતા બાળકોને તેમના રસ્તે જવા દેવા રાજી હોય તો પણ સરળતા પણ સંબંધે વિખવાદ બંને પરિસ્થિતિમાં થાય છે, એક તો બાળક માતાપિતાના સપનાને અપનાવી લે છે પરતું પોતાના સપનાને દફનાવી નથી શક્તો, રોજ એમની કલ્પનાની જિંદગી જીવી જાતને અને અપ્રત્યક્ષ રીતે માવતરને પણ દુઃખી કરે છે જ્યારે ૨ સ્થિતિમાં બાળક પોતના સપનાં જીવવા ખુલ્લેઆમ જાહેરાત કરે છે અને માતા-પિતા એમ કરવા દેવા રાજી નથી હોતા.....ઉપરની હેતલની મનોસ્થિતિ અહી ૧ પ્રકારની છે જે સંબંધ માંથી જળાની જેમ લાગણી ચૂસી લે છે.
અતુટ સંબંધમાં લાગણી છીનવાતા આ અલગાવની વાત કરીએ તો “ચહેરા એટલા વિચારો હોવાના” અને અલગ વિચારવાળા વ્યકિતઓ સાથે રહે એટલે, "કેમ જીવવું ને શું કરવું જોઈએ ?"ના અલગ અલગ અભિપ્રાય એ રહેવાના જ..આ ઘણું સ્વભાવિક છે, પરતું અસ્વાભાવિક એ છે કે આપણે સમજ્યા, જાણ્યા વગર જ આપણા વિચારો બીજા પર થોપી દઈએ છીએ.
માતા-પિતાએ સંતાનો એ શું કરવું? એ નક્કી ના જ કરવું જોઈએ પણ વિચારવું ચોક્કસ જોઈએ કે , બાળકની મૂળ પ્રકુતિ કેવી છે ? શારીરિક, માનસિક મજબૂતાઇ કેટલી છે ? એ જાતે નિણર્ય લે તે કેવા હોય છે ? એને કઈ કઈ બાબતો માં રસ છે ? અંને બાળક ક્યાં રસ્તે જવા ઈચ્છે છે? એ એના માટે યોગ્ય છે કે કેમ ? બાળક મજબુત,મહત્વકાંક્ષી અને અટલ હોય તો એના સપનામાં સહાયરૂપ થવું જોઈએ પરતું નબળા મનના કે કોઈકના પ્રભાવમાં તરત આવી જતા બાળક જોડે વિશેષ સમજણથી કામ લેવું જોઈએ તેમને ધમકાવી કે પોતાના વિચારો અપનાવા જબરજસ્તી કરવા કરતા સિક્કાની બીજી બાજુ બતાવી સાચી સમજણ આપવી એ સારો ઉપાય છે તરત બીજાની વાત માં આવી જતી કે સહજતા થી હરેક જોડે મિત્રતા કરી લેતી છોકરીની ચિંતા હોઈ એ સ્વભાવિક છે પરતું તેનો ઉપાય ઓરમાયું વર્તન નહિ લાગણી,વાતચીત અને બાળકની મનોસ્થિતિ સમજવી એ છે.. બાળક ના મિત્ર અને ગુરુ બન્ને બની રહેવું એ જ સૌથી સરળ ઉપાય છે. સામે પક્ષે બાળકે પણ જિદ્દ ના બદલે સમજદારીથી કામ લેવું જોઈએ કે માતાપિતાના આવા વર્તન પછાડી શું કારણ હોઈ શકે ! જાતે નહીં સમજી શકો તો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પૂછી લેવાય !બાળક જયારે નાનું હોઈ છે ત્યારે શાળા,મિત્રો,રોજરોજના બનાવો કહેતા હોય છે પરંતુ મોટા થતાં જાય તેમ આ સંવાદ તૂટતો જાય છે અને કહેવાય છે ને જ્યાં “સંવાદ નહિ ત્યાં વિવાદ “ માતાપિતા વ્યસ્તતામાં આર્થિક,સામાજિક ભીડમાં આ સંવાદ ચૂકી જાય છે જે સ્વાભાવિક છે. પણ સંતાન તરીકે એમની સાથે નજીકનો નાતો બનાવી રાખવાની ફરજ નહીં ચૂકાય એ સંબંધે વિવાદ ને દૂર રાખવા એ સહાયરૂપ છે
આજીવન જોડાયલા આ સંબંધમાં જીવવું કેમ? અને કોણે શું કરવું જોઈએ? ના વિચારો ની ભિન્ન રેખા સંબંધ મધ્યે પણ એક વિવાદ ની રેખા દોરી દેતી હોઈ છે સંવાદ ને સમજણની ઓથ રાખી,સામે વાળા ને સમજાવવા કરતા સ્વીકારવું એ લાગણી ની હુંફ જીવંત રાખવાનો એક રસ્તો છે...


You may give your children your love but not your thoughts. For they have their own thoughts. –kahlil Gibran


(તમારા બાળકો ને તમે તમારો પ્રેમ આપી શકો પરતું તમારા વિચારો નહિ કેમ કે બાળકો ને પોતાના વિચાર હોય છે –ખલીલ જીબ્રાન )